educratsweb logo

divyabhaskar.co.in National

Posted By educratsweb.comNews 👁 6765 (19 Sep 2020)

આગામી સપ્તાહે શરૂ થશે ઓક્સફોર્ડ વેક્સીનનો ફેઝ-3 ટ્રાયલ;21 સપ્ટેમ્બરથી પંજાબમાં PG અને Phdનો અભ્યાસ શરૂ થશે, દેશમાં કુલ 53.51 લાખ કેસ		 આગામી સપ્તાહે શરૂ થશે ઓક્સફોર્ડ વેક્સીનનો ફેઝ-3 ટ્રાયલ;21 સપ્ટેમ્બરથી પંજાબમાં PG અને Phdનો અભ્યાસ શરૂ થશે, દેશમાં કુલ 53.51 લાખ કેસ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દેશમાં કોરોનાના દર્દીનો આંકડો 53 લાખ 51 હજાર 281 થઈ ગયો છે. તેમા 42 લાખ 49 હજાર 955 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 10 લાખ 16 હજાર 668 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. સંક્રમણને પગલે અત્યાર સુધીમાં 86 હજાર 83 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે. દરમિયાન કોરોના વેક્સીનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ઓક્સફોર્ડ વેક્સીનનો ફેઝ-3 ટ્રાયલ આગામી સપ્તાહ સોમવારથી પુણેમાં શરૂ થશે. આ માટે 150થી 200 વોલેન્ટિયર્સ ડોઝ લેવા માટે તૈયાર છે. બીજી બાજુ અનલોક 4.0ની ગાઈડલાઈનમાં મળેલી છૂટ અંતર્ગત પંજાબ સરકારે 21 સપ્ટેમ્બરથી રાજ્ય મે હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના મતે ઈન્સ્ટિટ્યુટ જ્યાં પીએચડી, પીજી ટેકનિકલ અથવા પ્રોફેશનલ કોર્સ ચલાવે છે તે તમામ ખુલી જશે. અલબત આ માટે સ્વાસ્થ્ય મંત્રાલયના નિયમોનું પાલન કરવું પડશે. સંસદમાં ચોમાસું સત્રના છઠ્ઠા દિવસે શનિવારે રાજ્યસભામાં મહામારી રોગ સંશોધન બિલ, 2020 પાસ થઇ ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને કહ્યું કે આરોગ્ય વ્યાવસાયિકો સામેના ગુનાઓ અટકાવવા માટે બિલની જરૂર હતી. આ બીલમાં દેશમાં મહામારી દરમિયાન ડોકટરો, નર્સો, આશાવર્કરોની સુરક્ષાની જોગવાઈ છે, જ્યારે હુમલો કરનાર માટે સજાની જોગવાઈ છે. 123 વર્ષ જૂના કાયદામાં કેન્દ્ર સરકારે ફેરફાર કર્યો છે. જેના હેઠળ ડોક્ટર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારને વધુમાં વધુ 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હુમલો કરનાર પર 50 હજારથી 2 લાખના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત 3 મહિનાથી 5 વર્ષની સજા પણ થઈ શકે છે. જ્યારે ગંભીર ઈજાના મામલામાં વધુમાં વધુ 7 વર્ષની સજા થઈ શકે છે. આ બીનજામીનપાત્ર ગુનો હશે. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન દોડાવાયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 97 પ્રવાસી મજૂરોનું સફર દરમિયાન મોત થયું હતું. ગોયલે કહ્યું કે, આ આંકડા રાજ્ય સરકાર તરફથી મળ્યા છે. દેશમાં કોરોનાનો આંકડો 53 લાખને પાર દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 53.12લાખ કેસ આવી ચુક્યા છે. જેમાંથી 42 લાખ 5 હજાર 201 લોકો સાજા થઈ ગયા છે. 10 લાખ 15 હજાર 981 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે કુલ 85 હજાર 625 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. કોરોના અપડેટ્સ... કોંગ્રેસ સાંસદ કે સુરેશે કોરોનાથી જીવ ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો માટે વળતરની માંગ કરી છે. જેના માટે લોકસભામાં તેમને નોટિસ આપી છે.દેશમાં શુક્રવારે 92,969 કોરોના સંક્રમિત મળ્યા હતા. જો કે, રાહતની વાત તો એ છે કે 95 હજાર 512 સાજા પણ થયા છે. આ મહામારીને દેશમાં આવ્યાને 232 દિવસ થઈ ચુક્યા છે. ત્યારથી અત્યાર સુધી આવું છ વખત જ થયું છે, જ્યારે એક દિવસમાં જેટલા સંક્રમિત મળ્યા હોય એના કરતા વધારે સાજા થયા છે. સૌથી પહેલા આવું 14 ફેબ્રુઆરીએ થયું હતું, જ્યારે કેરળમાં ત્રણ સંક્રમિત સાજા થયા હતા, પરંતુ એ દિવસે નવો કેસ નહોતો આવ્યો.દિલ્હી હાઈકોર્ટે અહીંયાના પ્રાઈવેટ અને સરકારી શાળાને આદેશ આપ્યો છે કે તે તેમના ત્યાં ભણતા ગરીબ બાળકોને ઓનલાઈન અભ્યાસ માટે ગેજેટ્સ અને ઈન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ કરાવે. ફીમાં તેના ચાર્જને સામેલ કરવામાં ન આવે.દિલ્હી સરકારે રાજ્યની તમામ શાળાને 5 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાં સુધી ઓનલાઈન ક્લાસિસ, ટીચિંગ લર્નિંગ એક્ટિવિટી ચાલું રહેશે.કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખીને કોવિડના કેસ માટે મોનિટરિંગ ટીમ બનાવવા, મેડિકલ ઓક્જિનની મૂવમેન્ટ અને તેની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા માટે કહ્યું છે. પાંચ રાજ્યોની સ્થિતિ 1. મધ્યપ્રદેશ શુક્રવારે કુલ કેસનો આંકડો એક લાખને પાર થઈ ગયો હતો. દિવસભરમાં 2552 સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યમાં કેસના બમણા થવાની ટકાવારી વધી ગઈ છે. હવે 42 દિવસમાં બમણા દર્દી મળી રહ્યા છે. સપ્ટેમ્બરના 18 દિવસોમાં ભોપાલમાં 5000 કેસ આવ્યા છે. 2. રાજસ્થાન શુક્રવારે રેકોર્ડ 1817 સંક્રમિત નોંધાયા હતા. હવે અહીંયા 1 લાખ 11 હજાર 290 કેસ થઈ ગયા છે. 92 હજાર 265 લોકો સાજા થઈ ચુક્યા છે. 1308ના મોત થઈ ગયા છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિતોના પરિવારને મળવાની મંજૂરી આપી દીધી છે. જો કે, દર્દીને મળતા વ્યક્તિએ પીપીઈ કીટ, ગ્લવ્સ અને ફેસ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. 3. બિહાર શુક્રવારે 1147 નવા દર્દી નોંધાયા હતા અને 1678 લોકો સાજા થઈ ગયા છે. ચાર સંક્રમિતોએ દમ તોડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 65 હજાર 371 લોકો સંક્રમિત થયા છે. 1 લાખ 51 હજાર 400 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 859 લોકોના મોત થયા છે. 13 હજાર 111 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. 4. મહારાષ્ટ્ર શુક્રવારે 21 હજાર 656 કેસ નોંધાયા છે. અહીંયા અત્યાર સુધી 11 લાખ 67 હજાર 496 કેસ નોંધાયા છે. 8 લાખ 34 હજાર 432 સંક્રમિત સાજા થઈ ચુક્યા છે. 3 લાખ 887ની સારવાર ચાલી રહી છે, જ્યારે 31 હજાર 791 લોકોના મોત થયા છે. 5. ઉત્તરપ્રદેશ શુક્રવારે 6494 સંક્રમિત નોંધાયા છે, જ્યારે 6806 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 3 લાખ 42 હજાર 788 કેસ નોંધાયા છે. 2 લાખ 70 હજાર 94 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 4869 લોકોના મોત થયા છે. હાલ 67 હજાર 825 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today CoronaVirus In India Live News And Updates Of 19th September કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં જીવ ગુમાવનાર મજૂરોનો આંકડો રજુ કર્યો(ફાઈલ તસવીર) CoronaVirus In India Live News And Updates Of 19th September [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/coronavirus-in-india-live-news-and-updates-of-19th-september-127733175.html

ધસમસતી ટ્રેન સામે અચાનક બાળક આવી ગયું, ડ્રાઈવરે ફુલ બ્રેક મારી 10 મીટર દૂર ટ્રેન ઉભી રાખી દીધી		 ધસમસતી ટ્રેન સામે અચાનક બાળક આવી ગયું, ડ્રાઈવરે ફુલ બ્રેક મારી 10 મીટર દૂર ટ્રેન ઉભી રાખી દીધી 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ આર્જેન્ટીનામાં એક ટ્રેન ડ્રાઈવર રાતોરાત હીરો બની ગયો છે. આ ટ્રેન ડ્રાઈવરનું નામ ડેમિયન સોલારી છે. ડેમિયનનું હીરો બનવાનું કારણ તેમણે બતાવેલી ગજબ સતર્કતા છે. 15 સપ્ટેમ્બરે તે જ્યારે ટ્રેન લઈને જતા હતા ત્યારે અચાનક જ એક બાળક ટ્રેક પર દેખાયો હતો. આ બાળકને જોઈ ડેમિયન ફુલ બ્રેક મારે છે અને બાળકથી 10 મીટર દૂર ટ્રેન રોકી દે છે. આ રીતે તે બાળકનો જીવ બચાવે છે. ડેશ કેમ ફૂટેજ વાઇરલ થતાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ પણ ડેમિયનના વખાણ કર્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Suddenly a child came in front of the rushing train, the driver braked full and stopped the train 10 meters away. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/suddenly-a-child-came-in-front-of-the-rushing-train-the-driver-braked-full-and-stopped-the-train-10-meters-away-127733646.html

કોરોનાથી રિકવરી કેસમાં ભારત પ્રથમ નંબર પર પહોંચ્યુ, અહીં 100 દર્દી પૈકી 79 દર્દી સાજા થયા, અમેરિકામાં રિકવરી રેટ સૌથી ઓછો		 કોરોનાથી રિકવરી કેસમાં ભારત પ્રથમ નંબર પર પહોંચ્યુ, અહીં 100 દર્દી પૈકી 79 દર્દી સાજા થયા, અમેરિકામાં રિકવરી રેટ સૌથી ઓછો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
આપણા સૌને માટે સારા સમાચાર છે. કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યાની બાબતમાં ભારત હવે વિશ્વમાં સૌથી મોટો દેશ બની ગયો છે. અહીં 53 લાખ દર્દી પૈકી અત્યાર સુધીમાં 42 લાખ 20 હજારથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી અમેરિકા આ બાબતમાં પહેલા નંબર પર હતો. અહીં 41 લાખથી વધારે લોકો ઠીક થઈ ગયા છે. ભારતમાં રિકવરી રેટ 79.21 ટકા છે. એટલે કે અહીં પ્રત્યેક 100 પૈકી 79 લોકો સાજા થઈ રહ્યા છે. અમેરિકાનો રેકોર્ડ આ બાબતમાં સૌથી ખરાબ છે. અમેરિકામાં રિકવરી રેટ 60.51 ટકા છે. વિશ્વમાં અત્યાર સુધી 2.23 કરોડથી વધારે દર્દી સાજા થયા વિશ્વમાં અત્યાર સુધીમાં 3 કરોડ 7 લાખથી વધારે દર્દી સંક્રમણનો ભોગ બન્યા છે. આ પૈકી 2 કરોડ 23 લાખ 74 હજાર 216 લોકો સાજા થયા છે. વિશ્વમાં સાજા થયેલા કુલ દર્દી પૈકી આશરે 19 ટકા લોકો ભારતમાંથી છે. આ પૈકી અમેરિકા 18.73 ટકા અને બ્રાઝીલનો 16.33 ટકા હિસ્સો છે. દેશમાં 10 લાખથી વધારે દર્દી સારવાર હેઠળ દેશમાં 53 લાખ દર્દી પૈકી 42 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 10 લાખ દર્દી સારવાર હેઠળ છે. સંક્રમણને લીધે અત્યાર સુધીમાં 86 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં સૌથી વધારે 25 લાખ એક્ટિવ કેસ છે અને સૌથી વધારે 2 લાખ લોકોના મૃત્યુ થયા છે. તમિલનાડુનો રિકવરી રેટ સૌથી સારો દેશના 7 સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં તમિલનાડુનો સૌથી સારો 89 ટકા રિકવરી રેટ છે. પશ્ચિમ બંગાળમાં 87 ટકા, દિલ્હીમાં 85 ટકા અને આંધ્ર પ્રદેશમાં 83 ટકા લોકો ઠીક થઈ ચુક્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today India ranks first in corona recovery case, with 79 out of 100 patients recovering, lowest recovery rate in US [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/india-ranks-first-in-corona-recovery-case-with-79-out-of-100-patients-recovering-lowest-recovery-rate-in-us-127733638.html

ભારતે ઘુસણખોરી અટકાવવા વધુ 3 હજાર સૈનિક ગોઠવ્યા, પાકિસ્તાને 8 મહિનામાં 3 હજારથી વધુ વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું		 ભારતે ઘુસણખોરી અટકાવવા વધુ 3 હજાર સૈનિક ગોઠવ્યા, પાકિસ્તાને 8 મહિનામાં 3 હજારથી વધુ વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘુસણખોરીને અટકાવવા માટે ભારતીય લશ્કર સાવધાન છે. સેનાએ લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) પર ચોકસાઈ વધારવા માટે વધારાના ત્રણ હજાર સૈનિક ગોઠવ્યા છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વધારાના બ્રિગેડની ઉપસ્થિતિને લીધે ઘણા સારા પરિણામો સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન આ વર્ષે આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવામાં સફળ નિવડી નથી. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે ઓક્ટોબર તથા નવેમ્બરમાં જ્યારે બરફ પડશે ત્યારે પાકિસ્તાન તરફથી ઘુસણખોરી કરવામાં આવી શકે છે. સેનાએ તાજેતરમાં જ ઉત્તરી કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પણ તેની વધારાના સૈનિકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં LOC પાસે ગોઠવ્યા છે. પાકિસ્તાને 3 હજારથી વધુ વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે શનિવારે રાજ્યસભામાં કહ્યું હતું કે 'પાકિસ્તાને છેલ્લા 8 મહિનામાં LOC પર 3 હજાર 186 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. છેલ્લા 17 વર્ષમાં આ પ્રથમ વખત આટલી બધી વખત ઘટના બની છે. 1લી જાન્યુઆરીથી 31મી ઓગસ્ટ સુધી જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ક્રોસ બોર્ડર ફાયરિંગની 242 ઘટના સામે આવી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today India deploys 3,000 more troops to prevent infiltration, Pakistan violates ceasefire more than 3,000 times in 8 months [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/india-deploys-3000-more-troops-to-prevent-infiltration-pakistan-violates-ceasefire-more-than-3000-times-in-8-months-127733616.html

ભારતમાં વધતા સંક્રમણથી WHO ચિંતિત, શિયાળામાં હજુ કેસ વધશે તેવી ચેતવણી આપી		 ભારતમાં વધતા સંક્રમણથી WHO ચિંતિત, શિયાળામાં હજુ કેસ વધશે તેવી ચેતવણી આપી 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્ક: અનલૉક બાદ ભારતમાં કોરોનાવાઇરસ બેકાબૂ બન્યો છે. દેશમાં પોઝિટિવ કેસનો આંકડો દિવસે દિવસે નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. કેટલાયે દેશોએ આ મહામારી પર કાબૂ મેળવી લીધો છે, પણ ભારતમાં સ્થિતિ સતત સંક્રમણ વધતાં વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચિંતિત છે. WHOના હેલ્થ ઈમર્જન્સી પ્રોગ્રામના ડૉ. માઇકલ રેયાને કહ્યું કે, ભારત ઉપરાંત યૂરોપ તથા મધ્ય અને દક્ષિણ અમેરિકામાં વધતા કેસ ચિંતાનો વિષય છે. ભારત માટે ચિંતાની બીજુ કારણ એ છે કે, આગામી દિવસોમાં અહીં શિયાળો આવશે. શિયાળામાં લોકો ઘરમાં વધુ રહેશે આ સ્થિતિમાં સંક્રમણ પણ વધુ થશે. અનેક અટકળોની વચ્ચે સ્પષ્ટતા કરતા ડૉ. રેયાને કહ્યું કે, આ મહામારી લાંબી ચાલશે કારણ કે, વાઇરસ ક્યાંય જવાનો નથી. આવા સમયે સરકાર જ નહીં દરેક વ્યક્તિએ સતર્કતાથી કામ કરવું પડશે. મહત્ત્વનું છે કે, ભારતમાં સંક્રમિતોનો આંકડો 53 લાખને પાર કરી ગયો છે અને મૃત્યુઆંક લગભગ 86 હજાર થઈ ચૂક્યો છે. આ ઉપરાંત રોજેરોજ 95 હજારથી વધુ કેસ અને 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યા છે. આ આંકડાઓને જોતા હવે એ દિવસ પણ દૂર નથી કે, જ્યારે સંક્રમિતોની દૃષ્ટિએ ભારત અમેરિકાથી પણ આગળ નીકળી જાય. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today WHO concerned over rising transition in India, warns that cases will still rise in winter [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/who-concerned-over-rising-transition-in-india-warns-that-cases-will-still-rise-in-winter-127733578.html

વિદેશ મંત્રી એસ જયશંકરની માતાનું અવસાન થયું, છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા		 વિદેશ મંત્રી એસ જયશંકરની માતાનું અવસાન થયું, છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વિદેશ મંત્રી એસ જયશંકરની માતાનું શનિવારે અવસાન થયું છે. આ અંગે વિદેશ મંત્રીએ જાતે જ ટ્વિટ કરી માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આપ સૌને જણાવતા દુખ અનુભવુ છું કે મારી માતા સુલોચના સુબ્રમણ્યમનું આજે અવસાન થયુ છે. હું તેમના શુભચિંતકો તથા મિત્રોને કહેવા માંગુ છું કે તમારી યાદોમાં તેમને જીવિત રાખો. અમારો પરિવાર એ તમામ લોકોનો આભારી છે કે જેમણે આ મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રીના માતા સુલોચના છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. Deeply grieved to inform of the passing away today of my mother Sulochana Subrahmanyam. We ask her friends and well-wishers to keep her in their thoughts. Our family is especially grateful to all those who supported her during her illness. pic.twitter.com/6hEzbFJB1q — Dr. S. Jaishankar (@DrSJaishankar) September 19, 2020 Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વિદેશમંત્રી એસ જયશંકરની માતાનું અવસાન [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/external-affairs-minister-s-jaishankars-mother-passed-away-having-been-ill-for-some-time-127733582.html

દિવાળીમાં ઈ-કોમર્સ કંપનીઓ કરી શકે છે રૂ. 50 હજાર કરોડ સુધીનો વેપાર, 4 વર્ષ પહેલા એક હજાર કરોડથી પણ ઓછો હતો વેપાર		 દિવાળીમાં ઈ-કોમર્સ કંપનીઓ કરી શકે છે રૂ. 50 હજાર કરોડ સુધીનો વેપાર, 4 વર્ષ પહેલા એક હજાર કરોડથી પણ ઓછો હતો વેપાર 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોના મહામારીના લીધે વેપારમાં આવેલી સુસ્તીને તહેવારોની સીઝનમાં વેગ મળી શકે છે. રેડસીર (Redseer)ના એક અહેવાલ મુજબ, આ વર્ષે ઉત્સવની સીઝનમાં ઈ-કોમર્સનો કુલ વેપાર 7 બિલિયન ડોલર (51.52 હજાર કરોડ) સુધી પહોંચી શકે છે. જે ગત વર્ષ કરતા લગભગ બમણો છે. આકર્ષક ઓફરથી વેચાણ વધશે ભારત સહિત દુનિયાભરમાં કોરોનાનો પ્રકોપ તેજ ગતિથી વધી રહ્યો છે, જેની અસરવેપાર- ધંધા પર પણ થઇ છે. આવી સ્થિતિમાં વેપારીઓ હવે દિવાળીની સાથે આવનાર ઉત્સવની મોસમની રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન, ઇ- કોમર્સ સેક્ટરની દિગ્ગ્જ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકર્ષક ઓફર આપી રહ્યા છે. જેમાં એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન શોપિંગ ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટની બિગ બિલિયન ડેઝ સેલ ઓફર મુખ્યરૂપે સામેલ છે. રેડસીરના રિપોર્ટ અનુસાર ફેસ્ટિવ સેલ ઇવેન્ટમાં 4 બિલિયન ડોલર (લગભગ 30 હજાર કરોડ રૂપિયા) સુધીનું વેચાણ થઈ શકે છે. અર્થવ્યવસ્થાને અસર કરશે હાલમાં જ જાહેર કરવામાં આવેલા GDPના આંકડામાં રેકોર્ડ 23.9 ટકાનો ઘટાડો થયો છે, જેણે આર્થિક મોરચે મુશ્કેલીઓને વધારી છે. આવી સ્થિતિમાં, તહેવારોની સીઝન દરમિયાન ઈ- કોમર્સ સેક્ટરમાં આવેલી વૃદ્ધિ આર્થિક સુધારાને ટેકો આપવામુ અનુમાન છે. તેનાથી લાખો નોકરીઓની નવી તકો પણ ખુલશે. નોકરીની નવી તકો તહેવારોની સીઝનમાં ઈ-કોમર્સ કંપનીઓ લાખો નોકરીઓ આપી રહી છે. આમાં એમેઝોન એક લાખ લોકોને નિમણૂક કરશે. કંપનીના જણાવ્યા મુજબ આ નોકરીઓ અસ્થાયી અને ફૂલ ટાઈમ હશે. જેનાથી પેકિંગ અને ઓછા સમયમાં ઓર્ડર પૂર્ણ કરવામાં મદદ મળશે. એમેઝોને જણાવ્યું હતું કે આ મહિને 100 નવા ગોડાઉન, પેકેજ સેન્ટર્સ અને અન્ય સુવિધા કેન્દ્રો શરુ થઇ રહ્યા છે. ફ્લિપકાર્ટ પણ ઓનલાઇન ખરીદીના વધતા વલણને પહોંચી વળવા અને સમયસર ઓર્ડર પૂરા કરવા માટે 70 હજાર લોકોને નોકરી આપવાની પણ યોજના બનાવાઈ રહ્યું છે. ખરેખર, કંપનીએ તેની વાર્ષિક બિગ બિલિયન ડેઝ સેલ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ સિવાય લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરનારી કંપની ઇ-કોમ એક્સપ્રેસ આગામી થોડા દિવસોમાં 30 હજાર હંગામી નોકરીઓ આપવાનું વિચારી રહી છે. તહેવારોની સીઝનમાં ઇ- કોમર્સ કંપનીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ તૈયારી કરવામાં આવી રહી છે. ઈ- કોમર્સનું માર્કેટ કદ ખરેખર, ઓનલાઇન બજારમાં સસ્તા 4જી ડેટાની ઉપલબ્ધતાને કારણે જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. રિલાયન્સ જિયોનો તેમાં સૌથી મોટો હિસ્સો છે. જિયોએ ગ્રાહકોને સૌથી નીચા ભાવે ઇન્ટરનેટ ડેટા ઓફર કરવાનું શરૂ કર્યું હતું. આ જ કારણ છે કે હાલમાં ભારતીય ઈ- કોમર્સ માર્કેટ 50 બિલિયન ડોલર (રૂ. 3.68 લાખ કરોડ)સુધી પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર 2019 સુધીમાં ભારતમાં 48 કરોડ લોકો સુધી ઇન્ટરનેટની પહોંચ છે. તેમાંથી 9 કરોડ લોકો ઓનલાઇન શોપર્સ છે. નાના શહેરો પર રહેશે ધ્યાન કેન્દ્રિત આ વખતે લગભગ તમામ ઇ- કોમર્સ કંપનીઓએ ટાયર -2 અને ટાયર -3 શહેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત સ્નેપડીલ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2020 સુધીમાં ઓનલાઇન શોપર્સની સંખ્યા 16 કરોડને પાર કરી શકે છે, જ્યારે કુલ ઈ- કોમર્સનું વેચાણ 38 બિલિયન ડોલર (રૂ. 2.80 હજાર કરોડ) સુધી પહોંચી શકે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today In Diwali, e-commerce companies can make Rs. Trade up to Rs 50,000 crore, less than Rs 1,000 crore 4 years ago [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/in-diwali-e-commerce-companies-can-make-rs-trade-up-to-rs-50000-crore-less-than-rs-1000-crore-4-years-ago-127733456.html

એક પત્રકાર, ચીની મહિલા અને નેપાળી નાગરિકની ધરપકડ કરી, ચીનને ડિફેન્સને લગતી ગુપ્ત માહિતી આપવાનો આરોપ		 એક પત્રકાર, ચીની મહિલા અને નેપાળી નાગરિકની ધરપકડ કરી, ચીનને ડિફેન્સને લગતી ગુપ્ત માહિતી આપવાનો આરોપ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દિલ્હી પોલીસે શનિવારે એક ફ્રિલાન્સ જર્નાલિસ્ટ રાજીવ શર્મા, ચીનની એક મહિલા તથા નેપાળના એક નાગરિકની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિ પર ચીનના ઈન્ટેલિજન્સને ગુપ્ત માહિતી આપવાનો આરોપ છે. પોલીસે કહ્યું કે આ માહિતી સરહદ પરની વ્યૂહરચના તથા સંરક્ષણ સાથે જોડાયેલી છે. દિલ્હી પોલીસે રાજીવની ઓફિશિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે રાજીવ પાસે સંરક્ષણ સંબંધિક કેટલીક ખૂબ જ ગુપ્ત માહિતી ધરાવતા દસ્તાવેજ પણ મળી આવી છે. રાજીવને તેના બદલામાં શેલ કંપનીઓ મારફતે નાણાં આપવામાં આવતા હતા. એક ઈનપુટ માટે રૂપિયા 73 હજારથી વધારે મળતા હતા પોલીસે કહ્યું કે રાજીવ વર્ષ 2016થી ચીનના ઈન્ટેલિજન્સ માટે કામ કરતો હતો. એક ઈનપુટ માટે રૂપિયા 73,610 (એક હજાર ડોલર) રૂપિયા મેળવતો હતો. આ ઉપરાંત તે કેટલીક ચીની ઈન્ટેલિજન્સ માટે કામ કરતો હતો. પોલીસે કહ્યું કે ફ્રીલાંસ પત્રકારને દોઢ વર્ષમાં આશરે 40 લાખ રૂપિયા મળ્યા હતા. રાજીવની 14 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી DCPએ કહ્યું કે પોલીસે રાજીવ શર્માને 14 સપ્ટેમ્બરના રોજ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સના ઈનપુટના આધારે ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 6 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સ્પેશિયલ સેલના DCP સંજીવ કુમાર યાદવે કહ્યું કે શર્મા કેટલાક ભારતીય મીડિયા ઓર્ગેનાઈઝેશન ઉપરાંત ચીનના ગ્લોબલ ટાઈમ્સ માટે પણ સંરક્ષણ બાબતો પર લખતો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today A journalist, a Chinese woman and a Nepali national were arrested on charges of passing secret defense information to China. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/a-journalist-a-chinese-woman-and-a-nepali-national-were-arrested-on-charges-of-passing-secret-defense-information-to-china-127733533.html

સરકાર 18 દિવસના મોનસૂન સત્રનો સમય ઘટાડી શકે છે, સાંસદો અને મંત્રીઓ કોરોના પોઝિટિવ આવતા નિર્ણય લેવામાં આવી શકે છે		 સરકાર 18 દિવસના મોનસૂન સત્રનો સમય ઘટાડી શકે છે, સાંસદો અને મંત્રીઓ કોરોના પોઝિટિવ આવતા નિર્ણય લેવામાં આવી શકે છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
મહામારી વચ્ચે ચાલી રહેલ સંસદના પ્રથમ સત્રનો સમય ઘટાડવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો પ્રમાણે સરકાર 18 દિવસના મોનસૂન સત્રને ઘટાડવા પર વિચાર કરી રહી છે. કોરોના ટેસ્ટમાં સાંસદો અને સંસદના કર્મચારીઓ સતત પોઝિટિવ આવી રહ્યા છે. તેથી દિગ્ગજ નેતાઓને સંક્ર્મણ લાગવાનો ભય છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને પ્રહલાદ પટેલ પહેલેથી જ સંક્ર્મણ થયા છે. અગત્યના બિલ પહેલા અઠવાડિયામાં પસાર થવાની આશા 14 સપ્ટેમ્બરથી શરુ થયેલ મોનસૂન સત્રનો સમય આમ તો 1 ઓકટોબર સુધીનો છે. આશા છે કે અગત્યના બિલ પ્રથમ 7 દિવસમાં જ પાસ થઇ જશે. એક વરિષ્ઠ સાંસદે કહ્યું કે જો કેટલાક ખરડા સાથે તમામ વટહુકમો પસાર થઇ જાય છે તો સત્રનો સમય ઘટાડવા માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે.સંસદની બિઝનેસ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે. પહેલી વખત શનિવારે- રવિવારે પણ સંસદ ચાલી રહ્યું કોરોનાના કારણે આ વખતે સંસદના સત્રમાં અનેક વાતો પ્રથમ વખત થઇ રહી છે. સત્રને કોઈપણ રજા વિના સતત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાંસદો બેઠા- બેઠા જ સવાલ કરી રહ્યા છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જુદી જુદી પાળીમાં ચાલી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે એક સદનની કાર્યવાહીમાં બીજા સદનની ગેલેરીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સંસદનું સત્ર પ્રથમ વખત સતત ચાલશે. આ વખતે શનિવાર- રવિવારે પણ રજા નહીં. કોરોનાના કારણે સંસદમાં આ વખતે અનેક વાતો પહેલી વખત જ થઇ રહી છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/government-may-shorten-18-day-monsoon-session-mps-and-ministers-may-decide-127733528.html

ચીનના 18 ફાઈટર જેટ્સે તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યું- અમેરિકા અને તાઈવાન આગ સાથે ન રમે		 ચીનના 18 ફાઈટર જેટ્સે તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યું- અમેરિકા અને તાઈવાન આગ સાથે ન રમે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ચીનના 18 ફાઈટર જેટ્સે શુક્રવારે સાંજે તાઈવાનના હવાઈ વિસ્તારમાં ઘુસણખોરી કરી છે. આ ફાઈટર જેટ્સે ત્યાં અમુક મીનિટો સુધી ઉડાન ભરી અને પરત ફર્યા. ત્યારપછી ચીને કહ્યું કે, આ અમારા તરફથી અમેરિકા અને તાઈવાનને વોર્નિંગ છે. ખાસ વાત એ છે કે, જે સમયે આ ફાઈટર જેટ્સ તાઈવાનના આકાશમાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે અમેરિકાના અંડર સેક્રેટરી કીથ ક્રેચ તાઈવાનના પાટનગર તાઈપાના એક કાર્યક્રમમાં હાજર હતા. ચીનના ફાઈટર જેટ્સ જ્યારે તાઈવાનની સીમામાંથી પરત ફર્યા તેની થોડી વાર પછી ચીનના રક્ષા મંત્રાલયના એક સીનિયર ઓફિસરનું નિવેદન આવ્યું હતું. કર્નલ રેન ગુઓકિંયાગે કહ્યું હતું- જે લોકો આગ સાથે રમવાનો પ્રયત્ન કરશે તે દાઝી જશે. ત્યાંના એક સરકારી થિંક ટેન્કે કહ્યું- અમારા તરફથી આ અમેરિકા અને તાઈવાન બંને માટે વોર્નિંગ છે. ચીન હવે ભારત પછી તાઈવાનમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જૂનથી લઈને અત્યાર સુધી ચીન લદ્દાખમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 10 હજાર લોકોની જાસુસી કરી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. અમેરિકાએ જવાબ ન આપ્યો બે મહિનામાં આવું બીજી વખત થયું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ મંત્રી સ્તરના ઓફિસરને તાઈવાન મોકલ્યા છે. 1979 પછી અમેરિકાના કોઈ મોટા ઓફિસર તાઈવાન જતા નહતા. જોકે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ઘણાં સારા છે. ચીનીન આ હરકત વિશે અમેરિકાએ હજી કોઈ જવાબ આપ્યો નથી. ગુરુવારે અમેરિકાના અંડર સેક્રેટરી કીથ ક્રેચ તાઈવાનના પાટનગર તાઈપે પહોંચ્યા હતા અમેરિકાએ તાઈવાનનો સાથે આપ્યો મહામારી શરૂ થયા પછી તાઈવાનની ખાડી અને સાઉથ ચાઈના સીમાં શી જિનપિંગ સરકારે નાના દેશો પર દબાણ વધારી દીધુ છે. ચીન સરકાર તાઈવાનને તેમનો હિસ્સો માને છે. જ્યારે હકીકતમાં તાઈવાન એક સ્વતંત્ર દેશ છે. અમેરિકાએ ખુલીને તાઈવાનનો સાથ આપ્યો છે. બંને દેશો વચ્ચે અબજો ડોલરની ડિફેન્સ ડીલ પણ થવાની છે. થોડા મહિનાઓમાં ચીને તાઈવાનની હવાઈ અને દરિયાઈ સીમાનું ઘણી વાર ઉલ્લંઘન કર્યું છે. પરંતુ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફાઈટર જેટ્સ તાઈવાનની સીમામાં ઘૂસ્યા છે. તાઈવાને જવાબી કાર્યવાહી કરી લીધી હતી જે દરમિયાન ચીની ફાઈટર જેટ્સ તાઈવાનના આકાશમાં પહોંચ્યા ત્યારે જ તાઈવાને તેમના એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને એક્ટિવ અને હાઈ એલર્ટ પર મુકી દીધા હતા. જોકે તાઈવાન તરફથી જવાબી કાર્યવાહીની શંકાએ ચીન એરક્રાફ્ટ્સ તુરંત પરત ફર્યા હતા. બુધવારે પણ ચીનના બે ફાઈટર જેટ્સ તાઈવાનની હવાઈ સીમામાં ઘુસણખોરી કરી ચૂક્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today China US Donald Trump | China On Attacking Mode 18 Chinese Jets Cross Midline Of Taiwan US And Donald Trump Has Eye On This. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/china-us-donald-trump-china-on-attacking-mode-18-chinese-jets-cross-midline-of-taiwan-us-and-donald-trump-has-eye-on-this-127733264.html

કનૌજમાં દિવ્યાંગ સાથે ખાખીની બર્બરતા, વીડિયો વાઇરલ થતાં કોન્સ્ટેબલ સસ્પેન્ડ		 કનૌજમાં દિવ્યાંગ સાથે ખાખીની બર્બરતા, વીડિયો વાઇરલ થતાં કોન્સ્ટેબલ સસ્પેન્ડ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ ખાખીને લજવતા આ દૃશ્યો ઉત્તરપ્રદેશના કનૌજના છે. અહીં ખાખીના રોફથી એક દિવ્યાંગે કેવી બર્બરતાનો સામનો કરવો પડ્યો તે આ વીડિયો પરથી સમજી શકાય છે. યુવકને એક જ પગ હોવા છતાં કોન્સ્ટેબલ ખેંચીને તેને પોલીસ સ્ટેશન લાવી રહ્યો છે. લંગડાતો લંગડાતો યુવક પોલીસ સ્ટેશન પહોંચે છે તો, કોન્સ્ટેબલ ધક્કો મારી તેને પછાડી દી છે. દિવ્યાંગ યુવકની ગર્ભવતિ પત્ની રડતાં રડતાં આજીજી કરી રહી છે, પણ અન્ય પોલીસકર્મીઓ ચૂપચાપ આ બધુ જોઈ રહ્યા છે. દિવ્યાંગ રિક્ષાચાલકનો વાંક એટલો જ હતો કે, તે તેના દીકરાને હૉસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રકને કારણે ટ્રાફિકજામ થતાં તેણે સાઈડમાંથી રિક્ષા ચલાવી હતી. આ સમયે કોન્સ્ટેબલ રિક્ષા રોકી અને દિવ્યાંગે તેની સાથે દલીલ કરતાં તેને ખેંચીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો. વીડિયો વાઇરલ થતાં કનૌજના SPએ તાત્કાલિક અસરથી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Constable misbehave with paralyzed in Kanauj, constable suspended after the video goes viral [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/khaki-vandalism-with-paralyzed-in-kanauj-constable-suspended-after-video-goes-viral-127733395.html

જમ્મુ-કાશ્મીર માટે 1350 કરોડનું પેકેજ, વીજળી-પાળી વેરા પર 50%નું ડિસ્કાઉન્ટ		 જમ્મુ-કાશ્મીર માટે 1350 કરોડનું પેકેજ, વીજળી-પાળી વેરા પર 50%નું ડિસ્કાઉન્ટ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલે શનિવારે કહ્યું હતું કે મને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજ્યના વેપારીઓ માટે આર્થિક પેકેજની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. આ પેકેજ વેપારીઓને સુવિધા આપવા માટે અમારા દ્વારા કરવામાં આવેલા આત્મનિર્ભર ભારત અને અન્ય ઉપાયોના લાભોની વધારાનું છે. આ ઉપરાંત ઉપરાજ્યપાલે વીજળી-પાળીના બિલ પર એક વર્ષ સુધી 50%ની છૂટ આપવાની જાહેરાત પણ કરી છે. તમામને માર્ચ 2021 સુધી સ્પેમ્પ ડ્યૂટીમાં છૂટ અપાઈ છે. પર્યટન ક્ષેત્રમાં રહેલા લોકોને નાણાકીય સહાય માટે જમ્મુ-કાશ્મીર બેન્ક દ્વારા કસ્ટમ હેલ્થ-ટૂરિઝમ યોજનાની સ્થાપના કરાશે. ઉપરાજ્યપાલે કહ્યું કે અમે વર્તમાન નાણાકીય વર્ષમાં છ મહિના માટે વગર કોઈ શરતે લોન લેનાર વેપારી વર્ગ માટે 5 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ માટી રાહત છે અને રોજગારનું સર્જન કરવામાં મદદરૂપ થશે. હેન્ડલૂમ્સ અને હસ્તકલા ઉદ્યોગમાં કામ કરનારને સાત ટકા સબવેન્શન(આર્થિક મદદ) આપવાની જાહેરાત કરતા ઉપરાજ્યપાલે કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત અમે આ ઉદ્યોગમાં કામ કરનાર લોકો માટે મર્યાદા એક લાખથી વધારી બે લાખ કરી દીધી છે. તેઓને પાંચ ટકા વ્યાજ સબવેન્શન પણ અપાશે. આ યોજના અંતર્ગત 950 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે અને તે છ મહિના માટે ઉપલબ્ધ રહેશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 1350 crore package for Jammu and Kashmir, 50% discount on electricity shift tax [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/1350-crore-package-for-jammu-and-kashmir-50-discount-on-electricity-shift-tax-127733382.html

વ્હોટ્સએપ પર વાયરલ થઇ રહી છે જુના ટીવી-રેડિયોમાં લગાવાતી રેડ મરક્યુરી ટ્યૂબની તસ્વીર, જેમાં બોમ્બ બનાવવાના અને દેશ સાથે દગો કરવાના ખોટા દાવા કરવામાં આવી રહ્યા		 વ્હોટ્સએપ પર વાયરલ થઇ રહી છે જુના ટીવી-રેડિયોમાં લગાવાતી રેડ મરક્યુરી ટ્યૂબની તસ્વીર, જેમાં બોમ્બ બનાવવાના અને દેશ સાથે દગો કરવાના ખોટા દાવા કરવામાં આવી રહ્યા 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
શું થઇ રહ્યું છે વાયરલ : સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે જુના ટેલિવિઝનની અંદર રાખેલી એક મરક્યુરી ટ્યૂબનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં થઇ શકે છે. દાવાની સાથે લાલ રંગની ટ્યૂબનો એક ફોટો પણ શેર કરવામાં આવી રહ્યો છે. સંદેશથી લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ તમારું ટીવી મોંઘા ભાવે ખરીદે છે, તો પૈસાની લાલચમાં દેશ સાથે દગો ન કરો. આ પોસ્ટ છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. ભાસ્કરની ફેક્ટ ચેક હેલ્પલાઈન પર ઘણાં વાચકોએ આ સંદેશો સત્યતા ચકાસવા માટે મોકલ્યો. સત્ય શું છે ? ઇન્ટરનેટ પર અમે આવા રિપોર્ટની શોધખોળ શરુ કરી હતી. જેમાં જુના ટેલિવિઝન ની અંદર લગાવવામાં આવતી આ ટ્યૂબથી બૉમ્બ બનાવવાના દાવાની પુષ્ટિ થાય છે. અમને આ બાબતનો કોઈ જ રિપોર્ટ મળ્યો નથી.લાલ મરક્યુરીથી પરમાણુ બોમ્બ બનાવવામાં આવ્યો હોવાના દાવામાં કેટલી સત્યતા છે? આ જાણવા અમે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રોગ્રિડ જેવા વિષયો પર સંશોધન કરી રહેલા ડો.ઉજ્જવલ કુમારનો સંપર્ક કર્યો. હાલ તે મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ( MANIT) ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સહયોગી પ્રોફેસર છે.ડો. ઉજ્જવલના કહેવા પ્રમાણે, મારા અનુભવમાં મેં ક્યારેય ટેલીવીઝનનો કોઈ ભાગ બીજા કોઈ કામમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી જોયો. પરમાણુ બોમ્બ બનાવવાનું તો ખૂબ જ દૂરની વાત છે. ફોટામાં દેખાતી ટ્યૂબ વિશે વાત કરીએ તો, જેને સોશિયલ મીડિયા પર મરક્યુરી કહેવામાં આવી રહ્યો છે. તો આ ડાયોડ અને ટ્રાયોડ વાલ્વ છે.વર્ષ 1970-1980 સુધી ટ્રાન્ઝિસ્ટરની શોધ પહેલા રેડિયો અને ટીવીમાં ડાયોડ્સ અને ટ્રાયોડ વાલ્વનો ઉપયોગ થતો હતો. આજના યુગમાં તે એટલું જૂનું છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પણ તે વિશે ભણાવવામાં આવતું નથી.ટ્રાયોડ અને ડ્રાયોડ નામની આ વેક્યૂમ ટ્યુબનો અણુ બોમ્બ સાથે કોઈ લેવા-દેવા નથી. કે હજી સુધી કોઈ સંશોધન થયું નથી, જેમાં સામે આવ્યું છે કે તેનો ઉપયોગ કોઈપણ વિસ્ફોટક સામગ્રી બનાવવા માટે થઈ શકે છે. ડો.ઉજ્વલ કહે છે કે વાયરલ મેસેજમાં કરવામાં આવી રહેલ એક પણ દાવો તાર્કિક નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today An image of a Red Mercury tube on an old TV-radio is going viral on WhatsApp, making false claims of making bombs and betraying the country. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/an-image-of-a-red-mercury-tube-on-an-old-tv-radio-is-going-viral-on-whatsapp-making-false-claims-of-making-bombs-and-betraying-the-country-127733359.html

બંગાળ- કેરળથી અલકાયદાના 9 આતંકી ઝડપાયા, પાકિસ્તાની આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પરથી હુમલાની ટ્રેનિંગ લીધી, અન્ય ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે		 બંગાળ- કેરળથી અલકાયદાના 9 આતંકી ઝડપાયા, પાકિસ્તાની આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પરથી હુમલાની ટ્રેનિંગ લીધી, અન્ય ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પશ્વિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમથી અલકાયદાના નવ આતંકીઓને ઝડપી લેવાયા છે. આ કાર્યવાહી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ(NIA) કરી છે. NIAની કાર્યવાહી હાલ ચાલું છે. NIAના જણાવ્યા પ્રમાણે, શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે આ લોકોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલકાયદા આતંકવાદીઓએ કટ્ટરપંથી ગણાવ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી લ્યૂ ઈન અહમદ અને અબુ સૂફિયાન પશ્વિમ બંગાળથી, જ્યારે મોસારફ હુસૈન અને મુર્શીદ હસન કેરળથી છે. હથિયાર, વિસ્ફોટક અને કવચ પણ મળ્યા આ ગેન્ગ પૈસા ભેગા કરવામાં લાગી ગઈ હતી. ગેન્ગના ઘણા સભ્ય હથિયાર અને દારૂગોળા ખરીદવા માટે દિલ્હી જવાના હતા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ડિઝીટલ ડિવાઈસ, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, ફાયર આર્મ્સ, ઘરમાં જ બનાવાયેલા કવચ અને એક્સપ્લોસિવ ડિવાઈઝ પણ જપ્ત કરવામા આવ્યા છે. UNના રિપોર્ટમાં ભારતને સચેત કરાયું હતું આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્ર (UN)એ બે મહિના પહેલાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં IS આંતકી હોઈ શકે છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (AQIS) આતંકી સંગઠન હુમલાનું કાવતરુ ઘડી રહ્યા છે. AQISમાં હાલનો પ્રમુખ ઓસામા મહમૂદ છે, જેણે ઠાર કરવામાં આવેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. તે ઉમરની મોતનો બદલો લેવા માટે વિસ્તારમાં જવાબી કાર્યવાહીનું કાવતરું ઘડી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે- અલકાયદાના 200 આંતકીઓ હોઈ શકે છે રિપોર્ટમાં ISને મદદ કરતાં એક દેશે જણાવ્યું હતું કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદાના 180થી 200 આતંકીઓ છે. તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના છે. ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદા ISના સહયોગી છે. ISએ ભારતમાં નવું રાજ્ય બનાવવાનો દાવો કર્યો હતો ISએ 10 મે 2019માં તેમની ન્યૂઝ એજન્સી અમાક તરફથી દાવો કર્યો હતો કે, તેઓ ભારતમાં એક નવું રાજ્ય 'વિલાયાહ ઓફ હિન્દ' સ્થાપવામાં સફળ થઈ ગયા છે. આ દાવો કાશ્મીરમાં એન્કાઉન્ટર પછી કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં સોફી નામનો આતંકી ઠાર કરાયો હતો. જેનો સંબંધ આ સંગઠન સાથે હતો. તે અંદાજે 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી કાશ્મીરના ઘણાં આતંકી સંગઠનોમાં કામ કરી ચૂક્યો હતો. ત્યારપછી તે ISમાં સામેલ થયો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Al Qaeda Operatives Arrested By NIA In Murshidabad, West Bengal And Ernakulam, Kerala Updates [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/al-qaeda-operatives-arrested-by-nia-in-murshidabad-west-bengal-and-ernakulam-kerala-updates-127733181.html

ઇન્દોરમાં પોઝિટિવ પિતાનું મૃત્યુ 10 દિવસ પહેલા થઇ ગયું હતુ, પણ પરિવારને જાણ ન કરી, પુત્ર સમજતો રહ્યો કે પિતાની સારવાર ચાલી રહી છે		 ઇન્દોરમાં પોઝિટિવ પિતાનું મૃત્યુ 10 દિવસ પહેલા થઇ ગયું હતુ, પણ પરિવારને જાણ ન કરી, પુત્ર સમજતો રહ્યો કે પિતાની સારવાર ચાલી રહી છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
મધ્યપ્રદેશના સૌથી મિતિ સરકારી હોસ્પિટલ મહારાજ યશવંત રાવ હોસ્પિટલ (MYH)માં લાપરવાહી અટકવાનું નામ લઇ રહી નથી. હવે હોસ્પિટલમાં 54 વર્ષીય તાનાજીનો મૃતદેહ મળ્યો છે. 10 દિવસ પહેલા કોરોનાથી મૃત્યુ થયા બાદ મૃતદેહને મહારાજ તુકોજીરાવ હોસ્પિટલ (MTH) ખસેડાયો હતો.પણ તાનાજીના મૃત્યુ બાબતે હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. પરિવારના લોકો સમજતા રહ્યા કે MTH હોસ્પિટલમાં પિતાનો ઈલાજ ચાલી રહ્યો છે. તેઓ અહીંયા આવ્યા ત્યારે કર્મચારીઓ પર ભારે રોષે ભરાયા હતા અને મૃતદેહ લઇ ગયા હતા. એમવાયએચની મોર્ચરીમાં 15 સપ્ટેમ્બરના રોજ નરકંકાલ અને 17 સપ્ટેમ્બરના રોજ અઢી મહિનાના બાળકનો મૃતદેહ મળ્યો હતો. શુક્રવારે શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ 408 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે, જ્યારે સાત લોકોનું મૃત્યુ થયું છે. 6 સપ્ટેમ્બરે દાખલ થયા હતા, 9 સપ્ટેમ્બરે મૃત્યુ થયું તાનાજીને પરિવારજનો 6 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા ચાર વાગે સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા. કોરોના પોઝિટિવ આવવા પર તાનાજીને MTH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 સપ્ટેમ્બરે તમાનું મૃત્યુ થઇ ગયું હતું। કર્મચારીઓએ પોલોથિનમાં લપેટીને એમવાયની મોરચારી રૂમમાં મોકલી દીધો હતો. ત્યાર બાર આ બાબતે કોઈએ ધ્યાન આપ્યું નહીં. મોરચારીમાં નાર કંકાલ મળ્યા બાદ એક-એક મૃતદેહની તપાસ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન આ બાબત સામે આવી હતી. સૂત્રોનું કહેવું છે કે જે દિવસે મૃતદેહ MYHમાં આવ્યો ત્યારે પોલીસ ચોકીના જવાનોને ફક્ત એ જાણકારી આપવામાં આવી હતી કે તેના પરિજનોને શોધવાના છે. હેડ કોન્સ્ટેબલ નારાયણસિંહે કહ્યું કે અમે 9 સપ્ટેમ્બરના રોજ એન્ટ્રી કરી લીધી હતી. પરંતુ કોઈએ પરિવારનું નામ અને સરનામું આપ્યું નથી. શુક્રવારે એમટીએચ પાસેથી ફોન નંબર લીધો અને પરિવારજનોને ફોન કરી બોલાવ્યા . પુત્ર અને પત્ની મૃતદેહને લઈ ગયા હતા. ભાસ્કરે પરિવારનો સંપર્ક કર્યો, પરંતુ તેઓ આ મામલે કંઇપણ બોલવા તૈયાર ન હતા. હોસ્પિટલની કેવી-કેવી દલીલો દર્દીનું 9 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું, ત્યાર બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. તેઓ આવ્યા નહિ માટે મૃતદેહને MYHના મોરચારી રૂમમાં રાખવામાં આવ્યો હતો. પરિવારજનોએ સંપર્ક કર્યો ન હતો. શુક્રવારે ફરી જાણ કરવામાં આવતા તેઓ આવ્યા હતા.હોસ્પિટલના રજિસ્ટરમાં દર્દીના નામ અંગે થોડી મૂંઝવણ હતી. રજિસ્ટરમાં સ્પેલિંગ ખોટો હતો. પરિવાર આવી ગયો હતો, પરંતુ નામની મૂંઝવણને કારણે તેઓ જાણી શક્યા નહીં.કે દર્દી કયાં છે.દર્દીનો પરિવાર સ્વયં ક્વોરેન્ટાઇન હતો. આને કારણે અમે જાણકારી મળ્યા પછી પણ આવી શક્યા નહીં. જ્યારે ક્વોરેન્ટાઇન સમયગાળો પૂરો થયો ત્યારે શુક્રવારે સાંજે મૃતદેહ લઇ ગયા હતા.સત્તાવાર રીતે કોઈ કંઇપણ કહેવા માટે તૈયાર નથી, ઓફ ધ રેકોર્ડ જવાબદાર અલગ-અલગ વાત કરી રહ્યાં છે. મોર્ચરીથી જાણ કરવાની કોઈ સિસ્ટમ જ નથી 2016થી મોરચારીમાં કોઈ પ્રભારી નથી. અજાણ્યા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ અને તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ નથી.એમવાયવાય અને કોર્પોરેશન વચ્ચે સૂચના મોકલવાની કોઈ સિસ્ટમ નથી.કોરોનાના કારણે મૃતદેહોની સંખ્યા વધી રહી છે. એમ કહીને પણ ફ્રીઝર ખરીદ્યા નથી. હવે 4 યુનિટ ફ્રીઝર (16 શબ માટે) લેવાની ભલામણ કરવામાં આવી છે. ડીન અને અધિક્ષકને નોટિસ, ડોક્ટરનું 4 ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવ્યું આ તરફ, એમવાયના મોર્ચરીમાં કંકાલ બદલવાના મામલામાં 9 લોકોની લાપરવાહી સામે આવી છે. તપાસ રિપોર્ટ બાદ કમિશ્નર ડો. પવન કુમાર શર્માએ મોદી રાત્રે ડીન ડો. જ્યોતિ બિંદલ અને અધિક્ષક ડો. પી.એસ.ઠાકુરને શોકોજ નોટિસ ફટકારી હતી. એમએલસી પ્રભારી ડો. દિપક ફણસેઉ 4 ઇન્ક્રીમેન્ટને અટકાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે ચાર ડ્યુટી વોર્ડ બોયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ અંતિમ સંસ્કાર નથી કરનાર એસ આઈ મનીષ ગુર્જર અને કોન્સ્ટેબલ દિપક ધાકડને એસપીએ સસ્પેન્ડ કર્યા છે. એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ 30 ઓગસ્ટના રોજ આવ્યો હતો કંકાલ બનેલો મૃતદેહ 60 વર્ષીય વૃદ્ધાનો નીકળ્યો હતો. 23 ઓગસ્ટના રોજ સંયોગીતાગંજ પોલીસ મથકથી ત્રણ અજાણ્યા મૃતદેહ મોકલાયા હતા, જેમાં બે મૃતદેહનું પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર 5 અને 7 સપ્ટેમ્બરે કરવામાં આવ્યા હતા. આ જાણ કરવા માટે કમીટીએ ફરીને કંકાલનું પોસ્ટમોર્ટન કરાવડાવ્યું હતું. જેમાં સ્પષ્ટ થયું કે 30 ઓગસ્ટના રોજ જે 60 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ આવ્યો હતો, તે આ જ હતો. તપાસમાં ખુલાસો થયો કે પીએમ પછી પણ વોર્ડ બોય કે એમ.વાય.એચ.એ કોર્પોરેશનને તેના નિકાલ અંગે જાણકારી આપી ન હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મૃતદેહને મોર્ચરીમાં રાખ્યો હતો.પોલીસ દલીલ કરે છે કે તે 9 સપ્ટેમ્બરના રોજ નોંધ કરવામાં આવી હતી. પરંતુ કોઈએ પણ પરિવારનું નામ અને સરનામું આપ્યું ન હતું. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/the-positive-father-died-in-indore-10-days-ago-but-without-informing-the-family-the-son-continued-to-understand-that-the-father-was-undergoing-treatment-127733333.html

પાણીપુરીનું ઓટોમેટિક મશીન, પુરી રાખો કે આપોઆપ પાણી ભરાઈ જાય, રાયપુરનો વીડિયો વાઇરલ		 પાણીપુરીનું ઓટોમેટિક મશીન, પુરી રાખો કે આપોઆપ પાણી ભરાઈ જાય, રાયપુરનો વીડિયો વાઇરલ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં આજકાલ પાણીપુરીના ઓટોમેટિક મશીનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો છત્તીસગઢના રાયપુર શહેરનો છે. કોરોના મહામારીને પગલે પાણીપુરીનો ધંધો સાવ ભાંગી પડ્યો હતો. જેને કારણે કૃષ્ણારાવ નામના લારીવાળાએ સેન્સર બેઝ્ડ મશીન મૂક્યું છે. જેને ટચ મી નોટ પાણીપુરી મશીન નામ આપ્યું છે. આ મશીનની નીચે પૂરી રાખતાની સાથે જ ઓટોમેટિક પાણી બહાર આવે છે પુરી ભરાઈ જાય છે. આ મશીનને કારણે પાણીપુરી વિક્રેતા અને ગ્રાહક વચ્ચેનો સંપર્ક સાવ ઓછો થઈ જાય છે. લોકોને આ આઈડિયા પસંદ આવ્યો છે અને હોશેહોશે પાણીપુરી ખાવા આવતા થયા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Panipuri's automatic machine, keep it full or fill it automatically, Raipur's video goes viral [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/panipuris-automatic-machine-keep-it-full-or-fill-it-automatically-raipurs-video-goes-viral-127733291.html

બાટલા હાઉસ એન્કાઉન્ટરના 12 વર્ષ; બે વર્ષ પહેલા દેશમાં ત્રણ તલાક આપવા ગુનો બન્યો, 60 વર્ષ પહેલા પાકિસ્તાન સાથે સિંધ જળ સમજૂતી		 બાટલા હાઉસ એન્કાઉન્ટરના 12 વર્ષ; બે વર્ષ પહેલા દેશમાં ત્રણ તલાક આપવા ગુનો બન્યો, 60 વર્ષ પહેલા પાકિસ્તાન સાથે સિંધ જળ સમજૂતી 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઈતિહાસમાં આજનો દિવસ ઘણો ખાસ હતો. સિંધુ જળ સમજૂતી, ત્રણ તલાકને ગેરકાયદે ઠેરવવા માટે પહેલી વખત હુકમ કરાયો. પરંતુ બાટલા હાઉસ એન્કાઉન્ટર જેવી કડવી યાદો પણ આજની સાથે જોડાયેલી છે, જ્યારે દેશે બહાદૂર સિપાહીને ગુમાવ્યો હતો. બે વર્ષ પહેલા ત્રણ તલાક ગુનો બન્યો બે વર્ષ પહેલા દેશમાં મોટો ફેરફાર થયો હતો. 2017માં જ્યારે સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરકાયદે જાહેર કર્યો હતો અને સરકારને આ અંગે કાયદો બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે 2018માં 19 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે પહેલી વખત વટહુકમ કર્યો હતો. જેમા ત્રણ તલાક આપવાને ગુનો જાહેર કરાયો હતો. હુકમને કાયદો બનાવવા માટે લોકસભાએ 27 ડિસેમ્બર 2018ના રોજ પસાર કર્યો હતો. પરંતુ ચૂંટણીના કારણે રાજ્યસભામાં તે પસાર થઈ શક્યો ન હતો. ફરી જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની, ત્યારે 30 જુલાઈ 2019ના રોજ રાજ્યસભામાં તે પસાર થયો અને કાયદો બન્યો. હવે આખા દેશમાં ત્રણ તલાક ગેરકાયદે છે. 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન દિલ્હી પોલીસના જવાન દિલ્હીના બાટલા હાઉસમાં 19 સપ્ટેમ્બર 2008ની સવારે એન્કાઉન્ટર થયું હતું. એના ઠીક એક સપ્તાહ પહેલા 13 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીમાં 5 સ્થળો પર બ્લાસ્ટ થયા હતા. ત્રણ માનવ બોમ્બ પણ મળ્યા હતા. 50 મિનીટમાં થયેલા આ પાંચ વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ વિસ્ફોટની તપાસ કરી રહી હતી, ત્યારે તે બાટલા હાઉસમાં L-18નંબરની ઈમારતના ત્રીજા માળે પહોંચી ગયા હતા. ત્યાં ઈન્ડિયન મુજાહિદ્દીનના શંકાસ્પદ આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. મ-તકોમાં બે શંકાસ્પદ આઝમગઢના હતા. બેની ધરપકડ થઈ હતી. એક ફરાર થઈ ગયો હતો. આ એન્કાઉન્ટરમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા મોહન ચંદ્ર શર્માને ત્રણ ગોળીઓ વાગી હતી. આ દરમિયાન માનવાધિકાર સંગઠનોએ બાટલા હાઉસ એન્કાઉન્ટરને ફેક ગણાવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે તપાસના આદેશ પણ આપ્યા હતા. દિલ્હી પોલીસને ક્લીન ચીટ મળી હતી. 2013માં કોર્ટે શર્માની હત્યાના આરોપમાં શહજાદ અહેમદને ઉંમરકેદની સજા સંભળાવી હતી. 1960માં સિંધુ જળ સમજૂતી સિંધુ જળ સમજૂતીમાં સામેલ છે સિંધુ નદીની સહાયક નદીઓ 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અયૂબ ખાનના હસ્તાક્ષરથી સિંધુ જળ સંધિ અથવા સમજૂતી થઈ હતી. તેને ઈન્ડસ વોટર ટ્રીટી પણ કહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ વિવાદ થયા, યુદ્ધ પણ થયા પણ આ સંધિ પર કોઈ અસર પડી ન હતી. ચાર વર્ષ પહેલા જ્યારે ઉરીમાં ભારતીય સૈનિકોની હત્યા કરવામાં આવી ત્યારે માંગ ઉઠી રહી હતી કે ભારતમાં આ સમજૂતી રદ કરવી જોઈએ. સિંધુ નદીનો વિસ્તાર લગભગ 11.2 લાખ કિમી ક્ષેત્રમાં ફેલાયો છે. આ વિસ્તાર પાકિસ્તાન(47ટકા), ભારત(39 ટકા), ચીન(8 ટકા) અને અફઘાનિસ્તાન(6 ટકા)માં છે. લગભગ 30 કરોડ લોકો સિંધુ નદીની આસપાસના વિસ્તારમાં રહે છે. સિંધુ નદીની સહાયક નદીઓને પૂર્વ અને પશ્વિમ નદીઓમાં વહેચવામાં આવી છે. સતલજ, વ્યાસ અને રાવી નદીઓને પૂર્વ નદીઓ બતાવવામાં આવી છે, જ્યારે ઝેલમ, ચેનાબ અને સિંધુને પશ્વિમી. આ કરાર હેઠળ પૂર્વ નદીઓનું પાણી ભારત કોઈ પણ પ્રકારની રોકટોક વગર ઉપયોગમાં લઈ શકે છે. પણ પશ્વિમ નદીઓનું પાણી પાકિસ્તાન માટે હશે. સમજૂતીમાં આ નદીઓના પાણીનો સીમિત ઉપયોગનો અધિકાર ભારતને પણ છે, જેમ કે, વીજળી ઉત્પન્ન કરવી, સિંચાઈ વગેરે. પરંતુ ભારતે અત્યાર સુધી તેના અધિકારોનું યોગ્ય રીતે પાલન નથી કર્યું ઈતિહાસમાં આજના દિવસને આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે 1755- ગ્રેટ બ્રિટન અને રશિયા સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કરાયા1865- અટલાન્ટા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી1888- વિશ્વનું પહેલો બ્યુટી કોન્ટેસ્ટ બેલ્જિયમમાં શરૂ કરવામાં આવ્યો1893- ન્યુઝીલેન્ડમાં મહિલાઓને ચૂંટણી અધિનિયમ 1893 હેઠળ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો.1907- પહેલી વખત ઈતિહાસમાં કૃત્રિમ તેલનું નિર્માણ થયું. આ નવા પદાર્થની શોધ સ્કોટલેન્ડના રસાયણશાસ્ત્રી જેમ્સ યાંગે કરી હતી.1957- અમેરિકાએ નેવાદાના રેગિસ્તાનમાં પહેલો અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિઅર ટેસ્ટ કર્યો1973- સોવિયત સંઘે સફળ અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિઅર ટેસ્ટ કર્યો1982- સ્કોટ ફાહમેન ઓનલાઈન મેસેજનો ઉપયોગ કરનારા પહેલા વ્યક્તિ બન્યા2006- થાઈલેન્ડમાં સૈન્ય બળવો થયો, જેના પછી જનરલ સુરાયુદ વડાપ્રધાન બન્યા2007- ભારતના યુવરાજ સિંહે ડરબનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ T-20 મેચમાં બ્રોડની એક ઓવરમાં છ છક્કા લગાવીને 12 બોલ પર સૌથી ફઆસ્ટ અર્ધસદીનો રેકોર્ડ બનાવ્યો જન્મદિવસ 1958- લકી અલી(સિંગર, સોન્ગ રાઈટર, કમ્પોઝર,એક્ટર)1965- સુનીતા વિલિયમ્સ(અંતિરક્ષમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા) Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Today History For September 19th What Happened Today | Batla House Encounter 2008| Indus Water Treaty 1960| Triple Talaq Ordinance 2018 [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/today-history-for-september-19th-what-happened-today-batla-house-encounter-2008-indus-water-treaty-1960-triple-talaq-ordinance-2018-127733154.html

આજથી શરૂ થશે IPLનો રોમાંચ; શિવસેના બાદ કંગનાએ પત્રકાર સાથે પંગો લીધો; રેલવેમાં મુસાફરી હવે મોંઘી થઈ શકે છે		 આજથી શરૂ થશે IPLનો રોમાંચ; શિવસેના બાદ કંગનાએ પત્રકાર સાથે પંગો લીધો; રેલવેમાં મુસાફરી હવે મોંઘી થઈ શકે છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમિતાભ બચ્ચન 77 વર્ષની ઉંમરે 17 કલાક કામ કરી રહ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો માટે રજૂ કરેલા વિધેયક અંગે સ્પષ્ટતા આપી રહ્યા છે. ફેસબુક પર ડેટાની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. ટિકટોક-વીચેટ પર અમેરિકા પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહ્યું છે. તો બોલિવુડની અભિનેત્રી કંગના રનૌતે પત્રકાર સાથે પણ પંગો લીધો છે. તો ચાલો શરૂ કરીએ આજની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ..... તમારા માટે આ સમાચાર મહત્વના છે 1. આજથી દરેક તરફ IPLની ધૂમ હશે. 53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. 2. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો આજથી સુશાંત પ્રકરણમાં બોલીવૂડ એંગલની તપાસ કરી શકે છે. કરણ જોહરના ઘરે જે પાર્ટી યોજાઈ હતી તેના વીડિયોને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. આજના 2 રાજકીય સમાચાર 1. મધ્ય પ્રદેશ સરકાર ઉજવશે વનાધિકાર ઉત્સવ. 22 હજાર વનવાસિયોને આપશે વનાધિકારનું પ્રમાણપત્ર 2. મધ્ય પ્રદેશમાં પેટા-ચૂંટણીને પગલે સિંધિયાના ગઢમાં કમલનાથ. આજે ગ્વાલિયરમાં તેમનો બીજો દિવસ છે. હવે ગઈકાલના 7 મહત્વના સમાચાર 1. ગૂગલ પ્લે સ્ટોરમાં પરત ફર્યું પેટીએમ, ઓનલાઈન જુગાર રમાડવાનો આરોપ લાગ્યો હતો છેવટે ગૂગલ પ્લે સ્ટોર પર પેટીએમ પરત ફર્યું છે. શુક્રવાર બપોરે ગૂગલે તેને હટાવી દીધુ હતું. કંપનીએ કહ્યું હતું કે તે ઓનલાઈન કેસીનો અને સ્પોર્ટ્સ બેટિંગ (સટ્ટો)ની પરવાનગી આપી શકે તેમ નથી. પેટીએમે યુઝર્સને કહ્યું હતું કે તમારા નાણાં સંપૂર્ણ સુરક્ષિત છે. અમે ટૂંક સમયમાં પરત ફરશું. (વાંચો વિગતવાર સમાચાર) 2.અનલિમિટેડ કોરોના સબ્સ્ટીટ્યુટ મળશે આ વખતે IPLમાં IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. 3. વિરાટ-અનુષ્કાને મોદીએ કહ્યું- તમે સારા પેરેન્ટ્સ સાબિત થશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 70 વર્ષના થયા. તેમના જન્મ દિવસ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અભિનંદન આપ્યા હતા. આ અંગે મોદીએ લખ્યું- તમે બન્ને સારા પેરેન્ટ સાબિત થશો. મોદીએ કંગના અને કરણ જોહરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. (વાંચો વિગતવાર સમાચાર) 4. ટ્રેનમાં સફર કરનારા યાત્રીઓએ ચુકવવો પડશે એક્સટ્રા ચાર્જ કેન્દ્ર સરકાર હવે એરપોર્ટની માફક રેલવે સ્ટેશનો પર પણ યુઝર ચાર્જ લગાવવા વિચારણા કરી રહી છે. ભારતીય રેલવે રિડેવલપ અને વધારે વ્યસ્ત સ્ટેશનો પર યાત્રીઓ પાસેથી ચાર્જ વસૂલશે. રેલવેએ કહ્યું કે યાત્રીઓને વધારે સારી સુવિધા આપશે અને રેવન્યૂ માટે આ નિર્ણય કર્યો છે. (વાંચો વિગતવાર સમાચાર) 5. બિહારમાં ચૂંટણી અગાઉ બેઠક વહેચણી પર પેચ ફસાયો છે બિહારમાં ચૂંટણી અગાઉ રાજકીય ગરમી તેજ બની ગઈ છે. બેઠકોને લઈ દાવેદારી કરવામાં આવી રહી છે તો ક્યાંક ગઠબંધનનો પેચ ફસાયો છે. કોઈ પણ પક્ષ તેમની સીટ છોડવા તૈયાર નથી તો કોઈ મુશ્કેલ બેઠકો પર લડવાથી બચી રહ્યા છે. છેવટે આવુ શા માટે? 6. કોવિડ-19 વેક્સીન ટ્રેકરઃ છેવટે આપણને ક્યારે મળશે વેક્સીન મળશે? જો અનુમતિ મળશે તો ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડ સાથે SPUTNIK-V અંતિમ તબક્કાનું પરિક્ષણ પણ આપણે ત્યાં કરશે. એવી પણ માહિતી મળી છે કે ભારતની ફાર્માસ્યુટિકલ્સ કંપની ડો. રેડ્ડીઝ ઉપરાંત ગુજરાતની કંપની કેડિલા હેલ્થકેર પણ રશિયા ગઠબંધનના સંપર્કમાં છે. હવે પ્રશ્ન એ છે કે આપણને ક્યારે વેક્સીન મળશે? (વાંચો વિગતવાર સમાચાર) 7. 77 વર્ષની ઉંમરમાં 17 કલાક કામ કરી રહ્યા છે અમિતાભ અમિતાભ બચ્ચન વર્તમાન સમયમાં 'કોન બનેગા કરોડપતિ-12'નું શૂટિંગ કરી રહ્યા છે. મોડી રાત્રે ઘરે પરત ફર્યા બાદ વહેલા 2:37 વાગે બ્લોગ લખીને માહિતી આપી હતી, થોડી ક્ષણ પહેલા કામથી પરત ફર્યો છું અને એક દિવસમાં આશરે 17 કલાક કામ હતું. કોવિડ-19 બાદ શરીર માટે આટલુ પર્યાપ્ત અને લાભદાયક છે. હવે 19 સપ્ટેમ્બરનો ઈતિહાસ જોઈએ 1952: હોલિવુડ ફિલ્મોના સ્ટાર ચાર્લી ચેપ્લિનને અમેરિકા પરત ફરતા અટકાવવામાં આવ્યા 1965: અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા સુનીતા વિલિયમ્સનો જન્મ થયો હતો 1985: મેક્સિકો સિટીમાં ભૂકંપથી ભારે જાનહાનિ થઈ. આશરે 10,000 લોકોના મૃત્યુ થયા હતા જતા-જતા ઉલ્લેખ હિન્દી ભાષાના પ્રસિદ્ધ અને સન્માનિત કવિ કુંવર નારાયણનો. વર્ષ 1927માં આજના દિવસે તેમનો જન્મ થયો હતો. તેમની કવિતા નચિકેતાની કેટલીક લાઈન...... Download Dainik Bhaskar App to read Latest Hindi News Today The thrill of IPL will start from today; After the Shiv Sena, Kangana took a stand with the journalist; Traveling by rail can now be expensive [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/the-thrill-of-ipl-will-start-from-today-after-the-shiv-sena-kangana-took-a-stand-with-the-journalist-traveling-by-rail-can-now-be-expensive-127731135.html

અત્યાર સુધી ખેડૂત બજારના પરિઘમાં બંધાયેલો હતો, અમે તેને આઝાદ કરાવી રહ્યા છીએ: તોમર		 અત્યાર સુધી ખેડૂત બજારના પરિઘમાં બંધાયેલો હતો, અમે તેને આઝાદ કરાવી રહ્યા છીએ: તોમર 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
લોકસભામાં કૃષિ સુધારા અંગેના બે મહત્ત્વના ખરડા કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) ખરડો, 2020 અને કૃષિ (સશક્તીકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર ખરડો, 2020 પસાર થઇ ગયા. તેના વિરોધમાં પંજાબ, હરિયાણા સહિત દેશના ઘણા ભાગોમાં દેખાવો પણ થયા. પ્રસંસ્કરણ મંત્રાલયનું દાયિત્વ પણ કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળ્યું. તોમર સાથે ખરડા અંગે ભાસ્કરે વિશેષ વાત કરી. વાતચીતના મુખ્ય અંશ. સવાલ: ખરડો અમલમાં આવતાં 2 બજાર થઇ જશે. બજાર અને ઓપન માર્કેટ. ખેડૂત કોના પર ભરોસો કરશે? તોમર: જેટલા વિકલ્પ ખુલ્લા હશે તેટલી જ પ્રતિસ્પર્ધા વધશે. તેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે. ખેડૂત બજારના પરિઘમાં બંધાયેલો હતો. આ ખરડો તેને આઝાદી અપાવનારો છે. બજારના પરિઘની બહાર જે વેપાર થશે તેના પર ટેક્સ નહીં આપવો પડે. આ પ્રકારની ડિમાન્ડ અને ભલામણો કૃષિ ક્ષેત્રે કામ કરતા વિજ્ઞાનીઓ, નિષ્ણાતો સતત કરી રહ્યા છે. સવાલ: હવે કંપનીઓ ખેડૂતો પાસેથી પોતાના ધાર્યા દરે ખરીદી શકશે? તોમર: અત્યારે બજારમાં 40-50 વેપારી હોય છે. તે લોકો જ હરાજીમાં દર નક્કી કરે છે. ખેડૂતોને દેશભરમાં કયા દર ચાલે છે તેનો ખ્યાલ આવે તેવી પદ્ધતિ બનાવી રહ્યાં છે. આ એસએમએસ પણ હોઈ શકે છે. સવાલ: સરકાર સહયોગી પક્ષોને જ સમજાવવામાં કેમ નિષ્ફળ ગઈ? તોમર: આ રાજ્ય વિરોધ છે. પોતાના સ્વાર્થ માટે. લોકશાહીમાં વિરોધનો અધિકાર છે તે વિરોધ કરી રહ્યાં છે. સવાલ: સ્ટોક લિમિટ નહીં હોવાથી કંપનીઓ સંગ્રહ કરવા લાગશે? તોમર: સરકાર ખરીદી પછી પણ મોટી ઉપજ વેપારી જ ખરીદે છે. હવે પ્રોસેસર સીધા જ ખેડૂત પાસેથી ખરીદી શકશે. સંગ્રાહખોરી સરકારી નિયંત્રણમાં વધુ થાય છે. સવાલ: આશંકા વ્યક્ત કરાય છે કે બજારો આપોઆપ ખતમ થઇ જશે. તોમર: આ ખરડો ખેડૂતને બજારની બહાર ઉપજ વેચવાની આઝાદી આપે છે. બજારો ખતમ નહીં થાય પણ રાજ્યો બજારોમાં બરાબર સુવિધાઓ પૂરી પાડે, જેથી તેમને રેવન્યૂ પણ મળતી રહે. સવાલ: બિહાર, કેરળમાં બજારો નથી. ત્યાં ખેડૂતોની દશા શું યોગ્ય હશે? તોમર: ત્યાં બજાર નથી તો બજાર ટેક્સ પણ નથી. સીધી ખેડૂતો પાસેથી ખરીદી થઇ રહી છે. સવાલ: ખરડામાં લઘુત્તમ ટેકાના ભાવનો ઉલ્લેખ કેમ નથી? તોમર: ખરડો મુક્ત વ્યાપાર ખોલી રહ્યો છે. અમે સ્વામીનાથન સમિતિની ભલામણોને અનુરૂપ ખેડૂતને જે ખર્ચ આવે છે તેના પર 50 ટકા નફો ઉમેરીને ટેકાના ભાવ જાહેર કરી રહ્યા છીએ. સવાલ: શું સરકાર ખેતર પર પાકની ટેકાના ભાવે ખરીદી કરશે? તોમર: વિકેન્દ્રિત કેન્દ્ર બનાવાશે, જેથી ખેડૂતનો સમય, ખર્ચ બચે. સવાલ: બજારમાં સારા ભાવ મળતા હોત તો ખેડૂત એમએસપીની માગ કેમ કરત? તોમર: દેશમાં 86 ટકા નાના ખેડૂત છે. તેઓ ઉપજ બજાર સુધી લાવે તો વધુ અંતરના કારણે તેમને ભાડું વધારે થાય. અમારો ઉદ્દેશ છે કે નાના ખેડૂત કોઇ દાયરામાં આવે, તેમને પાકનું યોગ્ય મૂલ્ય મળે. સવાલ: સરકાર ટેકાના ભાવ ફરજિયાત કેમ નથી કરી દેતી? તોમર: ટેકાના ભાવ એટલા માટે ફરજિયાત ન થઇ શકે કે તે વેપારી અને ખેડૂત વચ્ચેનો કરાર છે. ખેડૂત અને પ્રોસેસર મળીને પાકના ભાવ નક્કી કરશે. સવાલ: સ્ટોક લિમિટ ખતમ થયા બાદ બજારમાંથી નાના વેપારી ખતમ થશે? તોમર: નાના વેપારીઓ માટે રસ્તા ખૂલશે. તેઓ લાઇસન્સ, ઇન્સ્પેક્ટર રાજથી મુક્ત થઇ જશે. સવાલ: વિપક્ષે કહ્યું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બિનજરૂરી કેસો વધશે. તોમર: ખેડૂતોના હાલ જે વિવાદો છે તે માટે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? હવે એસડીએમ કોર્ટ 30 દિવસમાં ચુકાદા આપશે. સવાલ: રાજ્યોનું નુકસાન કેવી રીતે સરભર થશે? તોમર: રાજ્ય બજારોમાં આવક વધારવા યોગ્ય પ્રતિસ્પર્ધા અને સુવિધાજનક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે તો બજારોની આવક જળવાઇ રહેશે. સવાલ: કહેવાય છે કે અમેરિકા, યુરોપમાં આ મોડલ નિષ્ફળ ગયું છે. તોમર: નિષ્ફળ મોડલ નથી અપનાવાયું. આ મોડલ આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/so-far-the-farmer-was-bound-in-the-perimeter-of-the-market-we-are-liberating-him-tomar-127732091.html

ચીનમાં બેક્ટેરિયાનો હુમલો, ત્રણ હજારથી વધુ લોકો પીડિત, ફેક્ટરીમાંથી ગેસ લીક થયા પછી બેક્ટેરિયા ફેલાયો		 ચીનમાં બેક્ટેરિયાનો હુમલો, ત્રણ હજારથી વધુ લોકો પીડિત, ફેક્ટરીમાંથી ગેસ લીક થયા પછી બેક્ટેરિયા ફેલાયો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોના વાઈરસના હુમલા પછી હવે ઉત્તર-પૂર્વ ચીનમાં હજારો લોકો બેક્ટેરિયા ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. આ બેક્ટેરિયા વેક્સિન ન બનાવનારી સરકારી બાયો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાંથી ગયા વર્ષે ગેસ લીક થયા બાદ ફેલાયો છે. લગભગ 30 લાખની વસ્તી ધરાવતા લાન્ઝુ પ્રાંતમાં 3245 લોકો પીડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઈન્ફેક્શનથી કોઈનું મોત થયું નથી. 22 હજાર લોકોના સ્ક્રિનિંગ પછી 1401 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. માલ્ટા અથવા મેડિટરેનિયન ફીવર તરીકે ઓળખાતી આ બીમારી ઈન્ફેક્શનનો ભોગ બનેલા પશુ અથવા પશુના ઉત્પાદનના ઉપયોગથી થઈ શકે છે. તેમાં તાવ, સાંધાનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો થતો જોવા મળે છે. ચીની અધિકારીએ કહ્યું કે આ ઈન્ફેક્શન માણસથી માણસમાં ફેલાઈ રહ્યું નથી. બાયો ફાર્માસ્યુટિકિલ પ્લાન્ટે એક્સપાયર થઈ ચૂકેલા ડિસઈન્ફેકટન્ટનો ઉપયોગ કર્યો હતો. અહીં બ્રુસેલ વેક્સીન બનાવાતી હતી. આ કારણે ફેક્ટરીના એક્ઝોસ્ટમાંથી બેક્ટેરિયા સંપૂર્ણ રીતે સાફ થઈ શક્યો નહીં. ફેક્ટરીમાંથી નીકળતો ગેસ એરોસેલ બનીને હવામાં જઈ લાન્ઝુ વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સુધી પહોંચી ગયો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં 200 લોકોને તેની અસર થઈ હતી. આ બેક્ટેરિયા ફેલાવવામાં પશુઓ મદદ કરે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રતિકાત્મક તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/bacterial-attack-in-china-more-than-3000-people-affected-bacteria-spread-after-gas-leak-from-factory-127732315.html

રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું- ખાનગી રેલવે સંચાલક પોતાની રીતે ભાડુ નક્કી કરી શકશે		 રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું- ખાનગી રેલવે સંચાલક પોતાની રીતે ભાડુ નક્કી કરી શકશે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દેશમાં ખાનગી ટ્રેન ચલાવનાર કંપનીઓ પોતાની રીતે મુસાફરી ભાડુ નક્કી કરી શકશે. રોકાણકારોને આકર્ષવા માટે આ નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું કે ખાનગી સંચાલકો પોતાની રીતે ભાડુ નક્કી કરવા મુક્ત હશે પણ તેમને જે તે રૂટ પર ચાલતી એસી બસ અને વિમાની સેવાને પણ ધ્યાનમાં લેવી પડશે. તેની હરિફાઈમાં રહેવા એ પ્રમાણે ભાડુ નક્કી કરવું પડશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Railway Board Chairman V.K. Yadav said private railway operators would be able to fix fares on their own [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/railway-board-chairman-vk-yadav-said-private-railway-operators-would-be-able-to-fix-fares-on-their-own-127732329.html

ઝારખંડના રાંચીમાં પોલીસ આંદોલનકારો પર પોલીસનો જ લાઠીચાર્જ		 ઝારખંડના રાંચીમાં પોલીસ આંદોલનકારો પર પોલીસનો જ લાઠીચાર્જ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઝારખંડના પાટનગર રાંચીમાં સ્થાયી નોકરીની માંગ સાથે આંદોલન કરી રહેલા સહાયક પોલીસ કર્મચારી ઉપર શુક્રવારે પોલીસે જ લાઠીચાર્જ કરી ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ અથડામણમાં 2 ડઝનથી વધુ સહાયક કર્મચારી અને નિયમિત પોલીસ કર્મચારીને ઇજા થઈ હતી. 12 સપ્ટેમ્બરથી હંગામી નોકરી કરી રહેલા પોલીસ કર્મીઓએ કાયમી નોકરીની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Police in riot gear stormed a rally on Friday, removing hundreds of protesters by truck [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/police-in-riot-gear-stormed-a-rally-on-friday-removing-hundreds-of-protesters-by-truck-127732322.html

24 કલાકમાં 92,788 સંક્રમિત મળ્યા, જ્યારે 93 હજારથી વધારે દર્દીને સારું થયું; 1,288 લોકોએ જીવ ગુમાવ્યો; દેશમાં કુલ 53.05 લાખ કેસ		 24 કલાકમાં 92,788 સંક્રમિત મળ્યા, જ્યારે 93 હજારથી વધારે દર્દીને સારું થયું; 1,288 લોકોએ જીવ ગુમાવ્યો; દેશમાં કુલ 53.05 લાખ કેસ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દેશમાં શુક્રવારે જેટલી સંખ્યામાં સંક્રમિત મળ્યા એટલી જ સંખ્યામાં લોકો રિકવર થયા. છેલ્લા 24 કલાકમાં 92,788 કેસ સામે આવ્યા જ્યારે 93,299 દર્દીને સારું થયું છે. કોરોના દર્દીનો આંકડો 53 લાખ 5 હજાર 475 થઈ ગયો છે. આ પૈકી 42 લાખ 3 હજાર 127 દર્દીને સારું થઈ ગયુ છે. બીજી બાજુ 10 લાખ 15 હજાર 981 દર્દીનો હજુ ઈલાજ ચાલી રહ્યો છે. સંક્રમણને લીધે અત્યાર સુધીમાં 85 હજાર 625 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે. તે મુજબ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને તેમના પરીવારજનો મળી શકશે. જો કે તે માટે પરીવારના સભ્યોએ PPE કિટ, ગ્લવ્ઝ, ફેસ માસ્ક પહેરવું જરૂરી છે. શુક્રવારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ અંગે આદેશ પણ બહાર પાડી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું- શાળા ગરીબ બાળકોને ઓનલાઈન ક્લાસ માટે ગેજેટ્સ અને ઈન્ટરનેટ કનેક્શન આપે દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કોરોના સંકટ દરમિયાન ઓનલાઈન અભ્યાસ અંગે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે પ્રાઈવેટ અને સરકારી શાળાઓને આદેશ આપ્યો છે કે તે તેમના ત્યાં ભણતા બાળકોને ઓનલાઈન ભણાવવા માટે ગેજેટ્સ અને ઈન્ટરનેટ કનેક્શન આપે. પ્રાઈવેટ શાળા આના માટે રાજ્ય સરકાર પાસેથી પૈસા લઈ શકશે. કોર્ટ કહ્યું કે, કોરોના દરમિયાન બાળકોનો અભ્યાસ ન અટકે તેના માટે તમામે મળીને પ્રયાસ કરવા પડશે. જે બાળકો પાસે ઓનલાઈન એજ્યુકેશનની સુવિધા નથી તેમને શાળા અને સરકાર મળીને આ સુવિધા ઉપલબ્ધ કરાવે. દરમિયાન દિલ્હીમાં 5 ઓક્ટોબર સુધી તમામ શાળા બંધ રહેશે. સરકારે દિલ્હીમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે, જોકે આ સમય ગાળા દરમિયાન ઓનલાઈન ક્લાસિસ ચાલતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેદિલ્હીમાં ગુરુવારે કોરોના વાઈરસના 4,432 કેસ આવ્યા હતા. તો આ તરફ વેન્ટિલેટર અથવા ICUમાં દાખલ દર્દીઓના કેસમાં ભારત દુનિયામાં બીજા નંબરે છે. સૌથી વધુ એવા દર્દી અમેરિકામાં છે. ત્રીજા નંબરે બ્રાઝિલ છે. જોકે રશિયામાં ભારતની તુલનામાં ચોથા ભાગના દર્દી જ છે. દુનિયાભરમાં 61 હજાર 275 ગંભીર દર્દી છે. રાહતની વાત તો એ છે કે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 10 લાખ 17 હજાર 717 છે. આ પ્રકારે ગંભીર દર્દીઓની ટકાવારી લગભગ 0.87ટકા છે. કોરોનાં અપડેટ્સ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જમ્મુમાં કોરોનાના વધતા કેસ અંગે એક ઉચ્ચ સ્તરીય કમિટિને જમ્મુ મોકલવાનો નિર્ણય લીધો છે. આ ટીમ જમ્મુમાં કોરોનાને અટકાવવા માટે કામ કરશે. કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ કરીને ટેસ્ટિંગ વધારવામાં આવશે અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરશે. જેથી સમય જતા વધુમાં વધુ લોકોને સંક્રમણથી બચાવી શકાય.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે ગુરુવારે 10 લાખ 6 હજાર 615 સેમ્પલની તપાસ કરવામાં આવી છે, સાથે જ અત્યારસુધીમાં 6 કરોડ 15 લાખ 72 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા, જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 96 હજાર 424 દર્દી વધ્યા અને 1,174 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 52 લાખ 14 હજાર 678 થઈ ગઈ છે. સાથે જ એક્ટિવ કેસ 10 લાખ 17 હજાર 754 છે અને 41 લાખ 12 હજાર 552 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં મૃતકોનો આંકડો 84 હજાર 372એ પહોંચી ગયો છે. રાજ્યોની સ્થિતિ 1.મધ્યપ્રદેશ રાજ્યમાં કોરોનાથી થઈ રહેલાં મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભોપાલમાં ગુરુવારે એક દિવસમાં 23 લોકોનાં મોત થયાં હતાં. ગત 24 માર્ચથી અત્યારસુધીમાં આવું પહેલી વખત બન્યું છે, જ્યારે કોઈ એક દિવસમાં કોરોનાના દર્દીઓનાં રાજધાનીમાં મોત થયાં હોય, જેમાં રાજગઢ-રાયસેનના 3-3, પન્ના, શુલાજપુર, હોશંગાબાદ, ગુના, નરસિંહપુર, સિહોર, દમોહ, ઉજ્જૈન અને ઈટારસીના એક-એક દર્દી સામેલ છે. આ ઉપરાંત ભોપાલના 8 લોકો પણ સામેલ છે. રાજ્યમાં ત્રણ દિવસમાં 7 હજારથી વધુ કેસ વધી ગયા છે. કુલ સંક્રમિતોનો આંકડો શુક્રવારે એક લાખને પાર જઈ શકે છે. જોકે કેસ વધવા છતાં રાજ્યનો રિકવરી રેટ 75% પર છે. ભોપાલમાં ગુરુવારે 265 તો રાજ્યમાં કુલ 2391 કેસ નોંધાયા. 2.રાજસ્થાન રાજ્યમાં ગુરુવારે કોરોનાના અત્યારસુધીના રેકોર્ડ 1,793 દર્દી નોંધાયા હતા. આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે. સાથે જ અત્યારસુધીમાં કુલ 90 હજાર 685 સંક્રમિત સાજા થયા છે. ગુરુવારે જોધપુરમાં બે, ઉદેયપુર સીકર, પાલી, નાગૌર, કોટા ઝૂંઝૂનુ, જયપુર, શ્રીગંગાનગર, ચૂરુ, ચિત્તોડ-બિકાનેર અને અજમેરમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. જયપુરમાં રિકવર થતાં દર્દીઓની સંખ્યા 10 હજાર 159 થઈ ગઈ છે. આ રીતે અહીં એક્ટિવ દર્દીઓ 17 હજાર 495 છે. 3. બિહાર રાજ્યમાં ગુરુવારે 1.1 લાખ ટેસ્ટ કરાયા હતા. આ રીતે અત્યારસુધીમાં 53 લાખથી વધુ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. ગત દિવસોમાં દર્દીઓની સંખ્યા ઘટવાથી પોઝિટિવિટી રેટ પણ 3.1% પર પહોંચી ગયો છે. 4. મહારાષ્ટ્ર રાજ્યમાં ગુરુવારે 24 હજાર 619 કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 11 લાખ 45 હજાર 840 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 8 લાખ 12 હજાર 354 લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલ 3 લાખ 1 હજાર 752 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 31 હજાર 351 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 468 સંક્રમિતે દમ તોડ્યો છે. 5. ઉત્તરપ્રદેશ રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 6,029 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3 લાખ 36 હજાર 294 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 4,715 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. આ રીતે અત્યારસુધીમાં 2 લાખ 62 હજાર 288 લોકો સાજા થઈ ચૂક્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કોલકાતામાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું ગંગા નદીમાં વિસર્જન કરતી વખતે સેલ્ફી લઈ રહેલી મહિલાઓ CoronaVirus In India Live News And Updates OF 18th September CoronaVirus In India Live News And Updates OF 18th September CoronaVirus In India Live News And Updates OF 18th September [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/coronavirus-in-india-live-news-and-updates-of-18th-september-127729940.html

સેનાને તેના જવાનો વિરુદ્ધ પૂરાવા મળ્યા, કાર્યવાહી શરૂ; જુલાઈમાં આતંકવાદી ગણાવી 3 યુવકોને ઠાર કર્યા હતા		 સેનાને તેના જવાનો વિરુદ્ધ પૂરાવા મળ્યા, કાર્યવાહી શરૂ; જુલાઈમાં આતંકવાદી ગણાવી 3 યુવકોને ઠાર કર્યા હતા 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
18મી જુલાઈના રોજ શોપિયાંમાં એન્કાઉન્ટરની તપાસ સેનાએ પૂરી લીધી છે. શરૂઆતી તપાસમાં સેનાએ એન્કાઉન્ટરને અંજામ આપનાર પોતાના જવાનો સામે પૂરાવા મળ્યા છે અને ત્યારબાદ કાર્યવાહી શરૂ કરી છે. આર્મીએ કહ્યું છે કે આ એન્કાઉન્ટર દરમિયાન જવાનોએ આર્મ્ડ ફોર્સસ સ્પેશિયલ પાવર એક્ટ (AFSPA) અંતર્ગત મળેલી સત્તાનું ઉલ્લંઘન કર્યું. આ સાથે આ ઓપરેશનમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા આપવામાં આવેલા દિશા-સૂચનોનું ઉલ્લંઘન કર્યું. પરિવારે માર્યા ગયેલા યુવકોને શ્રમિકો હોવાનું કહ્યું હતુ. પરિવારે માર્યા ગયેલા યુવકોને શ્રમિકો ગણાવ્યા હતા 18 જુલાઈના રોજ શોપિયાંના આશિમપોરા હામમાં ઈમ્તિયાઝ અહેમદ, અબરાર અહેમદ, અબરાર અહેમદ તથા મોહમ્મદ ઈબરારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ તમામ રાજૌરીમાં રહેતા હતા. સેનાએ કહ્યું હતું કે આતંકવાદી હતા અને તેમની પાસેથી હથિયાર અને દારુગોળો મળ્યો છે. બીજી બાજુ માર્યા ગયેલા છોકરોના પરિવારે કહ્યું હતુ કે તમામ મજૂરો હતા અને શોપિયાંમાં મજૂરી કરવા ગયા હતા. તેમનો આતંકવાદ સાથે કોઈ જ સંબંધ ન હતો. આતંકવાદ સાથે જોડાણ પર હજુ પોલીસ તપાસ કરી પોલીસે પરિવજનોના આરોપ પર કેસ નોંધ્યો હતો અને છોકરાઓના DNA સેમ્પલ કલેક્ટ કર્યો હતો. DNA સેમ્પલનો રિપોર્ટ હજુ આવ્યો નથી. લશ્કરની તપાસ પૂરી થઈ ગઈ છે. આર્મીએ આ શુક્રવારે જારી કરી છે. તપાસમાં દિશા સૂચન આપ્યા છે કે જે લોકો તેને જવાબદાર ઠરાવ્યા છે તેમની સામે આર્મી એક્ટ અંતર્ગત એક્સન શરૂ કરવામાં આવે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકો આતંકવાદ કે તેને લગતી પ્રવૃત્તિ સાથે સંબંધ હતો. તેની તપાસ હજુ પોલીસ કરી રહી છે. વર્ષ 2010 અને 2000માં પણ આ પ્રકારના એન્કાઉન્ટર થયા હતા સેનાએ કાશ્મીરના માછિલ સેક્ટરમાં 2010માં એક ફેક એન્કાઉન્ટરમાં ત્રણ લોકોને મારી નાંખ્યા હતા, ત્યારબાદ ઘાટીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ કેટલાક મહિના સુધી કર્ફ્યૂ લગાવવો પડ્યો હતો અને 100થી વધારે લોકોના પથ્થરમારા તથા વિરોધ પ્રદર્શનમાં જીવ ગુમાવ્યા હતા.આ અગાઉ 2000માં પથરી-બલમાં પાંચ નાગરિકોનું ફેક એન્કાઉન્ટર થયુ હતું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today The army found evidence against his departure, initiating proceedings; In July, three youths were shot dead for being terrorists [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/the-army-found-evidence-against-his-departure-initiating-proceedings-in-july-three-youths-were-shot-dead-for-being-terrorists-127730307.html

પેન્ગોન્ગના ઉત્તરમાં બન્ને દેશના સૈનિક એકબીજાથી ખૂબ નજીક, અહીં વોર્નિંગ શોટ્સ ફાયર થયા હતા; દક્ષિણની 3 જગ્યા પર આ અંતર કેટલાક મીટર પર		 પેન્ગોન્ગના ઉત્તરમાં બન્ને દેશના સૈનિક એકબીજાથી ખૂબ નજીક, અહીં વોર્નિંગ શોટ્સ ફાયર થયા હતા; દક્ષિણની 3 જગ્યા પર આ અંતર કેટલાક મીટર પર 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
લદ્દાખના પૂર્વ ભાગમાં આવેલા પેન્ગોન્ગ સરોવરના 4 વિસ્તારોમાં ભારત અને ચીનના સૈનિકો એકબીજાની સામ-સામે છે. સરોવરના ઉત્તરી વિસ્તારોમાં એક લોકેશન પર આ અંતર રાઈફલ રેન્જ એટલે કે ખૂબ જ નજીક હોવાનું માનવામાં આવે છે. બીજી બાજુ દક્ષિણ વિસ્તારમાં આ અંતર ગણતરીના મીટરમાં છે. આ અગાઉ રશિયામાં ભારત તથા ચીનના સંરક્ષણ મંત્રી તથા વિદેશ મંત્રી તણાવને ઓછો કરવા માટે વાતચીત કરી ચુક્યા છે. તેમ છતા સરહદ પર તણાવભરી સ્થિતિ યથાવત છે. એક વરિષ્ઠ અધિકારીને ટાંકી કહેવામાં આવ્યુ છે કે આ વિસ્તારમાં સૈનિકો એકબીજાની સામે ત્યારે ગોઠવવામાં આવ્યા હતા કે જ્યારે લશ્કરી સ્તરની વાટાઘાટમાં ડિસએંગેજમેન્ટની સહમતિ બની હતી. હવે વધુ એક વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ચીને હવે પછીની મિલિટ્રી લેવલની વાતચીતની તારીખ અંગે માહિતી આપવાની રહેશે. આ વિસ્તારોમાં ભારત-ચીનના સૈનિકો એકબીજાની સામે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેન્ગોન્ગના દક્ષિણી વિસ્તારમાં 3 લોકેશન તથા ઉત્તરના વિસ્તારોમાં એક લોકેશન પર ભારત-ચીનના સૈનિકો એકબીજાની સામે છે. ઉત્તરી વિસ્તારોમાં ફિંગર 4 થી ફિંગર 3 વિસ્તાર વચ્ચે બન્ને દેશના સૈનિકો ગોઠવાયેલા છે તથા બન્ને બાજુથી એક-બીજાની ઉપર વોર્નિંગ શોટ્સ ફાયર કરી ચુક્યા છે. દક્ષિણમાં સ્પેન્ગુર, મુખપારી તથા રેજાંગ લા માં બન્ને તરફથી સૈનિક કેટલાક મીટરના અંતર પર છે. આ વિસ્તારમાં ઉશ્કેરણીની પહેલ ચીન તરફથી થઈ હતી, ત્યારબાદ ભારતે આ વિસ્તારોમાં પોતાના સૈનિકો ગોઠવ્યા છે. ફિંગર 3થી ફિંગર 4 વચ્ચે આ મહિનાની શરૂઆતમાં 200 વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ઠંડીની સિઝનમાં લાંબી અથડામણ માટે સેના તૈયાર દરમિયાન સેનાએ ઠંડીની સિઝનમાં લાંબી અથડામણની તૈયારી શરૂ કરી છે. ભારતીય સેનાએ ત્યાં બોફોર્સ હોવિત્ઝર તોપ ગોઠવવાની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ ફોરવર્ડ લોકેશન પર સાધન-સામગ્રીના પુરવઠા માટે વાયુસેનાના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર તથા IL-76 લ્યુશિનને ગોઠવ્યા છે. આ સાથે જ ચિનૂક હેલિકોપ્ટર પણ આ કામમાં જોડાયેલુ છે. ભારત-ચીન સરહદ પર છેલ્લા 20 દિવસમાં 3 વખત ફાઈરિંગ થયા લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે મે મહિનાથી તણાવની સ્થિતિ છે. 15 જૂનના રોજ ગલવાનમાં બન્ને દેશ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. ચીનના 40થી વધારે સૈનિક માર્યા ગયા હતા, જોકે તેણે આ વાતનો સ્વીકાર કર્યો નથી. તાજેતરમાં 29-30 ઓગસ્ટની રાત્રે પણ ફરી વખત વિવાદ થયોો હતો, જ્યારે ચીને પેન્ગોન્ગ સરોવરના દક્ષિણ વિસ્તારના શિખર પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ભારતીય સૈનિકોએ ચીનની આ ચાલને નિષ્ફળ બનાવી દીધી હતી. છેલ્લા 20 દિવસમાં બન્ને બાજુથી 3 વખત હવામાં ફાઈરિંગ થયું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today (ફાઈલ ફોટો) [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/soldiers-from-both-countries-very-close-to-each-other-north-of-pengong-fired-warning-shots-here-at-a-distance-of-several-meters-to-the-3rd-place-to-the-south-127730262.html

દેશમાં ટેકાના ભાવની પદ્ધતિ ચાલુ જ રહેશે, વિપક્ષ ખોટું બોલી ખેડૂતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે		 દેશમાં ટેકાના ભાવની પદ્ધતિ ચાલુ જ રહેશે, વિપક્ષ ખોટું બોલી ખેડૂતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ખેતી સાથે જોડાયેલા બિલ અંગે થયેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સંસદમાં પાસ થયેલાં ઐતિહાસિક બિલોથી ખેડૂતોને સુરક્ષા મળશે. જે ઘણા દાયકાથી સત્તામાં રહ્યા તે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એગ્રિકલ્ચર બિલો વિશે ખેડૂતોને ખોટું કહી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ખેડૂતને બધી ખબર છે. તે જોઈ શકે છે કે વચેટિયાઓને સાથ કોણ આપી રહ્યું છે. આપણી સરકાર ખેડૂતોને તેમનાં ઉત્પાદનનો યોગ્ય ભાવ અપાવવા માટે પ્રતિબદ્ધ છે. NDA સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતો માટે જેટલું કામ કર્યું, એટલું કોઈ બીજી સરકારે નથી કર્યું. 21મી સદીનો ખેડૂત બંધનોમાં નહીં, ખૂલીને ખેતી કરશેઃ મોદી મોદીએ કહ્યું હતું, હું દેશભરના ખેડૂતોને આ બિલ માટે શુભેચ્છા પાઠવું છું. ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચેટિયા હોય છે, જે ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો પોતે લઈ લે છે, એને બચાવવા માટે આ બિલ લાવવા ઘણાં જરૂરી હતાં. ખેડૂતોને તેમની ઊપજ દેશમાં ક્યાંય પણ કોઈને પણ વેચવાની આઝાદી આપવી, ઐતિહાસિક પગલું છે. 21મી સદીમાં ભારતનો ખેડૂત બંધનમાં નહીં, ખૂલીને ખેતી કરશે. જ્યાં મન ફાવે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકશે. તેને કોઈ વચેટિયાના આધારે નહીં રહેવું પડે અને પોતાની ઊપજ અને આવક પણ વધારી શકશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોને સમર્થન મૂલ્ય (MSP) દ્વારા યોગ્ય ભાવ અપાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે આના માટે પહેલાં પણ હતા, આજે પણ છીએ અને આગળ પણ રહીશું. સરકારી ખરીદ પણ પહેલાંની જેમ ચાલું રહેશે. હવે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સરકાર ખેડૂતોને ટેકાના ભાવનો લાભ નહીં આપે. એવી પણ અફવાઓ ફેલાવાઈ રહી છે કે ખેડૂતો પાસેથી ધાન,ઘઉં જેવા અન્ય પાકોની ખરીદી સરકાર નહીં કરે. આ બધું એકદમ ખોટું છે. ખેડૂતો સાથે દગો છે. આ 3 બિલનો વિરોધ થઈ રહ્યો છે ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલએસેન્શિયલ કોમોડિટીઝ(અમેન્ડમેન્ટ)બિલ આ ત્રણ બિલને સરકારે લોકડાઉન દરમિયાન 5 જૂને ઓર્ડિનન્સ દ્વારા લાગુ કર્યા હતા. ત્યારથી તેની પર હોબાળો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આને અત્યારસુધીનો સૌથી મોટો કૃષિ સુધારો કહી રહી છે, પરંતુ વિપક્ષ પાર્ટીઓને આમાં ખેડૂતોનું શોષણ અને કોર્પોરેટ્સનો ફાયદો દેખાઈ રહ્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે કૃષિવિધેયક ખેડૂતો માટે રક્ષાકવચ બનીને આવ્યા છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/narendra-modi-bihar-news-update-prime-minister-modi-speaks-on-farmers-over-agriculture-bill-after-inaugurate-kosi-rail-mega-bridge-127730043.html

આ પરીક્ષા ખંડ નથી, સદન છે, અહીં કોરોનાથી બચવા માટે કાપલી ચાલશે, એકબીજાના કાનમાં ખુસપુસ ન કરો		 આ પરીક્ષા ખંડ નથી, સદન છે, અહીં કોરોનાથી બચવા માટે કાપલી ચાલશે, એકબીજાના કાનમાં ખુસપુસ ન કરો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ સાંસદોને કોરોનાથી બચવા માટેના ઉપાયોનું પાલન કરવાનું કહ્યું. સદનમાં શુક્રવારે વેંકૈયાએ ઝીરો અવર દરમિયાન સાંસદોને એકબીજાની સીટ અને ટેબલ ઓફિસ પર જવાની ના પાડી. તેમણે કહ્યું કે જ્યારે સેશન શરૂ થઈ જાય ત્યારે કોઈ પણ સભ્યના ટેબલ ઓફિસ પર ન જવું જોઈએ. આ સાથે એ પણ અપીલ કરું છું કે એકબીજાની સીટ પર જઈને કાનમાં ખુસપુસ ન કરો. આવું કરવાથી બચો. જો કોઈ વાત કહેવી હોય તો સ્લિપ આપો. કાપલીની પરવાનગી પરીક્ષા ખંડમાં હોતી નથી, પણ અહીં પરવાનગી છે. રાજ્યસભામાં હોમિયોપેથી બિલ પાસ કોરોના વચ્ચે સંસદ સત્રનો આજે પાંચમો દિવસ છે. રાજ્યસભામાં આજે હોમિયોપેથી સેંટ્રલ કાઉન્સિલ (સુધારા) બિલ પાસ થઈ ગયું છે. તેના પર ચર્ચા દરમિયાન તૃણમૂલ કોંગ્રેના સાંસદ શાંતનુ સેને કહ્યું કે સરકાર પ્રાઈવેટ મેડિકલ કોલેજો અને ઉટવૈદુને પ્રોત્સાહન આપી રહી છે. આવી સરકાર પાસેથી બીજી શું આશા રાખી શકીએ, જે કહે છે કે ગૌમૂત્રથી કોરોનાથી મૂક્તિ મેળવી શકાય છે. સેનના નિવેદન પર સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે ઉંટવૈદુ શબ્દના ઉપયોગથી દુ:ખ થયું. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું આ પહેલાં ગુરુવારે શિરોમણિ અકાલી દળનાં નેતા અને ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે. ખેતી સાથે જોડાયેલાં 3 બિલ વિરુદ્ધ પંજાબના ખેડૂતોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને બાદલે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઊભાં રહેવા માટે મને ગર્વ છે. સંસદમાં રજૂ થયેલા કૃષિ બિલ અંગે NDAના સૌથી જૂના સાથી શિરોમણિ અકાલી દળની નારાજગી ગુરુવારે ખૂલીને સામે આવી છે. લોકસભામાં 2 બિલ પર ચર્ચા દરમિયાન અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે કહ્યું હતું કે તેમની પાર્ટી બિલના પક્ષમાં નથી. જોકે પાર્ટીનું કહેવું છે કે હરસિમરત કૌરના રાજીનામા છતાં શિરોમણિ અકાલી દળનું મોદીસરકારને સમર્થન ચાલું રહેશે. આ 4 આશંકા પર કૃષિ બિલોનો વિરોધ 1. શું કૃષિ મંડી ખતમ થઈ જશે? ઃ સરકાર કહે છેઃ રાજ્યોમાં સંચાલિત મંડીઓ ચાલુ રહેશે, પણ ખેડૂત પાસે ખુલ્લા બજારમાં ક્યાંય પણ વેચવાનો હક પણ રહેશે. વિરોધમાં તર્કઃ શરૂઆતમાં તો મંડીઓ ચાલશે, પણ ધીમે ધીમે કોર્પોરેટ ઉત્પાદન પર કબજો કરી લેશે. મંડીઓ અવ્યવહારિક થઈ જશે. 2. શું સમર્થન મૂલ્ય નહીં મળે? ઃ સરકાર કહે છેઃ ન્યૂનતમ સમર્થન મૂલ્ય, એટલે કે MSP જળવાઈ રહેશે. સરકાર MSP પર જ કૃષિ ઉત્પાદનની ખરીદી કરવાનું ચાલું રાખશે.વિરોધમાં તર્કઃ જ્યારે કોર્પોરેટ કંપનીઓ ખેડૂત પહેલાં જ કરાર કરી લેશે તો MSPનું મહત્ત્વ ખતમ થઈ જશે. 3. યોગ્ય કિંમત કેવી રીતે મળશે? ઃ સરકાર કહે છે, ખેડૂત દેશમાં કોઈપણ બજાર અથવા ઓનલાઈન ટ્રેડિંગથી પાક વેચી શકે છે. ઘણા વિકલ્પો કરતાં સારો ભાવ મળશે. વિરોધમાં તર્કઃ કિંમત નક્કી કરવાની કોઈ સિસ્ટમ નહીં હોય. પ્રાઈવેટ સેક્ટરની વધુ ખરીદીથી એક ભાવ નક્કી કરવામાં મુશ્કેલી થશે. 4. કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં છેતરપિંડી થશે તો શું? ઃ સરકાર કહે છે, ખેડૂતોને એક નક્કી મિનિમમ રકમ મળશે. કોન્ટ્રેક્ટ ખેડૂતના પાક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીમિત રહેશે. ખેડૂતનો જમીન પર કોઈ કંટ્રોલ નહીં હોય. વિવાદ અંગે ADM 30 દિવસમાં નિર્ણય આપશે. વિરોધમાં તર્કઃ કોર્પોરેટ અથવા વેપારી તેમના હિસાબથી ફર્ટિલાઈઝર નાખશે અને પછી જમીન બંજર પણ થઈ શકે છે. હરસિમરત કૌરના રાજીનામાનું મહત્ત્વ વોટ બેન્ક જવાનો ભય, કારણ કે... ઃ કૃષિપ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળની પકડ છે. અકાલી દળને 2022ની વિધાનસભા ચૂંટણી જોવા મળી રહી છે. રાજીનામું આપવું મજબૂરી પણ બની ગયું હતું, કારણ કે ચૂંટણીમાં હવે લગભગ દોઢ વર્ષ જ બાકી છે. એવામાં શિરોમણિ અકાલી દળ ખેડૂતોની એક મોટી બેન્કને પોતાની વિરુદ્ધમાં કરવા માગતું નથી. અકાલી દળ પર દબાણ હતું ઃ પાર્ટીમાં તિરાડ અને પ્રશાસનમાં અવ્યવસ્થાથી પરેશાન શિરોમણિ અકાળી દળ માટે બિલ ગળાનો ફંદો બની ગયું છે, કારણ કે જો પાર્ટી તેના માટે હા કરશે તો રાજ્યની મોટી બેન્ક(ખેડૂતો)ગુમાવવી પડશે. તો આ તરફ બીજી વખત મંત્રી બનેલાં હરસિમરત પર બિલ અંગે પદ છોડવાનું પણ દબાણ થયું હતું. બે ધડમાં વહેંચાઈ ગઈ હતી પાર્ટી ઃ પંજાબમાં બિલના વિરોધમાં પાર્ટીના અલગ અલગ નેતા હરસિમરતના રાજીનામા અંગે 2 ભાગમાં વહેંચાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિરોમણિ અકાલી દળના ઘણા સિનિયર નેતા પાર્ટી અધ્યક્ષને કહી ચૂક્યા હતા કે પાર્ટીનું અસ્તિત્વ ખેડૂતો માટે જ છે. એટલા માટે કેન્દ્ર વાત ન માને તો હરસિમરતે રાજીનામું આપી દેવું જોઈએ. આ 3 બિલનો વિરોધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલએસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ) બિલ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Parliament Monsoon Session Rajya Sabha And Lok Sabha News And Updates 18 September 2020 [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/parliament-monsoon-session-rajya-sabha-and-lok-sabha-news-and-updates-18-september-2020-127729826.html

અનુરાગ ઠાકુરે નહેરૂ- સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન; કહ્યું- અમે પીએમ કેયર્સ ફંડને જનતા માટે બનાવ્યું, તમે ગાંધી પરિવાર માટે		 અનુરાગ ઠાકુરે નહેરૂ- સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન; કહ્યું- અમે પીએમ કેયર્સ ફંડને જનતા માટે બનાવ્યું, તમે ગાંધી પરિવાર માટે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
લોકસભામાં શુક્રવારે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર દ્વારા પીએમ કેયર્સ ફંડ બાબતે આપેલ એક નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો હતો. તેમણે નહેરૂ- ગાંધી પરિવાર અને પીએમ નેશનલ રિલીફ ફંડ વચ્ચે લિંકનો આરોપ લગાવતા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના ફંડ બનાવવાંતી રીત સામે સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતે કોંગ્રેસ અને TMC સહીત અનેક વિપક્ષી દળોએ ભારે હોબાળો કર્યો હતો અને મંત્રી દ્વારા માફી માંગવાની માંગ કરી હતી. 1948માં રોયલ ઓર્ડરની જેમ બનાવ્યું ટ્રસ્ટ અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારે તમે પીએમ કેર્સ માટે ચર્ચા કરો છો, ત્યારે કૃપા કરીને પીએમ નેશનલ રિલીફ ફંડ વાંચો. 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રોયલ ઓર્ડરની જેમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ બનાવવાનો આદેશ આપ્યો. આજદિન સુધી તેની નોંધણી થઈ નથી. તેને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (એફસીઆરએ) ની મંજૂરી કેવી રીતે મળી? તેમણે કહ્યું કે પીએમ કેયર્સ એક રજીસ્ટર્ડ પાબ્લોક ચેરિટેબલ ટ્રસ્ટ છે. આ દેશની 130 કરોડ જનતા માટે છે. તમે ગાંધી પરિવાર માટે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. નહેરૂ- સોનિયા ગાંધી આ રાહત ભંડોળ ટ્રસ્ટના સભ્ય હતા. વિપક્ષની નિયત ખરાબ અનુરાગ ઠાકુર પીએમ કેયર્સ ફંડ બાબતે વિપક્ષના સવાલો પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષના કેટલાક નેતાઓએ પીએમ કેયર્સ ફંડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ EVMનો વિરોધ કરે છે, પછી અનેક ચૂંટણી હારે છે. તેઓ જન-ધનનો પણ વિરોધ કરે છે. નોટબંધી, ત્રણ તલાક અને GST નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમને કહ્યું કે વિપક્ષને દરેક બાબતોમાં ખરાબ જ દેખાય છે. પણ સત્ય તો છે કે તેમની નિયત જ ખરાબ છે. કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે તેમની પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા પીએમ કેયર્સ ફંડ સામે વાંધો ઉઠાવ્યો નથી. તેમણે પૂછ્યું કે અનુરાગ ઠાકુરે પાર્ટી અધ્યક્ષ અને નહેરુ પર વ્યક્તિગત નિવેદન કેમ આપ્યું છે. ચૌધરીએ કહ્યું કે આ લોકો ખુરશીની ગરિમાને નીચે પાડવાઅને ગૃહનું વાતાવરણ બગાડવા માંગે છે. તમે પંડિત નેહરુ અને સોનિયા ગાંધીને કેમ સારા અને ખરાબ કહી રહ્યાં છો? જો તમે ગૃહ ચલાવવા માંગતા નથી, તો તમારે કાર્યવાહી બંધ કરવી જોઈએ. સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી ઠાકુરના આ નિવેદનનો કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. તેમણે અનુરાગ ઠાકુર પાસે માફી માંગવાણી માંગ કરી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને ગૃહને સામાન્ય રીતે કાર્ય કરવા દેવાની વિનંતી કરી, પરંતુ હોબાળો ચાલુ રહ્યો હતો. આ પછી, લોકસભાની કાર્યવાહી અડધો કલાક સુધી સ્થગિત કરાવી પડી. કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષે ફરીથી વિરોધ શરૂ કર્યો અને માફી માંગવાના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ પછી, લોકસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત કરાવી પડી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના નિવેદન બાદ લોકસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/anurag-thakur-targets-nehru-sonia-gandhi-said-we-created-the-pm-cares-fund-for-the-public-you-for-the-gandhi-family-127730212.html

મોટર સાયકલ પર ‘મહોલ્લા ક્લાસ’, કોરોના કાળમાં શેરી-મહોલ્લામાં જઈને યૂનિક રીતે બાળકોને ભણાવે છે આ શિક્ષક		 મોટર સાયકલ પર ‘મહોલ્લા ક્લાસ’, કોરોના કાળમાં શેરી-મહોલ્લામાં જઈને યૂનિક રીતે બાળકોને ભણાવે છે આ શિક્ષક 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ બાઇક પર છત્રી, બ્લેક બોર્ડ અને ચોપડીઓની સૂટકેશ સાથે શેરીએ શેરીએ બાઇક લઈ બાળકોને ભણાવતાં આ શિક્ષકનું નામ રુદ્ર રાણા છે. છત્તીસગઢના કોરેયા ગામમાં કોરોના મહામારી વચ્ચે પણ રુદ્ર રાણા વિદ્યાર્થીઓને રમાડતાં-રમાડતાં અને ગીતો ગાઈ ભણાવે છે. તેઓ એક શેરીના બાળકોને ભણાવી બીજી શેરી અને મહોલ્લામાં બાઇક લઈ જાય છે. રુદ્ર રાણાએ તેમના આ અભિગમને ‘મહોલ્લા ક્લાસિસ’ નામ આપ્યું છે. ગામડાના ગરીબ બાળકો માટે ઓનલાઇન ભણવું શક્ય નથી. ત્યારે રુદ્ર રાણા શેરીએ શેરીએ ફરી બાળકોને ભણાવી રહ્યાં છે. મહત્ત્વનું છે કે, બાળકોને પણ આ રીતે ભણવાની મજા પડી રહી છે. આ ગામ પછાત હોવા છતાં દરેક બાળક માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ક્લાસમાં જોડાય છે. આ વીડિયો સામે આવતાં દરેક શિક્ષકની પ્રશંસા કરી રહ્યાં છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 'Maholla class' on a Bike, Uniq Style teacher of teach for students [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/maholla-class-on-a-bike-uniq-style-teacher-of-teach-for-students-127730202.html

પોલીસ હેડકવાર્ટરનો આદેશ- પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ દરમિયાન સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવું; RJDએ કહ્યું- સરકારને ફાયદો પહોંચાડવા માટે લીધો નિર્ણય		 પોલીસ હેડકવાર્ટરનો આદેશ- પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ દરમિયાન સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવું; RJDએ કહ્યું- સરકારને ફાયદો પહોંચાડવા માટે લીધો નિર્ણય 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોલીસ હેડકવાર્ટરે એક વિચિત્ર આદેશ આપ્યો છે. તેમાં જણાવાયું છે કે પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ દરમિયાન સમાજના તમામ વર્ગનું ધ્યાન રાખવું જોઈએ. તમામ પોલીસ સ્ટેશનો અને ચેક પોસ્ટ પર પોસ્ટિંગમાં દરેક વર્ગનું ધ્યાન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આઈજી પોલીસ હેડકવાર્ટર નૈયર હસનૈનખાને આ સંદર્ભે તમામ જિલ્લાના આઇજી, ડીઆઈજી અને એસપીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે અગાઉના આદેશોનું ઉલ્લંઘન કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઓર્ડરને ખૂબ જ ગંભીરતાથી લેવા અને તેનું પાલન કરવા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દર અઠવાડિયે તેની સમીક્ષા કરવામાં આવશે. પોલીસ હેડકવાર્ટર દ્વારા જાહેર કરાયેલ પત્ર. ભાજપે દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય ગણાવ્યો ભાજપના પ્રવક્તા અશરફ અંસારીએ કહ્યું - આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે. જાતિ અને ધર્મ જોઈને વર્ગની સંભાળ લઇ શકાતી નથી. આનાથી ન્યાય અને સમાજ બંનેને અસર થશે. સરકારે ફરી એકવાર વિચાર કરવો જોઇએ. RJDએ કહ્યું- સરકારને ફાયદો પહોંચાડવાના પ્રયાસ RJD નેતા વિરેન્દ્રએ કહ્યું કે પોલીસ હેડક્વાર્ટરની આ જાહેરાત સરકારને ફાયદા માટે છે. નીતીશ સરકાર 15 વર્ષથી સત્તાનો દુરુપયોગ કરી રહી છે. સરકાર લોકોને ડાયવર્ટ કરવા માટે જાહેરાત કરે છે, પરંતુ જનતા આ વખતે જાળમાં ફસાવાની નથી. જો આ પ્રકારની જાહેરાત કરવી હતી તો તે પહેલાં કરાવી જોઈતી હતી. કોંગ્રેસે કહ્યું - લોકોને ન્યાય નહીં મળે કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું કે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાતિ અને ધર્મ જોયા પછી નિમણૂંક કરવી તે ખોટુ છે. સમાજમાં દરેક જાતિ, સમુદાય, ધર્મના લોકો રહે છે. જો જાતિ અને ધર્મ જોયા પછી પોસ્ટિંગ કરવામાં આવશે ત્યારે ન્યાય કરવો મુશ્કેલ બનશે. બિહાર સરકાર આ આદેશ પર ફરી એકવાર વિચાર કરે, જેથી લોકોને ન્યાય મળે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today બિહાર પોલીસ હેડકવાર્ટરે તેના આદેશમાં કહ્યું છે કે પોસ્ટિંગને લઈને કરવામાં આવેલા નિર્ણયનું ગંભીરતાથી પાલન કરવું પડશે. - ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/order-of-the-police-headquarters-to-take-care-of-every-section-of-the-society-while-posting-in-the-police-stations-the-rjd-said-the-decision-was-taken-to-benefit-the-government-127730182.html

વરિષ્ઠ મંત્રીઓ અને સેનાના અધિકારીઓ આજે મીટિંગ કરી શકે છે, ચીનની વિરુદ્ધ ભારતની તૈયારીઓ સહિત 3 મુદ્દાઓ પર ચર્ચાની શકયતા		 વરિષ્ઠ મંત્રીઓ અને સેનાના અધિકારીઓ આજે મીટિંગ કરી શકે છે, ચીનની વિરુદ્ધ ભારતની તૈયારીઓ સહિત 3 મુદ્દાઓ પર ચર્ચાની શકયતા 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
લદ્દાખમાં ચીન સાથેના તણાવના મુદ્દા પર ચર્ચા માટે આજે મોદી સરકારના મંત્રીઓ અને સેનાના અધિકારીઓની મીટિંગ થવાની શકયતા છે. ન્યુઝ એજન્સી એનએનઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના મામલાને ડીલ કરી રહેલા સિનિયર મિનિસ્ટર અને મિલિટ્રી અધિકારી બેઠકમાં સામેલ થશે. તેમાં લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ભારત-ચીન સીમાની સ્થિતિ પર વાત કરવામાં આવશે. આ 3 મુદ્દાઓ પર વાતચીતની શકયતા ડોકલામ સહિત ભૂતાનના બીજા વિસ્તારમાં ચીનની શું એક્ટિવિટીઝ ચાલી રહી છે અને સ્થિતિનો સામનો કરવા માટે ભારતની શું તૈયારી છે ?બંને દેશોની વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની મીટિંગમાં મોડુ કેમ થઈ રહ્યું છે, જોકે મોસ્કો કરારમાં વાતચીત પર સહમતિ બની હતી.લદ્દાખમાં ચીનના અગ્રેસનની વિરુદ્ધ ભારતના કડક વલણ પછી ચીનનો રિસપોન્સ કેવો રહ્યો છે ? ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે પહેલા 5 રાઉન્ડની મીટિંગ્સમાં કોઈ મહત્વનો માર્ગ નીકળ્યો ન હતો. પૂર્વ લદ્દાખના ફિંગર-4 વિસ્તારથ ચીન પાછળ હટી રહ્યું નથી પરંતુ ચીને સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ ભૂતાનમાં ચીનના બિલ્ડઅપને લઈને સરકારે થોડા દિવસો પહેલા જ ચર્ચા કરી હતી. ચીન વારંવાર ઘુસણખોરીની કોશિશ કરી રહ્યું છે ભારત-ચીનની વચ્ચે એપ્રિલ-મેથી તણાવ બની રહ્યું છે. ચીનના સૈનિક પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીથી લઈને ફિંગર એરિયા અને પૈંગોન્ગ સરોવરમાં ઘણી વખત ઘુસણખોરીની કોશિશ કરી ચૂક્યા છે. 15 જૂને ગલવાનમાં ભારત-ચીન વચ્ચે અથડામણ થઈ હતી. 29-30 ઓગસ્ટની રાતે ચીને પૈેંગોન્ગ સરોવરના દક્ષિણ પહાડ પર કબ્જો કરવાની કોશિશ કરી હતી, જોકે ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today લેહમાં ઉડાન ભરતા એરફોર્સના એરક્રાફટનો ફોટો મંગળવારનો છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/ministers-and-indian-army-officers-likely-to-meet-today-127730079.html

વિરાટ-અનુષ્કાને વડાપ્રધાને કહ્યું- તમે સારા પેરેન્ટ્સ સાબિત થશો, મંત્રીપદ છોડી ચૂકેલી હરસિમરત અને કંગના-કરન જોહરનો પણ આભાર માન્યો		 વિરાટ-અનુષ્કાને વડાપ્રધાને કહ્યું- તમે સારા પેરેન્ટ્સ સાબિત થશો, મંત્રીપદ છોડી ચૂકેલી હરસિમરત અને કંગના-કરન જોહરનો પણ આભાર માન્યો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર ટ્વિટર પર શુભેચ્છા આપનારા લોકોને જવાબ આપ્યો છે. તેમણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને કહ્યું, તેઓ એક સારા પેરેન્ટ્સ સાબિત થશે. કંગના રનૌત અને કરન જોહરને પણ તેમણે ધન્યવાદ આપ્યા છે. તેમણે માધુરી દીક્ષિત અને તેમના પરિવારને કિચન ગાર્ડન માટે શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ કિસાન બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારાં અકાલી દળનાં સાંસદ હરસિમરત કૌરને પણ શુભેચ્છા પાઠવી છે. મોદી ગુરુવારે 70 વર્ષના થયા છે. વિરાટે ટ્વીટ કર્યું હતું, દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. Thank you @imVkohli! I would also like to congratulate @AnushkaSharma and you. I am sure you will be amazing parents! https://t.co/6IsTEGOhAS — Narendra Modi (@narendramodi) September 17, 2020 કરણ જોહરે લખ્યું હતું, તેમણે ભારતીય સિનેમાને વિશ્વ સ્તર પર પહોંચાડવામાં પોતાનું સમર્થન આપ્યું હતું. તેના જવાબમાં મોદીએ કહ્યું, મને બિલકુલ યાદ છે, સિનેમા માટે તમારું ઝનૂન પ્રશંસનીય છે. Of course! Your passion towards cinema is adorable. Thank you for your wishes. https://t.co/6KcZRmEWNr — Narendra Modi (@narendramodi) September 17, 2020 માધુરી દીક્ષિતે પણ મોદીને શુભેચ્છા પાઠવી હતી. જવાબમાં તેમણે માધુરી દીક્ષિતને કહ્યું, તમારા પરિવારને કિચન ગાર્ડન માટે શુભેચ્છા. Thanks! Best wishes to you and your family in growing your kitchen garden. https://t.co/k7iEnwobCg — Narendra Modi (@narendramodi) September 17, 2020 મોદીએ શાહરુખને કહ્યું, મને આશા છે કે આઈપીએલ સીઝન તમને હાલ વ્યસ્ત રાખશે. Thanks @iamsrk. I am sure the IPL season would be keeping you quite busy now on. https://t.co/d4vOKadSxR — Narendra Modi (@narendramodi) September 17, 2020 મોદીએ તેમના મંત્રીમંડળનાં પૂર્વ મંત્રી હરસિમરત કૌરને શુભેચ્છા પાઠવી. તેમણે જવાબમાં કહ્યું, ભારતને આત્મનિર્ભર બનાવવામાં તમારું યોગદાન સારું . Thanks for your wishes, Harsimrat Ji. In making an Aatmanirbhar Bharat, your work in the food processing sector is invaluable. https://t.co/lxPXXtaYTU — Narendra Modi (@narendramodi) September 17, 2020 સંજય દતે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. Thanks @duttsanjay. I pray for your good health and wellbeing. https://t.co/uQPvOdm3Br — Narendra Modi (@narendramodi) September 17, 2020 મોદીએ કંગનાનો પણ આભાર માન્યો હતો. Thankful for your birthday wishes Kangana Ji. https://t.co/oTBRGlVJUh — Narendra Modi (@narendramodi) September 17, 2020 વડાપ્રધાને સલમાન ખાનને જવાબમાં બંનેની જૂની મુલાકાતની યાદ અપાવી. Gratitude for the wishes @BeingSalmanKhan. Still recall our meeting during that Uttarayan. https://t.co/Pf0PFwfwTN — Narendra Modi (@narendramodi) September 17, 2020 શુભેચ્છા માટે મોદીએ મમતાનો પણ આભાર માન્યો. Thank you very much, Mamata Didi. Shubho Mahalaya to you! https://t.co/Fp3dma36XQ — Narendra Modi (@narendramodi) September 17, 2020 તેમણે ટ્રમ્પને જવાબમાં કહ્યું, બંને દેશોની દોસ્તી મજબૂત છે. Thank you @POTUS @realDonaldTrump for your warm wishes. The friendship between our nations is strong and is a force for good for the entire humanity. https://t.co/P848MBkYBr — Narendra Modi (@narendramodi) September 18, 2020 Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Virat-Anushka to PM: You will prove to be good parents, congratulations to Harsimrat and Kangana-Karan Johar [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/prime-minister-modi-thanks-to-kangana-ranaut-madhuri-dixit-127729972.html

94 દિવસ પછી ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ઝપાઝપીમાં તેમના સૈનિકોનાં પણ મોત થયાં છે		 94 દિવસ પછી ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ઝપાઝપીમાં તેમના સૈનિકોનાં પણ મોત થયાં છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
થોડાં સપ્તાહ પહેલાં ચીનની સરકારે ગલવાન ખીણમાં તેમના સૈનિકોના અંતિમ સંસ્કાર કર્યા હોવાની વાત નકારી દીધી હતી, કારણ કે તેઓ દુનિયાને જણાવવા નહોતા ઈચ્છતા કે સીમા પર ભારત સાથેની ઝપાઝપીમાં તેમના સૈનિકોનાં મોત થયાં છે. જોકે હવે ચીનની સરકારે પહેલીવાર આ વાત સ્વીકારી છે કે જૂનમાં ગલવાન ખીણમાં થયેલી ઝપાઝપીમાં તેમના સૈનિકોનાં પણ મોત થયાં છે. ચીનના ન્યૂઝ પેપર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે સ્વીકાર્યું છે , ગલવાન ખીણમાં ચીનની સેનાને પણ નુકસાન થયું છે. અમુક જવાનોના જીવ ગયા છે. ગ્લોબલ ટાઈમ્સે કર્યો ખુલાસો ગ્લોબલ ટાઈમ્સના એડિટર ચીફ હુ ઝિજિને રક્ષામંત્રી રાજનાથ સિંહના એક નિવેદનને ટ્વીટ કરીને લખ્યું છે કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, ગલવાન ખીણની ઝપાઝપીમાં ચીની સેનામાં મૃતકોની સંખ્યા ભારતના 20ના આંકડાથી ઓછી હતી. એટલું જ નહીં, ભારતે કોઈ ચીની સૈનિકને બંધક બનાવ્યા નથી. નોંધનીય છે કે ગ્લોબલ ટાઈમ્સ ચીનના પીપલ્સ ડેઈલીનું અંગ્રેજી ન્યૂઝ પેપર છે અને ચીનની સત્તાધારી પાર્ટી ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ પબ્લિકેશન છે. ચીને આ વાત ત્યારે સ્વીકારી જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં ચીન સીમા પર ચાલી રહેલા તણાવ વિશેની માહિતી દેશને આપી. રાજનાથે કહ્યું હતું કે ભારત દરેક નિયમો અને સમજૂતીનું પાલન કરે છે, પરંતુ ચીન તરફથી તેનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ચીને મૃત સૈનિકોના પરિવારજનોને અંતિમ સંસ્કાર પણ ન કરવા દીધા થોડા સપ્તાહ પહેલાં ચીનની સરકારે ગલવાન ખીણમાં મૃત્યુ પામેલા ચીનના જવાનોના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના અંતિમ સંસ્કાર ન કરે અને કોઈ અંગત કાર્યક્રમ પણ આયોજિત ન કરે. ચીન સરકાર આવું કરીને ગલવાન ખીણમાં થયેલી ઘટનાને છુપાવવા માગતી હતી. ચીનમાં આવેલી અમેરિકન ખાનગી કંપનીનાં સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ખાનગી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનની સિવિલ અફેર્સ મિનિસ્ટ્રીએ ગલવાન ખીણમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોના પરિવારોને કહ્યું હતું કે તેઓ અંતિમ સંસ્કારની પરંપરાગત પદ્ધતિ હમણાં ટાળે. ચીની મંત્રાલયે એવું પણ કહ્યું હતું કે જો કોઈને અંતિમ સંસ્કાર કરવા હોય તો તેઓ સૂમસામ વિસ્તારમાં જઈને કરી શકે છે. અંતિમ સંસ્કાર પૂરા કર્યા પછી કોઈપણ સમારોહ આયોજિત ન કરે. જોકે સરકારે કોરોના વાઈરસ સંક્રમણ ફેલાવાનો ડર બતાવીને અંતિમ સંસ્કાર ન કરવા કહ્યું છે. બીજિંગમાં સરકાર ઈચ્છે છે કે ચીનમાં ગલવાન ખીણમાં થયેલી ઝપાઝપી અને એમાં મૃત્યુ પામેલા લોકો વિશે ઓછામાં ઓછા લોકોને ખબર પડવી જોઈએ. ચીનને ઈજ્જત ગુમાવવાનો ડર ચીનને ડર છે કે જો ગલવાન ખીણમાં થયેલી ઝપાઝપી અને મૃત્યુ પામેલા સૈનિકોની વાત સમગ્ર ચીન અથવા આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયામાં ફેલાશે તો પીપલ્સ લિબરેશન આર્મીની પરાણે ઊભી કરેલી ધાક ધૂળમાં મળી જશે. તેથી જ તેઓ તેમના જવાનોના અંતિમ સંસ્કાર પણ છુપાવવા માગે છે. જોકે ચીનના લોકોમાં ગલવાન ખીણની વાત ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ધી ગાર્ડિયને જૂનના અંતમાં એક રિપોર્ટમાં લખ્યું હતું કે ભારતીય જવાનોની શહીદી અને તેમના અંતિમ સંસ્કારના વિડિયો ચીનના લોકો પાસે સોશિયલ મીડિયાથી પહોંચી રહ્યા છે. ચીનના લોકો ભારતીય જવાનોના સન્માન- અંતિમ સંસ્કાર જોઈને અંદર અંદર એવી વાત કરી રહ્યા છે કે ચીની સૈનિકોનું શું થયું. ચીનના મૃત્યુ પામેલા સૈનિકોને આ રીતે સન્માન કેમ આપવામાં ન આવ્યું? ત્યારે આ વિશે ચીનની સરકારે જવાબમાં કહ્યું, મહામારીના સમયમાં સરકારે અંતિમ સંસ્કારની પરંપરાગત પદ્ધતિઓ રોકી દીધી છે. દુનિયાના નિષ્ણાતોનું માનવું છે કે ચીનની આ ચુપકીદી અને શાંતિથી અંતિમ સંસ્કાર કરવાની વાત જણાવે છે કે તેઓ ટૂંક સમયમાં અંતિમ સંસ્કારનો નવો કાયદો લાગુ કરી દેશે. બીજિંગમાં બેઠેલી સરકાર નથી ઈચ્છતી કે ચીનના લોકોને ગલવાન ખીણમાં થયેલી હરકતો વિશે જાણ થાય. અહીં ચીની અને ભારતીય સૈનિકો સામસામે આવી ગયા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today જૂનના અંતમાં ભારત-ચીન સૈનિકો સામસામે આવ્યા હતા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/for-the-first-time-in-94-days-china-has-admitted-that-its-troops-were-killed-in-the-galwan-valley-127729916.html

શું મોદીસરકાર હવે કોઈને સરકારી નોકરી નહીં આપે? નાણામંત્રાલયના એક લેટરથી સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાયું		 શું મોદીસરકાર હવે કોઈને સરકારી નોકરી નહીં આપે? નાણામંત્રાલયના એક લેટરથી સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાયું 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
શું વાઇરલ થઈ રહ્યું છે... સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે તમામ સરકારી ભરતીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કોઈપણ સરકારી વિભાગ અથવા મંત્રાલયમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં નહીં આવે. આવા ઘણા મેસેજ ફેક ન્યૂઝ એક્સપોઝ ટીમને વોટ્સએપ અને ઇ-મેલ પર મળ્યા છે. મેસેજ સાથે બે પાનાંના લેટરની કોપી પણ વાઇરલ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, લેટર જેવો આ મેમોરેન્ડમ નાણામંત્રાલયના વ્યય વિભાગે 4 સપ્ટેમ્બરે જાહેર કર્યો છે. અને સાચું શું છે? ગત દિવસોમાં મેમોરેન્ડમ સાથે જોડાયેલા તમામ સમાચારોની તપાસ કર્યા પછી એવો કોઈ આદેશ મળ્યો નથી જેનાથી પુષ્ટિ થાય છે કે નાણામંત્રાલયે તમામ સરકારી નિમણૂક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. અમે વ્યય વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરી. વેબસાઈટ પર 4 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલું એ જ મેમોરેન્ડમ અમને મળ્યું, જે વાઇરલ થઈ રહ્યું છે. આનાથી એ સ્પષ્ટ થયું , મેમોરેન્ડમ ફેક નથી. પરંતુ આ મેમોરેન્ડમમાં એવું ક્યાંય નથી લખેલું કે હવે સરકારી કર્મચારીની નિમણૂક નહીં કરવામાં આવે. હા, બીજા પાના પર એ જરૂર લખેલું છે કે વ્યય વિભાગની મંજૂરી વગર કોઈ પણ સરકારી મંત્રાલય/વિભાગમાં હવે નવાં પદોમાં ભરતી બહાર પાડી શકાશે નહીં. નાણામંત્રાલયે 5 સપ્ટેમ્બરે ટ્વીટ કરીને મેમોરેન્ડમ અંગે ફેલાવાઈ રહેલા ગૂંચવાડા અંગે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. ટ્વીટનું હિન્દી અનુવાદ છેઃ ભારત સરકારમાં ભરતી કરવાની કોઈ મનાઈ કે પ્રતિબંધ નથી. SSC,UPSC, RRB જેવી સરકારી એજન્સીઓ દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે. CLARIFICATION: There is no restriction or ban on filling up of posts in Govt of India . Normal recruitments through govt agencies like Staff Selection Commission, UPSC, Rlwy Recruitment Board, etc will continue as usual without any curbs. (1/2) pic.twitter.com/paQfrNzVo5 — Ministry of Finance (@FinMinIndia) September 5, 2020 આનાથી બધું સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીઓની નિમણૂક પર પ્રતિબંધ લાગવાવાળો દાવો ખોટો છે. વ્યય વિભાગે સરકારી વિભાગોમાં નવાં પદ બહાર પાડવા માટે રોક લગાવી છે. આ અંગે જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમનો ખોટો અર્થ કાઢીને અફલા ફેલાવાઈ રહી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Did The Modi Government Ban All Government Jobs? Rumors Spread By Misinterpreting The Finance Ministry's Memorandum [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/did-the-modi-government-ban-all-government-jobs-rumors-spread-by-misinterpreting-the-finance-ministrys-memorandum-127730022.html

માલિકનો પુત્ર સ્કૂલે નથી જઈ રહ્યો, માલિક પણ સપ્તાહમાં બે-ત્રણ દિવસ જ ઓફિસ જાય છે, જેને કારણે ડ્રાઇવરને નોકરી પર આવવાની ના પાડી દીધી		 માલિકનો પુત્ર સ્કૂલે નથી જઈ રહ્યો, માલિક પણ સપ્તાહમાં બે-ત્રણ દિવસ જ ઓફિસ જાય છે, જેને કારણે ડ્રાઇવરને નોકરી પર આવવાની ના પાડી દીધી 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
રાધે ગોવિંદ ઠાકુર દિલ્હીના સંગમ વિહારમાં રહે છે. છેલ્લાં 20 વર્ષથી તે દિલ્હીમાં ખાનગી કાર ચલાવે છે. આ પહેલાં ક્યારેય એવું બન્યું નથી કે કંઈ જ કામ ન હોય. જોકે તેનો કામ-ધંધો એપ્રિલથી જ સંપૂર્ણપણે બંધ થઈ ગયો. તે જૂનમાં મધુબનીસ્થિત પોતાના ઘરે ગયો હતો. 10 ઓગસ્ટે તે પરત ફર્યો ત્યારે માલિકે નોકરી પર આવવાની ના પાડી દીધી, કારણ કે હવે તેમનો પુત્ર હવે સ્કૂલે જતો નથી. માલિકને પણ અઠવાડિયામાં ફક્ત ત્રણ કે ચાર દિવસ જ ઓફિસ જવું પડે છે, તેથી તે જાતે જ કાર ચલાવે છે. પહેલાં તેઓ દરરોજ ઓફિસ જતા હતા. બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવું પડતું હતું. હવે આ બધાં કામ બંધ થઈ ગયાં, એટલે રાધેનું કામ પણ પૂરું થઈ ગયું. તેને મહિને 20 હજાર રૂપિયા પગાર મળતો હતો. આવક બંધ હોવાને કારણે તેઓ ગત એપ્રિલથી ઘરનું ભાડું ચૂકવી શક્યા નથી. તેને બે બાળકો છે, જે છેલ્લા બે મહિનાથી તેમની સ્કૂલની ફી પણ જમા કરી શક્યા નથી. કેવી રીતે ખાવા-પીવાનું ચાલી રહ્યું છે? આ બાબતે તે કહે છે, મારી પાસે એક બાઇક છે, તેને ઉબેરમાં હમણાં જ જોડ્યું છે. થોડું ઘણું કામ મળવાનું શરૂ થયું છે. એમાંથી જે રૂપિયા આવે છે એનાથી ગુજારો ચાલે છે, પરંતુ આવું પહેલીવાર બન્યું કે મારી પાસે નોકરી નથી. રાધે ગોવિંદ ઠાકુર હવે ઉબેરમાં બાઇક ચલાવે છે, આ કામ તેણે થોડા દિવસો પહેલાં જ શરૂ કર્યું છે. રાધે જેવી કહાણી દેશના લાખો લોકોની છે, જેમનો કામ-ધંધો કોરોનાને કારણે બંધ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન અને એશિયન ડેવલપમેન્ટ બેંકના અહેવાલ મુજબ, દેશના લગભગ 41 લાખ લોકોએ કોરોનાને કારણે નોકરી ગુમાવી છે. સૌથી વધુ અસર કન્સ્ટ્રક્શન- બાંધકામક્ષેત્રના કામદારો પર થઈ છે. ફક્ત નોકરીઓ જ નહીં, પરંતુ કામ-ધંધા પણ બંધ થઈ ગયા છે. હૈદરાબાદની વ્યક્તિ છેલ્લાં ત્રણ વર્ષથી પૈસા ભેગા કરી રહી હતી, તેણે પોતાનું કામ શરૂ કરવાનું હતું. તેમણે ત્રણ વર્ષમાં ત્રણ લાખ રૂપિયા ભેગા કર્યા અને જાન્યુઆરી-2020થી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ શરૂ કર્યું. જાન્યુઆરીથી માર્ચ સુધી કામ પણ સારું રહ્યું હતું. માર્ચના અંતથી કામ બંધ થયું, ત્યારથી આજ સુધી એ બધું બંધ છે. તે એવું કહે છે કે બજારમાં મારા બેથી અઢી લાખ રૂપિયા ફસાયા છે. હવે લોકો પાસે પૈસા નથી, તો તેઓ એ ક્યાંથી આપશે? કહ્યું, આના કરતાં તો કામ શરૂ ન થયું હોત તો સારું હોત. ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયાની બચત રહી હોત. તેમણે પોતાની કંપનીમાં ત્રણ લોકોને નોકરી પર રાખ્યા હતા, તેમને પણ નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ એવાં સેક્ટર્સ છે, જેના પર લોકડાઉનની સૌથી વધુ ખરાબ અસર થઈ છે. એવા ઘણા લોકો હશે જેમણે કોરોનાના કારણે શહેર છોડવું પડ્યું અને બેરોજગાર થયા. અર્જુન રસ્તોગી હૈદરાબાદમાં નોકરી કરતા હતા, પરંતુ કોરોનાને કારણે તેમણે પોતાના ઘરે અમદાવાદ આવવું પડ્યું, કારણ કે ત્યાં તેમની સંભાળ લેવા માટે કોઈ ન હતું. હવે તેમને નોકરી તો મળી છે, પરંતુ બહુ ઓછા પગારની ઓફર કરવામાં આવી રહી છે. તેઓ કહે છે, જ્યાં પહેલાં 10 રૂપિયા મળતા હતા, હવે તે જ કામ માટે 2 કે 3 રૂપિયા આપવામાં આવે છે, તો એવામાં હું કઈ રીતે જોડાઈ શકું? અર્જુન કહે છે, ઘણી કંપનીઓ કર્મચારીઓનો પગાર પણ અટકાવ્યો છે. આ સેક્ટર્સમાં નોકરીઓ મળી રહી છે. આઇટીમાં મોટા ભાગની કંપનીઓમાં કામ વર્ક ફ્રોમ હોમથી જ ચાલી રહ્યું છે. જોકે મોટી કંપનીઓએ ન તો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા કે ન તો તેમના પગારમાં કોઈ ઘટાડો કર્યો. વર્ક ફ્રોમ હોમની સુવિધા પણ આપવામાં આવી છે, પરંતુ તેનો લાભ ફક્ત તે જ લોકોને મળ્યો હતો જેઓ બેક એન્ડમાં કામ કરે છે. બિહારનો નંદન ઝા છેલ્લાં 7 વર્ષથી ગુડગાંવમાં નોકરી કરી રહ્યા હતા. તેને લોકડાઉન પહેલાં 12 હજાર રૂપિયા મહિને મળી રહ્યા હતા, પણ હાલમાં તેમની પાસે કોઈ કામ નથી. તેઓ કહે છે, હું મારા ઘરની આજુબાજુ કોઈ નોકરી શોધી રહ્યો છું, પરંતુ હજી સુધી કંઈ મળી નથી. રેશનકાર્ડ બનાવવામાં આવ્યું છે, તેથી ઘઉં-ભાત ખૂબ સસ્તામાં મળી રહે છે. જે રૂપિયા બચાવ્યા હતા એ બધા ખર્ચ થઇ ગયા. તમામ એનજીઓ લોકડાઉનમાં લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. હાલની પરિસ્થિતિ કેટલી ખરાબ છે? એ બાબતે ગુંજ એનજીઓના સ્થાપક અંશુ ગુપ્તા કહે છે કે પરિસ્થિતિ લોકડાઉનના પહેલાંથી જ ખરાબ છે. સંસાધનો ઓછાં થઇ ગયાં, લોકો વધી ગયા. કેટલાંક રાજ્યોએ મજૂર કાયદો પણ નબળો કરી દીધો છે. ગામમાં કોઈ કામકાજ નથી. પરપ્રાંતીયો શહેરમાં પરત ફરી રહ્યા છે, પરંતુ હાલમાં શહેરોમાં પણ કોઈ કામ નથી. આવી સ્થિતિમાં લોકો દેવાંના બોજ હેઠળ દબાતા જઈ રહ્યા છે. તેમનું શોષણ કરવામાં આવે છે તો અનેક લોકો જિંદગીથી હારીને આપઘાત પણ કરી લે છે. હાલમાં પરિસ્થિતિ આવી જ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today એપ્રિલમાં નોકરીઓની સ્થિતિ સૌથી ખરાબ હતી. જુલાઈમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ બેરોજગારી હજી ઘણી વધુ છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/the-owners-son-does-not-go-to-school-malik-also-goes-to-the-office-two-or-three-days-a-week-which-is-why-the-driver-refused-to-come-to-work-127729995.html

પૂર્ણિયામાં ભારે વરસાદથી આખેઆખી સ્કૂલ ગણતરીની સેકન્ડમાં નદીમાં સમાઈ ગઈ		 પૂર્ણિયામાં ભારે વરસાદથી આખેઆખી સ્કૂલ ગણતરીની સેકન્ડમાં નદીમાં સમાઈ ગઈ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ આ વીડિયો બિહારના પૂર્ણિયા જિલ્લાનો છે. અહીં અમોર પ્રખંડથી પસાર થતી કનકાઈ નદીમાં 6 રૂમવાળી સ્કૂલે જળસમાધિ લઈ લઈ લીધી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી ગાંડીતૂર હતી. એવામાં માટી ધસતાં કાંઠા પર બનેલી આ સ્કૂલ નદી તરફ નમવા લાગી અને આખેઆખી સ્કૂલ પાણીમાં સમાઈ ગઈ હતી. જોતજોતામાં જ અહીં થોડા કાટમાળ સિવાય કંઈ બચ્યું ન હતું. સ્કૂલ તૂટીને જ્યારે પાણીમાં તણાઈ ત્યારે ગામલોકો પણ અહીં હાજર જ હતા. આ દરમિયાન લોકોએ વીડિયો બનાવી લેતા સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Heavy rains in Purnia plunged the entire school into the river in a matter of seconds [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/heavy-rains-in-purnia-plunged-the-entire-school-into-the-river-in-a-matter-of-seconds-127729982.html

1000થી વધુ રેલવે સ્ટેશનો પર યુઝર ચાર્જ ચૂકવવો પડશે		 1000થી વધુ રેલવે સ્ટેશનો પર યુઝર ચાર્જ ચૂકવવો પડશે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
રેલવેની મુસાફરી કરવી હવે મોંઘી થઈ શકે છે. રેલવે બોર્ડ ચેરમેન અને સીઈઓ વિનોદકુમાર યાદવે માહિતી આપી કે એરપોર્ટ પર વસૂલાતા યુઝર ચાર્જની જેમ હવે અમુક રેલવે સ્ટેશનો પર પણ યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. આ દરમિયાન નીતિપંચના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ખાનગી ટ્રેનોનું ભાડું બજારના હિસાબે નક્કી કરાશે. પેસેન્જરને વેલ્યુ એડેડ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવાશે. રેલવેએ જાહેરાત કરી હતી કે કુલ રેલવે સ્ટેશનના 10થી 15 ટકા સ્ટેશનોમાં પર જ યુઝર ચાર્જ વસૂલાશે. સીઆરબી અને સીઈઓએ માહિતી આપી હતી કે 1050 સ્ટેશનોમાં યાત્રીઓનું ફૂટફોલ વધારાશે. ફૂટફોલ વધતાં સ્ટેશનની ક્ષમતા વધારવા તેનું પુન:નિર્માણ કરાશે. આ સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. દેશમાં ભારતીય રેલવેનાં આશરે 7000 રેલવે સ્ટેશન છે. યુઝર ચાર્જ કેટલો હશે એના પર ટૂંકમાં નોટિફિકેશન આવશે સીઆરબી વી.કે.યાદવે જણાવ્યું હતું કે યુઝર ચાર્જ માટે રેલવે ટૂંકમાં જ નોટિફિકેશન જાહેર કરશે. જોકે યુઝર ચાર્જ કેટલો હશે તેના પર તેમણે કહ્યું હતું કે એક નાની રકમ યુઝર ચાર્જ તરીકે વસૂલાશે. રેલવેએ માહિતી આપી કે મોટાં રેલવે સ્ટેશનો અને ભીડવાળાં રેલવે સ્ટેશનોમાં યુઝર ચાર્જ વસૂલાશે. આ યુઝર ચાર્જ યાત્રીઓની ટિકિટમાં ઉમેરાઈ જશે. દિલ્હી-મુંબઈ રેલવે સ્ટેશનને વૈશ્વિક સ્તરના બનાવવામાં આવશે નીતી આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું છે કે પીપી મોડલ અંતર્ગત આ સ્ટેશનોને વૈશ્વિક સ્તરના બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે દેશ-વિદેશની ખાનગી કંપનીઓ આ બિડિંગ પ્રોસેસમાં ભાગ લે. અમિતાભ કાંતે કહ્યું કે નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ થશે. દેશની GDPમાં 1.5થી 2 ટકાનું યોગદાન રેલવે આપી શકે છે અને તે શકય પણ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં નવી દિલ્હી અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રેલવે સ્ટેશનનું કાયાકલ્પ કરવાને લઈને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. રેલવેનું ખાનગીકરણ કરી રહ્યાં નથી અમિતાભ કાંતે તેમના નિવેદનમાં કહ્યું છે કે રેલવેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું નથી. ખાનગી કંપનીઓ થોડા વર્ષો માટે ટ્રેન ચલાવશે. દેશમાં આધુનિકતાની આવશ્યકતા છે. ICICI, HDFC જેવી બેન્કો દેશમાં આવી છે તો SBI બંધ થઈ નથી. તે જ રીતે ખાનગી રેલવેથી કોઈ નુકસાન થશે નહિ. જોકે સ્પર્ધા વધશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/user-charges-will-have-to-be-paid-at-more-than-1000-railway-stations-127728827.html

ભારત પર ગંભીર સાઇબર-અટેક, PM સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICનાં 100 કમ્પ્યુટર હેક		 ભારત પર ગંભીર સાઇબર-અટેક, PM સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICનાં 100 કમ્પ્યુટર હેક 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ચીન દ્વારા થતી સાઇબર જાસૂસીના અહેવાલો પછી હવે વધુ ગંભીર ઘટસ્ફોટ સામે આવ્યો છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નાં 100 જેટલાં કમ્પ્યુટર્સમાં હેકર્સે ઘૂસણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા તફડાવ્યો હોવાની આશંકા ઊભી થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે NICના ડેટાબેઝમાં વડાપ્રધાન સંબંધિત ગોપનીય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે, આથી હેકિંગની આ ઘટનાને બેહદ ગંભીર ગણવામાં આવે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ, NICના કર્મચારીઓને એક મેઇલ મોકલવામાં આવ્યો હતો. એ મેઇલમાં મોકલાયેલી લિન્ક પર જેમણે ક્લિક કર્યું એ દરેકના કમ્પ્યુટરનો ડેટા ગાયબ થઈ ગયો હતો. સાઇબર-અટેકનો ભોગ બનેલાં 100 જેટલાં કમ્પ્યુટર્સ NIC ઉપરાંત IT મંત્રાલય સાથે સંબંધિત હતાં. NICની સત્તાવાર ફરિયાદ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હાલ અલબત્ત, પોલીસ તરફથી કશી વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ આધારભૂત સૂત્રોના દાવા પ્રમાણે બેંગ્લુરુમાં એક અમેરિકન કંપની તરફથી મેઇલ મોકલીને હેકિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની કેટલીક કંપનીઓ લગભગ દસ હજાર ભારતીયો પર નજર રાખી રહી છે. એમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વરિષ્ઠ અધિકારી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, નેતા, ખેલાડી, અભિનેતા સહિત ઘણી હસ્તીઓના ડેટા પર નજર રાખી રહી છે. ચીનની કંપનીઓ આ તમામ મુવમેન્ટને રેકોર્ડ કરી રહી છે. આ ખુલાસાનો મુદ્દો સંસદમાં ઊઠ્યો હતો, જે પછી વિદેશમંત્રાલય તરફથી ચીનના દૂતાવાસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, સાથે જ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે સમગ્ર મામલાને જોઈ રહી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Serious cyber attack on India, 100 computer hacks of NIC containing highly sensitive information including PM [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/serious-cyber-attack-on-india-100-computer-hacks-of-nic-containing-highly-sensitive-information-including-pm-127729898.html

હિમાચલ પ્રદેશના નાલાગઢમાં શરૂ થયો સ્વચ્છતા કેફે, અહીં પોલિથીનના બદલામાં જમવાની નોર્મલ, ડિલક્સ અને સુપર થાળી મળે છે		 હિમાચલ પ્રદેશના નાલાગઢમાં શરૂ થયો સ્વચ્છતા કેફે, અહીં પોલિથીનના બદલામાં જમવાની નોર્મલ, ડિલક્સ અને સુપર થાળી મળે છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
એક કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક લાવો અને ઘર જેવું જમવાનું ભરપેટ જમો. રાજ્યને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદ્દેશથી સોલન જિલ્લાના ઉપમંડળ નાલાગઢની ગ્રામપંચાયત રડિયાલીમાં સ્વચ્છતા કેફે ખોલવામાં આવ્યું છે. આ સકારાત્મક પહેલ ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ કેફેનું ઉદ્ધાટન ઓનલાઇન કર્યું હતું. BDO નાલાગઢ વિશ્વ મોહન દેવ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ કેફેનું ઉદ્ધાટન ઓનલાઈન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પોલિથીન તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવા માટે સરકારે બાયબેક પોલિસીનો આરંભ કર્યો છે જે હેઠળ લોકો પ્લાસ્ટિકના બદલામાં જમવાનું અથવા અન્ય ખાદ્ય પદાર્થ લઈ શકે છે. કેવી રીતે નક્કી થશે કે કેટલા પ્લાસ્ટિકના બદલે કેટલું જમવાનું મળશે કોઈ વ્યક્તિ જ્યારે પ્લાસ્ટિક લઈને સ્વચ્છતા કેફેમાં જશે તો એનું વજન કરવામાં આવશે. એક કિલો પ્લાસ્ટિક 75 રૂપિયાના ભાવે, એમ બધાં પ્લાસ્ટિકની કિંમત નક્કી કરાશે. જો કોઈ વ્યક્તિ 4 કિલો પ્લાસ્ટિક લઈને જશે તો 75X4 =300 રૂપિયા થશે. આનાથી કોઈ પણ થાળી તમે લઈ શકો છો, બાકીની રકમથી તમે ઘર માટે પણ જમવાનું લઈને જઈ શકો છો અથવા બીજી વખતે ખાઈ શકો છો. ત્રણ પ્રકારની જમવાની થાળી મળશે નોર્મલ થાળી- 80 રૂપિયાની થાળીમાં સરસવનું શાક, મકાઈની રોટલી, લસ્સી અને ખીર મળશે.ડિલક્સ થાળી- 120 રૂપિયામાં શાક, મકાઈની રોટલી, મિક્સ શાકભાજી, સ્વીટ ડિશ.સુપર થાળી- 180 રૂપિયામાં પનીર શાકભાજી, રોટલી, દાળ તથા અન્ય વ્યંજન. કેફે પરિસરમાં જ ‘હિમ ઈરા’દુકાન પણ ખોલી સ્વચ્છતા કેફેના પરિસરમાં જ ‘હિમ ઈરા’ દુકાન પણ ખોલવામાં આવી છે, જેમાં વિવિધ સમૂહો દ્વારા તૈયાર ઉત્પાદનો તથા ઔષધિ છોડ, ફુદીનો, લીમડાનાં પાનનો પાઉડર, ખજૂરીની સાવરણી, ટોપલા તથા ઘરના ઘઉંમાંથી બનાવેલો શીરો, દાળ, મસાલા, શાકભાજી વગેરે યોગ્ય ભાવે વેચવામાં આવશે, જેના માધ્યમથી એ વિસ્તારની ગરીબ મહિલાઓને આજીવિકાના સાધન મળી રહેશે. બંધ પડેલા પરિસરને મહેનતથી તૈયાર કરીને ઉપયોગ કર્યો વિલેજ મંડી યોજના હેઠળ આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં ગામના લોકો તેમનાં ઉત્પાદનોને વેચી શકે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભવન બંધ હતું, પણ હવે વિકાસ ખંડ નાલાગઢ તથા ગ્રામીણ મહિલાઓની મહેનતથી તૈયાર કરીને એનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. મહિલાઓને મોટી હોટલના શેફ પાસેથી ટ્રેનિંગ અપાવી નાલાગઢમાં સ્વચ્છતા કેફેનું સંચાલન લક્ષ્મી તથા દુર્ગા મહિલા સ્વયં સહાયતા સમૂહ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગ્રામીણ મહિલાઓએ પહેલા ખાનગી હોટલમાં મોટા મોટા શેફ પાસેથી ટ્રેનિંગ લીધી, જેથી લોકોને સ્વાદિષ્ટ ભોજન મળી શકે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 80 રૂપિયાની થાળીમાં સરસવનું શાક, મકાઈની રોટલી, લસ્સી તથા ખીર મળશે (ફાઇલ તસવીર). [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/bring-single-use-plastic-to-the-sanitation-cafe-in-nalagarh-eat-home-like-food-mustard-greens-maize-bread-lassi-and-kheer-for-80-rupees-127729879.html

4 વર્ષ પહેલાં જૈશના આતંકી હુમલામાં ઉરીમાં 19 જવાન શહીદ થયા હતા, 10 દિવસ પછી ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી		 4 વર્ષ પહેલાં જૈશના આતંકી હુમલામાં ઉરીમાં 19 જવાન શહીદ થયા હતા, 10 દિવસ પછી ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ચાર વર્ષ પહેલાં આજના દિવસે જ 18 સપ્ટેમ્બર 2016માં ઉરીમાં હુમલો થયો હતો. સવારે સાડાપાંચ વાગે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીએ સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. હુમલામાં 19 જવાન શહીદ થયા હતા. સેનાએ 6 કલાક ચાલેલી અથડામણમાં ચાર આતંકીને ઠાર કર્યા હતા. તેના 10 દિવસ પછી ભારતીય સેનાના 150 કમાન્ડોઝ 28-29 સપ્ટેમ્બરની મધ્ય રાત્રિએ પીઓકેમાં દુશ્મનની સીમામાં ઘૂસ્યા હતા. તેમણે ત્યાં ભિંબર, કેલ, તત્તાપાની અને લીપા વિસ્તારોમાં આતંકીઓના ઘણાં લોન્ચપેડ ઉડાવી દીધાં હતાં. કમાન્ડોએ એ રીતે ઓપરેશન પાર પાડ્યું કે પાકિસ્તાની સેનાને ભારતના આ હુમલાનો આભાસ પણ ન થયો. રૉ અને મિલિટ્રી ઈન્ટેલિજન્સે ખૂબ ધ્યાનથી આ મિશનમાં આતંકીઓની હરકત પર નજર રાખી હતી. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 40 આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા. 22 વર્ષ પહેલાં બની હતી ઇન્ટરનેટ પર સાઇટ્સને ઓળખ આપતી સંસ્થા ICANN ICANN એટલે કે ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઈન્ડ નેમ્સ અને નંબર્સ, તે સંસ્થા છે જે ઈન્ટરનેટ પ્રોટોકોલ અથવા ડોમેન નેમ સિસ્ટમ (DNS)ને કો-ઓર્ડિનેટ કરે છે. તે 1998માં આજના દિવસે જ બની હતી. ઈન્ટરનેટ પર તમારે કોઈ સાઈટ ખોલવી છે અથવા કોઈ મેસેજ કરવો છે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે તેને કો-ઓર્ડિનેટ કરનારી સંસ્થા છે ICANN અને તેને ઈન્ટરની ફોનબુક પણ કહેવામાં આવે છે.શરૂઆતમાં આ સંસ્થા અમેરિકન સરકારનો હિસ્સો હતી. ત્યાર પછી તેને અલગ એનજીઓ બનાવી દેવામાં આવી, પરંતુ એ સમજવું જરૂરી છે કે ઈન્ટરનેટ પર કોઈ એક વ્યક્તિ, સંગઠન અથવા સરકારનું નિયંત્રણ નથી હોતું. ICANN કમ્યુનિટી ગ્લોબલ લેવલ પર ઈન્ટરનેટ સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મેનેજ કરે છે. આ કમ્યુનિટીમાં સરકાર, રજિસ્ટ્રી, કોમર્શિયલ યુઝર્સ, નોન-કોમર્શિયલ યુઝર્સ અને વ્યક્તિગત ઈન્ટરનેટ યુઝર્સના પ્રતિનિધિ સામેલ છે. 1851માં ન્યૂયોર્ક ટાઇમ્સની શરૂઆત થઈ હતી ધી ન્યૂયોર્ક ટાઇમ્સની શરૂઆત 18 સપ્ટેમ્બર 1851માં થઈ હતી. પત્રકાર અને નેતા હેનરી જાર્વિસ રેમન્ડ અને પૂર્વ બેન્કર જ્યોર્જ જોન્સે તેની શરૂઆત કરી હતી. ટાઇમ્સને પહેલાં રેમન્ડ, જોન્સ એન્ડ કંપની પ્રકાશિત કરતી હતી. શરૂઆતની કોપીમાં પ્રકાશન અને તેના ઉદ્દેશો અને તેની પોઝિશનને સ્પષ્ટ કરવામાં આવી હતી. આજનો દિવસ આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે 1180: ફિલિપ અગુસ્ટસ ફ્રાન્સનો રાજા બન્યો.1615: ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના એમ્બેસેડર થોમસ રૉ જહાગીરને મળવા સુરત પહોંચ્યા.1803: અંગ્રેજોએ ઓરિસ્સા પર સંપૂર્ણ રીતે કબજો મેળવી લીધો.1922: હંગરી લીગ ઓફ નેશન્સમાં સામેલ થયું.1967: નાગાલેન્ડમાં અંગ્રેજીને ઓફિશિયલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.1987: અમેરિકા અને સોવિયત સંઘે મધ્યમ અંતરે ટાર્ગેટ કરતી મિસાઈલ હટાવવા માટે હસ્તાક્ષર કર્યા.1988: બર્માએ તેમનું બંધારણ રદ કર્યું.1997: ઓઝોન સ્તરની રક્ષા માટે 100 દેશોએ 2015 સુધી મિથાઈલ બ્રોમાઈડનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો.2002: ગેંગસ્ટર અબુ સાલેમની પોર્ટુગલમાંથી ધરપકડ કરવામાં આવી. સાલેમ પર દેશમાં ઘણી હત્યાઓ, એક્સટોર્શનના કેસ દાખલ છે.2003: :ઢાકા-અગરતલા બસ સેવા શરૂ થઈ.2004: ભારતે કહ્યું હતું, અમેરિકાએ ભારત પર કોમર્શિયલ સ્પેસ પ્રોગ્રામ અને ન્યુક્લિયર પાવર ફેસિલિટી પર લગાવવામાં આવેલા એક્સપોર્ટ પ્રતિબંધ હટાવી લીધા છે.2006: રશિયા રોકેટ સોબઝ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના.2019: ભારત સરકારે ઈ-સિગારેટ્સ પ્રોડ્કશન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ અને સ્ટોરેજ પર પ્રતિબંધ લગાવ્યો. 18 સપ્ટેમ્બરે જન્મેલી વ્યક્તિ 1906: કાકા હાથરસી (ભારતીય હાસ્ય કવિ)1957: સ્નેહલતા શ્રીવાસ્તવ (લોકસભાનાં પ્રથમ મહિલા મહાસચિવ)1950: શબાના આઝ્મી (હિન્દી ફિલ્મ-અભિનેત્રી) Download Dainik Bhaskar App to read Latest Hindi News Today aaj no itihas Today History For September 18th What Happened Today | Today History September 18th Uri Attack 2016, After 10 Days India Strikes Back In PoK, New York Times Begins Publication, Abu Salem Arrested In Portugal [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/aaj-no-itihas-today-history-for-september-18th-what-happened-today-today-history-september-18th-uri-attack-2016-after-10-days-india-strikes-back-in-pok-new-york-times-begins-publication-abu-salem-arrested-in-portugal-127729835.html

વિપક્ષે પાપડ, તાળી પર કટાક્ષ કર્યો, ભાજપે કહ્યું- ચરખો પણ પ્રતીક હતો		 વિપક્ષે પાપડ, તાળી પર કટાક્ષ કર્યો, ભાજપે કહ્યું- ચરખો પણ પ્રતીક હતો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ચોમાસુ સત્રમાં કોરોના મુદ્દે રાજ્યસભામાં ભારે હોબાળો થયો. વિપક્ષે આ મહામારી સામે લડવા માટેના ઉપાયો મુદ્દે સરકારને ભીંસમાં લીધી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘હું સભ્યોને પૂછવા માગું છું કે મહારાષ્ટ્રમાં વધુ કોરોના દર્દી કેવી રીતે સાજા થયા? શું તેઓ ભાભીજીના પાપડ ખાઇને સાજા થયા? કેન્દ્ર કોરોના સામે લડવા માટે રાજ્યોને પીએમ કેર્સ ફંડમાંથી ભંડોળ જારી કરે.’ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, ‘શાસક પક્ષના લોકો કહે છે કે વિપક્ષે તાળી-થાળી વગાડવામાં સહકાર ન આપ્યો. એવું એક રિસર્ચ બતાવો કે જેમાં તાળી-થાળી વગાડવાથી કોરોના મટ્યો હોય તો હું વડાપ્રધાન સાથે તાળી-થાળી વગાડવા તૈયાર છું.’ સિંહે આક્ષેપ કર્યો કે યુપી સહિત ઘણા રાજ્યોમાં આ આફતને અવસરમાં ફેરવી ઓક્સીમીટર, થર્મોમીટર ખરીદવામાં પણ કૌભાંડ થયા. ભ્રષ્ટાચારના આરોપસર ભાજપના એક પ્રદેશ પ્રમુખની ધરપકડ કરાઇ. મૂળે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે પાપડ બ્રાન્ડ ‘ભાભીજી પાપડ’ બનાવવામાં વપરાતી સામગ્રીથી કોરોના સામે લડવા માટે જરૂરી એન્ટીબૉડી ડેવલપ થાય છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના યોદ્ધાઓનો જુસ્સો વધારવા લોકોને તાળી અને થાળી વગાડવા અપીલ કરી હતી. વિપક્ષના કટાક્ષ અંગે ભાજપના સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, ‘શું આપણે સામાજિક અને રાજકીય મનોવિજ્ઞાન નથી સમજતા? જે લોકો આ કહી રહ્યા છે તેઓ ઇતિહાસ ભૂલી ગયા છે? શું ચરખો ચલાવવાથી અંગ્રેજો ભાગી જવાના હતા? ના. ચરખો ગાંધીજીએ પસંદ કરેલું પ્રતીક હતું.’ ત્રિવેદીએ આટલું કહેતાં જ વિપક્ષી સાંસદો હોબાળો મચાવવા લાગ્યા. એનસીપીના પ્રફુલ્લ પટેલે કહ્યું, ‘આપણે સાથે લડી રહ્યા છીએ તો એકબીજા સામે આંગળી ચીંધવાની જરૂર નથી.’ સરકારનું લક્ષ્ય- દેશમાં કોરોનાથી મોતનો દર 1 ટકાથી ઓછો કરીશું સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યું કે દેશમાં કોરોનાથી મોતનો દર હાલ અન્ય દેશોની તુલનાએ સૌથી ઓછો (1.64 ટકા) છે. સરકારનું લક્ષ્ય આ તેને ઘટાડી1 ટકાથી નીચે લાવવાનું છે. ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર 78-79% છે. આપણો દેશ કોરોના રિકવરીના હાઇ રેટવાળા ગણ્યા-ગાંઠ્યા દેશો પૈકી એક છે. દેશ ભલે કેસોમાં આગળ હોય પણ અહીં હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા દર્દીઓ 20 ટકાથી ઓછા છે. સાંસદની માગ- કોરોના યોદ્ધા કર્મીઓને વીરતા પુરસ્કાર આપો સાંસદ ડી. પી. વત્સે કહ્યું કે કોરોનાએ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. ડૉક્ટર, અન્ય સ્વાસ્થ્યકર્મી, સફાઇ કર્મચારી ધૈર્ય સાથે ડ્યુટી કરી રહ્યા છે. કોરોના યોદ્ધાઓ જીવ જોખમમાં મૂકીને દેશની રક્ષા કરતા સૈનિકોની માફક ડ્યુટી કરી રહ્યા છે. બીજા દેશોમાં તેમને પ્રોત્સાહક રકમ સહિત અનેક સુવિધાઓ અપાઇ રહી છે. ભારતમાં પણ સૈન્ય અને પોલીસની જેમ કોરોના યોદ્ધાઓને સેવા કે વીરતા શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવા જોઇએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today તસવીર સંસદ પરિસરની છે. અહીં ગૃહમાં જતાં પહેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદો કલ્યાણ બેનરજી અને ડેરેક ઓ’બ્રાયને હાથ સેનિટાઇઝ કર્યા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/opposition-comments-on-papad-and-thali-bjp-said-charkho-was-also-a-symbol-127729608.html

દેશમાં સક્રિય કોરોના દર્દીઓ 10 લાખથી વધુ, રાહતની વાત એ છે કે તેમાંથી 50% હોસ્પિટલોમાં દાખલ, એટલે કે દેશમાં 12 લાખથી વધુ કોવિડ બેડ ખાલી		 દેશમાં સક્રિય કોરોના દર્દીઓ 10 લાખથી વધુ, રાહતની વાત એ છે કે તેમાંથી 50% હોસ્પિટલોમાં દાખલ, એટલે કે દેશમાં 12 લાખથી વધુ કોવિડ બેડ ખાલી 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક રાહતના સમાચાર છે. દેશમાં સક્રિય કેસમાં 50%ને જ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ કેર સેન્ટરમાં ભરતી થવાની જરૂર પડી છે. આરોગ્ય મંત્રાલય અને આઈસીએમઆરની નવી હોમ આઈસોલેશન નીતિ હેઠળ લક્ષણ વિનાના કે હળવા લક્ષણ ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવાના બદલે ડૉક્ટરની દેખરેખ હેઠળ ઘરે આઈસોલેશમાં રાખી શકાય છે. આ સ્થિતિમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ભલે 11 લાખને પાર થઈ ગઈ હોય, પરંતુ હોસ્પિટલોમાં હાલ લગભગ 5.50 લાખ દર્દી જ ભરતી છે. તેનો અર્થ એ છે કે, આરોગ્ય ક્ષેત્રનાં સંસાધનો મુદ્દે પાછળ ગણાતા ભારતમાં હજુ કોવિડ દર્દીઓ માટે અલગ કરાયેલા કુલ બેડ્સમાંથી 12.70 લાખથી વધુ બેડ ખાલી છે. દિલ્હીમાં 18.8% તો ઝારખંડમાં 98.9% દર્દી હોસ્પિટલમાં દાખલ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, 11 સપ્ટેમ્બરે દેશભરમાં 4,57,417 કોરોના દર્દી જુદાં જુદાં રાજ્યની હોસ્પિટલોમાં ભરતી હતા. તેમાં સૌથી વધુ 1,14,984 કોરોના દર્દી મહારાષ્ટ્રમાં ભરતી હતા, જ્યારે ઝારખંડમાં આશરે 99% દર્દી હોસ્પિટલો કે કોવિડ કેર સેન્ટરોમાં ભરતી હતા. એ દિવસે દેશમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 9,57,795 હતી. રાજ્ય સક્રિય દર્દી ભરતી દર્દી ટકાવારી બિહાર 15678 7939 50.6 ચંદીગઢ 2586 886 34.2 છત્તીસગઢ 33246 24287 73 દિલ્હી 26907 5066 18.8 ગુજરાત 16235 11003 67.7 હરિયાણા 18875 3863 20.4 હિમાચલ 2873 2106 73.3 ઝારખંડ 15180 15015 98.9 મધ્ય પ્રદેશ 18992 15515 81.6 મહારાષ્ટ્ર 271566 114984 42.3 પંજાબ 19096 17121 89.6 રાજસ્થાન 15859 8634 54.4 ​​​​​​આ આંકડા 11 અને 12 સપ્ટેમ્બરના છે. હાલમાં જ સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રાલયે આ આંકડા રજૂ કર્યા હતા. આ આંકડા રાજ્ય સરકારોએ કેન્દ્રને મોકલ્યા હતા. સક્રિય દર્દીઓમાંથી 2.12% આઈસીયુમાં 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સક્રિય દર્દીઓમાંથી 2.12% દર્દી આઈસીયુ, 0.38% દર્દી વેન્ટિલેટર પર અને 3.64% દર્દી ઓક્સિજન સપોર્ટ પર સારવાર હેઠળ હતા. જોકે, દિલ્હીમાં સેંકડો દર્દીઓ હોસ્પિટલમાં ભરતી ન હતા, પરંતુ તેમને જ ઘરે જ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવો પડ્યો હતો. કોરોના દર્દીઓ માટે કેટલા બેડ કોવિડ હોસ્પિટલો: 4,16,116 (તેમાં 36,418 બેડ અને 1,25,250 ઓક્સિજન બેડ) કોવિડ હેલ્થ સેન્ટર: 3,23,173 (તેમાં 20,97,000 બેડ અને 81,969 ઓક્સિજન બેડ)કોવિડ કેર સેન્ટર: 10,84,183 કોને અપાય છે હોમ આઈસોલેશન કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં લક્ષણ ના હોય અથવા ખૂબ હળવા લક્ષણ હોય તો ડૉક્ટરની દેખરેખ હેઠળ હોમ આઈસોલેશન આપી શકાય છે. જોકે, તે માટે ઘરમાં પૂરતી સુવિધા હોવી જોઈએ. 10 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું જરૂરી છે અને છેલ્લા ત્રણ દિવસમાં તાવ ના આવે તો તે વ્યક્તિ કોરોના મુક્ત મનાય છે. એ પછી પણ તેમણે સાત દિવસ ઘરમાં રહેવું પડે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કોરોના વોર્ડની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/more-than-10-lakh-active-corona-patients-in-the-country-the-relief-is-that-50-of-them-are-hospitalized-ie-more-than-12-lakh-covid-beds-are-vacant-in-the-country-127729596.html

ચીન સરહદ પર પંજાબી ગીતો વગાડી રહ્યું છે, ભારતીય સૈનિકો માઈનસ 50 ડિગ્રીમાં સરહદ પર રહેશે ; આજથી SBIના ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો		 ચીન સરહદ પર પંજાબી ગીતો વગાડી રહ્યું છે, ભારતીય સૈનિકો માઈનસ 50 ડિગ્રીમાં સરહદ પર રહેશે ; આજથી SBIના ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
આ સમાચાર તમારે જાણવા જરૂરી છે 1. SBIના ATMમાંથી દિવસમાં ગમે ત્યારે પણ 10 હજાર અથવા વધારે રકમ ઉપાડવા માટે OTPની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. 10 હજારથી ઓછી રકમ ઉપાડવા માટે ATMનો PINનો ઉપયોગ કરવાનો રહેશે. 2. આજથી અધિક મહિનો શરૂ થઈ ગયો છે. આ સમયે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેવાં શુભ કાર્યો કરવા જોઈએ નહીં. 3. સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ આવી આવી શકે છે. ફોરેન્સિક એક્સપર્ટ્સ આ રિપોર્ટ એઈમ્સના ડોક્ટરોને સોંપશે. 4. મુંબઈની એક કોર્ટ રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી અંગે આદેશ આપી શકે છે બિહાર માટે આજે 3 ભેટ 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સિંગ મારફત બિહારમાં બનેલા કોસી મહાસેતુનું ઉદ્ઘાટન કરશે. આ યોજના રૂપિયા 516 કરોડમાં તૈયાર થઈ છે. 2. પ્રધાનમંત્રી સરાયગઢથી આસનપુર કુપહા વચ્ચે ટ્રેન પણ રવાના કરશે. એનાથી નિર્મલીથી સરાયગઢનું 298 કિલોમીટર અંતર ઘટીને 22 કિલોમીટર થઈ જશે. 3. મુખ્યમંત્રી નીતીશ કુમાર પટનામાં આધુનિક સુવિધાથી સજ્જ ઈન્ટર સ્ટેટ બસ ટર્મિનલ તથા કૃષિ ભવનનું ઉદ્ઘાટન કરશે. રાજ્યમાં આગામી બે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હવે ગઈકાલના 7 મહત્ત્વના સમાચાર 1. કંગનાની તૂટેલી ઓફિસની તસવીરો પહેલી વખત જાહેર થઈ કંગના રનૌતે BMCની કાર્યવાહીના આઠ દિવસ બાદ ગુરુવારે તેની તૂટેલી ઓફિસની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. આ સાથે લખ્યું કે 'આ બળાત્કાર છે મારાં સ્વપ્નાં પર, મારા જુસ્સા પર, મારા આત્મસન્માન પર અને મારા ભવિષ્ય પર.' BMCએ 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલસ્થિત ઓફિસમાં કાર્યવાહી કરી હતી અને ગેરકાયદેસર નિર્માણ તોડી નાખ્યું હતું. (વાંચો વિગતવાર સમાચાર) 2. ચીનની નવી ચાલ કે ખરેખર શાંતિ ઈચ્છે છે? લદાખમાં બોર્ડર પર ચીનની સેના લાઉડસ્પીકર લગાવી પંજાબી ગીતો વગાડી રહી છે. આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તે ભારતીય સૈનિકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટેનો આ પ્રયાસ છે. આ ઉપરાંત એવું પણ બની શકે કે તે તણાવને ઓછો કરવા ઈચ્છતો હોય. જોકે આ બાબતની આશા ઓછી છે. (વાંચો વિગતવાર સમાચાર) 3. આ વખતે માઈનસ 50 ડિગ્રીમાં પણ ભારતીય સેના સરહદ પર રહેશે ભારતીય સેના લદાખમાં ચીન સાથે જોડાયેલી ફોરવર્ડ પોસ્ટ પરથી આ વખતે શિયાળાની સીઝનમાં પણ હટશે નહીં. વર્ષ 1962ના યુદ્ધ બાદ આ વખતે આવું પ્રથમ બનશે. અહીં ઠંડીની સીઝનમાં તાપમાન માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ સંજોગોમાં ઓક્ટોબરના અંત ભાગથી પોસ્ટ ખાલી કરવાની કામગીરી શરૂ થતી હોય છે, બાદમાં માર્ચ મહિનાથી સેના પોસ્ટ પર પરત ફરતી હોય છે. (વાંચો વિગતવાર સમાચાર) 4. PM મોદીના જન્મદિવસ પર બેરોજગારી દિવસ ટ્રેન્ડ થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 70 વર્ષના થયા. તેમના જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં અભિનંદન પાઠવવામાં આવ્યાં. આ સાથે સોશિયલ મીડિયા પર બેરોજગારી દિવસ પણ ટ્રેન્ડ થતો રહ્યો. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી સહિત તેમના પક્ષના તમામ નેતાઓએ આ દિવસને બેરોજગારી દિવસ તરીકે ઊજવ્યો. શું ખરેખર બેરોજગારી દર વધી રહ્યો છે? (વાંચો વિગતવાર સમાચાર) 5. આવતીકાલથી IPL શરૂ થશે IPLની 13મી સીઝન UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. અત્યારસુધીમાં 12 સીઝનમાં સાત વખત મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વિનર રહી છે. આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન છે, જે અત્યારસુધીમાં ચાર IPL જીતી ચૂક્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ ત્રણ વખત ચેમ્પિયન રહી છે. તે સૌથી વધારે આઠ વખત ફાઈનલ મેચ રમ્યું છે. 6. આગામી મહિને ખૂલી શકે છે સિનેમાગૃહ, પણ જોખમ છે આ સાથે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓક્ટોબરથી સિનેમાગૃહ ખૂલી શકે છે. જો આ શક્ય બનશે તો સુરક્ષાને લઈ ખૂબ જ કાળજી રાખવી પડશે. જોકે નિષ્ણાતો માની રહ્યા છે કે થિયેટરમાં ફિલ્મ જોવી એ સુરક્ષિત સામે જોખમ બનશે, કારણ કે એમાં વેન્ટિલેશનની સમસ્યા હોય છે અને આ સંજોગોમાં સંક્રમણ ફેલાવાની દહેશત વધી જાય છે. 7. મધ્યપ્રદેશના પ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન મધ્યપ્રદેશનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ઈમરતી દેવીનો એક વિડિયો વિવાદમાં છે. તેઓ કહે છે, અમે જે કલેક્ટરને ફોન કરીશું, તેઓ બેઠક જીતાડી દેશે. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે ઈમરતી દેવીએ આ વાત ચૂંટણીપ્રચાર સમયે કરી છે. કોંગ્રેસે આ બાબતની ફરિયાદ ચૂંટણીપંચ સમક્ષ કરી છે. રાજ્યમાં આગામી બે મહિનામાં 28 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. હવે 18 સપ્ટેમ્બરના ઈતિહાસની વાત કરીએ 1803: અંગ્રેજોએ ઓડિશાનાપુરી પર કબજો કર્યો. 1809: લંડનમાં રોયલ ઓપેરા હાઉસ ખૂલ્યું. 1851: ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારનું પ્રકાશન શરૂ થયું. 1997: ઓઝોનના પડની સુરક્ષા માટે 100 દેશોએ વર્ષ 2015 સુધી મિથાઈલ બ્રોમાઈડનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો. જાણીતા હાસ્યકવિ કાકા હાથરસીનો વર્ષ 1906માં આજના દિવસે જન્મ થયો હતો. ખાસ વાત એ છે કે તેમના જન્મદિવસે જ વર્ષ 1995માં 86 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તો ચાલો બ્રીફના અંતે... કાકાની કેટલીક યાદગાર લાઈન જોઈએ..... Download Dainik Bhaskar App to read Latest Hindi News Today China is playing Punjabi songs on the border, soldiers will be at the border in minus 50 degrees; From today, the rule of withdrawing money from SBI ATMs has changed [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/china-is-playing-punjabi-songs-on-the-border-soldiers-will-be-at-the-border-in-minus-50-degrees-from-today-the-rule-of-withdrawing-money-from-sbi-atms-has-changed-127728030.html

સૈન્યએ પુલવામા જેવો આતંકી હુમલો ટાળ્યો, 52 કિલો વિસ્ફોટક જપ્ત		 સૈન્યએ પુલવામા જેવો આતંકી હુમલો ટાળ્યો, 52 કિલો વિસ્ફોટક જપ્ત 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
સૈન્યએ સતર્કતા દાખવતાં જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવો હુમલો નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીર હાઇવે નજીકથી 52 કિલો વિસ્ફોટક જપ્ત કરાયો છે. આતંકીઓએ આ વિસ્ફોટકની મદદથી પુલવામા જેવી આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ કરેવામાં ગુરુવારે સવારે 8 વાગ્યે એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન એક કન્ટેઇનર મળી આવ્યું હતું, જેમાં 52 કિલો વિસ્ફોટક સામગ્રી રખાઈ હતી. 125 ગ્રામ વિસ્ફોટકના એક એવાં 416 પેકેટ હતાં. વિસ્ફોટકોને સુપર-90 કે ટૂંકમાં એસ-90 કહે છે. સૈન્યએ જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં આવું જ એક કન્ટેઇનર મળ્યું, જેમાં અંદાજે 50 ડિટોનેટર હતાં. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 52 કિલો વિસ્ફોટક જપ્ત. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/indian-army-avoided-a-terrorist-attack-like-pulwama-seized-52-kg-of-explosives-127728808.html

જોધપુરની વિશેષ CBI કોર્ટે અરુણ શૌરી સામે FRI કરવા આદેશ આપ્યો		 જોધપુરની વિશેષ CBI કોર્ટે અરુણ શૌરી સામે FRI કરવા આદેશ આપ્યો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
રાજસ્થાનમાં જોધપુરની વિશેષ સીબીઆઈ કોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી સહિત પાંચ લોકો સામે કેસ દાખલ કરવા આદેશ આપ્યો છે. લક્ષ્મીવિલાસ હોટલ બજાર ભાવથી બહુ ઓછી કિંમતે વેચવાના મામલે કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જે હોટલની કિંમત 250 કરોડથી વધુ હતી તેને 7 કરોડમાં વેચી હતી. અરુણ શૌરી વાજપેયી સરકારમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રી હતા ત્યારે સરકારી કંપનીના સોદાને મંજૂરી આપી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/a-special-cbi-court-in-jodhpur-has-ordered-an-fri-against-arun-shourie-127728779.html

ગૃહ મંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા અપાઈ, ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ગાસ્તીનું કોરોનાને લીધે મૃત્યુ, દેશમાં કુલ 51.18 લાખ કેસ		 ગૃહ મંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા અપાઈ, ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ગાસ્તીનું કોરોનાને લીધે મૃત્યુ, દેશમાં કુલ 51.18 લાખ કેસ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 51 લાખને પાર કરી ગયો છે. અત્યારસુધીમાં 51 લાખ 18 હજાર 605 લોકો સંક્રમિત થયા છે. 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 856 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરે 97 હજાર 856 કેસ વધ્યા હતા. દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 40 લાખ 24 હજાર 689 થઈ ગઈ છે. જે એક્ટિવ કેસથી ચાર ગણી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હી એઈમ્સમાંથી રજા અપાઈ છે. 30 ઓગસ્ટના રોજ કોરોનાથી સાજા થયા પછી ગૃહ મંત્રીને 13 સપ્ટેમ્બરના રોજ ફરી ચેકઅપ માટે દાખલ કરાયા હતા. સંસદ સભ્યનું કોરોનાને લીધે મૃત્યુ રાજ્યસભાના સાંસદ અને કર્ણાટક BJPના નેતા અશોક ગાસ્તીનું ગુરુવારે બેંગ્લુરુમાં કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 2 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કર્ણાટક પછાત વર્ગ પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર ભાજપ નેતા અશોક ગાસ્તીએ 22 જુલાઈના રોજ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા હતા. અગાઉ ગઈકાલે એટલે કે બુધવારે આંધ્ર પ્રદેશમાં તિરુપતિના લોકસભા સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનું ચેન્નાઈની હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. તેઓ કોરોના વાયરસથી પીડિત હતા. Saddened to hear about the untimely demise of Ashok Gasti (in file pic), Rajya Sabha MP from Karnataka. My condolences to the bereaved family: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/3wYMb5NmDZ — ANI (@ANI) September 17, 2020 તો આ તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આખા દેશમાં અત્યારસુધીમાં 382 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે, જેમાંથી 27થી 85 વર્ષની ઉંમરના ડોક્ટર પણ સામેલ છે. IMAએ કેન્દ્ર સરકારના એ નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં સરકારે સંસદમાં કહ્યું હતું કે તેમની પાસે કોરોનાના કારણે જીવ ગુમાવનાર અથવા આ વાઇરસથી સંક્રમિત થતા ડોક્ટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફનો ડેટા નથી. પ્રેસ રિલીઝમાં IMAએ કહ્યું હતું કે આ કોરોના વોરિયર્સને સરકાર શહીદનો દરજ્જો આપે. કોરોના અપડેટ્સ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા છે. જેના પ્રમાણે, બુધવારે 97 હજાર 894 કેસ નોંધાયા છે અને 1,132 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 51 લાખ 18 હજાર 254 થઈ ગઈ છે. સાથે જ 10 લાખ 9 હજાર એક્ટિવ કેસ છે અને અત્યાર સુધી 40 લાખ 25 હજાર 80 લોકો સાજા થઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 83 હજાર 198 દર્દીઓ મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, બુધવારે 11 લાખ 36 હજાર 613 ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 6 કરોડ 5 લાખ 65 હજાર 728 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.રાજ્યસભામાં ગુરુવારે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, અમારી પર આરોપ લાગી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે સારુ કામ નથી કર્યું. તો પછી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં અમે કોરોનાની લડાઈ કેવી રીતે જીતી. હું પુછવા માંગીશ કે ઘણા બધા લોકો સાજા કેવી રીતે થયા, શું ભાભીજીના પાપડ ખાઈને સાજા થયા? આ રાજકીય લડાઈ નથી, પણ લોકોના જીવ બચાવવા માટેની લડાઈ છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે, રાજધાનીમાં અમે ટેસ્ટિંગ ચાર ગણું વધારી દીધું છે. જેથી વધુમાં વધુ સંક્રમિતોને શોધી શકાય. બુધવારે 62 હજાર 553 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પોઝિટીવિટી રેટ 7.15% રહ્યો હતો. છેલ્લા 10 દિવસોથી મૃત્યુદર 0.7% છે.અમારી પાસે 14 હજાર 521 બેડ છે. જેમાંથી 50% ભરાયેલા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે, આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં કોરોના વેક્સિન આવવાની આશા છે. આપણો દેશ પણ અન્ય દેશો જેમ પ્રયાસ કરી રહ્યો છે. દુનિયામાં કોરોનાના 3 કરોડથી વધુ કેસ દુનિયામાં સંક્રમિતોનો આંકડો 3 કરોડથી વધુ થઈ ગયો છે. ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી 3 કરોડ 33 હજાર 674 કેસ નોંધાયા છે. જોકે આ સમયમાં સારા સમાચાર એ છે કે સાજા થનારાની સંખ્યા પણ હવે 2 કરોડ 17 લાખથી વધુ થઈ ગઈ છે. મહામારીથી મરનારની સંખ્યા 9 લાખ 44 હજારથી વધુ થઈ ગઈ છે. પાંચ રાજ્યની સ્થિતિ 1. મધ્યપ્રદેશ રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ સૌથી વધુ થઈ ગઈ છે. બુધવારે 15 હજાર 286 સેમ્પલની તપાસ કરવામાં આવી, જે સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં ઓછા છે, જેમાંથી 2462 સેમ્પલ પોઝિટિવ મળ્યાં છે. આ કોઈ એક દિવસનો અત્યારસુધીનો બીજો સૌથી મોટો આંકડો છે. આ હિસાબથી સંક્રમણની ટકાવારી 16.1% થઈ ગઈ છે. જે એક દિવસ પહેલાં 11.1% હતી, એટલે કે એક દિવસમાં 5% સંક્રમણ વધી ગયું હતું. બીજી બાજુ, પૂર્વ નાણામંત્રી તરુણ ભનોતની સ્થિતિ બગડી ગઈ છે. તેઓ બે દિવસ પહેલાં કોરોના મુક્ત થઈને જબલપુરની જિલ્લા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા. બુધવારે તેમના બ્લડમાં ઈન્ફેક્શન થવાથી તેમની હાલત વધુ લથડી હતી. 2. રાજસ્થાન રાજ્યમાં બુધવારે કોરોનાના રેકોર્ડ 1782 કેસ નોંધાયા હતા. તો આ તરફ બિકાનેરમાં 3, જયપુર, જોધપુર, પાલી અને અજમેરમાં 2-2, બાડમેર, કોટા સવાઈ માધોપુર અને ઉદેયપુરમાં એક-એક દર્દીનાં મોત થયાં હતાં. આ પ્રકારે સપ્ટેમ્બરના 16 દિવસોમાં 25 હજાર 987 કેસ નોંધાયા છે અને 223 દર્દીઓનાં મોત થયાં છે. આટલા દર્દીઓ શરૂઆતના 135 દિવસમાં મળ્યા હતા. 15 જુલાઈ સુધી રાજ્યમાં કુલ 26 હજાર 437 સંક્રમિત મળ્યા હતા. સપ્ટેમ્બરમાં દર્દી મળવાની ટકાવારી બમણી થઈને 6.12% થઈ ગઈ છે. દર 100 ટેસ્ટમાં 6થી વધુ લોકો પોઝિટિવ મળી રહ્યા છે. જુલાઈમાં આ જ ટકાવારી 2.75%, ઓગસ્ટમાં 3.53% હતી. જોકે રાહતના સમાચાર એ છે કે હવે મૃત્યુદર 1.29%થી ઘટીને 1.20% રહી ગયો છે. જુલાઈમાં આ ટકાવારી 1.61% હતી. 3. બિહાર રાજ્યમાં જેટલા દર્દી મળી રહ્યા છે તેના કરતાં વધુ સાજા થઈ રહ્યા છે. બુધવારનો જ આંકડો લઈએ તો 1724 લોકો સાજા થઈને ઘરે આવી ગયા છે, જ્યારે 1531 નવા દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધુ 185 પટનાથી છે. રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ 91.16% થઈ ગયો છે જે રાષ્ટ્રીય સરેરાશથી 13% વધુ છે. કોરાના દર્દીઓના સાજા થવાની સંખ્યામાં 17 ઓગસ્ટ પછી સતત વધારો થઈ રહ્યો છે. અત્યારસુધીમાં સંક્રમણના સંકજામાં આવેલા 1 લાખ 48 હજાર 257 લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 07 હજાર 970 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં 52 લાખ 2 હજાર 209 લોકોની તપાસ થઈ ચૂકી છે. 4. મહારાષ્ટ્ર રાજ્યમાં બુધવારે 23 હજાર 365 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 11 લાખ 21 હજાર 221 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 7 લાખ 92 હજાર 832 લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલ 2 લાખ 97 હજાર 125 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 30 હજાર 883 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 474 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. 5. ઉત્તરપ્રદેશ રાજ્યમાં બુધવારે સંક્રમણના 6,337 કેસ નોંધાયા છે. આ સાથે જ ઉત્તરપ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3 લાખ 30 હજાર 265 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,476 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. આ રીતે અત્યારસુધીમાં 2 લાખ 58 હજાર 573 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 78.29 ટકા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today CoronaVirus In India Live News And Updates Of 17th September નોઈડાની એક હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/coronavirus-in-india-live-news-and-updates-of-17th-september-127727165.html

કૂતરાને બચાવવા હોમગાર્ડ જવાને જીવ જોખમમાં નાખ્યો, વીડિયો વાઇરલ		 કૂતરાને બચાવવા હોમગાર્ડ જવાને જીવ જોખમમાં નાખ્યો, વીડિયો વાઇરલ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ તેલંગણાના નાગરકુર્નૂલના હોમગાર્ડ જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મુજીદ નામના જવાન કૂતરાનો જીવ બચાવવા માટે પોતોના જીવ જોખમમાં નાખી દે છે. ભારે વરસાદને કારણે પૂરના પાણીમાં ફસાયેલા કૂતરાને બચાવવા માટે મુજીદ પોતાનો જીવ જોખમમાં નાખે છે. ધસમસતા પ્રવાહ છતાં મુજીદ પાણીમાં ઉતરીને ઝાડીમાં ફસાયેલા કૂતરાને બચાવી રહ્યા છે. ભારે જહેમત બાદ તે કૂતરાને બહાર કાઢે છે અને JCBની મદદથી તે બહાર નીકળે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Going to the homeguard to rescue the dog endangered life, video goes viral [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/going-to-the-homeguard-to-rescue-the-dog-endangered-life-video-goes-viral-127727555.html

કૃષિ વિધેયકના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું, પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુંઃ ખેડૂતોને ગેરમાર્ગે દોરવા ઘણી શક્તિઓ લાગેલી છે		 કૃષિ વિધેયકના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું, પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુંઃ ખેડૂતોને ગેરમાર્ગે દોરવા ઘણી શક્તિઓ લાગેલી છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કૃષિ વિધેયકને લઈ મોદીસરકારને એક મોટો ઝાટકો લાગ્યો છે. શિરોમણિ અકાલી દળે લોકસભામાં આ વિધેયકનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત શિરોમણિ અકાલી દળના નેતા તથા કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કૃષિ વિધેયકના વિરોધમાં મોદીસરકારમાંથી રાજીનામું પણ આપી દીધું છે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે ઘણીબધી શક્તિઓ લાગેલી છે. હું ખેડૂત ભાઈ-બહેનોને વિશ્વાસ આપું છું કે આ વિધેયક ખરા અર્થમાં તેમને સશક્ત કરનારું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલનું ટ્વીટઃ મેં કેન્દ્રીય કેબિનેટના મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે. મને ગર્વ છે કે હું મારા ખેડૂત ભાઈઓ તથા બહેનો સાથે છું. I have resigned from Union Cabinet in protest against anti-farmer ordinances and legislation. Proud to stand with farmers as their daughter & sister. — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) September 17, 2020 આ અગાઉ પાર્ટીના અધ્યક્ષ સુખબીર હિંસ બાદલે ગુરુવારે લોકસભામાં આ અંગે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પોતાનું પદ છોડી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ખેડૂતો માટે ત્રણ વિધેયક માટે તૈયારી કરી છે. ત્યાર બાદથી વિપક્ષી પાર્ટી એનો વિરોધ કરી રહી હતી. પ્રધાનમંત્રીનાં ટ્વીટ किसानों को भ्रमित करने में बहुत सारी शक्तियां लगी हुई हैं। मैं अपने किसान भाइयों और बहनों को आश्वस्त करता हूं कि MSP और सरकारी खरीद की व्यवस्था बनी रहेगी। ये विधेयक वास्तव में किसानों को कई और विकल्प प्रदान कर उन्हें सही मायने में सशक्त करने वाले हैं। #JaiKisan — Narendra Modi (@narendramodi) September 17, 2020 इस कृषि सुधार से किसानों को अपनी उपज बेचने के लिए नए-नए अवसर मिलेंगे, जिससे उनका मुनाफा बढ़ेगा। इससे हमारे कृषि क्षेत्र को जहां आधुनिक टेक्नोलॉजी का लाभ मिलेगा, वहीं अन्नदाता सशक्त होंगे। #JaiKisan — Narendra Modi (@narendramodi) September 17, 2020 કેન્દ્ર સરકાર સાથે ગઠબંધનમાં અકાલી દળ સામેલ છે જોકે અકાલી દળ સરકાર સાથે ગઠબંધનમાં સામેલ છે. તેમ છતાં તેની પાર્ટીના નેતાએ સરકારના આ પગલાનો વિરોધ કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુખબિર સિંહ બાદલે કહ્યું હતું કે ખેડૂતોને લઈને જે પણ બિલ સંદનમાં પ્રસ્તાવિત કરાયા છે એ 50 વર્ષની બધી મહેનત પર પાણી ફેરવી દેશે, જે પંજાબ સરકારે ખેતીને મજબૂત કરવામાં કરી છે. અકાલી દળે પાર્ટીના સાંસદોને બિલનો વિરોધ કરવાનું કહ્યું હતું આ પહેલાં બાદલે ચર્ચા દરમિયાન સદનમાં કહ્યું હતું કે બિલને લઈને પંજાબના ખેડૂતો અને વેપારીઓમાં અસંતોષ વધી રહ્યો છે. સરકારે આ વિધેયકને પરત લેવું જોઈએ. અકાલી દળે તેને લઈને પોતાના સાંસદોને વ્હિપ આપ્યો હતો અને મોન્સૂન સત્રમાં તેની વિરુદ્ધમાં મતદાન કરવા કહ્યું હતું. પંજાબના CM એ પડકાર આપ્યો હતો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ તથા શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર હિંસ બાદલને NDA ગઠબંધન છોડી દેવાનો પડકાર ફેંક્યો હતો. ગુરુવારે એક નિવેદન જારી કરી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે બાદલ પરિવાર હજુ પણ સરકાર સાથે ચિપકેલુ છે. જ્યારે મોદીસરકાર ખેડૂતોના વિરોધમાં વિધેયક રજૂ કરવા જઈ રહી છે. આ સંજોગોમાં અકાલી દળની નોટંકીથી પંજાબના ખેડૂતોનું નુકસાન પાછું નહીં આવે જે અગાઉ તેમને થઈ ચૂક્યું છે. કૃષિ વટહુમમને લઈ મોટા ભાગના રાજકીય પક્ષ ખેડૂતોના સમર્થનમાં છે. કોંગ્રેસ તથા પંજાબ સરકાર ખેડૂતો સાથે છે. અકાલી દળ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારના વિરોધમાં છે. NDAનો ભાગ હોવા છતાં અકાળી દળે કૃષિ વટહુકમને લગતા વિધેયક અંગે સરકારનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ ખેડૂતોને વિશ્વાસ આપ્યો આ અગાઉ ગુરુવારે કૃષિ ઊપજ વ્યાપાર અને વાણિજ્ય વિધેયક,2020 તથા કૃષિ પેદાશ કિંમત નિર્ધારણ તથા કૃષિ સેવા પર કરાર વિધેયક,2020ને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કૃષિ અને ગ્રામીણ વિકાસ બાબતોના મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિધેયકના ફાયદા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ખેડૂતોને એનાથી લાભ થશે. તેમણે કહ્યું હતું કે આ વિધેયક ખેડૂતોને નફામાં લાવનાર, ખેડૂતોને સ્વતંત્રતા અપાવનાર છે. આ વિધેયકથી ખેડૂતોને પોતાની ઊપજ કોઈ સ્થળે અને કોઈપણ વ્યક્તિને વેચાણ કરવાનો અધિકાર રહેશે. ખાનગી રોકાણ ગામો સુધી પહોંચશે અને રોજગારી વધશે. અમે ક્યારેય યુ ટર્ન નથી લીધો: સુખબીરસિંહ બાદલ રાજ્યસભામાં આ બિલોની ચર્ચામાં કોંગ્રેસના આરોપ ફગાવતાં સુખબીરસિંહ બાદલે કહ્યું હતું કે શિરોમણિ અકાલીદળ ખેડૂતોનો પક્ષ છે અને તે કૃષિ સંબંધિત ત્રણ બિલનો વિરોધ કરે છે. અમે ક્યારેય યુ ટર્ન નથી લીધો. અમે એનડીએનો હિસ્સો છીએ. અમે સરકારને ખેડૂતોની ભાવના વિશે જણાવ્યું અને આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો. અમે પ્રયાસ કર્યો કે ખેડૂતોની આશંકા દૂર થાય, પરંતુ એવું ના થઈ શક્યું. પંજાબના ખેડૂતોએ અન્ન ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. નવાં બિલોથી ટેકાના ભાવ પર અસર નહીં પડે : ભાજપ આ પહેલાં લોકસભામાં ગુરુવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિક્ષેત્રે સુધારા કરવા બે બિલોને ચર્ચા માટે રજૂ કરતાં કહ્યું હતું કે આ બિલો ખેડૂતોના હિતમાં છે અને તેમને ઊપજ વેચવા સ્વતંત્રતા મળવી જોઈએ. આ ત્રણ બિલોમાં ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિયેશન) બિલ 2020, ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈઝ એન્સ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020 તેમજ એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ 2020નો સમાવેશ થાય છે. તોમરે કહ્યું હતું કે, આ બિલોની ટેકાના ભાવ પર કોઈ અસર નહીં પડે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પણ બિલના વિરોધમાં લોકસભામાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પણ આ બિલોનો વિરોધ કર્યો હતો. ડીએમકે, તૃણમૂલ સહિત અનેક પક્ષોએ કૃષિ ઊપજ અને કિંમતના આશ્વાસન સંબંધિત બિલોને ખેડૂતવિરોધી ગણાવ્યાં હતાં. વિપક્ષોએ લોકસભામાં આરોપ મૂક્યો હતો કે આ બિલોથી સંગ્રાહખોરી, કાળાં બજારને પ્રોત્સાહન મળશે. ઉદ્યોગપતિઓ અને વચેટિયાઓને ફાયદો થશે, જ્યારે ખેડૂતો બરબાદ થઈ જશે. કૃષિક્ષેત્રે સુધારા માટે આ મહત્ત્વનું પગલું છે, જે ખેડૂતોને મજબૂત અને સમૃદ્ધ બનાવશે તેવું ભાજપે કહ્યું હતું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Union Minister Harsimrat Kaur Badal resigns in protest of farmers' bill, Akali Dal opposes the bill [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/union-minister-harsimrat-kaur-badal-resigns-in-protest-of-farmers-bill-akali-dal-opposes-the-bill-127727551.html

મહિલા સ્ટ્રેચર પર જ મરી ગઈ અને ડૉક્ટર ફોન પર વાતો કરતા રહ્યા, PSIએ બરાબર ખખડાવ્યા		 મહિલા સ્ટ્રેચર પર જ મરી ગઈ અને ડૉક્ટર ફોન પર વાતો કરતા રહ્યા, PSIએ બરાબર ખખડાવ્યા 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના બદાયુમાં માનવતાને શરમાવે એવી ઘટના બની છે. અહીં રોડ એક્સિડેન્ટમાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાને PSI પોલીસની ગાડીમાં જ બિલ્સી CHC લઈ આવે છે. જો કે, અહીં ડૉક્ટર સાહેબ ફોન પર વાતો કરવામાં મશગુલ હોય છે. ગંભીર હાલતમાં મહિલા સ્ટ્રેચર પર હોવા છતાં ડૉક્ટર 20 મિનિટ સુધી ફોન પર વાતો કરતા રહે છે. PSI તેમને અરજ કરતા રહે છે, પણ ડૉક્ટર મહિલા સામે જોતા પણ નથી. આ દરમિયાન મહિલાનું મોત થઈ જાય છે. મહિલાનું મોત થતાં PSI સુશીલ પવાર ડૉક્ટરને સવાલ કરે છે, જો કે, યોગ્ય જવાબ આપવાના બદલે ડૉક્ટર બૂમાબૂમ કરવા લાગે છે. થોડી માથાકૂટ કર્યા બાદ PSI સહિતનો પોલીસ સ્ટાફ નિરાશ થઈને CHCની બહાર નીકળી જાય છે. એક મહિલાને બચાવવા માટે PSIએ કરેલા પ્રયાસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Woman dies on stretcher and doctor keeps talking on phone, PSI knocks [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/woman-dies-on-stretcher-and-doctor-keeps-talking-on-phone-psi-knocks-127727521.html

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે મુંબઈમાં આજ મધ્યરાત્રીથી કલમ-144 લાગુ થશે, લોકો ઈમર્જન્સી સ્થિતિ સિવાય બહાર નીકળી કે ભેગા થઈ શકશે નહીં		 કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે મુંબઈમાં આજ મધ્યરાત્રીથી કલમ-144 લાગુ થશે, લોકો ઈમર્જન્સી સ્થિતિ સિવાય બહાર નીકળી કે ભેગા થઈ શકશે નહીં 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોના વાઈરસના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે નવા પ્રતિબંધ લાદ્યા છે. લોકોની અવરજવર તથા ભેગા થવા પર નિયંત્રણો મૂકવા સાથે શહેરમાં CRPCની કલમ-144 આજે મધ્યરાત્રીથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અને તે આગામી 30 સપ્ટેમ્બર સુધી અમલી બનશે. પોલીસે ફક્ત ખૂબ જ જરૂરી કાર્ય તથા ઈમર્જન્સીની સ્થિતિમાં જ બહાર નીકળવાની છૂટ આપી છે. આ અગાઉ એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની સ્થિતિ બાદ જૂન-જુલાઈમાં મુંબઈને મહામારીથી થોડી રાહત મળવાની શરૂઆત થઈ હતી, પણ ફરી કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 23 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોનાગ્રસ્ત રાજ્ય દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. એકલા મહારાષ્ટ્રમાં મહામારીના 11 લાખથી વધારે કેસ આવી ચૂક્યા છે. આ પૈકી આશરે આઠ લાખ લોકોને સારું થયું છે. પણ આશરે 3 લાખ સક્રિય કેસ છે. અત્યારસુધીમાં 30,800 જેટલા દર્દીએ જીવ ગુમાવ્યા છે.મુંબઈમાં કોરોનાથી થતા મૃત્યુનો દર પણ ચિંતાજનક સ્તરે છે. મુંબઈમાં મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશથી ગણો વધારે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મુંબઈમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વચ્ચે આ જ મધ્યરાત્રીથી કલમ-144 લાગુ થશે (ફાઇલ ફોટો). [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/article-144-will-come-into-force-in-mumbai-from-midnight-today-amid-the-dire-situation-in-corona-people-will-not-be-able-to-go-out-or-gather-except-in-an-emergency-situation-127727515.html

ચીન અને જાપાન પછી હવે ભારતમાં દોડશે મેગ્લેવ ટ્રેન; પ્રતિ કલાક 800 કિમીની ઝડપે દોડતી ટ્રેન પાટા પર નહીં, પણ હવામાં દોડતી જોવા મળશે		 ચીન અને જાપાન પછી હવે ભારતમાં દોડશે મેગ્લેવ ટ્રેન; પ્રતિ કલાક 800 કિમીની ઝડપે દોડતી ટ્રેન પાટા પર નહીં, પણ હવામાં દોડતી જોવા મળશે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ભારત ટૂંક સમયમાં યુરોપિયન કંપનીની મેગ્લેવ ટ્રેન (Maglev Train) દોડતી જોવા મળશે. ભારતમાં સુપર સ્પીડ ટ્રેનો લાવવા માટે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ સ્વિસ રેપિડ એજી સાથે ભાગીદારી કરી છે. આ માહિતી BHEL દ્વારા આપવામાં આવી છે. કંપની ઘણા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે જેમાં શહેરી પરિવહન ક્ષેત્ર પણ સામેલ છે. આ યોજના અંતર્ગત કંપની મેગ્લેવ ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરી રહી છે. ભારતમાં દોડશે 500 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ભારતમાં હાઇસ્પીડ મેગ્લેવ ટ્રેન લાવવા આ ભાગીદારી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ હાઇસ્પીડ ટ્રેન મેગ્લેવ હાલમાં ફક્ત ચીન અને જાપાનમાં જ ચાલે છે. હવે તેને ભારતમાં ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આપને જણાવીએ કે ભારતમાં હાઈસ્પીડ ટ્રેનને લઈને લોકોમાં ઘણું જ આકર્ષણ છે. મેગ્લેવ ટ્રેન પાટા પર ચાલવાને બદલે હવામાં રહે છે. આ માટે ચુંબકીય ક્ષેત્રની મદદથી ટ્રેનને નિયંત્રિત કરવામાં આવે છે. તેથી તેનો પાટા સાથે કોઈ સીધો સંપર્ક નથી હોતો. આને કારણે તેમાં ખૂબ ઓછી ઉર્જા વપરાય છે, અને તે સરળતાથી 500-800 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેનો ઓપરેટિંગ ખર્ચ પણ ઘણો ઓછો છે. આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે BHELએ કહ્યું કે આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એટલે કે, BHEL સ્વિસ રેપિડ એજી સાથે મળીને આના પર કામ કરશે. જેનાથી BHEL વિશ્વની અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીને ભારતમાં લાવવામાં મદદ કરશે અને ભારતમાં મેગ્લેવ ટ્રેનોનું નિર્માણ કરશે. બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે BHEL છેલ્લા પાંચ દશકથી રેલવેના વિકાસમાં ભાગીદાર છે. કંપનીએ રેલ્વેને ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન પૂરા પાડ્યા છે.દેશની પ્રથમ મેટ્રો કોલકાતા મેટ્રોમાં પણ ભેલની પ્રોપલ્શન સિસ્ટમ્સ છે. ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ શરુ થઇ ચુકી છે. જ્યારે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today BHEL વિશ્વની અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીને ભારતમાં લાવવામાં મદદ કરશે અને ભારતમાં મેગ્લેવ ટ્રેનોનું નિર્માણ કરશે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/the-maglev-train-will-now-run-in-india-after-china-and-japan-the-train-running-at-a-speed-of-800-km-per-hour-will-not-be-seen-on-the-tracks-but-in-the-air-127727488.html

ચીન વિવાદ મામલે રાજનાથ સિંહે કહ્યું- લદાખમાં ભારતીય સેનાના જવાનોના પેટ્રોલિંગને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકશે નહીં		 ચીન વિવાદ મામલે રાજનાથ સિંહે કહ્યું- લદાખમાં ભારતીય સેનાના જવાનોના પેટ્રોલિંગને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકશે નહીં 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોના વચ્ચે સંસદના પ્રથમ સત્ર(ચોમાસુ)નો આજે ચોથો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે પણ રાજ્યસભામાં ચીન મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, 'દુનિયાની કોઈ તાકાત લદાખમાં ભારતીય જવાનોને પેટ્રોલિંગ કરવાથી રોકી નહીં શકે. ચીનની સાથે સરહદ વિવાદ આજે પણ વણઉકેલાયેલો જ છે. ચીને વાતચીત વચ્ચે 29-30 ઓગસ્ટે લદાખમાં ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. તેનું કહેવું અને કરવામાં ફરક છે.' રાજનાથના ભાષણની 5 મુખ્ય વાત 1. ચીને સમજૂતી તોડી રાજનાથે કહ્યું, "ચીનનું વલણ બતાવે છે કે તે બંને દેશો વચ્ચેની સમજૂતીનું સન્માન નથી કરતું. ચીનના સૈન્યએ 1993 અને 1996ની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ પર શાંતિ જાળવવા LACનું સન્માન કરવું જરૂરી છે." 2. ચીન દ્વારા લદાખમાં 38 હજાર ચોરસ કિ.મી.ના ભાગ પર ગેરકાયદે કબજો 'ચીને ગેરકાયદે રીતે લદાખમાં 38 હજાર વર્ગ કિમીના ભાગ પર કબજો કરી રાખ્યો છે. ચીન- પાકિસ્તાનના 1963ની કાઠી સમજૂતી દ્વારા પાકિસ્તાને તેના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના 5180 વર્ગ કિમી ભાગ પર ગેરકાયદે રીતે ચીનને આપી દીધો છે. ચીન અરુણાચલથી જોડાયેલા 90 હજાર વર્ગ કિમીના વિસ્તાર પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે. 3. ચીને સરહદી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન વધાર્યું 'ચીન છેલ્લા ઘણા દશકાઓથી સરહદી વિસ્તારોમાં સૈન્યની તહેનાતી વધારી રહ્યું છે. તેણે કન્સ્ટ્રક્શનની પ્રવૃત્તિમાં પણ વધારો કર્યો છે. અમારી સરકારે સરહદ માળખાગત વિકાસ માટે બજેટ બમણું કર્યું છે. " 4. ચીનના કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ બની "અમે ચીનની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા સક્ષમ છીએ. અમે કોઈપણ પડકારથી પીછેહઠ કરીશું નહીં. ચીનની હરકતને કારણે ગલવાન ઘાટીમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ. અમે શાંતિની ઇચ્છા રાખીએ છીએ, પરંતુ દેશની રક્ષા કરવા પાછળ નહીં હટીએ." હું 130 કરોડ દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે દેશનું માથું નમવા નહીં દઈએ." 5. તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર "વિવાદના મુદ્દાઓ અને સૈનિકોની સંખ્યાને લઈને આ વર્ષે પરિસ્થિતિ જુદી છે. અમે હાલની પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હલ કરવા માગીએ છીએ. અમે કોઈપણ કટોકટીનો સામનો કરવા પણ તૈયાર છીએ." વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું- પાકિસ્તાન પોતાની જમીન પરના આતંકવાદને રોકે રાજનાથ સિંહ પહેલા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું, ભારત ઈચ્છે છે કે પાકિસ્તાનની સાથે સામાન્ય પાડોશી જેવા સબંધ રહે. અમે ઇચ્છીએ છીએ કે ભારત- પાકિસ્તાન વચ્ચેના મુદ્દાઓ શાંતિ અને આતંકવાદ મુક્ત વાતાવરણમાં ઉકેલ આવે. તે પાકિસ્તાનની જવાબદરી છે કે તે આવું વાતાવરણ તૈયાર કરે અને આતંકવાદ માટે પોતાની જમીનનો ઉપયોગ થતો અટકાવે.. કોંગ્રેસે કહ્યું- કોરોના મામલે સરકાર મોડી જાગી રાજ્યસભામાં કોરોના પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, "સરકારે કોરોના રોકવાના ગોલ્ડન મહિનાને બરબાદ કર્યા હતા. WHOએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ સતર્ક કર્યા હતા. ચીન આપનો પાડોશી દેશ છે, માટે આપણે પહેલાથી જ એલર્ટ રહેવું જોઈતું હતું. રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે." સંજય રાઉતે કહ્યું- મુંબઈના ધારાવીમાં કોરોના કાબૂમાં છે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, "મારા માતા અને ભાઈ કોરોનાથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં ઘણા દર્દીઓ સજા પણ થઈ રહ્યા છે. આજે ધારાવીમાં પરિસ્થિતિ કાબૂમાં છે. WHO એ BMCના પ્રયાસોના વખાણ કર્યા હતા. આ વાતો એટલા માટે જણાવવા માંગુ છું, કેમકે કેટલાક લોકો મહારાષ્ટ સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે." રાઉતે કેન્દ્રીય મંત્રી મેઘવાલ પર ટિપ્પણી કરી રાઉતે કહ્યું, "હું પૂછવા માંગુ છું કે ઘણા લોકો સજા કેવી રીતે થઇ ગયા, શું તેઓ ભાભીજીના પાપડ ખાઈને સજા થઇ ગયા? આ રાજનીતિની લડાઈ નથી, પણ લોકોની જિંદગીને બચાવવાની લડાઈ છે." રાઉતે આ ટિપ્પણી કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પર કરી હતી. મેઘવાલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ભાભીજીની બ્રાન્ડના પાપડ હાથમાં પકડીને કહી રહ્યા છે કે આ પાપડ મહામારી સામે લડવામાં મદદગાર સાબિત થશે." રાજનાથ મુખ્ય નેતાઓને ચેમ્બરમાં બોલાવી લદાખ વિશે માહિતી આપે રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ ગુરુવારે રાજનાથને સલાહ આપી હતી કે તેઓ મુખ્ય નેતાઓને તેમની ચેમ્બરમાં બોલાવી તેમને લદાખ વિશે સ્થિતિની માહિતી આપે. નાયડુએ આ સલાહ એવા સમયે આપી હતી જ્યારે રાજનાથ રાજ્યસભાને સંબોધી રહ્યા હતા. સંરક્ષણમંત્રી રાજનાથ મંગળવારે આ મુદ્દે લોકસભામાં માહિતી આપી ચૂક્યા હતા. તેમણે રાજ્યસભામાં અનેક વાતોનું પુનરાવર્તન કર્યુ હતું. ચીનનું બિલ્ડ અપ પહેલીવાર ગત એપ્રિલમાં જોવા મળ્યુ હતું. ત્યારે તેણે એલએસી પર એકતરફી સ્થિતિ બદલવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે વાતચીત વચ્ચે ચીને 29-30 ઓગસ્ટના રોજ લદાખમાં ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/rajnath-singh-says-no-world-power-can-stop-indian-army-patrolling-in-ladakh-127727322.html

બેરિકેડ પડતાં બાઈકસવાર ટ્રક નીચે કચડાયા, મુંબઈના કાદિવલીમાં શૉકિંગ એક્સિડેન્ટ		 બેરિકેડ પડતાં બાઈકસવાર ટ્રક નીચે કચડાયા, મુંબઈના કાદિવલીમાં શૉકિંગ એક્સિડેન્ટ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ કાંદિવલી પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મેટ્રોના કામ માટે સાઇડ રોડ પર બેરિકેડ લગાવાવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એક બાઇકચાલક ત્યાંથી પસાર થતો હતો ત્યારે ભારે પવનને લીધે બેરિકેડ તેની પર પડ્યું હતું. જેને લીધે બાઇકચાલક અને બાઇક સવાર બાજુમાંથી પસાર થતી ટ્રકના વ્હીલ નીચે આવી ગયાં હતાં. આ દુર્ઘટનામાં એક 28 વર્ષના મનોજ પવાર નામના વ્યક્તિનું મોત થયું છે અને 26 વર્ષિય પ્રશાંત અંબેકરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Barricaded truck crushes down bikers, shocking accident in Mumbai's Kadivali [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/barricaded-truck-crushes-down-bikers-shocking-accident-in-mumbais-kadivali-127727374.html

સુદર્શન ટીવીના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમ પર સુપ્રીમકોર્ટની રોક, કહ્યું- આ ઉન્માદ સર્જતો, મુસ્લિમ સમુદાયને અપમાનિત કરતો કાર્યક્રમ		 સુદર્શન ટીવીના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમ પર સુપ્રીમકોર્ટની રોક, કહ્યું- આ ઉન્માદ સર્જતો, મુસ્લિમ સમુદાયને અપમાનિત કરતો કાર્યક્રમ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
સુપ્રીમકોર્ટે સુદર્શન ટીવી ચેનલના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમના 5 એપિસોડ પ્રસારિત કરવા પર મંગળવારે આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે કહ્યું કે પ્રથમદર્શી રીતે એવું લાગે છે કે આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાયને અપમાનિત કરનારો, ઉન્માદ સર્જનારો છે. કોર્ટે એમ પણ કહ્યું કે અમે 5 સભ્યની સમિતિ રચવાની તરફેણમાં છીએ, જે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે અમુક ચોક્કસ માપદંડ નક્કી કરી શકે. કોર્ટ ફિરોઝ ઇકબાલ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજી અંગે સુનાવણી કરી રહી હતી. વધુ સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે. ચેતવ્યા પણ: ચેનલ ટીઆરપીના ચક્કરમાં સનસની ફેલાવે છે સુનાવણી દરમિયાન ચેનલ વતી શ્યામ દીવાન, અરજદાર વતી અનૂપ જ્યોર્જ અને સોલિસિટર જનરલ તુષાર મેહતા હાજર હતા. મેહતાએ બેન્ચને કહ્યું કે પત્રકારોની સ્વતંત્રતા સર્વોચ્ચ છે. આ અંગે કોર્ટે કહ્યું કે તમે એમ ન કહી શકો કે પત્રકારોને આમ કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. સુપ્રીમકોર્ટે આ કાર્યક્રમ વિરુદ્ધ દાખલ થયેલી અરજી અંગે સુનાવણી દરમિયાન કહ્યું કે કેટલાક મીડિયા હાઉસના કાર્યક્રમોમાં થતી ડિબેટ ચિંતાનો વિષય છે, કેમ કે તેમાં આ પ્રકારની માનહાનિકારક વાતો કહેવાઇ રહી છે. ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સમસ્યા ટીઆરપી અંગે છે અને આ રીતે વધુમાં વધુ સનસનીખેજ થઇ જાય છે તો ઘણી બાબતો અધિકારના રૂપમાં સામે આવે છે. ચેનલના વકીલ દીવાને કહ્યું કે ચેનલ આને દેશહિતમાં એક ઇન્વેસ્ટિગેટિવ સમાચાર માને છે. આ અંગે બેન્ચે દીવાનને કહ્યું, તમારા અસીલ દેશનું અહિત કરી રહ્યા છે અને એવું સ્વીકારતા નથી કે ભારત વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તમારા અસીલે તેમના આઝાદીના અધિકારનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઇએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Supreme Court stopped Sudarshan TV's 'Bindas Ball' program [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/supreme-court-stopped-sudarshan-tvs-bindas-ball-program-127727032.html

શું UPSC પરીક્ષામાં મુસ્લિમ ઉમેદવારોને ઉંમર મર્યાદામાં 3 વર્ષ વધુ છૂટ મળી રહી છે ? તપાસમાં આ દાવો ફેક નીકળ્યો		 શું UPSC પરીક્ષામાં મુસ્લિમ ઉમેદવારોને ઉંમર મર્યાદામાં 3 વર્ષ વધુ છૂટ મળી રહી છે ? તપાસમાં આ દાવો ફેક નીકળ્યો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
શું થઈ રહ્યું છે વાઇરલઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થઈ રહ્યો છે. એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે UPSC દ્વારા લેવાતી IAS પરીક્ષામાં મુસ્લિમ ઉમેદવારોને હિન્દુ ઉમેદવારોની સરખામણીમાં ઘણી વધુ છૂટ મળે છે. દાવો છે કે પરીક્ષામાં હિન્દુ ઉમેદવારોની ઉંમર મર્યાદા 32 વર્ષ છે. જ્યારે મુસ્લિમ ઉમેદવારો માટે 35 વર્ષ છે. મુસ્લિમ ઉમેદવારોને UPSCમાં 9 તક મળે છે, જ્યારે હિન્દુ ઉમેદવારને માત્ર 6 તક મળે છે. તક એટલે કે નિર્ધારિત સીમા, કેટલી વખત ઉમેદવાર યુપીએસસી પરીક્ષામાં સામેલ થઈ શકે છે. એની સામાન્ય રીતે Attempts કહેવામાં આવે છે. મેસેજની સાથે સુદર્શન ન્યૂઝના કાર્યક્રમનો એક સ્ક્રીનશોટ પણ વાઇરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ યુટ્યૂબ પર પણ ઉપલબ્ધ છે. સત્ય શું છે આ અંગેની તપાસની શરૂઆત અમે ઉંમરને લઈને કરવામાં આવી રહેલા દાવાથી કરી. એના માટે અમે UPSC 2020નું ઓફિશિયલ નોટિફિકેશન ચેક કર્યું. નોટિફિકેશનમાં ઉંમરની મર્યાદા અને ઉંમરમાં મળનારી છૂટ વિશે વિગતે માહિતી આપવામાં આવી છે.નોટિફિકેશન મુજબ 21થી 32 વર્ષના ઉમેદવાર UPSCની IAS પરીક્ષા માટે અરજી કરી શકે છે. ઉંમરમાં છૂટની વાત કરવામાં આવે તો SC/ST ઉમેદવારને 5 વર્ષ, OBC કેટેગરીના ઉંમેદવારને 3 વર્ષની છૂટ મળે છે. જે ઉમેદવાર પહેલેથી ડિફેન્સના ક્ષેત્રમાં કમિશન્ડ છે, તેમને અલગ અલગ નિયમો મુજબ 3 કે 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. નોટિફિકેશનમાં ક્યાંય પણ મુસ્લિમ ઉમેદવારોને અલગથી ઉંમર મર્યાદામાં છૂટ આપવાનો ઉલ્લેખ નથી. તપાસના અગામી તબક્કામાં અમે UPSCમાં મુસ્લિમ ઉમેદવારને મળનારી વધુ તકના દાવાની તપાસ કરી. એના જવાબ પણ અમને નોટિફિકેશનમાં જ મળી ગયો.નોટિફિકેશન મુજબ, સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 6 Attempts હોય છે. જ્યારે OBC ઉમેદવારને 9 તક મળે છે. SC/ST ઉમેદવારો માટે Attemptsની કોઈ મર્યાદા નથી. નોટિફિકેશનમાં મુસ્લિમ ઉમેદવારો માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી. જોકે આ પ્રકારનો દાવો વાઇરલ મેસેજમાં કરવામાં આવી રહ્યો છે. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો મુસ્લિમ ઉમેદવારોને UPSC પરીક્ષામાં વધુ છૂટ આપવાનો દાવો તથ્ય વગરનો છે. મુસ્લિમ ઉમેદવારોને એટલી જ તક મળે છે, જેટલી કોઈ અન્ય સમુદાયના ઉમેદવારોને મળે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Are Muslim candidates getting more than 3 years of age limit in UPSC exams? The investigation turned out to be a fake [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/fact-check-muslim-candidates-in-upsc-getting-more-than-3-years-relaxation-in-age-limit-127727270.html

આઝાદ ભારતમાં જન્મ લેનારા દેશના પહેલા વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ; 72 વર્ષ પહેલાં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો		 આઝાદ ભારતમાં જન્મ લેનારા દેશના પહેલા વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ; 72 વર્ષ પહેલાં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ચાવાળાથી વડાપ્રધાન સુધીની મુશ્કેલ મુસાફરી ખેડનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ આજના દિવસે જ 1950માં થયો હતો. ગુજરાતના વડનગરના એક ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી પણ બાળપણમાં તેમની મદદ કરતા હતા. મોદી અચાનક જ રાજકારણમાં નથી આવ્યા. આઠ વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયા હતા. 1971માં સંઘના પૂર્ણકાલીન કાર્યકર્તા બન્યા પછી તેમણે રાજકીય શિક્ષા-દીક્ષા લેવાની શરૂઆત કરી. 1975માં ઈમર્જન્સી સમયે છુપાઈને તેમને સમય પસાર કરવો પડ્યો હતો. 1985માં તેમને ભાજપના સંગઠનનું કામ મળ્યું. ગુજરાતના ભુજમાં ભૂકંપ આવ્યા પછી પ્રશાસનિક વ્યવસ્થાઓ ફેરવાઈ ગઈ અને ત્યારે 2001માં મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાત રમખાણોના આરોપ પણ તેમના પર લાગ્યા હતા, પરંતુ ગુજરાતના વિકાસ મોડલને બેઝ બનાવીને તેઓ કેન્દ્રના રાજકારણ સુધી પહોંચ્યા અને 2014માં વડાપ્રધાન પદ મેળવીને પહેલીવાર બિન-કોંગ્રેસી એટલે કે ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી. 2019માં પહેલાં કરતાં પણ વધારે સારું પ્રદર્શન કરીને તેઓ સત્તામાં પરત ફર્યા. હૈદરાબાદના વિલયનાં 72 વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલ અને હૈદરાબાદના નિઝામની તસવીર. 1947માં ભારતના આઝાદ થયા પછી અમુક રાજા રજવાડાઓ વિલય માટે તૈયાર નહોતા. એમાં મુખ્ય હતી હૈદરાબાદની નિઝામ મીર ઉસ્માન અલી ખાનની સલ્તનત. તેમણે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ એ શક્ય ન લાગ્યું. એ સમયે હૈદરાબાદની સ્થિતિ એવી હતી કે એ મુશ્કેલ હતું. ત્યારે દેશના ઉપ-વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પોલીસ એક્શનના નામે સૈન્ય કાર્યવાહી કરી. 13 સપ્ટેમ્બર 1948માં આ પોલીસ એક્શન શરૂ થઈ અને તેને નામ આપવામાં આવ્યું ઓપરેશન પોલો. 17 સપ્ટેમ્બરની સાંજ સુધી હૈદરાબાદના નિઝામે વાત માની લીધી અને તેઓ વિલય માટે તૈયાર થઈ ગયા. નવ વર્ષ પહેલાં 'વોલ સ્ટ્રીટ પર કબજો કરો' આંદોલન 'વોલ સ્ટ્રીટ પર કબજો કરો' આંદોલનની તસવીર. નવ વર્ષ પહેલાં ઓક્યુપાઈ વોલ સ્ટ્રીટ આંદોલન શરૂ થયું હતું. પૂંજીવાદના વિરોધમાં આ આંદોલન 2011માં ન્યૂયોર્કના જુકોટ્ટી પાર્કથી શરૂ થયું હતું. ધીમે ધીમે યુરોપના દેશોમાં થઈને દુનિયાના 82 દેશમાં આ આંદોલન પહોંચી ગયું હતું. આંદોલન કરનારા મોટા ભાગે લોકો બેરોજગાર હતા, જેમની નોકરી 2008ની વૈશ્વિક મંદીએ છીનવી લીધી હતી. યુરોપના અમુક દેશોમાં દેવાંનું સંકટ શરૂ થઈ ગયું હતું. આજનો ઈતિહાસ આ ઘટનાઓ વગર પણ અધૂરો છે.... 1949: દક્ષિણ ભારતીય રાજકીય પક્ષ દ્રવિડ મુનેત્ર કડગમ (DMK)ની સ્થાપના.1974: બાંગ્લાદેશ, ગ્રેનેડા અને ગિની બિસાઉ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સામેલ1982: ભારત અને સિલોન (શ્રીલંકા) વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ રમાઈ1995: હોંગકોંગનું શાસન ચીનને સોંપતાં પહેલાં બ્રિટિશર્સે અહીં પહેલીવાર લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણી કરાવી હતી.1956: ભારતીય તેલ અને પ્રાકૃતિક ગેસ આયોગનું ગઠન.1957: મલેશિયા સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ.1999: ઓસામા બિન લાદેનનું ભારત વિરુદ્ધ યુદ્ધની જાહેરાત.2000: જાફના પ્રાયદ્વીપની ચવાક છેડી શહેર લિટ્ટેથી મુક્તિ.2002: ઈરાકે સંયુક્ત રાષ્ટ્ર હથિયાર નિરીક્ષકોને શરત વગર દેશમાં આવવાની છૂટ આપી.2004: યુરોપીય સંસદે માલદીવ્સ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.2009: કેન્દ્રીય સતર્કતા આયોગે 123 ભ્રષ્ટ સરકારી અધિકારીઓના નામે વેબસાઈટ જાહેર કરી.2017: કોરિયા ઓપન સુગર સિરીઝ જીતનારી પહેલી ભારતીય બેડમિંટન ખેલાડી બની પીવી સિંધુ. મુખ્ય હસ્તીઓનો જન્મદિવસ પરિયાર ઈવી રામાસ્વામી (1879), સમાજ સુધારક, તમિળ રાજનેતા.પ્રબોધન ઠાકરે (1885), લેખક, રાજનેતા.એમએફ હુસૈન (1915), પેઈન્ટર.રવિચંદ્રન અશ્વિન (1985), ક્રિકેટર. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today aaj no Itihas Today History For September 17th| What Happened Today| Birth Of PM Narendra Modi|Induction Of Hydrabad In Union Of India [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/aaj-no-itihas-today-history-for-september-17th-what-happened-today-birth-of-pm-narendra-modiinduction-of-hydrabad-in-union-of-india-127727164.html

ચીન ફોરવર્ડ લોકેશન્સ પર લાઉડસ્પીકર મૂકીને પંજાબી ગીતો વગાડે છે, આ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ હોઈ શકે છે		 ચીન ફોરવર્ડ લોકેશન્સ પર લાઉડસ્પીકર મૂકીને પંજાબી ગીતો વગાડે છે, આ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ હોઈ શકે છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
લદાખમાં ભારત-ચીન તણાવની વચ્ચે ચીનની સેના બોર્ડર પર લાઉડસ્પીકર લગાવીને પંજાબી ગીતો વગાડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ચીને લાઉડસ્પીકપર ફિંગર-4 વિસ્તારની એ ફોરવોર્ડ પોસ્ટ પર લગાવ્યું છે, જે 24 કલાક ભારતની નજર હેઠળ છે. ચીનના આ પગલાનાં બે કારણ હોઈ શકે છે. પ્રથમ તો એ કે ચીન ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે નાટક કરી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે છે ચીન વાસ્તવિક રીતે તણાવ ઘટાડવા માગે છે, જોકે એવી શક્યતા નહિવત્ છે. ભારત-ચીનના તણાવની વચ્ચે 20 દિવસમાં 3 વખત ગોળી ચાલી પૂર્વ લદાખમાં એકબીજાને ચેતવણી આપવા માટે ભારત-ચીનના જવાનોની વચ્ચે છેલ્લા 20 દિવસમાં 3 વખત હવામાં ફાયરિંગ થયું છે. છેલ્લે, 8 સપ્ટેમ્બરે બંને તરફથી 100-200 રાઉન્ડ ફાયર થયા હતા. સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે બંને દેશોની વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની મીટિંગ થવાની છે, જોકે ચીન તરફથી હજી સુધી તારીખ અને સમયને કન્ફર્મ કરવામાં આવ્યાં નથી. ભારતીય સેના બોફોર્સ તોપ તૈયાર કરી રહી છે પૂર્વ લદાખમાં ચીનની સાથે તણાવ વધવાની સાથે જ શિયાળાની સીઝનમાં લાંબી અથડામણની શક્યયતાને જોતાં સેનાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય સેના બોફોર્સ હોવિત્ઝર તોપો તહેનાત કરવાની તૈયારીઓ પણ કરી રહી છે. આ તોપોએ 1999માં પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. ઉત્તરાખંડ સીમા પર પણ ચીન સક્રિય ભારત-ચીનની વચ્ચે આર્મી અને ડિપ્લોમેટિક બેઠક સતત એપ્રિલ-મેથી ચાલી રહી છે, જોકે ચીન વારંવાર કરાર તોડવાની કોશિશ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉત્તરાખંડમાં ચીને તિનકાર-લિપુની પાસે લગભગ હટ જેવું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. જોજો ગામ અને ચંપા મેદાનના જનરલ એરિયામાં પણ ચીન કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મંગળવારનો ફોટો લેહનો છે. બોર્ડર પર હાલની સ્થિતિને જોતાં લેહ-લદાખમાં સેનાની મુવમેન્ટ તેજી થઈ ગઈ છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/china-puts-up-loudspeakers-at-finger-4-play-punjabi-songs-for-indian-troops-127727184.html

બોલિવૂડમાં થાળીના વિવાદમાં સપડાઈ કંગના, બોફોર્સ તોપનું મોઢું ચીન તરફ અને જેમના મૃત્યુની તિથિ ખબર નથી, તેમના માટે આજે તર્પણનો દિવસ		 બોલિવૂડમાં થાળીના વિવાદમાં સપડાઈ કંગના, બોફોર્સ તોપનું મોઢું ચીન તરફ અને જેમના મૃત્યુની તિથિ ખબર નથી, તેમના માટે આજે તર્પણનો દિવસ 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
આજે પિતૃમોક્ષ અમાવસ છે. JEE એડવાન્સ આપવા જઈ રહેલા વિદ્યાર્થી માટે પણ ખાસ દિવસ છે, સાથે જ વડા પ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે, તો આવો શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ.. આજે તમારા કામના 4 સમાચાર.. આજે સર્વપિતૃ મોક્ષ અમાવસ છે. આ તિથિ પર એવા મૃત લોકો માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કર્મ કરવામાં આવે છે, જેમના મૃત્યુની તારીખ ખબર નથી હોતી.JEE એડવાન્સ પરીક્ષા 2020ની એપ્લિકેશનમાં એક્ઝામ સિટી ચોઈસ બદલવાની અંતિમ તારીખ છે. આ ફેરફાર સાંજે 5 વાગ્યા સુધી કરી શકાશે.જયપુરમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે બાઈક એમ્બ્યુલન્સ શરૂ થશે. આનાથી સાંકળી શેરીઓમાંથી પણ દર્દીઓને કાઢી શકાશે.કોરોના વચ્ચે રાજસ્થાન યુનિવર્સિટીની હોસ્ટેલ ખૂલી જશે. 18 સપ્ટેમ્બરથી ફાઈનલ યરની પરીક્ષાઓ શરૂ થવાની છે. આજે આ 2 કાર્યક્રમ પણ છે 1.વડા પ્રધાન મોદી 70 વર્ષના થઈ ગયા છે. ભાજપ તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઊજવી રહ્યો છે 2. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વર્ચુઅલ મીટિંગ કરશે. હવે ગઈકાલના 7 મહત્ત્વના સમાચાર 1. કંગના હવે જયા બચ્ચ સાથે વિવાદમાં બોલિવૂડમાં ડ્રગ્સ અંગે નિવેદનબાજીઓ અટકવાનું નામ નથી લઈ રહી. કંગના રનૌતે બુધવારે સપા સાંસદ જયા બચ્ચને ટ્વીટ દ્વારા જવાબ આપ્યો કે કઈ થાળી આપી છે તેમની ઈન્ડસ્ટ્રીએ જયા જી, ? અહીં તો બે મિનિટના રોલ માટે હીરો સાથે સૂવાની થાળી મળતી હતી... આ મારી પોતાની થાળી છે જયા જી, તમારી નથી. જોકે ભાજપ સાંસદ રવિ કિશને સંસદમાં કંગનાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. આ અંગે જયા બચ્ચને કહ્યું હતું કે તમે જે થાળીમાં જમો છો, એમાં છેદ ન કરી શકો.(વાંચો વિગતવાર) 2. બાબરી ઢાંચો તોડી પાડવાના કેસમાં નિર્ણયનો સમય આવી ગયો અયોધ્યામાં બાબરી ઢાંચો તોડી પાડવાના કેસમાં લખનઉની વિશેષ કોર્ટનો નિર્ણય 30 સપ્ટેમ્બરે આવશે. 27 વર્ષ પહેલાં અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોએ બાબરી મસ્જિદને તોડી પાડી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત ઘણા દિગ્ગજ નેતા આરોપીઓ છે. તમામને નિર્ણય વખતે કોર્ટમાં હાજર રહેવું પડશે.(વાંચો વિગતવાર) 3. બોફોર્સ તોપ હવે લદાખમાં તહેનાત થશે 21 વર્ષ પહેલાં પાકિસ્તાન વિરુદ્ધ કારગિલ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા અદા કરાનાર બોફોર્સ તોપ હવે લદાખમાં તહેનાત થશે. સેનાના એન્જિનિયર બોફોર્સ તોપની સર્વિસિંગમાં લાગી ગયા છે. ભારત-ચીન સીમા પર છેલ્લા 20 દિવસમાં ત્રણ વખત ફાયરિંગ થયું. આ કારણે તણાવ ચરમસીમાએ છે. (વાંચો વિગતવાર) 4. SBIએ ATMથી પૈસા કાઢવાનો નિર્ણય બદલ્યો SBIએ ATMથી હવે 10 હજાર રૂપિયા અથવા એનાથી વધુ રકમ OTP નાખીને કાઢવાનો નિર્ણય કર્યો છે. ઓટીપી રજિસ્ટર્ડ નંબર પર આવશે. પહેલાં આ નિયમ રાતે 10 વાગ્યા પછી લાગુ થતો હતો. 18 સપ્ટેમ્બરથી 24×7 લાગુ કરવામાં આવી રહ્યો છે. છેતરપિંડી અટકાવવા માટે આવું કરવામાં આવ્યું છે. (વાંચો વિગતવાર) 5. ચીનનો મુદ્દો ચીન સાથે તણાવ દરમિયાન ગલવાન ઘાટીમાં ફાયરિંગ નહોતું થયું, પણ મોત થયાં. તો આ તરફ પેન્ગોન્ગમાં ફાયરિંગ થયું. આ ઘટના અને હરકતો જણાવે છે કે ચીન સાથે સમજૂતી, સંધિઓ, કવાયત કામ કરી રહી નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં કહ્યું હતું કે આ વખત પરિસ્થિતિ પહેલાં કરતાં અલગ છે. રિટાયર્ડ લેફ્ટિનન્ટ જનરલ સતીશ દુઆએ આ નિવેદનનો અર્થ સમજાવ્યો. (વાંચો વિગતવાર) 6. રાજસ્થાનમાં બોટ પલટી, 11નાં મોત રાજસ્થાનમાં ચંબલ નદીમાં બોટ પલટી ખાઈ જતાં 11 લોકોનાં મોત થયાં છે. ઘટના કોટા જિલ્લાના ઈટાવા પાસે ઘટી છે. બોટ 25 લોકોનો ભાર ઉઠાવી શકતી હતી, પણ એમાં 40 લોકો સવાર હતા. 14 બાઈક પણ રાખવામાં આવી હતી. 4 યુવકોએ 25 લોકોના જીવ બચાવ્યા. તેમણે જણાવ્યું હતું કે ના પાડવા છતાં લોકો બળજબરી બોટ પર ચઢી ગયા હતા.(વાંચો વિગતવાર) 7. પાકિસ્તાને ભારતના 45 માછીમારનું અપહરણ કર્યું પાકિસ્તાને બુધવારે ભારતને ઉશ્કેરવાની હરકત કરી છે. તેની નૌસેનાએ ગુજરાત પાસે આવેલી ભારતીય જળ સીમામાં ઘૂસીને 8 બોટમાં સવાર 45 માછીમારનું અપહરણ કર્યું છે, જેમાંથી 6 બોટ પોરબંદરની અને 2 વેરાવળની હતી. મળતી માહિતી પ્રમાણે, તમામ માછીમારોને કરાંચી પોર્ટ લઈ જવાયા છે.(વાંચો વિગતવાર) હવે 17 સપ્ટેમ્બરનો ઈતિહાસ 1630- અમેરિકાના બોસ્ટન શહેરની સ્થાપના થઈ.1948- હૈદરાબાદ રજવાડાનો ભારતમાં વિલય થયો.1949- દક્ષિણ ભારતના રાજકીય દળ દ્રવિડ મુન્નેત્ર કઝગમની સ્થાપના થઈ.1982- ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Kangana, Bollywood Bofors Guns Face China In The Plate Tussle In Bollywood And For Those Whose Death Date Is Not Known, The Day Of The Sacrifice [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/kangana-bollywood-bofors-guns-face-china-in-the-plate-tussle-in-bollywood-and-for-those-whose-death-date-is-not-known-the-day-of-the-sacrifice-127727121.html

IRCTC પાસે જમા રૂ. 10 લાખનું રિફંડ લેનારું કોઈ નથી, જે ખાતાંમાંથી ટિકિટના પૈસા ચૂકવ્યા હતા એ બધાં બંધ થઈ ગયાં છે		 IRCTC પાસે જમા રૂ. 10 લાખનું રિફંડ લેનારું કોઈ નથી, જે ખાતાંમાંથી ટિકિટના પૈસા ચૂકવ્યા હતા એ બધાં બંધ થઈ ગયાં છે 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
સામાન્ય રીતે લોકો ટિકિટ કેન્સલ કર્યા પછી રિફંડ બેન્ક ખાતામાં જમા ના થાય તો પરેશાન થઈ જાય છે, પરંતુ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન એટલે પરેશાન છે કે ટિકિટ કેન્સલ થયા પછી રૂ. 10 લાખ જેટલી રકમ લેનારું કોઈ નથી. રેલવે દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે કે તેઓ પોતાનું રિફંડ પાછું લઈ લે. આ માહિતી બુધવારે લોકસભામાં એક સવાલના જવાબમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે આપી હતી. IRCTCના અધિકારીના જણાવ્યાનુસાર, જે બેન્ક ખાતામાંથી ટિકિટ બુક કરાવાઈ હતી, તે બંધ થવાના કારણે રિફંડ પાછું નથી આપી શકાયું. રેલવેએ લોકોને રિફંડ પાછું લેવા નવો બેન્ક ખાતા નંબર આપીને રિફંડ લેવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે નવો ખાતા નંબર આપ્યા પછી રિફંડનો દાવો કરનારી વ્યક્તિ આધાર કે પાન નંબર આપીને પોતાની ઓળખ આપીને રકમ પાછી લઈ શકે છે. કોરોનાકાળમાં રૂ. 3,371 કરોડની ટિકિટ કેન્સલ થઈ લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં રેલવેમંત્રીએ કહ્યું હતું કે કોરોનાકાળ એટલે કે 22 માર્ચથી 12 ઓગસ્ટ વચ્ચે રિફંડના રૂપમાં રેલવેએ લોકોને રૂ. 3371.50 કરોડ પાછા આપ્યા છે. આ ટિકિટ 14 એપ્રિલ પહેલાં બુક કરાવાઈ હતી. ગયા વર્ષે આ સમયની તુલનામાં ચાલુ વર્ષે ફક્ત 1.27% મુસાફરોએ જ પ્રવાસ કર્યો હતો. તેથી રેલવેને આશરે 42% ઓછી આવક થઈ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/deposited-with-irctc-rs-there-is-no-one-to-get-a-refund-of-rs-10-lakh-all-the-tickets-paid-from-the-account-are-closed-127727023.html

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું- કેન્દ્ર જણાવે કે લૉકડાઉનથી શું ફાયદો થયો? જીવ બચાવવાનો વૈજ્ઞાનિક આધાર શું?		 કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું- કેન્દ્ર જણાવે કે લૉકડાઉનથી શું ફાયદો થયો? જીવ બચાવવાનો વૈજ્ઞાનિક આધાર શું? 
	 - divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
મોનસૂન સત્રના ત્રીજા દિવસે કોંગ્રેસે સરકારના લૉકડાઉનના કારણે 29 લાખ કેસ રોકવાના દાવા અને પ્રવાસી શ્રમિકોના મૃત્યુની વિગતો ન રાખવા અંગે સવાલો ઊભા કર્યા હતા. કોરોના અંગે ચર્ચામાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોના કાળમાં સરકારે લૉકડાઉન લગાવ્યું, જેનાથી 37 હજારથી 78 હજાર મૃત્યુ થતાં બચાવાયાં. શર્માએ તેના પર સવાલ કર્યો કે શું સરકાર એ જણાવશે કે લૉકડાઉનના શું ફાયદા થયા? સરકાર પાસે તેના કોઈ વૈજ્ઞાનિક આધાર છે કે આટલા જીવ અને કેસ થતાં રોકી લેવાયા? જોકે લૉકડાઉન લાગુ થવા પર તેઓ જ તેમના વતન પાછા ફરી રહ્યા હતા. જોકે શર્માને જવાબ આપતાં ભાજપે કહ્યું કે પીએમ અને અન્ય મંત્રીઓ સાથે થયેલી આશરે 15 બેઠકોમાં કોઈ પણ મુખ્યમંત્રીએ ક્યારેય ન કહ્યું કે લૉકડાઉન ન લગાવવું જોઈએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કોંગ્રેસ નેતા આનંદ શર્મા- ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/congress-leader-anand-sharma-said-what-is-the-benefit-of-the-lockdown-what-is-the-scientific-basis-for-saving-lives-127726650.html
divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK https://www.divyabhaskar.co.in/rss-feed/1037/
divyabhaskar.co.in National IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
Contents shared By educratsweb.com


RELATED POST

  Table of Contents

We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=239 http://educratsweb.com educratsweb.com educratsweb