educratsweb logo

divyabhaskar.co.in International News

Posted By educratsweb.comNews 👁 3989 (20 Sep 2020)

અમેરિકામાં ચેતવણીની અવગણના કરી અનેક કોલેજો શરૂ, હજારો વિદ્યાર્થીઓ ચેપથી પ્રભાવિત		 અમેરિકામાં ચેતવણીની અવગણના કરી અનેક કોલેજો શરૂ, હજારો વિદ્યાર્થીઓ ચેપથી પ્રભાવિત 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાના કોલેજ કેમ્પેસમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે અપનાવાયેલ મોડલ નિષ્ફળ ગયું છે. અનેક યુનિવર્સિટી અને કોલેજોમાં સંશોધકોના અનુમાન ભારે પડી ગયાં. ટેસ્ટિંગ, માસ્ક પહેરવા સહિત અન્ય સાવચેતીઓ રાખવાથી કોઈ ફેર પડ્યો નથી. વિદ્યાર્થીઓની વાપસીથી સમસ્યા વધુ વકરી છે. જ્યારે અનેક કોલેજોએ ચેતવણીની અવગણના કરી કેમ્પસ ખોલી મુશ્કેલી વધારી લીધી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી હજારો વિદ્યાર્થીઓ ચેપના શિકાર થયા હતા. એક યુનિવર્સિટીમાં તો 28 હજારથી વધુ વિદ્યાર્થી બીમાર થઈ ગયા છે. ઈલિનોય યુનિવર્સિટીમાં ફિજિક્સના બે સંશોધકો નાઈજેલ ગોલ્ડનફેલ્ડ અને સર્જેઈ માસલોવે કેમ્પસ માટે એક મોડલ તૈયાર કર્યુ હતું. તે હેઠળ સપ્તાહમાં બે દિવસ વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ સ્ટાફનું ટેસ્ટિંગ, માસ્ક પહેરવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે એપના ઉપયોગની જોગવાઈ હતી. અંદાજ લગાવાયો હતો કે આ ઉપાયોથી 46 હજાર લોકોના કેમ્પસમાં ચેપને 500 લોકો સુધી મર્યાદિત રાખી શકાશે. પણ આ મોડલ નિષ્ફળ રહ્યું. 16 ઓગસ્ટે કેમ્પસ ખૂલવા અને 13 સપ્ટેમ્બર વચ્ચે યુનિવર્સિટીમાં કોવિડ-19ના 1800થી વધુ નવા કેસ સામે આવ્યા છે. પહેલા સપ્તાહમાં એક હજાર લોકો ચેપગ્રસ્ત થયા હતા. ગોલ્ડનફેલ્ડ કહે છે કે વિદ્યાર્થીઓ પોતાને અલગ ન રાખી શક્યા. દેશમાં અનેક કોલેજોએ વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા લાવવા પગલાં ભર્યાં છે. અમુક કોલેજોએ કમ્પ્યૂટર મોડલથી જોયું કે કોવિડ-19 વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર શું અસર કરશે. પણ ઈલિનોય યુનિવર્સિટી સમાન આ મોડલ અનુમાન પર આધારિત હતા. એટલા માટે અંતે ખોટા સાબિત થયા છે. અમુક મામલે યુનિવર્સિટીના અધિકારીઓએ સાવચેતીથી ઉપયોગ કરવાની ભલામણોને નેવે મૂકી દીધી. મોડલોમાં દર્શાવાયું કે નિયંત્રણનાં પગલાં ન ભરવાનાં પરિણામ શું હશે? તેમ છતાં તેના પર ધ્યાન ન અપાયું. બંને સ્થિતિમાં અમેરિકાના કોલેજ કેમ્પસ કોવિડ-19 વાઈરસનું નવું ઠેકાણું સાબિત થયા છે. અમુક શૈક્ષણિક સંસ્થાનોની સ્થિતિ પર નજર કરો. સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીમાં 8 ઓગસ્ટ પછી 286 કેસ સામે આવી ચૂક્યા છે. ટેક્સાસ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં ઓગસ્ટ મહિનામાં 600 અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 212 કેસ સામે આવ્યા છે. આયોવા યુનિવર્સિટીમાં 18 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર વચ્ચે 1732 કેસ આવી ચૂક્યા હતા. સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાં એક ઓગસ્ટ પછી 2074 કેસ મળ્યા છે. અનેક કોલેજોએ વિદ્યાર્થીઓને ઘરે પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે. ઈલિનોય યુનિવર્સિટીએ 2 સપ્ટેમ્બરથી બે અઠવાડિયાનું લૉકડાઉન લાગુ કર્યુ હતું. પેન સ્ટેટ યુનિવર્સિટીએ ચેપની ચેતવણીની અવગણના કરી હતી. ત્યાં હજારો વિદ્યાર્થીઓ બીમાર થઈ ગયા હતા. નોત્રે ડેમ યુનિવર્સિટીએ પ્રોફેસર એડવિન માઈકલના ચેપ ફેલાવાના મોડલ પર કોઈ ધ્યાન આપ્યું નહીં. ત્યાં 642 વિદ્યાર્થી ચેપની લપેટમાં આવ્યા હતા. જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ચેપી રોગના સેન્ટરના ડિરેક્ટર જોન ડ્રેકે કેમ્પસ શરૂ કરવા પર 30 હજારથી વધુ લોકોના ચેપગ્રસ્ત થવાની આગાહી કરી હતી. કોઈએ તેમના મોડલ પર ધ્યાન ન આપ્યું. પેન સ્ટેટ યુનિવર્સિટીમાં 28 હજાર વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત પેન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષકોના એક ગ્રૂપ કોએલિશન ફોર અ જસ્ટ યુનિવર્સિટીએ એક મોડલ તૈયાર કર્યુ. તેમાં જણાવાયું કે યુનિવર્સિટી કેમ્પસ ખૂલવાથી ચેપની સ્થિતિ શું હશે? ગ્રૂપમાં એન્જિનિયરિંગ અને સાયન્સ ફેકલ્ટી સામેલ છે. તેમના મોડલે જણાવ્યું કે જો દરરોજ એક ટકા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાશે તો 1800થી વધુ વિદ્યાર્થી બીમાર પડશે. બે હજાર વિદ્યાર્થી વાઈરસથી મૃત્યુ પામી શકે છે. 28 ઓગસ્ટ પછી યુનિવર્સિટી કેમ્પસમાં 28 હજાર 650 વિદ્યાર્થી ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. કેમ્પસમાં 47 હજાર વિદ્યાર્થી છે. ગ્રૂપે યુનિવર્સિટી તંત્રને મોડલ મોકલ્યું હતું પણ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. પેન સ્ટેટ યુનિવર્સિટીના પ્રવક્તાએ એક સ્થાનિક અખબારને જણાવ્યું કે મોડલની રીત દોષપૂર્ણ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ટેસ્ટિંગ, માસ્ક પહેરવા સહિત અન્ય સાવચેતીઓ રાખવાથી કોઈ ફેર પડ્યો નથી.- ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/ignoring-the-warning-in-america-started-several-colleges-affecting-thousands-of-students-infected-127736634.html

પાકિસ્તાનમાં દુષ્કર્મ મામલે સૌથી મોટું સર્ચ ઓપરેશન, 45 હજાર લોકોએ રેપનો વિરોધ કર્યો		 પાકિસ્તાનમાં દુષ્કર્મ મામલે સૌથી મોટું સર્ચ ઓપરેશન, 45 હજાર લોકોએ રેપનો વિરોધ કર્યો 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાનમાં મહિલાઓ રસ્તા પર છે. લોકો સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. દેખાવકારોના હાથમાં પ્લેકાર્ડ્સ છે, જેના પર લખ્યું છે- ‘દુષ્કર્મીઓને રસ્તા પર ફાંસી આપો’. તાજેતરના ભૂતકાળમાં લાહોર, પેશાવર, કરાચી અને ઇસ્લામાબાદ જેવાં શહેરોમાં 45 હજારથી વધુ મહિલાઓ, બાળકો અને પુરુષોએ રસ્તા પર આંદોલન કર્યું. મૂળે ગત 7 સપ્ટેમ્બરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હાઇવે પર મહિલા સાથે દુષ્કર્મથી લોકોમાં રોષ છે. સ્થાનિક પોલીસે મહિલાને જ દોષિત માનતાં કહ્યું હતું કે તેણે બીજા રસ્તેથી ઘરે જવું જોઇતું હતું. મહિલાઓના અધિકારોના આંદોલનની વાત કરીએ તો આ પાક.ના ઇતિહાસમાં ત્રીજું અને ઇમરાન સરકારમાં સૌથી મોટું આંદોલન છે. આંદોલનકારીઓની આ 5 માગ છે જાતીય હિંસાના જે કેસોમાં પેનિટ્રેશન ન થયું હોય તેમાં પણ કડક સજા કરાય.પોલીસની જવાબદારી નક્કી થાય. પોલીસ, વકીલ અને જજોને ટ્રેનિંગ અપાય.પીડિતાને, સાક્ષીઓને ચુસ્ત સુરક્ષા અપાય. સર્વાઇવર્સને તમામ પ્રકારની કાનૂની સહાય કરાય.જાતીય શોષણના કેસોમાં બિનવૈજ્ઞાનિક ‘વર્જિનિટી ટેસ્ટ’ જેવી બાબતો દૂર કરવામાં આવે.જાહેર સ્થળો પર મહિલાઓની સુરક્ષા વધારી દેવાય. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today The largest search operation in Pakistan, 45,000 people protested the rape [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/the-largest-search-operation-in-pakistan-45000-people-protested-the-rape-127736288.html

ક્યાંક ટીચર્સનો કોરોના ટેસ્ટ જરૂરી, ક્યાંક માસ્ક નહીં, સુરક્ષા માટે 100 બાળકોનાં ગ્રૂપ બનાવાયાં		 ક્યાંક ટીચર્સનો કોરોના ટેસ્ટ જરૂરી, ક્યાંક માસ્ક નહીં, સુરક્ષા માટે 100 બાળકોનાં ગ્રૂપ બનાવાયાં 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દુનિયાના અનેક દેશોમાં બાળકો સ્કૂલે પાછાં ફરી રહ્યાં છે. ભારતમાં પણ 21 સપ્ટેમ્બર એટલે કે કાલથી ધોરણ-9થી 12મા સુધીની શાળાઓ ખૂલી જશે. અમુક દેશોમાં કેસ ઓછા છે એટલા માટે સ્કૂલો હવે શરૂ થઈ રહી છે. જ્યારે અમુક દેશ એવા પણ છે જ્યાં કેસ સતત વધી રહ્યા છે, પણ તેમ છતાં અનેક સુરક્ષા ઉપાયો સાથે સ્કૂલો શરૂ કરાઈ છે. રશિયાની અનેક સ્કૂલોમાં શિક્ષકો માટે કોરોના ટેસ્ટ જરૂરી છે તો બ્રિટનમાં ફરજિયાત માસ્કનો નિર્ણય સ્કૂલો પર છોડી દેવાયો છે. ચીન: 20 કરોડ બાળકો સ્કૂલે જવા લાગ્યાં ચીનમાં સરકારી સ્કૂલોમાં ભણતાં 19.5 કરોડ વિદ્યાર્થી સ્કૂલે જવા લાગ્યા છે. વુહાનમાં પણ એક સપ્ટેમ્બરે 2840 પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શરૂ કરાઈ છે. બાળકોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચેક કરાઈ રહી છે. કોમ્યુનિટી પાર્ટીના કાર્યકરો પણ સ્કૂલોમાં ટીચર્સની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ મેઈન્ટેઈન કરાવી રહ્યાં છે. બ્રિટન: અહીં માસ્ક લગાવવાનો નિયમ નથી બ્રિટનમાં પણ એક કરોડથી વધુ બાળકોની સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. જોકે અહીં સંપૂર્ણ દેશની સ્કૂલો માટે માસ્ક પહેરવાનો એક નિયમ નથી. સરકારે આ નિર્ણય સ્કૂલો પર છોડ્યો છે. પ્રાથમિક સ્કૂલનાં બાળકો માટે માસ્ક લગાવવું ફરજિયાત નથી. જોકે તાજેતરમાં અહીં અનેક સ્કૂલોમાં કેસ આવ્યા બાદ તેને થોડા સમય માટે ફરી બંધ કરાઈ છે. બેલ્જિયમ: રજાઓથી પાછાં ફરેલાં બાળકો 14 દિવસ ઘરે રહેશે બેલ્જિયમમાં પાંચ વર્ષ કે તેનાથી વધુ વયનાં બાળકોને એક સપ્ટેમ્બરથી સ્કૂલોમાં બોલાવી લેવાયાં છે. જે વિદ્યાર્થી કોઈ હાઈ રિસ્ક ક્ષેત્રનો છે તેમના પર જ સ્કૂલોમાં આવવા પર પ્રતિબંધ છે. જે વિદ્યાર્થીઓ રજાઓમાં કોઈ ચેપગ્રસ્ત સ્થાને ફરી આવ્યાં છે તેમણે 14 દિવસ સ્કૂલે આવવાનું રહેશે નહીં. ફ્રાન્સ: 11 વર્ષથી મોટાં બાળકો માટે માસ્ક ફરજિયાત, કેસ મળ્યા અહીં 1 સપ્ટેમ્બરે સ્કૂલો શરૂ કરાઈ પણ પહેલા સપ્તાહમાં જ અનેક સ્કૂલોમાં કોરોનાના કેસ મળી આવ્યા, જેના લીધે આશરે 22 સ્કૂલો ફરી બંધ કરાઈ. અહીં જૂનમાં પણ અનેકવાર સ્કૂલ ખૂલી હતી. હાલ ફ્રાન્સમાં 11 વર્ષથી મોટાં બાળકો અને ટીચર્સ માટે માસ્ક ફરજિયાત છે. જે સ્કૂલોમાં કેસ મળશે તેને ફરી બંધ કરાશે. અને આ દેશોમાં પણ આ નિયમ રશિયાના તમામ 85 ક્ષેત્રોમાં શિક્ષક અને બાળકો માટે માસ્ક ફરજિયાત નથી. મોટા ભાગની સ્કૂલોમાં ટીચર્સ માટે કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. સ્કૂલમાં એક સમયે બાળકોની સંખ્યા મર્યાદિત કરાઈ છે. જર્મની અને નોર્વેમાં સ્કૂલો આશરે 100-200 બાળકોના ગ્રૂપ બનાવી રહી છે અને તેમના પર નજર રાખવાની જવાબદારી અમુક શિક્ષકોને અપાઈ રહી છે. સુરક્ષાની દૃષ્ટિએ એક ગ્રૂપના બાળકો બીજા ગ્રૂપને મળી નથી શકતાં. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Somewhere teachers need corona tests, somewhere not masks, groups of 100 children formed for safety [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/somewhere-teachers-need-corona-tests-somewhere-not-masks-groups-of-100-children-formed-for-safety-127736157.html

ગાંધીજીની મૂર્તિ પાડનારને 10 વર્ષની સજા અપાવીશું: ટ્રમ્પ		 ગાંધીજીની મૂર્તિ પાડનારને 10 વર્ષની સજા અપાવીશું: ટ્રમ્પ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં આફ્રિકી અમેરિકી જ્યોર્જ ફ્લોઈડના મોત સામે દેખાવો કરનારાએ મહાત્મા ગાંધીની મૂર્તિને પણ છોડી નહોતી. ટ્રમ્પે કહ્યું કે તેઓ એવો કાયદો લાવી રહ્યાં છે કે જેથી આવા તોફાની તત્ત્વોને 10 વર્ષની જેલ થશે. મિનેસોટામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે આ દેખાવકારોને ઠગોનું ટોળું કહ્યાં હતા. ટ્રમ્પે કહ્યું કે દેખાવકારોએ અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન અને થોમસ જેફરસન સહિત ઘણી મહાન હસ્તીઓના સ્ટેચ્યુ પાડી દીધા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/accused-of-breaking-gandhijis-statue-will-be-sentenced-to-10-years-trump-127734529.html

ફ્રાંસમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યુ- એક દિવસમાં 13 હજારથી વધારે કેસ સામે આવ્યા; વિશ્વમાં અત્યાર સુધીમાં 3.06 કરોડ કેસ		 ફ્રાંસમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યુ- એક દિવસમાં 13 હજારથી વધારે કેસ સામે આવ્યા; વિશ્વમાં અત્યાર સુધીમાં 3.06 કરોડ કેસ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વિશ્વમાં સંક્રમિતોનો કુલ આંકડો 3.06 કરોડથી વધારે થઈ ગયો છે. જોકે સારી વાત એ છે કે કોરોનાથી સારું થનારા દર્દીની સંખ્યા 2 કરોડ 23 લાખથી વધારે થઈ ગઈ છે. મહામારીને લીધે મૃત્યુ પામનારની સંખ્યા 9 લાખ 55 હજારથી વધારે થઈ ગઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે.હવે વાત કરીએ વિશ્વમાં આ વાઈરસને લગતી કેટલાક મહત્વના સમાચાર જોઈએ. ફ્રાંસમાં સંક્રમણની બીજી લહેર ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સ્વીકાર્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર સામે આવી ચુકી છે. ફ્રાંસઃ સંક્રમણની બીજી લહેર ફ્રાંસ સરકાર સમક્ષ નવી સમસ્યા સર્જાઈ છે. ઓગસ્ટમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. પણ હવે ફ્રાંસમાં કોરોનાની બીજી લહેર આવી છે.સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી રહી છે. શુક્રવારે હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે એક દિવસમાં 13 હજાર 215 નવા કેસ આવ્યા છે. આ ઉપરાંત મૃત્યુ પામનારો આંકડો 154 રહ્યો છે. અત્યાર સુધીમાં અહીં 31 હજાર 249 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ મહિના બાદ એક દિવસમાં આટલા લોકોના મૃત્યુ થયા છે. બ્રિટનઃ પ્રધાનમંત્રીનું નિવેદન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સ્વીકાર્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર સામે આવી છે. એટલું જ નહીં વિરોધીઓને જવાબ આપતા PMએ કહ્યું કે સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્કને લઈ કડક નિયંત્રણ લાગૂ કરશે. જોનસને કહ્યું- સ્થિતિને બગડતી અટકાવવા માટે અમારે કડક પગલા ભરવા પડશે. શુક્રવારે દેશમાં કુલ 4332 નવા કેસ સામે આવ્યા હતા. હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું- એ વાતને લઈ કોઈ શક નથી કે સંક્રમણની આ બીજી લહેર સામે આવી ચુકી છે. જે સ્થિતિ ફ્રાંસ તથા સ્પેનમાં થઈ રહી છે તે હવે બ્રિટનમાં પણ થઈ રહી છે. આ ફોટો લંડનના એક બજારમાં બહાર ફરવા નિકળેલા લોકોનો છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસનને સ્વીકાર્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર સામે આવી ગઈ છે અમેરિકાઃ ટ્રમ્પનો નવો વાયદો અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના માહોલ તથા મહામારીને અલગ કરી શકતા નથી અને હવે તેમનું નવું નિવેદન સામે આવ્યુ છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાઈરસની વેક્સીન આગામી વર્ષ એપ્રિલ સુધી દરેક અમેરિકી નાગરિક સુધી પહોંચાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના ભૂતપુર્વ સલાહકાર રાષ્ટ્રપતિને સલાહ આપી રહ્યા છે કે તે વેક્સીનને લઈ કોઈ જ પ્રકારનું વચન ન આપે. કારણ કે વેક્સીન માટે અમેરિકામાં મંજૂરીની પ્રક્રિયા અન્ય દેશોની તુલનામાં ઘણી કડક હોય છે અને તેને લીધે આ માટે કોઈ તારીખ નક્કી કરી શકાય તેમ નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઈરસની વેક્સીન આગામી વર્ષના એપ્રીલ સુધી દરેક અમેરિકી નાગરિક સુધી પહોંચી જશે ઓસ્ટ્રેલિયાઃ ટ્રાવેલ પરના પ્રતિબંધમાં રાહત ઓસ્ટ્રેલિયાની સરકારે રાજ્ય સરકારો સાથે મળી નિર્ણય કર્યો છે કે ટ્રાવેલ પરના પ્રતિબંધમાં કેટલીક રાહત આપવામાં આવવો જોઈએ અને આ માટે તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. ન્યૂ સાઉથવેલ્સ, ક્વીસલેન્ડ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં નક્કી થયું છે કે આગામી કેટલાક દિવસમાં પ્રતિબંધમાં રાહત આપવામાં આવશે. જોકે, દેશમાં આવતા લોકોને હોટેલોમાં ક્વોરેન્ટીન થવું પડશે. આશરે 4 થી 6 હજાર ઓસ્ટ્રેલિયન નાગરિક પ્રત્યેક સપ્તાહ પરત આવી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે વર્તમાન સમયમાં આશરે 60 હજાર ઓસ્ટ્રેલિયન નાગરિક અન્ય દેશોમાં ફસાયેલા છે. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નની એક હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરવાની તૈયારી કરતો સ્ટાફ ફિલિપાઈન્સમાં ઈમર્જન્સી લંબાવવામાં આવી ફિલાપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિંગો દુર્તેતેએ મહામારીને જોતા દેશમાં રાષ્ટ્રીય આપદાના સમયને લંબાવ્યો છે. તે આ વર્ષ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ આગામી વર્ષ 12 સપ્ટેમ્બર સુધી જારી રહેશે. જોકે, અધિકારીઓના મતે જો મહામારીની સ્થિતિમાં સુધારો થશે તો તેનો સમય ઓછો કરી શકાય છે.​ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today In France, Corona raised its head again - more than 13,000 cases came up in one day; 3.06 crore cases in the world so far [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/in-france-corona-raised-its-head-again-more-than-13000-cases-came-up-in-one-day-306-crore-cases-in-the-world-so-far-127733504.html

H-1‌‌બી વિઝા પર પ્રતિબંધને પડકારતી અરજી US કોર્ટે ફગાવી, ભારતવંશી જજે જ ભારતીયોની અરજી કાઢી નાખી		 H-1‌‌બી વિઝા પર પ્રતિબંધને પડકારતી અરજી US કોર્ટે ફગાવી, ભારતવંશી જજે જ ભારતીયોની અરજી કાઢી નાખી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાની કોર્ટે 169 ભારતીયો દ્વારા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા પર વિદેશીઓના વર્ષના અંત સુધી અમેરિકી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે. એચ-1બી વિઝા અમેરિકી કંપનીઓમાં વિશેષતા ધરાવતા પદ પર વિદેશી કામદારોને નિમણૂક કરવાની સવલત આપે છે. ખાસ કરીને ટેકનોલોજી કંપનીઓ એચ-1બી વિઝા પર હજારોની સંખ્યામાં ભારતીયોને નોકરી પર રાખે છે. અમેરિકામાં કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ભારતીય મૂળના જજ અમિત પી. મહેતાએ 11 પાનાના આદેશમાં કહ્યું છે કે ભારતીય નાગરિક સરહદ બંધ થયા પછી ભારતમાં ફસાયા છે. તેઓ ટ્રમ્પના પ્રવાસ પ્રતિબંધની જાહેરાત પછી આ કેસ જીતવાની સંભાવના નથી. 169 ભારતીય નાગરિકોએ તેમની અરજીમાં વિદેશમંત્રી અને અમેરિકી વાણિજ્ય દૂતાવાસને ડીએસ-160 વિઝા અરજી અંગે અંતિમ નિર્ણય કરવા આદેશ આપવાની વિનંતી કરી હતી. મહેતાએ કહ્યું કે જ્યારે ફરિયાદકર્તા 1 જાન્યુઆરી 2021 સુધી દેશમાં પ્રવેશવા અયોગ્ય છે તો એવામાં જો કોઈ આદેશ આપીશું તો તેનો કોઈ મતલબ નહીં રહે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today US court rejects application challenging H-1B visa ban, Indian judge rejects Indian application [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/us-court-rejects-application-challenging-h-1b-visa-ban-indian-judge-rejects-indian-application-127732341.html

પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે અમેરિકાનો અર્થ રિપબ્લિકન અને ડેમોક્રેટ રાજ્ય છે; કોરોનાથી થયેલા મોતને તેઓ રાજ્યોના આધારે જુએ છે		 પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે અમેરિકાનો અર્થ રિપબ્લિકન અને ડેમોક્રેટ રાજ્ય છે; કોરોનાથી થયેલા મોતને તેઓ રાજ્યોના આધારે જુએ છે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકામાં કોરોના વાઈરસમાં મરનાર લોકોની સંખ્યા બે લાખથી વધારે થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ આંકડાને અમેરિકાના આંકડાના રૂપમાં નથી જોતા. તેઓ આને બ્લૂ એન્ડ રેડ સ્ટેટસના આંકડામાં વહેચીને જુએ છે. બ્લૂ સ્ટેટ્સ એ રાજ્યોને કહેવાય છે જે ડેમોક્રેટ્સ પ્રભાવિત મનાય છે. રેડ સ્ટેટ્સ એટલે એ રાજ્ય જ્યાં રિપબ્લિકન પાર્ટીનો દબદબો છે. શું કહે છે ટ્રમ્પ આ સપ્તાહમાં ટ્રમ્પે કહ્યું કે જો તમે બ્લૂ સ્ટેટ્સને બાક કરો તો વિશ્વમાં કોઈ એમ ન કહી શકે કે સ્થિતિ ઘણી ખરાબ છે. રેડ સ્ટેટ્સમાં મોતના આંકડા ઘણા ઓછા છે. આ નિવેદનનો શું અર્થ કાઢવો જોઈએ. શું ટ્રમ્પ માત્ર રેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ છે, સમગ્ર અમેરિકાના નથી? માત્ર કોરોના જ નહીં, ઈમીગ્રેશન, અપરાધ, હિંસા અને અન્ય મુદ્દા પર પણ રાષ્ટ્રપતિનું આ વલણ નજરે પડે છે. તેઓ દેશના ભાગલા પાડવાની વાત કરે છે. વસ્તુઓને જોવાની રીત યોગ્ય નથી ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનવાની સ્પર્ધામાં છે. છતાં પણ દેશને ભાગલા પાડવાના ચશ્માથી જુએ છે. ઘણીવાર તેઓ ડેમોક્રેટ સિટી અને બ્લૂ સ્ટેટ્સની ખરાબ સ્થિતિનો ઉલ્લેખ કરે છે. ટ્રમ્પના કાર્યકાળમાં હોમલેન્ડ સિક્યોરિટીમાં કામ કરી ચૂકેલા પૂર્વ ઓફિસર ડેવિડ લપાન કહે છે કે ટ્રમ્પની રાજનીતિ લોકપ્રિયતા મેળવવાની આસપાસ ફરે છે. બુશ પાસેથી શીખવું જોઈએ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ પાસેથી એ શીખવું જોઈએ કે 11 સપ્ટેમ્બર 2001માં થયેલા આતંકી હુમલા પછી બુશએ ડેમોક્રેટિક પાર્ટીના સીનિયર સેનેટર્સને વાતચીત માટે બોલાવ્યા હતા.તેમા હિલેરી ક્લિન્ટર અને ચક શૂમર સામેલ હતા. ઓવલ ઓફિસમાં વાતચીત થઈ હતી. રાષ્ટ્રીય આપદાની બાબતમાં અસરપરસ સહમતી સાધવાની કોશિશ થવી જોઈએ. 2012માં જ્યારે સેન્ડી તોફાન આવ્યું ત્યારે બરાક ઓબામા પ્રચાર છોડીને ન્યૂઝર્સી પહોંચ્યા હતા. ત્યાં રિપબ્લિકન પાર્ટીની સરકાર હતી અને ગવર્નર ક્રિસ ક્રિસ્ટી હતા. ઓબામાએ તેમને સમગ્ર મદદનું આશ્વાસન આપ્યું હતું. માત્ર ભાગલામાં વિશ્વાસ આધુનિક અમેરિકાનો ઈતિહાસ જોવામાં આવે તો કદાચ ટ્રમ્પ ભાગલામાં સૌથી વધારે વિશ્વાસ કરનાર રાષ્ટ્રપતિ છે. ઘણા મહિનાઓથી તેઓ મહામારીને લઈને ડેમોક્રેટિક પાર્ટીની સરકાર વાળા રાજ્યો અને ત્યાંના ગવર્નર પર આરોપ લગાવી રહ્યા છે. બુધવારે કહ્યું હતું કે બ્લૂ સ્ટેટ્સમાં વધારે મોત થયા છે. પેન્સિલવેનિયાના પૂર્વ ગવર્નર ટોમ રિઝ મુજબ એવા રાષ્ટ્રપતિ ઉપર વિશ્વાસ ન કરી શકાય. રિઝ રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે. તેઓ આગળ કહે છે કે મહામારી વચ્ચે તેઓ આવી વાત કેવી રીતે કરી શકે. આ તો દેશના ભાગલા પાડવાની વાત થઈ. આ કેવા રાષ્ટ્રપતિ છે શૂમર સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના લીડર છે. તેઓએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પોતાને સારા બતાવવા માટે કેવી રીતે આંકડા બતાવે છે. આ તે કેવા રાષ્ટ્રપતિ છે? મહામારીમાં આ દેશમાં મરનાર દરેક વ્યક્તિ માત્ર અમેરિકન છે. તેનો તેઓને કોઈ અફસોસ નથી. આશ્ચર્ય થાય છે કે અમારી પાસે કેવા રાષ્ટ્રપતિ છે. તો બીજી તરફ વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારાહ મેથ્યૂઝ કહે છે કે રાષ્ટ્રપતિની નીતિઓથી દરેક અમેરિકનનો વિકાસ થયો છે. પરંતુ એમાં પણ કઓ શંકા નથી કે ડેમોક્રેટ પાર્ટીની સરકારવાળા કેટલાક રાજ્યમાં આર્થિક વિકાસ થયો નથી. તેઓ સુરક્ષા ન આપી શક્યા અને વાઈરસને કાબૂ મેળવવામાં પણ નિષ્ફળ ગયા. ટ્રમ્પનું સમર્થન પણ વ્હાઈટ હાઉસના પૂર્વ સેક્રેટરી એરી ફ્લેશરના કહ્યા મુજબ ટ્રમ્પના નિવેદનની ટિક્કા કંઈક વધારેજ થાય છે. તેઓ કહે છે કે દંગાને રોકવા માટે ડેમોક્રેટિક મેયર્સે યોગ્ય કામ નથી કર્યું તો તે સાચું છે. ટ્રમ્પ જ્યારે સત્તામાં આવ્યા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે તેઓ દરેક અમેરિકનના રાષ્ટ્રપિત છે અને મારા માટે તે મહત્વનું છે. પરંતુ સત્તા સંભાળતા જ સ્થિતિ બદલાય ગઈ. ડેમોક્રેટ પાર્ટિના શાસનવાળા રાજ્યો, ગવરનર્સ અને મેયર્સને ખોટા ગણાવવામાં આવ્યા. તો શું આ જ વાસ્તવિકતા છે 2012માં મિટ રોમની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. સ્ટુઅર્ટ સ્ટીવન તેમના સ્ટ્રેટેજિસ્ટ હતા. સ્ટુઅર્ટ કહે છે કે વાસ્તવિકતા તો એ છે કે ટ્રમ્પ પોતાને અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં જોતા જ નથી. તેઓ એક ગેંગ લીડરની જેમ છે. તમે તેના સાથી થઈ શકો છે અથવા દુશ્મન. સપ્તાહમાં ચાર દિવસ ટ્રમ્પ એ રાજ્યો કે શહેરોમાં જઈ રહ્યા છે જ્યાં તેમને 2016માં ભરપૂર સમર્થન મળ્યુ હતું. એ પણ ન ભૂલો કે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ વિશે તેઓ ઘણા સપ્તાહ સુધી કંઈ બોલ્યા ન હતા. જ્યારે ટિક્કા વધારે થવા લાગી ત્યારે તેઓ બે કલાક માટે કેલિફોર્નિયા ગયા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today For President Trump, America means Republican and Democrat state; They see the deaths from corona based on the states [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/us-elections/news/us-election-2020-for-president-trump-america-means-republican-and-democrat-state-127733435.html

દુનિયાની પ્રથમ બાયોનિક આંખ જે લોકોનો અંધાપો દૂર કરશે, મગજમાં લગાવવાની તૈયારી		 દુનિયાની પ્રથમ બાયોનિક આંખ જે લોકોનો અંધાપો દૂર કરશે, મગજમાં લગાવવાની તૈયારી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ઊંડા રિસર્ચ બાદ બાયોનિક આંખ તૈયાર કરી હતી. તેની મદદથી લોકોને અંધાપાથી મુક્તિ મળી શકશે. તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હવે તેને માનવીના મગજમાં લગાવવાની તૈયારી ચાલી રહી છે. દાવો કરાયો છે કે આ દુનિયાની પ્રથમ બાયોનિક આંખ છે. યુનિવર્સિટીના ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર લાઓરીએ જણાવ્યું કે અમે એક એવી વાયરલેસ ટ્રાન્સમીટર ચિપ તૈયાર કરી છે જે મગજની સપાટી પર ફિટ થઈ જશે. અમે તેને ‘બાયોનિક આઈ’ નામ આપ્યું છે. તેમાં કેમેરાની સાથે એક હેડગિયર ફીટ કરાયું છે જે આજુબાજુ થતી હરકતો પર નજર રાખી સીધું મગજનો સંપર્ક સાધશે. આ ડિવાઈસની સાઈઝ 9X9 મિલીમીટર છે. આ આંખને બનાવવામાં 10 વર્ષથી વધુ સમય લાગ્યો છે. પ્રોફેસર લાઓરી અનુસાર બાયોનિક આંખ માનવીના અંધાપાને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થશે. તેને જન્મથી અંધ વ્યક્તિને પણ લગાવી શકાશે. વિજ્ઞાનીઓએ આ ડિવાઈસને વેચવા માટે ફંડની માગ કરી હતી. જોકે તેના વિજ્ઞાનીઓને ગત વર્ષે એક મિલિયન ડોલર(આશરે 7.35 કરોડ રૂ.)ની રકમ આપવામાં આવી હતી. ગત વર્ષે ઘેટાં-બકરાં પર ટ્રાયલ કરાઈ હતી મોનાશ બાયોમેડિસિન ડિસ્કવરી ઈન્સ્ટિટ્યૂટના ડૉક્ટર યાન વોંગે જણાવ્યું કે શોધ દરમિયાન 10 ડિવાઈસનું ઘેટાં-બકરાં પર પરીક્ષણ કરાયું હતું. તેમાંથી 7 ડિવાઈસ ઘેટાં-બકરાંના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વિના 9 મહિના સુધી એક્ટિવ રહ્યું હતું. ડૉ. લ્યૂસે કહ્યું કે જો ડિવાઈસ કારગત સાબિત થશે તો તેને મોટાપાયે તૈયાર કરાશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today બાયોનિક આંખ. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/the-worlds-first-bionic-eye-that-will-remove-peoples-blindness-ready-to-be-implanted-in-the-brain-127732107.html

UAEએ ‘લિક્વિડ નેનોક્લે’ પદ્ધતિથી રણમાં તરબૂચ, દૂધી જેવાં ફળ-શાકભાજી ઉગાડવામાં સફળતા મેળવી		 UAEએ ‘લિક્વિડ નેનોક્લે’ પદ્ધતિથી રણમાં તરબૂચ, દૂધી જેવાં ફળ-શાકભાજી ઉગાડવામાં સફળતા મેળવી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
લૉકડાઉનમાં 40 દિવસના પ્રયોગ પછી યુએઈએ એ સાબિત કરી દીધું કે રેતીમાં પણ તરબૂચ અને ગલકાં જેવાં ફળ-શાકભાજીની ખેતી કરી શકાય છે. યુએઈ રણમાં ઘેરાયેલો દેશ છે, જે તેનાં તાજા ફળ-શાકભાજીની 90 ટકા જરૂરિયાત આયાત કરીને પૂરી કરે છે. તેના માટે રણને ફળ અને શાકભાજીના બગીચામાં રૂપાંતરિત કરવાની આશા કોઈ અજાયબીથી ઓછી નથી. વિજ્ઞાનીઓને રણમાં આ સફળતા લિક્વિડ નેનોક્લે પદ્ધતિ એટલે કે ભીની ચીકણી માટીને કારણે મળી છે. 40 ચોરસ ફૂટના શિપિંગ કન્ટેનરમાં અનેક લિક્વિડ નેનોક્લેની ફેક્ટરી બનશે સિવર્ટ્સને કહ્યું કે 40 ચો.ફૂટના શિપિંગ કન્ટેનરમાં લિક્વિડ નેનોક્લેની ફેક્ટરી બનાવાશે. આવા અનેક કન્ટેનર રણવાળા દેશોમાં સ્થાપિત કરાશે જેથી સ્થાનિક માટીનો ઉપયોગ કરીને તે દેશના રણમાં ખેતી કરી શકાય. આવા દરેક કન્ટેનરથી 40 હજાર લિટર લિક્વિડ નેનોક્લેનું પ્રતિકલાકની ઝડપે ઉત્પાદન કરાશે. તેનો ઉપયોગ યુએઈના સિટી પાર્કલેન્ડમાં કરાશે. વિજ્ઞાનીઓનો અંદાજ છે કે આ પદ્ધતિમાં પાણીનો ઉપયોગ 45 ટકા સુધી ઘટી જશે. હાલ એક ચો.મીટર જમીન પર આ ટેક્નોલોજીના ઉપયોગ પાછળ બે ડોલર એટલે કે 150 રૂપિયાનો ખર્ચો થાય છે. ગરીબ દેશોમાં તેનો ઉપયોગ કરવા માટે આ કિંમત 10 ગણી ઘટાડવાની જરૂર છે. આ ટેક્નોલોજીનો વૈજ્ઞાનિક આધાર શું છે? હજારો વર્ષોથી નદી કિનારે રેતાળ જમીનમાં તરબૂચ, ટેટી, કાકડી ઉગાડાય છે. તેનું કારણ એ છે કે વરસાદ દરમિયાન અને તેના પછી નદી સિલ્ટ(ચીકણી માટી)ને પોતાની સાથે વહાવીને લઈ જાય છે અને આ જ સિલ્ટનું લેયર રેતમાં ભળી જાય છે જેના લીધે આ પ્રકારની પેદાશ થાય છે. ઈજિપ્તમાં વિજ્ઞાનીઓએ નોંધ્યું કે આસવાન ડેમ બાંધવાને લીધે નીલ નદીની આજુબાજુ પેદાશમાં ભયંકર ઘટાડો નોંધાયો છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે ડેમમાં સિલ્ટ જમા થવા લાગ્યું, જેના લીધે નદીની આજુબાજુ પેદાશ ઘટી ગઈ. આ કારણને શોધતી વખતે જ વિજ્ઞાનીઓને આ નવી ટેક્નોલોજી વિકસાવવામાં મદદ મળી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વિજ્ઞાનીઓને રણમાં આ સફળતા લિક્વિડ નેનોક્લે પદ્ધતિ એટલે કે ભીની ચીકણી માટીને કારણે મળી છે.  [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/uae-succeeds-in-growing-fruits-and-vegetables-like-watermelon-and-bottle-guard-in-the-desert-by-liquid-nanoclay-method-127732394.html

જર્મનીમાં પેરેન્ટ્સ બાળકોની દેખરેખ નથી કરી રહ્યાં, લોકોએ કહ્યું - બંધારણમાં બાળ અધિકારને સામેલ કરો		 જર્મનીમાં પેરેન્ટ્સ બાળકોની દેખરેખ નથી કરી રહ્યાં, લોકોએ કહ્યું - બંધારણમાં બાળ અધિકારને સામેલ કરો 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
જર્મનીમાં બાળ અધિકારોને બંધારણમાં સામેલ કરવાની માગ ઉગ્ર બની છે. કારણ મોટા ભાગનાં બાળકો માતા-પિતાને છોડી સરકારી સંરક્ષણમાં જઈ રહ્યાં છે. આ સ્થિતિમાં બાળકોની સુરક્ષા માટે જર્મનીના યુવા કલ્યાણ વિભાગે ગત વર્ષે 49 હજાર વખત પગલાં ભર્યા. યુવા કલ્યાણ વિભાગના રિપોર્ટ મુજબ તેમાં 17 ટકા બાળકો માતા-પિતા વિના જર્મની આવેલા શરણાર્થીઓ હતાં તો 14 ટકાને પરિવારોની દેખરેખ મળી રહી નહોતી. 12 ટકા બાળકો ઘરોમાં બગડેલા સંબંધોને લીધે સંરક્ષણમાં આવ્યાં તો 12 ટકા ઘરોમાં મારપીટ થવાને કારણે. આશરે 20 ટકા કેસમાં બાળકોએ ખુદ યુવા કલ્યાણ અધિકારીઓની મદદ માગી હતી. સરકારી સંરક્ષણમાં લેવાયેલું દર ત્રીજું બાળક 12 વર્ષથી નાની વયનું હતું. દર દસમા બાળકની વય 3 વર્ષથી ઓછી હતી. મોટા ભાગનાં બાળકોને સરકારી સંરક્ષણમાં લેવાનું કારણ હતું માતા-પિતામાંથી કોઈ એક કે બંને પોતાની જવાબદારી પૂરી કરતા નહોતાં. ગત મહિને 10 હજાર લોકો પર કરાયેલા ફોરસા સરવેમાં સામેલ 71 ટકા લોકોએ કહ્યું કે બાળ અધિકારોને બંધારણમાં સામેલ કરવામાં આવે જેથી તેમના પર રાજકીય નિર્ણયોમાં ધ્યાન આપી શકાય. આ સરવે બાદ જર્મનીના કાયદામંત્રીએ પણ બાળકોને અધિકાર અપાવવાની માગ તેજ કરી હતી. 5400 નિષ્ણાતોના અભિપ્રાય અંગે મુસદ્દો હવે જર્મનીની સરકાર બાળ-યુવા કલ્યાણ કાયદામાં સુધારા અંગે વિચારી રહી છે. નવો કાયદો 15 લાખ બાળકો, કિશોરોઅ ને 27 વર્ષની વય સુધીના એવા યુવાઓની મદદ કરશે જેમને વધારાની મદદની જરૂર છે. નવા કાયદાને લાગુ કરવા પર 15 કરોડનો ખર્ચ આવશે. તેને તૈયાર કરવા માટે 5400 નિષ્ણાતો સાથે ચર્ચા કરાઈ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today In Germany, parents are not taking care of children, people say - include child rights in constitution [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/in-germany-parents-are-not-taking-care-of-children-people-say-include-child-rights-in-constitution-127732114.html

ઉત્તર કોરિયામાં 10 દિવસમાં આધુનિક ગામ ઊભું કરી દીધું		 ઉત્તર કોરિયામાં 10 દિવસમાં આધુનિક ગામ ઊભું કરી દીધું 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઉત્તર કોરિયાની કુમચોન કાઉન્ટીમાં મોડર્ન સોશિયાલિસ્ટ ફોર્મ વિલેજ બનાવાયું હતું. ચાલુ મહિનાની શરૂઆતમાં આ કાઉન્ટીના કંગબુક રિ કસ્બામાં ભીષણ વાવાઝોડાને લીધે 100થી વધુ ઘર ખેદાનમેદાન થઈ ગયાં હતાં તેના લીધે હજારો લોકો વિસ્થાપિત થયા હતા. ત્યારે દેશના શાસક કિમ જોંગ ઉને સેનાના એન્જિનિયર વિભાગને બેઘરો માટે કંગબુક રિમાં આધુનિક ગામ વસાવવાનો આદેશ આપ્યો. લોકો રહેવા પણ આવી ગયા. સેનાના એન્જિનિયરોએ આ ગામનાં તૂટેલાં મકાનોનું 10 જ દિવસમાં પુન:નિર્માણ કરી દીધું. આટલું જ નહીં તેને આધુનિક સ્વરૂપ પણ આપ્યું. આ દરમિયાન કિમ જોંગ ઉન કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. હ્યાંગે પ્રાંતના પ્રશાસક પાક ચાંગ હોએ ગુરુવારે ગામનું ઉદઘાટન કર્યુ હતું જેમાં સેંકડો લોકો પહોંચ્યા હતા. સરકારી મીડિયાએ પહેલી વખત સંપૂર્ણ ગામની તસવીરો જાહેર કરી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વાવાઝોડામાં નષ્ટ થયેલ ગામ ફરી બેઠું કર્યું. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/built-a-modern-village-in-10-days-in-north-korea-127732070.html

યુરોપમાં વધુ ભીડ, ટ્રાવેલિંગથી દર્દી વધ્યા, ફરી લૉકડાઉનની માગ ઊઠી, બે અઠવાડિયાંથી યુરોપના 50 ટકા દેશોમાં કોરોનાના નવા દર્દી ડબલ		 યુરોપમાં વધુ ભીડ, ટ્રાવેલિંગથી દર્દી વધ્યા, ફરી લૉકડાઉનની માગ ઊઠી, બે અઠવાડિયાંથી યુરોપના 50 ટકા દેશોમાં કોરોનાના નવા દર્દી ડબલ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
યુરોપના દેશોમાં ફરી લૉકડાઉનની માગ ઊઠવા લાગી છે. તેનું કારણ એ છે કે આ દેશોમાં કોરોનાના નવા દર્દી અચાનક વધી ગયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે સામાજિક કાર્યક્રમોમાં વધુ લોકો, ખાસ કરીને યુવાનો ભેગા થવાના કારણે અને મોટી સંખ્યામાં લોકોના ટ્રાવેલિંગના કારણે કોરોનાના દર્દીઓ વધ્યા છે. ફ્રાન્સમાં મે મહિનામાં લૉકડાઉન પૂરું કરાયા બાદ પહેલી વાર ગુરુવારે સૌથી વધુ 10,593 કેસ સામે આવ્યા. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે મહામારી ઘણી સક્રિય થઇ ચૂકી છે. આ અંગે બેદરકારી ન દાખવી શકાય. અમે સ્થાનિક વહીવટીતંત્રને કહ્યું છે કે તેઓ પોતાના સ્તરે લૉકડાઉન જેવાં પગલાં ભરે. અમે દેશવ્યાપી ધોરણે લૉકડાઉન કરવા નથી ઇચ્છતા. જોકે, રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મૈક્રોંએ આ અઠવાડિયે જ કહ્યું હતું કે લોકોએ કોરોના વાઇરસ સાથે જીવતા શીખી લેવું જોઇએ. બીજી તરફ ફ્રાન્સમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં આઇસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યા અચાનક 800 પર પહોંચી ગઇ છે. બ્રિટન: હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દી ઝડપથી વધ્યા બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકોગે કહ્યું કે તેમના દેશમાં ફરી લૉકડાઉન લગાવાશે. આખા બ્રિટનમાં હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગયા અઠવાડિયાથી બ્રિટનમાં રોજ સરેરાશ 3,300 દર્દી મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 3,81,614 દર્દી મળ્યા છે અને 41,705 મોત થયાં છે. જર્મની: કહ્યું- પહેલાં જેવી હાલત ન થાય તે સુનિશ્ચિત કરીશું જર્મનીમાં એપ્રિલ બાદ પહેલી વાર સૌથી વધુ 2 હજાર નવા દર્દી મળ્યા છે. અર્થમંત્રી પીટર અલ્ટમેયરે યુરોપીય સંઘના દેશોના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં કહ્યું કે જર્મનીમાં મહામારી પાછી ફરી રહી છે. યુરોપમાં અગાઉ જેવી સ્થિતિ ન સર્જાય. જર્મનીમાં અત્યાર સુધીમાં 2,69, 441 દર્દી મળ્યા છે અને 9,460 મોત થયાં છે. સ્પેન : રાજધાની મેડ્રિડમાં આઇસીયુ બેડ ન બચ્યા સ્પેન રાજધાની મેડ્રિડમાં લૉકડાઉનની તૈયારી કરી રહ્યું છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે આઇસીયુ બેડ બચ્યા નથી. શહેરની હોસ્પિટલોના 21 ટકા બેડ દર્દીઓ માટે રખાયા હતા. સ્પેનમાં 2 દિવસથી 11 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 6,25,651 દર્દી મળ્યા છે અને 30,405 મોત થયાં છે. બાકી યુરોપ: ઓસ્ટ્રિયામાં ભીડ, આયરલેન્ડ ટ્રાવેલિંગ પર રોક ઓસ્ટ્રિયામાં સોમવારે એકસાથે 10થી વધુ લોકો ભેગા નહીં થઇ શકે. આયરલેન્ડના ડબલિનમાં શનિવારથી બધા બાર બંધ કરાશે. અહીંથી અન્ય શહેરો માટે ટ્રાવેલિંગ પર પણ રોક રહેશે. વિયેના પણ લૉકડાઉન કરવા જઇ રહ્યું છે. પોર્ટુગલમાં 5 મહિનામાં સૌથી વધુ 770 નવા કેસ આવ્યા. અહીં પણ લૉકડાઉન લાગી શકે છે. યુરોપની બહાર: ઇઝરાયલમાં 3 અઠવાડિયાનું લૉકડાઉન ઇઝરાયલમાં શુક્રવારથી બીજું લૉકડાઉન કરી દેવાયું. આમ કરનારો તે વિશ્વનો પહેલો દેશ બન્યો છે. આ લૉકડાઉન 3 અઠવાડિયાં સુધી રહેશે. આ દરમિયાન સ્કૂલ-કોલેજો, દુકાનો બંધ રહેશે. વિદેશ ટ્રાવેલ કરવા અને બહારથી આવવા પર પ્રતિબંધ રહેશે. લોકો યહૂદી નવા વર્ષ પૂર્વે લૉકડાઉનનો વિરોધ પણ કરી રહ્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યું- યુરોપમાં 2.28 લાખ મોત, જાગો WHOના રિજનલ ડાયરેક્ટર હેન્સ ક્લુગેએ યુરોપના દેશોમાં કોરોના દર્દીઓ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બે અઠવાડિયાંમાં યુરોપના 50%થી વધુ દેશોમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઇ છે. આખા યુરોપમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ દર્દી મળ્યા છે જ્યારે 2.28 લાખ મોત થયાં છે. આ ફરી જાગવાનો સમય છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today More crowds in Europe, traveling increases patient, demand for lockdown rises again, new corona patients double in 50% of European countries in two weeks [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/more-crowds-in-europe-traveling-increases-patient-demand-for-lockdown-rises-again-new-corona-patients-double-in-50-of-european-countries-in-two-weeks-127732051.html

રશિયાએ કોરોનાની દવા ફાર્મસી દુકાનોમાં વેચવાની મંજૂરી આપી, ઈઝરાયલમાં ફરી લોકડાઉન; વિશ્વમાં 3.04 કરોડ કેસ		 રશિયાએ કોરોનાની દવા ફાર્મસી દુકાનોમાં વેચવાની મંજૂરી આપી, ઈઝરાયલમાં ફરી લોકડાઉન; વિશ્વમાં 3.04 કરોડ કેસ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દુનિયાભરમાં કોરોનાના કેસનો આંકડો 3.04 કરોડથી વધુ પહોંચી ગયો છે. આ જ સમયમાં એક સારી ખબર તે છે કે સાજા થનાર લોકોની સંખ્યા 2 કરોડ 20 લાખથી વધુ છે. કોરોનાની મહામારીમાં મૃતકોનો આંક 9 લાખ 50 હજારથી વધુ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. રશિયાએ કોરોનાની એક દવાને ફાર્મસી દુકાનોને વેચાવની મંજૂરી આપી દીધી છે. આગામી સપ્તાહથી આ દવા દુકાનોમાં મળશે. ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન બતાવીને દર્દી તેને ખરીદી શકશે. ઈઝરાયલમાં ફરી લોકડાઉન ઈઝરાયલમાં નવા વર્ષ 'રોશ હશાના'ની રજાઓ પહેલા ત્રણ સપ્તાહનું લોકડાઉન લાગુ કરાયુ છે. દેશમાં અત્યાસ સુધી પોઝિટિવ કેસની સંખ્યા 1.76 લાખ થઈ ગઈ છે. જ્યારે 1169 લોકોના મોત થયા છે. લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં 5 સપ્તાહથી એક પણ કેસ નથી CNNના રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડમાં છેલ્લા પાંચ સપ્તાહથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અહીં અત્યાર સુધીમાં 1,809 કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત થયા છે. 10 સૌથી વધારે પ્રભાવિત દેશો દેશ કેસ મોત સાજા થયા અમેરિકા 68,76,126 2,02,237 41,55,933 ભારત 52,14,677 84,404 41,12,551 બ્રાઝીલ 44,57,443 1,35,031 37,53,082 રશિયા 10,91,186 19,195 9,01,207 પેરુ 7,50,098 31,146 5,94,513 કોલંબિયા 7,43,945 23,665 6,15,457 મેક્સિકો 6,84,113 72,179 4,88,416 દ. આફ્રિકા 6,55,572 15,772 5,85,303 સ્પેન 6,25,651 30,405 ઉપલબ્ધ નથી આર્જેન્ટિના 6,01,713 12,460 4,56,347 દુબઇ સિવિલ એવિએશન ઓથોરિટીનો નિર્ણય 4 સપ્ટેમ્બરના રોજ જયપુરથી દુબઇ પહોંચી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX1135માં એક પેસેન્જર કોરોના પોઝિટિવ મળ્યો હતો. આ પછી દુબઇ સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈ આવનાર ફલાઇટને 2 ઓક્ટોબર સુધી સ્થગિત કરી દીધી છે. આ પ્રતિબંધ 18 સપ્ટેમ્બર એટલે કે આજથી (2 ઓક્ટોબર) 14 દિવસ લાગુ રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયપુરથી દુબઇ ગયેલા આ મુસાફરનું જયપુરમાં જ 2 સપ્ટેમ્બરે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બીજી વખત છે જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસથી કોઈ પોઝિટિવ મુસાફર દુબઈ પહોંચ્યો છે. એર ઇન્ડિયાએ સંબંધિત મુસાફરોની સારવાર અને કવોરેન્ટીન સુવિધાઓ પરના ખર્ચની ભરપાઇ પણ કરવી પડશે. પાકિસ્તાન: સ્કૂલો ખોલવાનો નિર્ણય ખોટો સાબિત થયો ઇમરાનખાન સરકારે મંગળવારે ધોરણ 9 અને 10 ઉપરાંત કોલેજો પણ ખોલી હતી. ગુરુવારે જ 32 સ્કૂલોને બંધ કરવી પડી. તેનું કારણ નિયમોનું પાલન ન કરવાનું હતું. કેટલીક સ્કૂલોમાં તો પ્રાથમિક સુવિધાઓ પણ નહતી. એક કોલેજમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યાં હતાં. વિપક્ષ પહેલાથી જ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યું હતું. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ખૈબર પખ્તુનખ્વામાં 16 શાળાઓ બંધ કરાઈ છે. પાટનગર ઈસ્લામાબાદમાં બે શાળાઓ બંધ રાખવી પડી છે. સરકારે કહ્યું છે કે તે સમીક્ષા કર્યા પછી આગળની કાર્યવાહી પર વિચાર કરશે. ચીન : મ્યાનમાર સરહદે આવેલું શહેર બંધ યૂનાનના રુઇલી શહેરને સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ ઘર ભાર ન નીકળે. આ શહેર મ્યાનમારની સરહદે આવેલું છે. છેલ્લા બે દિવસમાં અહીં બે નવા દર્દીઓ મળી આવ્યા છે. આ પછી શહેરની તમામ સીમાઓ પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ગુરુવારે અહીં 360 ટેસ્ટિંગ સાઇટ્સ બનાવવામાં આવી છે. જેમાં 1200 લોકોનો સ્ટાફ છે. અત્યાર સુધીમાં અહીં 60 હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. યૂનાનના રુઇલી શહેરને સંક્ર્મણના ભયને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અહીં બે દર્દીઓ મળી આવ્યા હતા. બંને દર્દીઓ મ્યાનમારની સીમા પાર કરીને ચીન આવ્યા હતા. (ફાઇલ) ઓસ્ટ્રેલિયા : 100 વર્ષનો દર્દી સાજો થયો મેલબર્નની એક હોસ્પિટલમાં 100 વર્ષના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરુવારે સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ છે. સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલના ડાયરેક્ટરે કહ્યું- દર્દીનું નામ રોય છે. આ સપ્તાહના શરૂઆતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. અમારા માટે દરેક દર્દીનું મહત્વ હોય છે, પછી ભલે તેની ગમે તેટલી ઉંમર હોય. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાથી 824 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 500થી વધુ લોકોની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ હતી. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં આવેલી હોસ્પિટલમાં 100 વર્ષના દર્દી હવે સાજા થઇ ચુક્યા છે. ઓસ્ટ્રેલિયામાં સંક્ર્મણની બીજી લહેર જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ : ટુરિઝમ ઉદ્યોગને નુકશાન 'ધ ગાર્ડિયન'ના એક રિપોર્ટ પ્રમાણે, જૂન સુધી ન્યૂઝીલેન્ડની જીડીપીમાં 12.2% નો ઘટાડો નોંધાયો છે. 1987 પછી અર્થવ્યવસ્થામાં આ સૌથી મોટો ઘટાડો છે. રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે GDPમાં ઘટાડો તેનું મુખ્ય કારણ કોરોનાના કારણે લાગેલું પ્રતિબંધ છે. તેના કારણે વેપાર અને પર્યટન ઉદ્યોગને સૌથી વધુ અસર થઈ હતી. ન્યૂઝીલેન્ડને પર્યટન ક્ષેત્રે સૌથી વધુ આવક થાય છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Air India Express flights cannot go to Dubai till October 2, Corona positive passenger found in flight on September 4; 3.03 crore cases of corona in the world so far [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/air-india-express-flights-cannot-go-to-dubai-till-october-2-corona-positive-passenger-found-in-flight-on-september-4-303-crore-cases-of-corona-in-the-world-so-far-127730086.html

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારથી ટિકટોક- વીચેટ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો, ચીનની કંપનીઓ USમાં સેંકડો યુઝર્સનું માર્કેટ ગુમાવી શકે છે		 રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારથી ટિકટોક- વીચેટ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો, ચીનની કંપનીઓ USમાં સેંકડો યુઝર્સનું માર્કેટ ગુમાવી શકે છે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારથી ટિકટોક(TikTok) તથા વીચેટ (WeChat) પર કડક પગલાં ભરવાનો આદેશ કર્યો છે. રવિવારથી આ પગલા ભરવામાં આવશે તો તેવા સંજોગોમાં અમેરિકામાં બન્ને એપ્સ ડાઉનલોડ કરી શકાશે નહીં, તેમ ન્યૂઝ એજન્સી પાસેથી મળેલી માહિતીમાં જણાવાયું છે. ઓરેકલ ટિકટોક માટે અમેરિકાની ટેકનોલોજી પાર્ટનર થવાની એક સમજૂતી થયા બાદ આ પ્રકારના નિયંત્રણોની સંભાવના પ્રબળ બની છે. અગાઉ પ્રેસિડેન્ટ ટ્રમ્પે માઈક્રોસોફ્ટ કોર્પ અથવા અન્ય કંપની દ્વારા હસ્તગત કરવામાં ન આવે ત્યાં સુધી ટિકટોકને અમેરિકામાં કામગીરી બંધ કરવા 15 સપ્ટેમ્બરની સમયસીમા આપવામાં આવી હતી. આ સંજોગોમાં ટ્રમ્પે આજે આ દિશામાં મહત્વના આદેશ આપ્યા છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલબર રોઝના જણાવ્યા પ્રમાણે ચીન અમેરિકાના નાગરિકોનો પર્સનલ ડેટા બદઈરાદા સાથે એકત્રિત કરી રહ્યું છે, આ સ્થિતિને અટકાવવા માટે આ આદેશને અમલી બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયોઃ US ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ સુરક્ષા બાબતોના કેટલાક નિષ્ણાતોએ ચિંતા દર્શાવી હતી કે ટિકટોકની માલિકી ચાઈનિઝ કંપની બાઈટડાન્સ લિમિટેડનું અમેરિકામાં આશરે 100 મિલિયન ટિકટોક યુઝર્સને લગતી માહિતીમાં એક્સેસ સુરક્ષા જોખમનું સર્જન કરે છે. ખૂબ જ લોકપ્રિય વીડિયો એપ ટિકટોક તથા મેસેજીંગ એપ વીચેટ પર અમેરિકામાં રવિવારથી પ્રતિબંધ મુકવામાં આવશે, તેમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે જણાવ્યું હતું. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલું ભરવું ખૂબ જરૂરી હતું. ઓરેકલના પ્રતિનિધિઓ સાથે ટ્રમ્પની વાતચીત આ કાર્યવાહી અગાઉ એવી માહિતી પણ મળી હતી જેમા ટ્રેમ્પે કહ્યું હતું કે તેમણે ટિકટોક અંગે નિર્ણય કરવા વોલમાર્ટ તથા ઓરેકલના પ્રતિનિધિ સાથે વાતચીત કરી છે. ગયા મહિને ટ્રમ્પે ટિકટોક તથા વીચેટ પર પ્રતિબંધ મુકવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત બન્ને ચીની કંપનીઓ પોતાની માલિકી કોઈ અમેરિકી કંપનીને આપી પ્રતિબંધથી બચી શકે છે. વર્તમાન સમયમાં ટિકટોકની માલિકી બેઇજીંગ સ્થિત બાઈટડાંસ પાસે છે. શરૂઆતમાં ટિકટોક સાથે વાતચીતમાં માઈક્રોસોફ્ટ સામેલ હતું. જોકે બાદમાં ઓરેકલ અને વોલમાર્ટની વાતચીતમાં એન્ટ્રી થઈ હતી. ભારતે અગાઉ સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે 118 ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો ભારતે પણ આ મહિનાની શરૂઆતમાં લોકપ્રિય પબજી મોબાઈલ સહિતની 118 ચાઈના બેઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ભારતના માહિતી અને ટેકનોલોજી (IT) મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ફોર્મેશન ટેકનોલોજી રુલ્સ, 2009ની વિવિધ જોગવાઈ પ્રમાણે ઈન્ફોર્મેશન ટેકનોલોજીની કલમ 69A અંતર્ગત આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એટલે કે ભારત તેના સાર્વભૌમત્વ અને અખંડિતતા સામેના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ મુક્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today US President Donald Trump has ordered a ban on Tiktok and WeChat from Sunday. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/us-president-donald-trump-has-ordered-a-ban-on-tiktok-and-wechat-from-sunday-127730156.html

ચીનના દારૂડિયાને જબરો દારૂ ચઢ્યો, ટલ્લી થઈ ઓવરબ્રિજ પર લટક્યો		 ચીનના દારૂડિયાને જબરો દારૂ ચઢ્યો, ટલ્લી થઈ ઓવરબ્રિજ પર લટક્યો 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ આ વીડિયો ચીનના વુહાન સીટીનો છે. અહીં એક યુવકને દારૂ પીવો મોંઘો પડ્યો હતો. યુવક દારૂના નશામાં ભાન ભૂલી ઓવરબ્રિજની દીવાલ પર લટકી ગયો હતો. જે બાદ ઓવરબ્રિજ નીચે લોકોનું ટોળું ભેગું થયું હતું. લોકોએ જાણ કરતાં ઘટના પોલીસ સ્થળે દોડી આવી હતી. યુવકે તેની નીચે ઊભેલી કાર જોતાં પડતું મૂક્યું છતાં તેને કોઈ ઈજા થઈ નહોતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today The Chinese drunkard got drunk, hung up on the overbridge [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/the-chinese-drunkard-got-drunk-hung-up-on-the-overbridge-127730235.html

બે મહિનામાં બીજી વખત ટોચના અમેરિકન અધિકારી તાઇવાન પહોંચ્યા, ચીને કહ્યું- ઉશ્કેરવાના પ્રયાસ બંધ કરે અમેરિકા		 બે મહિનામાં બીજી વખત ટોચના અમેરિકન અધિકારી તાઇવાન પહોંચ્યા, ચીને કહ્યું- ઉશ્કેરવાના પ્રયાસ બંધ કરે અમેરિકા 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દક્ષિણ ચીન સાગર મામલે ચાલી રહેલ વિવાદ પર તાઇવાનને દરેક પ્રકારની મદદ કરવાનું વચન આપી ચૂકેલ અમેરિકાએ તેની તૈયારી પણ શરુ કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં અન્ડર સેક્રેટરી કીથ ક્રેચ ગુરુવારે મોડી રાત્રે તાઇવાનની રાજધાની તાઇપેઇ પહોંચ્યા છે. ખાસ વાત તે છે કે તેમના આ પ્રવાસની જાણકારી પહેલા જણાવાઈ ન હતી. છેલ્લ બે મહિનામાં અમેરિકાના ટોચના અધિકારીનો આ બીજી વખતનો તાઇવાન પ્રવાસ છે. ચીનને આ કારણે બેબાકળું બન્યું છે. તેને કહ્યું, અમેરિકા ઉશ્કેરવાના પ્રયાસ બંધ કરે. કીથના પ્રવાસનું મુખ્ય કારણ વર્ષ 1979 પછી આ પહેલી ઘટના છે જ્યારે અમેરિકાના સેક્રેટરી લેવલના અધિકારી તાઇવાન પહોંચ્યા હોય. સીએનએનના જણાવ્યા પ્રમાણે, આ પહેલા તાઇવાન અને અમેરિકાના ડિપ્લોમેટિક સબંધ તો હતા, પણ આ લેવલના અધિકારીને અમેરિકા તાઇવાન મોકલતા ન હતા. દક્ષિણી ચીન સમુદ્રમાં ચીન અનેક નાના દેશોને ધમકાવી રહ્યું છે. અમેરિકાએ હવે તેને કૂટનીતિક અને સૈન્ય લેવલ પર જવાબ દેવાની તૈયારી કરી લીધી છે. કીથનો પ્રવાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમકે તેમને મિલેટ્રી સ્ટ્રેટેજીસ્ટ પણ માનવામાં આવે છે. જો કે, હાલમાં તેમની પાસે ઉર્જા અને એન્વાયર્નમેન્ટ વિભાગ પણ છે. કીથના પહેલા ઓગસ્ટમાં અંતિમ સપ્તાહમાં હેલ્થ અને હ્યુમન સર્વિસ સેક્રેટરી એલેક્સ અજાત તાઇપાઇ પહોંચ્યા હતા. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, અમે એ જણાવવા માંગીએ છીએ કે તાઇવાનને દરેક પરિસ્થિતિમાં અમેરિકા તરફથી મદદ કરવામાં આવશે. તાઇવાને કોઈનાપણ દબાણમાં રહેવાની જરૂર નથી. ચીન પરેશાન સીએનએનના અહેવાલ મુજબ, 1949માં તાઇવાન ચીનથી અલગ થઈને એક અલગ દેશ બન્યો હતો. ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. 1979માં અમેરિકા અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધો શરૂ થયા. અમેરિકાએ 41 વર્ષમાં ક્યારેય કોઈ સેક્રેટરી સ્તરના અધિકારીને તાઇવાન મોકલ્યો નથી. જો કે, છેલ્લા બે મહિનામાં આ સ્તરના બે અધિકારીઓ તાઇવાન પહોંચ્યા છે. આનો અર્થ એ થયો કે અમેરિકા હવે તાઇવાન દ્વારા આ ક્ષેત્રમાં ચીનના વર્ચસ્વને સીધો પડકાર આપી રહ્યું છે. લી થી ચીનને નફરત છે કીથ આજે તાઈપાઇમાં યોજાનારા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ લી તેંગના સ્મારકના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. લી નું જુલાઈમાં 97 વર્ષની વયે અવસાન થયું હતું. ચીન લી ને દુશ્મન નંબર 1 માને છે કારણ કે તેણે તાઇવાનને ચીનથી અલગ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચીન બાબતોના નિષ્ણાત યિનાન હી કહે છે - અમેરિકાએ ચીનને સીધો પડકાર આપ્યો છે. તેના પરિણામો શું થશે? તે જોવું રહ્યું. ચીને શું કહ્યું? કીથના તાઇવાન પ્રવાસ પર, ચીને ગુરુવારે રાત્રે જ પ્રતિક્રિયા જણાવી હતી. વિદેશ વિભાગના પ્રવક્તા વાંગ વેબિને કહ્યું- અમેરિકા અને તાઇવાન તાત્કાલિક વિદેશી અધિકારીઓના પ્રવાસ બંધ કરે. અમે આને ઉશ્કેરણીજનક કાર્યવાહી તરીકે જોઈ રહ્યા છીએ. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન તાઇવાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. કીથની મુલાકાતના 24 કલાક પહેલા જ ચીનથી બે લડાકુ વિમાનો તાઇવાનની સરહદમાં પ્રવેશ્યા હતા. જો કે, આ સમય દરમિયાન, બે તાઇવાન વિમાન પણ તેમને અટકાવવા ઉડાન ભરી હતી. ચીની લડાકુ વિમાન થોડી વારમાં પરત ફર્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ગુરુવારે અમેરિકાના અન્ડર સેક્રેટરી કીથ ક્રેચ અચાનક તાઇવાન પહોંચ્યા. આજે તે અહીં તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ લી તેંગના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. ચીન તેંગને પોતાનો દુશ્મન નંબર વન માને છે. આ જ કારણ છે કે તે અમેરિકન અધિકારીના તાઇવાન પ્રવાસને ઉશ્કેરણીજનક ગણાવી રહ્યું છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/for-the-second-time-in-two-months-a-top-us-official-arrived-in-taiwan-urging-china-to-stop-trying-to-provoke-the-united-states-127730137.html

અમેરિકાની જેટ મિસાઈલોથી ચીનને નિશાન બનાવશે તાઇવાન, અમેરિકા અને તાઇવાન વચ્ચે ટૂંક સમયમાં જ થશે અબજો ડોલરની સમજૂતી		 અમેરિકાની જેટ મિસાઈલોથી ચીનને નિશાન બનાવશે તાઇવાન, અમેરિકા અને તાઇવાન વચ્ચે ટૂંક સમયમાં જ થશે અબજો ડોલરની સમજૂતી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર ખૂબ કડક વલણ અપનાવી રહ્યા છે. ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં ઘેરી લેવાની અમેરિકા કોઈ તક છોડવા માંગતું નથી. અમેરિકા અને તાઇવાન ટૂંક સમયમાં સમજૂતીને અંતિમ રૂપ આપશે. આ અબજો ડોલરના સંરક્ષણ કરાર હેઠળ તાઇવાનને એવી મિસાઇલો પણ પ્રાપ્ત થશે, જે ચીનના કોઈપણ ભાગને મિનિટોમાં નષ્ટ કરી દેશે. ચીન અનેક વખત તાઇવાનને હથિયારોના વેચાણનો સખ્ત વિરોધ કર્યો છે. જો કે અમેરિકાએ દરેક વિરોધને અવગણ્યો છે. ટ્રમ્પ સરકાર આ ડીલનો ડ્રાફ્ટ સંસદ સમક્ષ મૂકશે. માનવામાં આવે છે કે તેને થોડા જ અઠવાડિયામાં મંજૂરી આપવામાં આવશે. કાયદામાં સુધારો કરવો પડશે અમેરિકાના કાયદા મુજબ, અત્યાર સુધી માત્ર તાઇવાનને ફક્ત બચાવ કરનારા સંરક્ષણ હથિયારો જ વેચવામાં આવતા હતા. તાઇવાનમાં રાષ્ટ્રપતિ સેઇ ઈંગ વેનની સરકાર છે, જેને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ચૂંટણીના સમયમાં ટ્રમ્પ સાબિત કરવા માગે છે કે ચીન પ્રત્યેનું તેમનું વલણ ખૂબ કડક છે કારણ કે તે અમેરિકા અને તેના મિત્ર દેશોને પડકાર ફેંકી રહ્યું છે. ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે શી જિનપિંગની સરકાર લોકો પર દમન કરી રહી છે. તેઓ શિનજિયાંગ અને હોંગકોંગના ઉદાહરણો આપે છે. સંસદ સરળતાથી સમજૂતીને મંજૂરી આપશે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ અમેરિકી સંસદમાં તાઇવાનનું સમર્થન વધ્યું છે. ડેમોક્રેટ્સ પણ તાઇવાનને સમર્થન આપે છે. તેથી, તે નિશ્ચિત છે કે યુએસ સંસદ આ સમજૂતીને મંજૂરી આપવા પીછેહટ નહીં કરે. ઘણા દાયકા પછી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો બગડ્યા છે. વેપાર, ટેકનોલોજી, ડિપ્લોમેસી, લશ્કરી અને જાસૂસી બાબતે બંને દેશો વચ્ચે ગંભીર સંઘર્ષ ચાલી રહ્યું છે. આ સમજૂતીમાં સૌથી મહત્વની વાત કઈ સમજૂતી દ્વારા અમેરિકા તાઇવાનને AGM-84H/K SLAM-ER મિસાઇલ આપશે. હવાથી જમીન પર મારકક્ષમતા ધરાવતી આ મિસાઈલ બોઇંગ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તે ચીનના કોઈપણ ભાગ પર સચોટ નિશાન સાધી શકે છે. તાઇવાનની દરિયાઇ સરહદ પર ચીન દબાણ વધારી રહ્યું છે. આ મિસાઇલ પ્રાપ્ત કર્યા પછી તાઇવાન પળવારમાં જ ચીનના કોઈપણ યુદ્ધ જહાજને નષ્ટ કરી શકશે. અમેરિકાએ ગયા વર્ષે તાઇવાનને 66 એફ -16 વેચવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાઇવાનને પણ આ શસ્ત્રો મળશે હાઇક્વોલિટી સર્વેલન્સ ડ્રોન, રોકેટ આર્ટિલરી સિસ્ટમ, હાર્પૂન એન્ટી શિપ મિસાઇલો, અને દરિયામાં પાથરવામાં આવતા લેન્ડમાઇન્સ. એશિયન બાબતોના નિષ્ણાત બોની ગ્લેઝર કહે છે - અમેરિકાએ તાઇવાનને કહ્યું છે કે તેમની સેનાને વધુ સારી તાલીમ પ્રદાન કરાવશે. તેથી, શસ્ત્રોનો યોગ્ય ઉપયોગ સમયસર કરી શકાય. અમેરિકાના આ પગલાથી ચીનને આંચકો લાગ્યો છે. ચીની નૌકાદળ બે મહિનાથી દક્ષિણ ચીન સમુદ્રમાં અભ્યાસ કરી રહ્યું છે. ગુરુવારે તેના બે લડાકુ વિમાનો તાઈવાનના એરસ્પેસમાં પહોંચી ગયા હતા. ચીન શું કરશે શી જિનપિંગ પાસે વધુ વિકલ્પો નથી. સમજૂતીમાં સામેલ લોકહિડ માર્ટિન કંપની પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. જોકે તેનો ચીન સાથે કોઈ વ્યવસાય નથી. બોઇંગના જેટને ચીન ખરીદે છે. જેના પર જિનપિંગ પ્રતિબંધ લગાવી શકે છે. જો કે, કોઈ અન્ય કંપની બોઇંગ જેવા એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી નથી. જેથી જિનપિંગ પાસે વિકલ્પ નથી. એકંદરે, અમેરિકા અને તાઇવાનની ડિફેન્સ સમજૂતીનો વિરોધ કરવા સિવાય ચીન પાસે અન્ય કોઈ રસ્તો નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફોટો જાન્યુઆરીનો છે. ત્યારે તાઇવાન સેનાએ મિલેટ્રી ડ્રિલ કરી હતી. તે દરમિયાન તાઇવાન એરફોર્સે અમેરિકાથી ખરીદવામાં આવેલ F- 16 ફાયટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/us-jets-to-target-china-taiwan-us-taiwan-to-sign-multibillion-dollar-deal-soon-127730030.html

અમેરિકામાં વાવાઝોડાને લીધે નાના જહાજ ડૂબ્યાં, 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ		 અમેરિકામાં વાવાઝોડાને લીધે નાના જહાજ ડૂબ્યાં, 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકામાં સૈલી વાવાઝોડું ફ્લોરિડા અને અલબામા પહોંચી ગયું છે. તેના લીધે એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. જોકે દરિયાકિનારે નાના જહાજ અને બોટનો તો કચ્ચરઘાણ વળી જતાં તે ડૂબી ગયાં હતાં. ક્રિસ્ટોફર કોલંબસના જહાજનું કોપી જહાજ ગુમ છે. તે ફ્લોરિડાના પેનસાકોલા કિનારે ઊભું હતું. હવામાન વિભાગ અનુસાર હાલ વાવાઝોડું કેટેગરી-2નું છે. તેના લીધે ફ્લોરિડા અને અલબામામાં 165 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. બંને રાજ્યોમાં 24 કલાકમાં આશરે 20 ઈંચ વરસાદ પણ થયો હતો. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આશરે 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ચૂકી છે. લાખો ઘરોની છત પડી ગઈ છે. અલબામાના ગલ્ફ સ્ટેટ પાર્કમાં 200 કરોડ રૂપિયામાં બનાવેલો નવો પુલ તૂટીને વરસાદમાં તણાઈ ગયો હતો. એક દિવસ બાદ જ તેનું ઉદઘાટન થવાનું હતું. અધિકારીઓએ જણાવ્યું કે અલબામાના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 400 લોકોને બચાવાયા હતા. તસવીર અલબામાના તટીય વિસ્તારની છે. પૂર પછી અહીં કર્ફ્યૂની જાહેરાત કરાઈ હતી. હવામાન વિભાગે ફ્લોરિડા, અલબામા રાજ્યોમાં 35 ઈંચ વરસાદની ચેતવણી ઉચ્ચારી હતી. અલબામાના શહેરી ક્ષેત્રોમાં અનેક ઘરોને વૃક્ષો પડતાં ભારે નુકસાન થયું છે. આ ઘરોમાં હજુ અનેક લોકો ફસાયેલા છે. બચાવ ટુકડીના સભ્યો તેમને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. અલબામાના શહેરી ક્ષેત્રોમાં અનેક ઘરોને વૃક્ષો પડતાં ભારે નુકસાન. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today દરિયાકિનારે નાના જહાજ અને બોટનો તો કચ્ચરઘાણ વળી જતાં તે ડૂબી ગયાં હતાં. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/hurricanes-in-the-united-states-sank-small-ships-leaving-650-million-homes-without-electricity-127729632.html

ધનિક દેશોએ કોરોનાની રસીના 50 ટકા ડોઝ એડવાન્સમાં ખરીદી લીધા, આ દેશો વિશ્વની માત્ર 13% વસતિવાળા છે		 ધનિક દેશોએ કોરોનાની રસીના 50 ટકા ડોઝ એડવાન્સમાં ખરીદી લીધા, આ દેશો વિશ્વની માત્ર 13% વસતિવાળા છે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોના મહામારી વચ્ચે રસીના ઉત્પાદન અને પોતાના નાગરિકોને કોરોનાની રસી સૌથી પહેલા આપવાની ગળાકાપ વૈશ્વિક હરીફાઇને કારણે વિશ્વની માત્ર 13 ટકા વસતિનું પ્રતિનિધિત્વ કરતા ધનિક દેશોએ 50 ટકાથી પણ વધુ કોરોના રસીનો સ્ટોક પહેલેથી ખરીદી લીધો છે. ઓક્સફેમ નામના સંગઠનના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે. ઓક્સફેમના રિપોર્ટ મુજબ, 5 અગ્રણી રસીઉત્પાદકો હાલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. તેઓ લગભગ 5.9 અબજ ડોઝ સપ્લાય કરવા સક્ષમ છે, જે લગભગ 3 અબજ લોકો માટે પૂરતા છે. જોકે એમાંથી લગભગ 51 ટકા ડોઝ અમેરિકા, બ્રિટન, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇઝરાયેલ જેવા ધનિક દેશોએ પહેલેથી બુક કરી રાખ્યા છે, બાકીના 2.6 અબજ ડોઝ ભારત, બાંગ્લાદેશ, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને મેક્સિકો જેવા વિકાસશીલ દેશોએ ખરીદ્યા છે અથવા ખરીદવાનું વચન આપ્યું છે. ઓક્સફેમ અમેરિકાના રોબર્ટ સિલ્વરમેનનું કહેવું છે કે જીવનરક્ષક રસી સુધી પહોંચ એ બાબત પર નિર્ભર ન હોવી જોઈએ કે તમે ક્યાં રહો છો કે તમારી પાસે કેટલા પૈસા છે? નોંધનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ધાર કર્યો છે કે થોડાં અઠવાડિયાંમાં જ અમેરિકી નાગરિકોને રસી ઉપલબ્ધ કરાવી દેવાશે. યુરોપીય સંઘની પ્રમુખ ઉર્સુલા ફૉને મહામારીના સમયમાં અમેરિકા ફર્સ્ટના ટ્રમ્પના દૃષ્ટિકોણની ટીકા કરી છે. ઉર્સુલાએ ‘વેક્સિન રાષ્ટ્રવાદ’ સામે ચેતવતાં કહ્યું હતું કે આ આંધળી દોડથી ગરીબ દેશોના સૌથી નબળા લોકો પ્રતિ રક્ષાથી વંચિત થઈ જશે અને તેમનો જીવ જોખમમાં આવી જશે. યુરોપીય સંઘ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવાં સંગઠનોની મદદથી રસીના વધુ ન્યાયસંગત વિતરણનું સમર્થન કરશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Rich countries bought 50 percent of the corona vaccine in advance [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/rich-countries-bought-50-percent-of-the-corona-vaccine-in-advance-127728839.html

ચીનના 5 નાગરિકે ભારત સરકારના નેટવર્ક તથા અમેરિકાની 100 કંપની-સંસ્થાને હેક કર્યાં; સોફ્ટવેર ડેટા અને કારોબારી માહિતીની ચોરી કરી		 ચીનના 5 નાગરિકે ભારત સરકારના નેટવર્ક તથા અમેરિકાની 100 કંપની-સંસ્થાને હેક કર્યાં; સોફ્ટવેર ડેટા અને કારોબારી માહિતીની ચોરી કરી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
US જસ્ટીસ ડિપાર્ટમેન્ટે ચીનના 5 નાગરિકો પર અમેરિકાની 100 જેટલી કંપની તથા સંસ્થાને હેક કરવાનો કેસ દાખલ કર્યો છે. ડિપાર્ટમેન્ટના મતે આ લોકોએ ભારત સરકારના નેટવર્કને પણ હેક કર્યું હતું. ચીનના આ નાગરિકોએ હેકિંગ મારફતે સોફ્ટવેર ડાયા તથા કારોબારને લગતી ગુપ્ત માહિતીની ચોરી કરી છે. ડેપ્યુટી US એટર્ની જનરલ જેફરી રોઝેને બુધવારે કહ્યું હતું કે ચીનના 5 નાગરિકો પર હેકિંગ તથા મલેશિયન નાગરિકો પર કેટલાક હેકર્સને મદદ કરવાનો તથા તેમના ડેટાની ચોરી કરવા લોકોને નિશાન બનાવવાનો આરોપ છે. મલેશિયાના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તથા ચીનના નાગરિકોને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.FBI તેમને શોધી રહી છે અને તેમની તસ્વીરો જાહેર કરી છે. આ વર્ષે ભારત સરકારની વેબસાઈટ હેક કરી હતી રોઝને કહ્યું હતું કે હેકર્સે વર્ષ 2019માં ભારત સરકારની વેબસાઈટને નિશાન બનાવી હતી. આ ઉપરાંત ભારત સરકારને સપોર્ટ કરનારા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક તથા ડેટા સર્વર્સને પણ નિશાન બનાવવામાં આવ્યુ છે. ભારત સરકારના ઓપેન VPN નેટવર્ક સુધી પહોંચવા માટે આ હેકર્સે VPS પ્રોવાઈડરનો ઉપયોગ કર્યો હતો. હેકર્સે સરકારના કોમ્પ્યુટર્સ પર માલવેયર કોબાલ્ટ સ્ટ્રાઈક ઈન્સ્ટોલ કર્યું હતું. ચીન પોતાને બચાવવા અન્યોના કોમ્પ્યુટરમાંથી માહિતીની ચોરી કરી છે-અમેરિકા રોઝેને કહ્યું કે અમારો વિભાગ ચીનના આ નાગરિકો તરફથી કરવામાં આવી રહેલી ગેરકાયદેસર કોમ્પ્યુટર ઘૂસણખોરી તથા સાઈબર એટેકને અટકાવવા માટે શક્ય તમામ પગલાં ભરશે. એ વાત દુખદ છે કે ચીન પોતાને સાઈબર હુમલાથી બચવા માટે અલગ માર્ગ અપનાવી રહ્યું છે, જે અંતર્ગત તે અન્ય દેશોના કોમ્પ્યુટર પર હુમલા કરે છે અને ચીન માટે લાભદાયક ગુપ્ત માહિતીની ચોરી કરે છે. રોઝેને કહ્યું કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર હાર્ડવેર, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા, વીડિયો ગેમ્સ કંપની હેકર્સના નિશાન પર છે. આ ઉપરાંત NGP, થિંક ટેક્સ, યુનિવર્સિટીઓ, વિદેશી સરકારો, લોકતંત્ર સમર્થક નેતાઓ તથા હોંગકોંગની એક્ટિવિસ્ટને પણ નિશાન બનાવવામાં આવેલ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ચીનના નાગરિકો પર હેકિંગ તથા બે મલેશિયન નાગરિકો પર હેકર્સને મદદ કરવાનો તથા ડેટા ચોરવા લોકોને નિશાન બનાવવાનો આરોપ છે [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/5-chinese-nationals-hacked-indian-government-network-and-100-us-companies-software-data-and-business-information-stolen-127727505.html

વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા હવે 3 કરોડને વટાવી ગઈ, UN ચીફે કહ્યું- મહામારી સામે લડવું હશે તો વિશ્વએ એક થવું પડશે		 વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા હવે 3 કરોડને વટાવી ગઈ, UN ચીફે કહ્યું- મહામારી સામે લડવું હશે તો વિશ્વએ એક થવું પડશે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3 કરોડથી વધુ થયો છે. જોકે આ ગાળામાં એક સારા સમાચાર એ છે કે સાજા થનારાઓની સંખ્યા પણ હવે 2 કરોડ 17 લાખથી વધુ થઈ ચૂકી છે. મહામારીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 9 લાખ 44 હજારથી વધુ થઈ છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબ છે. 39 દિવસમાં 2થી 3 કરોડ કેસ થયા ગુરુવારે સવારે વિશ્વમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયેલા લોકોનો આંકડો 3 કરોડથી વધુ થયો છે. ખાસ વાત એ છે કે 2થી 3 કરોડ કેસનો આંકડો માત્ર 40 દિવસમાં જ પૂરો થઈ ગયો છે, એટલે કે સંક્રમણની ગતિ સૌથી વધુ છે. લગભગ 100 વર્ષ પહેલાં ફ્લૂથી 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ, 1918-19માં ઈન્ફ્લૂએન્ઝાથી વિશ્વમાં 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. એ સમયે વિશ્વની એક તૃતીયાંશ વસતિ સંક્રમિત થઈ ગઈ હતી. UN ચીફની અપીલ વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 3 કરોડ થઈ છે. સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટરેસનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જો કોવિડ-19નો સામનો કરવો હોય તો વિશ્વના તમામ દેશોએ એક થવું પડશે. એક થઈને વિશ્વના તમામ દેશોએ મહામારીનો સામનો કરવો પડશે. જો હાલ વિશ્વ માટે સૌથી મોટો કોઈ ખતરો હોય તો એ કોરોના વાઈરસ છે, એટલે કે મહામારી છે. ન્યૂઝીલેન્ડઃ અર્થવ્યવસ્થા પર અસર ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, જૂન ત્રિમાસિક સુધી ન્યૂઝીલેન્ડની GDPમાં 12.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1987 પછી અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે GDPમાં ઘટાડાનું મુખ્ય કારણ કોરોના વાઈરસને કારણે લાગેલા પ્રતિબંધ છે. એને કારણે ટ્રેડ અને ટૂરીઝમ ઈન્ડસ્ટ્રી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. ટૂરીઝમ સેકટરમાંથી ન્યૂઝીલેન્ડને સૌથી વધુ રેવન્યુ મળે છે. વિશ્વનાં અડધાં બાળકો સ્કૂલથી દૂર થયાં આ મહામારીએ બાળકોને એક હદ સુધી નુકસાન પહોંચાડ્યું છે. યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરિટા ફોરે કહ્યું હતું, 192 દેશોમાંથી અડધાથી વધુ બાળકો સ્કૂલ જઈ શકતાં નથી. મહામારીએ તેમની પર ગંભીર અસર કરી છે. લગભગ 16 કરોડ જેટલી સ્કૂલનાં બાળકો હાલ ઘરે જ છે. તેમણે વધુમાં કહ્યું હતું, આ સ્કૂલની વાત છે, દૂરના વિસ્તારોમાં રહેતાં લાખો બાળકો ટીવી, ઈન્ટરનેટ કે આવાં બીજાં માધ્યમો દ્વારા શિક્ષણ મેળવી રહ્યાં છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today The number of infected people in the world has now crossed 3 crore, the UN chief said - the world must unite to fight the epidemic [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/coronavirus-novel-corona-covid-19-17-sept-127727390.html

ફોલોઅર્સ વધારવા માટે ટિકટોક સ્ટાર પતિના મોતનો ફેક વિડિયો વાઇરલ કર્યો, શોક વ્યક્ત કરવા લોકો ઘરે પહોંચ્યા		 ફોલોઅર્સ વધારવા માટે ટિકટોક સ્ટાર પતિના મોતનો ફેક વિડિયો વાઇરલ કર્યો, શોક વ્યક્ત કરવા લોકો ઘરે પહોંચ્યા 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ટિકટોક પર ફોલોઅર્સ વધારવા માટે પાકિસ્તાનમાં એક મહિલાએ ખોટું કામ કર્યું છે. તેણે પોતાના પતિના મોતના ખોટા સમાચાર વાઇરલ કર્યા છે. પતિ પહેલેથી જ ટિકટોક સ્ટાર છે. વાસ્તવિકતા સામે આવ્યા પછી લોકો મહિલા વિરુદ્ધ કેસ કરવાની માગ કરી રહ્યા છે. ટિકટોક સ્ટારનું નામ આદિલ રાજપૂત છે. આદિલના પત્નીના નામની પુષ્ટિ થઈ શકી નથી. પાકિસ્તાની મીડિયામાં તેમનું નામ ફરાહ રાજપૂત અને હિના સલીમ હોવાનું સામે આવી રહ્યું છે. આદિલના ટિકટોક પર 26 લાખ ફોલોઅર્સ છે. શું છે મામલો? ‘જિયો ન્યૂઝ’ પ્રમાણે, આદિલ રાજપૂત રહીમ યાર ખાનના રાશિદાબાદ શહેરમાં રહે છે, જે પંજાબ પ્રાંતમાં આવે છે. આદિલ તેના વિડિયોને કારણે ટિકટોક પણ ફેમસ થઈ ગયો હતો. અહીં તેના લગભગ 26 લાખ ફોલોઅર્સ છે. મંગળવાર સવારે આદિલના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા, તેમની પત્નીએ રડતાં રડતાં એક વિડિયો શેર કર્યો, જેમાં કહ્યું હતું કે આદિલનું કાર એક્સિડેન્ટમાં મોત થયું છે. થોડીક જ વારમાં આદિલના ચાહકો અને સંબંધીઓ તેમના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ઘણી મસ્જિદોમાં આદિલના મોતના સમાચાર એનાઉન્સ કરવામાં આવ્યા. یہ نئی نسل نہیں ہے یہ پرانی نسل کا داغ ہے۔۔۔👎🏻🤐#TikTok #TickTockShow #adilrajput 👊🏻 #actingpartner 🙄 https://t.co/gLtDSNWDGo — Hadia Ilyas🇵🇰 (@HadiizHadia) September 16, 2020 થોડાક જ કલાકમાં સત્ય સામે આવ્યું મામલો વધતો જ જઈ રહ્યો હતો. એટલામાં આદિલ ક્યાંકથી ભીડ સામે પહોંચ્યો. ત્યાર પછી આખો મામલો સામે આવ્યા. લોકો સત્ય સમજી ગયા. પછી ખબર પડી ગઈ કે આદિલનાં પત્નીએ પતિના ફોલોઅર્સ વધારવા માટે આવું નાટક કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં આદિલનાં પત્નીનું નામ અલગ અલગ જણાવવામાં આવી રહ્યું છે. ઘણા સમાચારોમાં તેમને ફરાહ રાજપૂત કહેવામાં આવી રહ્યાં છે તો ઘણામાં હિના સલીમ. હવે લોકો આ મહિલા વિરુદ્ધ લાગણીઓ સાથે રમત કરવા માટે કેસ કરવાની માગ કરી રહ્યા છે. we will miss u adil bhai🥺#AdilRajput pic.twitter.com/gAyKXIEhGW — Hira_khan (@Hirakha77137881) September 15, 2020 ટિકટોક પર પ્રતિબંધની માગ ગત મહિને પાકિસ્તાન સરકારે ચીનની સોશિયલ મીડિયા એપ વીબોને બેન કરી દીધી હતી, જેની પર અશ્લીલતા અને ગુનાને પ્રોત્સાહિત કરવાનો આરોપ હતો. હવે ટિકટોક અને યુટ્યૂબને પણ બેન કરવાની માગ ઊઠી રહી છે. ખાસ કરીને ધાર્મિક પાયે બનેલી પાર્ટીઓ સરકાર પર દબાણ કરી રહી છે કે આ એપ્સને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે. જોકે અત્યારસુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હાલનો મામલો ફરી એકવાર ટિકટોકને બેન કરવાની માગને વેગ આપી શકે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today તસવીર પાકિસ્તાનના ટિકટોક સ્ટાર આદિલ રાજપૂત અને તેમનાં પત્નીની છે. પત્નીએ જ આદિલને ફોલોઅર્સ વધારવા માટે તેમના મોતના ખોટા સમાચારવાળો વિડિયો વાઇરલ કર્યો હતો.(ફાઇલ તસવીર) [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/pakistan-tiktok-star-adil-rajputs-wife-faked-her-husband-death-to-increase-followers-127727237.html

ભારત વિરુદ્ધ ઓલીસરકારે વધુ એક હરકત કરી, દેશના વિવાદિત નકશાને શાળાના અભ્યાક્રમમાં સામેલ કર્યો; એક અને બે રૂપિયાના સિક્કા પર પણ નવા નકશાને મંજૂરી		 ભારત વિરુદ્ધ ઓલીસરકારે વધુ એક હરકત કરી, દેશના વિવાદિત નકશાને શાળાના અભ્યાક્રમમાં સામેલ કર્યો; એક અને બે રૂપિયાના સિક્કા પર પણ નવા નકશાને મંજૂરી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ભારત અને નેપાળના સંબંધ સુધરતા જોવા મળી રહ્યા હતા ત્યાં જ હવે ફરી નેપાળની ઓલીસરકારે બાજી પલટી દીધી છે. નેપાળની સરકારે મંગળવારે દેશના વિવાદિત નકશાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરી લીધો છે. નેપાળે પોતાના દેશના એક અને બે રૂપિયાના સિક્કા પર પણ નકશાને અંકિત કરવાનો નિર્ણય કર્યો છે. નવા નકશાને માન્યતા આપવા બંધારણમાં સુધારો કરાયો નેપાળ ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો કરે છે. મે મહિનામાં જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે લિપુલેખ થઈને જતા કૈલાશ માનસરોવર રોડ લિંકનું ઉદ્ધઘાટન કર્યું તો નેપાળે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર પછી નેપાળે આ ત્રણેય વિસ્તારોને સામેલ કરીને પોતાનો નવો નકશો જાહેર કરી દીધો હતો. નેપાળને નવા નક્શાને માન્યતા આપવા માટે બંધારણમાં પણ સુધારો કરાયો છે. સરકારે ‘નેપાળી ભૂભાગ અને સંપૂર્ણ સીમા સ્વાધ્યાય સામગ્રી’નામના પુસ્તકનું વિમોચન કર્યું નેપાળના શિક્ષણમંત્રાલયે માધ્યમિક શિક્ષણના નવા પુસ્તકમાં સંપૂર્ણ નેપાળનું ક્ષેત્રફળ સાર્વજનિક કર્યું છે, જેમાં પણ કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખને નેપાળનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે લિમ્પિયાધુરા, લિપુલેખ તથા કાલાપાની ક્ષેત્રમાં લગભગ 542 ચો કિમી ક્ષેત્રફળ પર ભારતે કબજો કર્યો છે અને એ નેપાળનો જ હિસ્સો છે. નેપાળ સરકારે ‘નેપાળી ભૂભાગ અને સંપૂર્ણ સીમા સ્વાધ્યાય સામગ્રી’નામના પુસ્તકનું વિમોચન કર્યું છે. આ પુસ્તકમાં નેપાળનું કુલ ક્ષેત્રફળ 1,47,641.28 ચો કિમી દેખાડવામાં આવ્યું છે, જેમાં વિવાદિત વિસ્તારોનું ક્ષેત્રફળ પણ સામેલ કરવામાં આવ્યું છે. નેપાળ સરકારે પોતાની રાષ્ટ્રીય બેન્કોને એક અને બે રૂપિયાના સિક્કા પર નેપાળનો નવો નકશો અંકિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. અત્યારસુધીમાં સિક્કા અને નોટો પર નેપાળનો જૂનો નકશો જ હતો. નવા સિક્કામાં અંકિત થનારા નકશામાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને પણ સામેલ કરવાની મંજૂરી કેન્દ્રીય બેન્કને આપવામાં આવી છે. નેપાળમાં જ સવાલો ઊઠવા લાગ્યા શાળાનાં બાળકો માટે લાવવામાં આવેલા પુસ્તકના એક અંશમાં લખવામાં આવ્યું છે કે 1962માં ચીન સાથે યુદ્ધ ખતમ થયા પછી ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નેપાળના રાજા મહેન્દ્રને પોતાની આર્મીને થોડા સમય સુધી રોકાવા દેવાની અપીલ કરી હતી, પરંતુ 60 વર્ષ પછી પણ નેપાળની જમીન પરથી પોતાની આર્મીને હટાવવાની જગ્યાએ ભારત સરકાર આ વિસ્તારોને પોતાના નકશામાં જોડી રહી છે. આ પુસ્તક પર નેપાળમાં જ સવાલ ઊઠવા લાગ્યા છે કે શું ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આવું પગલું ભરવું જરૂરી હતું. ત્રિભુવન યુનિવર્સિટીમાં વિદેશ સંબંધ તથા કૂટનીતિ વિભાગના પ્રમુખ ખડ્ગા કેસીએ નેપાળના મુખ્ય છાપા કાઠમાંડુ પોસ્ટને કહ્યું હતું કે શું આ પ્રકારનું પુસ્તક લાવવાનો આ યોગ્ય સમય છે? આ પ્રકારનાં પગલાં ભરતાં પહેલાં એનાં પરિણામો પર સરકારે સારી રીતે વિચાર કરી લેવો જોઈએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/the-oli-government-made-one-more-move-against-india-incorporating-the-controversial-map-of-the-country-into-the-school-curriculum-127727364.html

ટ્રમ્પે કહ્યું- વેક્સિનથી વધુ અસરકારક ન હોઈ શકે માસ્ક, CDC ચીફ રેડફીલ્ડે કહ્યું હતું- વેક્સિનથી વધુ અસરકારક છે માસ્ક		 ટ્રમ્પે કહ્યું- વેક્સિનથી વધુ અસરકારક ન હોઈ શકે માસ્ક, CDC ચીફ રેડફીલ્ડે કહ્યું હતું- વેક્સિનથી વધુ અસરકારક છે માસ્ક 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)ના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે કહ્યું હતું કે માસ્ક પહેરવું વધુ ઈફેક્ટિવ છે. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના સૌથી મોટા હેલ્થ અધિકારીની આ દલીલ સાથે સહમત નથી. બુધવારે રાતે ટ્રમ્પે માસ્ક અંગે નવો અભિગમ રજૂ કર્યો હતોઃ કોઈપણ સંજોગોમાં માસ્ક વેક્સિનથી વધુ અસરકારક સાબિત ન થઈ શકે. ટ્રમ્પ ખૂબ જ ઓછા પ્રસંગે માસ્ક પહેરેલા જોવા મળ્યા છે. પ્રારંભિક તબક્કે તો તેમણે કોરોનાની સરખામણી ફ્લૂ સાથે કરી હતી. અમેરિકામાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થવાના મુદ્દા પર પણ રેડફીલ્ડ અને ટ્રમ્પ વચ્ચેના મતભેદ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. કઈ રીતે શરૂ થયો મામલો ? આ મામલો બુધવાર સવારથી શરૂ થયો હતો. કોરોના વાઇરસને રોકવા અને વેક્સિન સંબંધી સવાલોના જવાબ આપવા માટે સીડીસી ચીફ સિનેટની એક કમિટી સમક્ષ હાજર થયા. પછીથી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, બે વાતો સ્પષ્ટ કરવા માગું છું. પ્રથમ- વેક્સિન આગામી વર્ષના વચ્ચેના ગાળામાં તમામ અમેરિકનો સુધી પહોંચી જશે. બીજી- માસ્ક દરેક સ્થિતિમાં વેક્સિનથી વધુ અસરકારક ઉપાય છે. ટ્રમ્પે શું કહ્યું કારણ કોઈપણ હોઈ શકે છે. જોકે ટ્રમ્પને રેડફીલ્ડની દલીલ પચી નહિ. કેટલાક કલાકો પછી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, મેં તેમનું નિવેદન સાંભળ્યું. તેમને બોલાવીને વાતચીત કરી. મેં તેમને પૂછ્યું, અંતે તમે શું કહેવા માગો છે ? મને લાગે છે કે સીડીસી ચીફે ભૂલ કરી નાખી છે. હું એ વાત સાથે બિલકુલ સહમત નથી કે માસ્ક વેક્સિનથી વધુ અસરકારક છે. આવું કઈ રીતે થઈ શકે છે. માસ્ક કદાચ સંક્રમણ રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. જોકે વેક્સિન જ સારો ઉપાય છે. ટ્રમ્પનો દાવો છે- રોબર્ટે એ વાત માની લીધી છે કે વેક્સિન માસ્કની સરખામણી વધુ અસરકારક છે અને તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે. વેક્સિન પર ચર્ચા આ કારણે રેડફીલ્ડ જ્યારે સિનેટ કમિટી સમક્ષ હાજર થયા તો તેમણે કહ્યું- જો આજે વેક્સિન આવી જાય છે તોપણ એને તમામ અમેરિકનો સુધી પહોંચવામાં 6થી 9 મહિના લાગશે. ખાસ વાત એ છે કે ટ્રમ્પના કોરોના વાઇરસના એડવાઈઝર ડોક્ટર એન્થોની ફોસી પણ ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. જોકે રાષ્ટ્રપતિ તેમના જ એડવાઈઝરની વાતને ફગાવી દે છે. રેડફીલ્ડના જણાવ્યા મુજબ માસ્ક દ્વારા સંક્રમણ પર થોડા મહિનામાં જ કાબૂ મેળવી શકાય છે. જોકે આ માટે શરત એટલી જ છે કે એને યોગ્ય રીતે પહેરવો જોઈએ. ટ્રમ્પને ચૂંટણીની ચિંતા 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી છે. ટ્રમ્પને તેની વધુ ચિંતા છે. એ પાછળનું કારણ એ છે કે ડેમોક્રેટ કેન્ડિડેટ કોરોના વાઇરસ પર સરકારની નિષ્ફળતા લોકો સમક્ષ લાવી રહ્યા છે. ટ્રમ્પ ઘણી વખત દાવો કરી ચૂક્યા છે કે ચૂંટણી પહેલાં વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. એક્સપર્ટ્સ તેમના દાવાને ફગાવી રહ્યા છે. એફડીએથી ટ્રમ્પ નારાજ છે, કારણ કે આ સંસ્થા કહે છે કે જ્યાં સુધી તમામ પ્રકારનું સેફ્ટી એપ્રુવલ મળતું નથી, ત્યાં સુધી વેક્સિન બજારમાં જશે નહિ. ખોટો વાયદો કરી રહ્યા છે ટ્રમ્પ એફડીએના ચીફ સ્ટીફન હાને ગત સપ્તાહે કહ્યું હતું કે વેક્સિન માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. એનો સંપૂર્ણ રીતે ઉપયોગ થવો જરૂરી છે, તો આપણે એને ઝડપથી બજારમાં લાવી શકીશું. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું- મને લાગે છે કે આપણે ખૂબ જ ઝડપથી વેક્સિન લાવીશું. દરેક અમેરિકન સુધી એને પહોંચાડીશું. ત્રણથી ચાર સપ્તાહમાં આ બધું થઈ જશે. ચૂંટણીમાં હજી સાત સપ્તાહ બાકી છે. બાઈડેને નબળી નસ પકડી લીધી બાઈડેન એ વાત જાણે છે કે કોરોના વાઈરસનું સંક્રમણ રોકવા અને વેક્સિનના મુદ્દા પર ટ્રમ્પને ઘેરી શકાય છે. બુધવારે તેમણે કહ્યું હતું, વેક્સિનને ઝડપથી લોન્ચ કરવા માટે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ મુદ્દાનો ફાયદો ઉઠાવવા માગે છે. જોકે એ ધ્યાન રાખવું જોઈએ કે એને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. સાયન્સને સાયન્સની રીતે ચાલવા દેવું જોઈએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Trump says mask may not be more effective than vaccine, CDC chief Redfield says mask is more effective than vaccine [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/trump-says-mask-may-not-be-more-effective-than-vaccine-cdc-chief-redfield-says-mask-is-more-effective-than-vaccine-127727243.html

175 વર્ષ જૂના સાયન્સ મેગેઝિને પહેલીવાર ડેમોક્રેટ ઉમેદવાર બાઇડેનનું સમર્થન કરતાં કહ્યું, તેમનો રેકોર્ડ હંમેશાં વિજ્ઞાનમાં વિશ્વાસનો રહ્યો છે		 175 વર્ષ જૂના સાયન્સ મેગેઝિને પહેલીવાર ડેમોક્રેટ ઉમેદવાર બાઇડેનનું સમર્થન કરતાં કહ્યું, તેમનો રેકોર્ડ હંમેશાં વિજ્ઞાનમાં વિશ્વાસનો રહ્યો છે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાના 175 વર્ષ જૂના ‘સાયન્ટિફિક અમેરિકન’ નામના સાયન્સ મેગેઝિને પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનું સમર્થન કર્યું છે. મેગેઝિને આ વાત મંગળવારે ઓનલાઈન પોસ્ટમાં જણાવી હતી. આ સાથે વરિષ્ઠ સંપાદક જોશ ફિશમેને સંપાદકીયમાં લખ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ-19, આરોગ્યક્ષેત્રમાં સુધારા કરવામાં, કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં તેમજ વિજ્ઞાનક્ષેત્રે નીતિઓ ઘડવામાં હંમેશાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે જો બાઈડેન આ મુશ્કેલી સામે લડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. ‘સાયન્ટિફિક અમેરિકન’ અમેરિકાનું સૌથી જૂનું મેગેઝિન છે. તેણે 175 વર્ષના ઈતિહાસમાં ક્યારેય પ્રમુખપદના ઉમેદવારનું સમર્થન નથી કર્યું. આ મેગેઝિનના ચીફ એડિટર લોરા હેલ્મથે મંગળવારે કહ્યું હતું કે ‘ટ્રમ્પ અને તેમના તંત્રને અમે ધાર્યાં હતાં એનાથી પણ વધારે નિષ્ફળ ગયાં છે. તેઓ વિજ્ઞાનમાં પણ વિશ્વાસ નથી કરતા. તેઓ ફક્ત પોતાના લાભ અને પ્રોજેક્ટની વાત કરે છે. અમે જો બાઈડેનનું સમર્થન કરીએ છે, કારણ કે બાઈડેનનો રેકોર્ડ વિજ્ઞાનના માર્ગે ચાલવાનો રહ્યો છે. તેઓ ક્લાઈમેટ ચેન્જની વાત કરે છે. આ સાથે વૈશ્વિક મહામારી સામે લડવાના ઉપાય પણ સૂચવે છે. જ્યારે ટ્રમ્પે તો કોવિડ-19ને ગંભીરતાથી લીધી પણ ન હતી અને તેના પરિણામો અમેરિકા ભોગવી રહ્યું છે.’ લોરા હેલ્મથના કહેવા પ્રમાણે, બાઈડેનનું સમર્થન કરવા તેમણે અનેક વરિષ્ઠ સંપાદકો સાથે ચર્ચા કરી હતી. ટ્રમ્પે સોમવારે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ મુદ્દે પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આગ કેવી રીતે લાગી? મને નથી લાગતું કે, વિજ્ઞાન પાસે તેનો જવાબ હોય. આ મુદ્દે વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે પુરાવા અને વિજ્ઞાન કહે છે કે ટ્રમ્પે અમેરિકાને નુકસાન પહોંચાડ્યું છે, કારણ કે તેઓ પુરાવા અને વિજ્ઞાન નકારે છે. મેગેઝિને 1950ના દસકામાં 3000 નકલ બાળીને વિરોધ કર્યો હતો સાયન્ટિફિક અમેરિકનની સ્થાપના 1845માં સ્પ્રિંગર નેચર દ્વારા કરાઈ હતી. તેમાં નેચર અને વિજ્ઞાનના અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લેખો, સંશોધનો પ્રકાશિત થતાં, પરંતુ ક્યારેક તેમાં રાજકીય લેખો પણ આવતા. 1950ના દસકામાં આ મેગેઝિનમાં હાઈડ્રોજન બોમ્બને લઈને લેખ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે પરમાણુ ઊર્જા આયોગને સેન્સર કરવા પ્રેરિત કર્યું હતું. એટલું જ નહીં, મેગેઝિને હાઈડ્રોજન બોમ્બના વિરોધમાં પોતાની 3000 નકલ પણ બાળી નાખી હતી. આ ઉપરાંત 2016માં મેગેઝિનના સંપાદકોએ વિજ્ઞાનમુદ્દે ટ્રમ્પને બેજવાબદાર નિવેદનો નહીં આપવાની ચેતવણી આપી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/for-the-first-time-a-175-year-old-science-magazine-has-backed-democratic-nominee-biden-saying-his-record-has-always-been-one-of-faith-in-science-127727008.html

પાકિસ્તાનમાં શિયા સમુદાય ભયભીત, ઈમરાન પર સુન્નીઓને હિંસા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ		 પાકિસ્તાનમાં શિયા સમુદાય ભયભીત, ઈમરાન પર સુન્નીઓને હિંસા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે ખેંચતાણની સ્થિતિ વધતી જઈ રહી છે. શિયાઓને ભય છે કે પાકિસ્તાનમાં 1980 અને 90ના દાયકામાં ભડકેલી હિંસા જેવી ઘટના ફરી બની શકે છે. ત્યારે સેંકડો લોકો કોમી હિંસામાં માર્યા ગયા હતા. ગત અઠવાડિયે સુન્ની મુસ્લિમો અને આતંકી સંગઠોએ કરાચીમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ દેખાવ કર્યા હતા. તેમણે દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ કરાવી દીધા. માર્ગો જામ કરી દીધા. તેમણે સૂત્રોચ્ચાર કર્યો કે શિયા કાફિર છે, તેમને મારી નાખવામાં આવે. દેખાવોની આગેવાની પ્રતિબંધિત આતંકી સંગઠન સિપાહ-એ-સબાહે કરી હતી. દેખાવકારો કહે છે કે આશુરા જુલૂસના ટીવી પ્રસારણ દરમિયાન શિયા મૌલવીએ ઈસ્લામિક વિદ્વાનો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. હવે સોશિયલ મીડિયા પર શિયા નરસંહાર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. શિયાવિરોધી પોસ્ટ દેખાઈ રહી છે. 21 કરોડની વસતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓની વસતી 20 ટકા છે. દેખાવકારો પર અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી. તાજેતરમાં આશુરાના જુલૂસમાં ભાગ લેવા બદલ ડઝનેક શિયા મુસ્લિમો પર હુમલો થયા હતા. જુલૂસ પર હેન્ડ ગ્રેનેડ ઝિંકાયા હતા. રાવલપિંડીના મુખ્ય શિયા મૌલવી અલી રઝા કહે છે કે ઈમરાન ખાન આ શિયા વિરોધી દેખાવો માટે જવાબદાર છે. એવું લાગે છે કે સરકાર જાણીજોઈને હેટસ્પીચને પ્રોત્સાહન આપે છે. શિયાઓને મેસેજ મોકલી તેમને કાફિર ગણાવાય છે. મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. ઈસ્લામાબાદમાં ચર્ચા છે કે સરકાર આશુરાના જુલૂસો પર કાર્યવાહી કરી શકે છે. કરાચી યુનિવર્સિટીમાં શિયા વિદ્યાર્થી ગુલઝાર હસનૈન કહે છે કે તે લોકો ડરી ગયા છે. લશ્કર-એ-જાન્ગ્વી અને સિપાહ-એ-સબાહના લોકો એક જગ્યાએ એકઠાં થઈ તેમને કાફિર કહી રહ્યાં છે. તે લોકોને અમને મારી નાખવા ઉશ્કેરી રહ્યાં છે. કરાચી યુનિ.માં આસિસ્ટન્ટ પ્રોફેસર સોહેલ ખાન કહે છે કે સુન્ની મુસ્લિમોના શક્તિ પ્રદર્શન બાદ પાકિસ્તાનમાં સાંપ્રદાયિક હિંસાની આશંકા દેખાઈ રહી છે. પાક.ના ગૃહમંત્રી બ્રિગેડિયર એઝાઝ શાહે કહ્યું કે બધું નિયંત્રણમાં છે. નવ વર્ષમાં કોમી હિંસામાં 10 હજાર લોકો માર્યા ગયા 3 એજન્સીઓનો ડેટા જણાવે છે કે પાકિસ્તાન લાંબા સમયથી સાંપ્રદાયિક હિંસાની લપેટમાં છે. 2011-2019 સુધી અહીં જુદી જુદી સાંપ્રદાયિક હિંસામાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા. તેમાં 5 હજારથી વધુ શિયા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Shia community in Pakistan intimidated, Imran accused of inciting Sunnis to violence [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/shia-community-in-pakistan-intimidated-imran-accused-of-inciting-sunnis-to-violence-127726996.html

બિલ ગેટ્સે કહ્યું- ખરા બિલ ગેટ્સ તો મારા પિતા જ હતા, કહેતા હતા- હંમેશાં નવી બાબતો અમલમાં મૂકો, જેથી જીવનની ફિલસૂફી સરળ રહે		 બિલ ગેટ્સે કહ્યું- ખરા બિલ ગેટ્સ તો મારા પિતા જ હતા, કહેતા હતા- હંમેશાં નવી બાબતો અમલમાં મૂકો, જેથી જીવનની ફિલસૂફી સરળ રહે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના પિતા અને જાણીતા વકીલ વિલિયમ હેનરી ગેટ્સ-IIનું સોમવારે 94 વર્ષની જૈફ વયે નિધન થયું. તેઓ અલ્ઝાઇમરથી પીડિત હતા અને લાંબા સમયથી બીમાર હતા. બિલ ગેટ્સે તેમની યાદમાં લખેલા બ્લોગમાં જણાવ્યું- ‘મારા પિતા ખરા બિલ ગેટ્સ હતા. હું હંમેશા તેમના જેવો બનવા ઇચ્છતો. તેમને રોજ યાદ કરીશ. તેમના વિના મેલિન્ડા એન્ડ બિલ ગેટ્સ ફાઉન્ડેશન ક્યારેય અસ્તિત્વમાં ન આવ્યું હોત. તેમણે જ આ ફાઉન્ડેશનની કલ્પના કરી અને તે કેવી રીતે કામ કરશે એ પણ તેમણે જ જણાવ્યું. તેઓ સમાજ પ્રત્યેની મનુષ્યની જવાબદારીઓ અંગે ખૂબ સજાગ હતા અને મારી પાસેથી પણ તે જ અપેક્ષા રાખતા હતા.’ બ્લોગના સંપાદિત અંશ... દરેક મોટા રિસ્કમાં પિતાએ સાથ આપ્યો, હું જાણતો હતો કે નિષ્ફળ રહીશ તો તેઓ મારી પડખે રહેશે મારા પિતાનું જવું અનપેક્ષિત નહોતું. ઉંમરના આ પડાવ પર તેઓ દિન-પ્રતિદિન અશક્ત થઈ રહ્યા હતા. તેમણે અમારા બધાની હાજરીમાં છેલ્લા શ્વાસ લીધા. મારી બહેનો ક્રિસ્ટી અને લિબી તથા હું બહુ નસીબદાર રહ્યાં કે અમને આવા પિતા મળ્યા. તેમણે હંમેશાં અમને પ્રેરિત કર્યા અને ધીરજ સાથે કામ કર્યું. હું કોલેજમાં હતો અને અભ્યાસ છોડીને માઇક્રોસોફ્ટ શરૂ કરવા વિચારતો હતો ત્યારે મારું સમર્થન કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતી. મેં જીવનમાં જ્યારે-જ્યારે મોટાં રિસ્ક લેવાની વાત કરી ત્યારે તેમણે કાયમ મારી તરફેણ કરી. હું જાણતો હતો કે જો હું નિષ્ફળ જઇશ તોપણ તેઓ મારી પડખે હશે. માઇક્રોસોફ્ટની સ્થાપનાના શરૂના દિવસોમાં હું કાનૂની સલાહ લેવા હંમેશાં તેમની પાસે જતો. તેઓ રૂઢિચુસ્ત અને સંતાનો પર પોતાના નિર્ણયો થોપનાર માણસ નહોતા. તેઓ ઘણીવાર એમ કહેતા કે જીવનમાં હંમેશાં નવી-નવી બાબતો અમલમાં લાવો. જેમાં આપણી મજબૂત પકડ હોય તેને છોડીને નવી અજમાઇશ પર ધ્યાન આપો. તેનાથી જીવનની ફિલસૂફી સરળ થઈ જશે. તેઓ તેમના કામમાં નૈતિકતાને હંમેશાં સર્વોચ્ચ સ્થાન આપતા. મેલિન્ડા એન્ડ બિલ ગેટ્સ ફાઉન્ડેશનનું અસ્તિત્વ તેમના કારણે જ છે. તેના કામકાજમાં તેઓ છેલ્લા 2 દાયકાથી એક માર્ગદર્શકની ભૂમિકા ભજવતા રહ્યા. સાચું કહું તો મારા પિતાનો પ્રભાવ મારા કામ, મારી રીત-ભાત અને જીવન જીવવાના દ્રષ્ટિકોણ બધા પર રહ્યો છે. તેમના પુત્ર હોવાનો અનુભવ શાનદાર રહ્યો છે. લોકો ઘણીવાર મારા પિતાને પૂછતા કે શું તેઓ અસલ બિલ ગેટ્સ છે? સત્ય એ છે કે હું જે કંઇ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું તે મારા પિતા હતા. હું તેમને રોજ યાદ કરતો રહીશ.’ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વિલિયમ હેનરી ગેટ્સની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/bill-gates-said-the-real-bill-gates-was-my-father-he-said-always-implement-new-things-so-that-the-philosophy-of-life-is-easy-127726595.html

અમેરિકામાં લોકોને ફ્રીમાં વેક્સીન અપાશે, રશિયા ભારતની રેડ્ડી લેબોરેટરીને 10 કરોડ વેક્સીનના ડોઝ આપશે; અત્યાર સુધીમાં 2.97 કરોડ કેસ		 અમેરિકામાં લોકોને ફ્રીમાં વેક્સીન અપાશે, રશિયા ભારતની રેડ્ડી લેબોરેટરીને 10 કરોડ વેક્સીનના ડોઝ આપશે; અત્યાર સુધીમાં 2.97 કરોડ કેસ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દુનિયાભરમાં કોરોનાથી સંક્રમણનો આંકડો 2 કરોડ 97 લાખ 15 હજાર 706 થયો છે. સારી ખબર એ છે કે સાજા થનારા લોકોની સંખ્યા પણ 2 કરોડ 15 લાખથી વધુ છે, જ્યારે કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યા 3 લાખ 38 હજારથી વધુ થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબની છે. અમેરિકામાં લોકોને લોકોને કોરોનાની વેક્સીન ફ્રીમાં અપાશે. સરકારે બુધવારે કોંગ્રેસ (સંસદ)ને આ સાથે જોડાયેલો રિપોર્ટ સોપી દીધો છે. વેક્સીન આપવાના અભિયાનને લઈને હેલ્થ એજન્સીઓ અને રક્ષા વિભાગે યોજના બનાવી છે. આ માટે આગામી વર્ષમાં જાન્યુઆરીમાં અથવા આ વર્ષના અંત સુધીમાં અભિયાન શરૂ કરાશે. વેક્સીન ડિસ્ટ્રીબ્યુશનનું કામ પેન્ટાગન કરશે. તેને આપવાનું કામ સિવિલ હેલ્થ વર્કર્સ કરશે. રશિયા ભારતીય ફાર્મા કંપની ડો.રેડ્ડીને 10 કરોડ સ્પૂતનિક વી વેકસીન સપ્લાય કરશે. તેના સપ્લાય માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ડો.રેડ્ડી લેબોરેટરી રશિયાના સોવરેલ વેલ્થ ફંડને બુધવારે આ અંગે માહિતી આપી. જો કે રશિયાની વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. તેને રશિયાના ગામેલયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તૈયાર કરી છે. તેની ડિલીવરી ટ્રાયલ પૂર્ણ થયા પછી અને ભારતમાં તેનું રજીસ્ટ્રેશન બાદ શરુ થશે. ચીનને પોતાની વેક્સીનના ત્રીજા ફેઝના ટ્રાયલમાં સારાં પરિણામ મળ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બુધવારે આ વાત જણાવી. ચીનની વેક્સીનના ટ્રાયલમાં સામેલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ પણ કહ્યું છે કે ટ્રાયલમાં આ વેક્સીન અસરકારક છે. આ ચીની વેક્સીન ફાર્મા કંપની સાયનોફોર્મા તૈયાર કરી રહ્યું છે. હાલમાં, ચીનમાં ચાર વેક્સીન તૈયાર કરવાનું કામ વિવિધ તબક્કામાં છે. WHO : યુવાઓને જોખમ ઓછું દુનિયાભરમાં કોવિડ -19ના જેટલા કેસો સામે આવ્યા છે, એમાં 20 વર્ષથી ઓછી વયના દર્દીઓમાં 10% કરતાં ઓછા છે. આ વયના માત્ર 0.2 ટકા લોકો જ મૃત્યુ પામ્યા છે. WHO દ્વારા મંગળવારે રાત્રે આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે સંગઠને એમ પણ કહ્યું હતું કે આ અંગે વધુ રિસર્ચ જરૂરી છે, કારણ કે બાળકોને પણ એમાં સામેલ કરવા જોઈએ.સંગઠને કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આ વાઇરસ બાળકો માટે પણ જીવલેણ છે. તેમનામાં પણ હળવા લક્ષણો જોવા મળ્યાં છે. જોકે એ પણ સાચું છે કે તેમનો મૃત્યુદર ખૂબ ઓછો છે. WHO પ્રમાણે, 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોરોના વાઇરસનું ઓછું જોખમ જોવા મળ્યું. આ ઉંમરના યુવાઓમાં મૃત્યુ 0.2 ટકા રહ્યો છે. ન્યૂઝીલેન્ડ : વાઇરસ પર કાબૂ મેળવ્યો ન્યૂઝીલેન્ડે એક વખત ફરી સખત ઉપાયો દ્વારા વાઇરસ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે. અહીં મંગળવારે સતત બીજા દિવસે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જોકે એ ઉપરાંત આરોગ્યમંત્રાલય ખૂબ જ સાવધાની વર્તી રહ્યું છે. એ વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે, જ્યાં પહેલાં કોરોનાના કેસ આવ્યા હતા. સરકારે આઇસોલેશન અને ક્વોરેન્ટીનની સુવિધાને લઈ નવી જ રીતે ગાઇડલાઇન જાહેર કરી છે. ન્યૂઝીલેન્ડમાં અત્યારસુધીમાં કોરોના વાઇરસથી 25 લોકોનાં મૃત્યુ થયા છે. વડા પ્રધાન જેસિંડા અર્ડર્ને મંગળવારે કહ્યું હતું કે અમે પરિસ્થિતિને લઈને ક્યારેય બેદરકાર રહ્યા નથી. કમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ક્યારેય પણ જીવલેણ બની શકે છે. પ્રતિબંધ સોમવાર સુધી લાગુ રહેશે. ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેરમાં લોકોની તપાસ કરતી હેલ્થ ટીમ. અહીં સંક્રમણ પર સખત રીતે કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે પ્રતિબંધ એક સપ્તાહ સુધી લાગુ રહેશે. (ફાઇલ) યુનિસેફ : દુનિયાનાં અડધા વધુ બાળકો સ્કૂલે જઈ શકતાં નથી મહામારીએ બાળકોને ઘણી જ અસર થઈ છે. યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરિટા ફોરેએ કહ્યું હતું કે 192 દેશોનાં અડધાથી વધુ બાળકો શાળામાં જઈ શકતાં નથી. મહામારીની તેમના પર ભારે અસર થઈ છે. આશરે 16 કરોડ સ્કૂલનાં બાળકો ઘરે છે. ફોરેએ કહ્યું, એ દિલાસાની વાત છે કે દૂરના વિસ્તારોમાં રહેતાં લાખો બાળકો ટીવી, ઇન્ટરનેટ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યાં છે. ફોટો સાઉથ કોરિયાની રાજધાની સિયોલની એક સ્કૂલની છે. અહીં જૂનથી અત્યારસુધીમાં બે વખત સ્કૂલ ખોલવામાં આવી છે, વધતા કેસોને જોતાં ફરી સ્કૂલોને બંધ કરવામાં આવી. યુનિસેફ પ્રમાણે, મહામારીના સમયમાં દુનિયાભરનાં અડધાથી વધુ બાળકો હજી સુધી સ્કૂલે નથી જઈ શકતાં. (ફાઇલ) અમેરિકા: જાન્યુઆરીમાં જ શરુ થઇ હતી વાયરસની અસર યુએસ સેન્ટર્સ ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, અમેરિકામાં કોરોના વાઇરસની અસર જાન્યુઆરી 2020માં શરૂ થઈ હતી. જોકે એક નવું સંશોધન આ દાવાને નકારી રહ્યું છે. યુસીએલએ અનુસાર, કોરોના વાઇરસ જાન્યુઆરી 2020માં જ નહીં, પરંતુ ડિસેમ્બર 2019માં યુએસ પહોંચ્યો હતો. આ રિસર્ચ જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ પર જાહેર કરવામાં આવ્યું છે. રિસર્ચ ટીમે જોયું કે 22 ડિસેમ્બર પહેલાં અમેરિકાની ઘણી હોસ્પિટલો અને ક્લિનિક્સમાં દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. મોટા ભાગના દર્દીઓમાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવાની તકલીફ હતી. અમેરિકામાં પહેલો કેસ જાન્યુઆરીના મધ્યમાં સામે આવ્યો હતો. આ વ્યક્તિ ચીનના વુહાનથી પરત આવી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Corona virus reaches US in December 2019, claims 297 million cases worldwide so far રશિયાના ગામેલયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોણાની વેક્સીનને તૈયાર કરવામાં જોડાયેલી એક રિસર્ચર. રશિયાની વેક્સીન સ્પૂતનિક-વી ને 40 હજાર લોકો પર ટ્રાયલ ચાલી રહી છે- ફાઈલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/corona-virus-reaches-us-in-december-2019-claims-297-million-cases-worldwide-so-far-127724210.html

જાપાનના પૂર્વ કેબિનેટ સેક્રેટરી યોશિહિડે સુગા પ્રધાનમંત્રી બન્યા, મોદીએ શુભકામના પાઠવી		 જાપાનના પૂર્વ કેબિનેટ સેક્રેટરી યોશિહિડે સુગા પ્રધાનમંત્રી બન્યા, મોદીએ શુભકામના પાઠવી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
જાપાનના પૂર્વ કેબિનેટ સેક્રેટરી યોશિહિડે સુગા બુધવારે ઓપચારિક રીતે દેશના આગામી પ્રધાનમંત્રી બની ગયા છે. સુગાએ 14 ઓગસ્ટના રોજ રુલિંગ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના બે નેતાઓને પાછળ છોડીને આ પદ માટે પોતાનું સ્થાન પાક્કુ કર્યું હતું. બુધવારે દેશની સંસદમાં આ માટે વોટિંગ થયું હતું. આમા તેમને 465 સાંસદોમાંથી 314 વોટ મળ્યા. પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ 28 ઓગસ્ટના રોજ રાજીનામુ આપ્યું હતું, ત્યારથી જાપાનના પ્રધાનમંત્રીનું પદ ખાલી હતું. પ્રધાનમંત્રી મોદીએ શુભકામના પાઠવી Heartiest congratulations to Excellency Yoshihide Suga on the appointment as Prime Minister of Japan @kantei. I look forward to jointly taking our Special Strategic and Global Partnership to new heights. @sugawitter — Narendra Modi (@narendramodi) September 16, 2020 સુગાના પિતા ખેડૂત હતા 6 ડિસેમ્બર 1948માં યોશિહિડે સુગાનો જન્મ અકિતા રાજ્યમાં થયો છે. તે પોતાના પરીવારમાંથી રાજનીતિમાં આવનાર પ્રથમ વ્યક્તિ છે. સુગાના પિતા સ્ટોબેરીની ખેતિ કરતા હતા. મોટા પુત્ર હોવાના નાતે તેઓ પિતાને ખેતીમાં મદદ કરતા હતા. તેમની માતા સ્કૂલમાં શિક્ષિકા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Former Japanese Cabinet Secretary Yoshihide Suga becomes PM, Modi sends best wishes [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/former-japanese-cabinet-secretary-yoshihide-suga-becomes-pm-modi-sends-best-wishes-127724399.html

ઈઝરાયલ, UAE અને બહેરીન વચ્ચે કૂટનીતિક સંબંધ શરૂ કરવાની સમજૂતી; ટ્રમ્પે કહ્યું- ટ્રમ્પે કહ્યુ -પાંચ કે છ અરબ દેશ હજુ જોડાશે		 ઈઝરાયલ, UAE અને બહેરીન વચ્ચે કૂટનીતિક સંબંધ શરૂ કરવાની સમજૂતી; ટ્રમ્પે કહ્યું- ટ્રમ્પે કહ્યુ -પાંચ કે છ અરબ દેશ હજુ જોડાશે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઈઝરાયલે બે ખાડી દેશો UAE અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી છે. મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં તેના પર હસ્તાક્ષર કરાયા હતા. વ્હાઈટ હાઉસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બન્ને ખાડી દેશ સાથે હવે ઈઝરાયલના ઔપચારિક કુટનીતિક સંબંધો શરૂ થશે. અમેરિકાએ આ સમજૂતીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સમજૂતી પછી ટ્રમ્પે કહ્યું કે આ નવી અને સારી શરૂઆત છે. ટૂંક સમયમાં પાંચ કે છ અરબ દેશ પણ તેમા સમજૂતી કરશે. ટ્રમ્પનો ઈશારો સાઉદી અરબ અને ઓમાન તરફ હતો. મિડલ -ઈસ્ટમાં નવી શરૂઆત અરબ દેશો અને ઈઝરાયલના સંબંધો ઘણા દાયકાઓ સુધી ખરાબ રહ્યા હતા. બન્ને પક્ષો એકબીજાને જોખમ માનતા રહ્યા. કુટનીતિક રીતે પણ દુશ્મન દેશનો દરજ્જો અપાયો હતો. હવે ટ્રમ્પની મહેનત રંગ લાવી છે. ગત મહિને ઈઝરાય અને UAE વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. હવે તેમા બહેરીન પણ જોડાઈ ગયું છે. આ સમજૂતી અંતર્ગત ત્રણેય દેશ વચ્ચે વહે ડિપ્લોમેટિક મિશનની શરૂઆત થશે. સરળ ભાષામાં કહીએ તો બહેરીન અને UAE હવે ઈઝરાય સાથે કૂટનિતિક સંબંધોની શરૂઆત કરશે. સમજૂતીનો શું અર્થ મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિના સુધીમાં એક ફ્રેમવર્ક તૈયાર થશે. આ સાથે ત્રણેય દેશના એમ્બેસેડર અને બાકી સ્ટાફના નક્કી કરાશે.પછી આ લીસ્ટ એકબીજાને મોકલાશે. વિદેશ મંત્રાલયની મંજૂરી પછી કામકાજ શરૂ થશે. બે વસ્તુને લઈને અરબ દેશો ઉત્સાહિત છે. પ્રથમ- વેપાર અને બીજુ- ડિફેન્સ. ત્રણેય દેશે એકબીજાને ત્યાં વેપાર કરી શકશે. ટ્રમ્પનો ઈશારો સમજૂતી પછી ટ્રમ્પે મોટો સંકેત આપ્યો છે. ડિપ્લોમેટિક વર્લ્ડમાં તેનું ખાસ મહત્વ છે. ટ્રમ્પે કહ્યું રાહ જુઓ. ટૂંક સમયમાં જ પાંચ કે છ અરબ દેશ ઈઝરાયલ સાથે આ રીતે કરાર કરશે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા હવે સાઉદી અરબ અને ઓમાનના સંપર્કમાં છે. પાકિસ્તાન અને તુર્કી આ સમજૂતીની વિરોધમાં છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today An agreement to start diplomatic relations between Israel, the UAE and Bahrain; Trump said - Trump said - five or six billion countries will still join [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/an-agreement-to-start-diplomatic-relations-between-israel-the-uae-and-bahrain-trump-said-trump-said-five-or-six-billion-countries-will-still-join-127724286.html

ભારતે કહ્યું- પાકિસ્તાન આતંકવાદનો ગઢ, ત્યાં દરરોજ લઘુમતીઓ માર્યા જાય છે; તુર્કી આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે		 ભારતે કહ્યું- પાકિસ્તાન આતંકવાદનો ગઢ, ત્યાં દરરોજ લઘુમતીઓ માર્યા જાય છે; તુર્કી આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
મંગળવારે જીનિવામાં હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (એચઆરસી)ની બેઠક મળી હતી. પાકિસ્તાન અને તેના મિત્ર દેશ તુર્કીએ ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો. ભારતે તેનો કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું - દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓ ત્યાં રહે છે. તેમની દરરોજ હત્યા કરવામાં આવે છે. ભારતીય પ્રતિનિધિએ પણ તુર્કીને કડક શબ્દોમાં સલાહ આપી હતી. તુર્કીએ અહીં લોકશાહીની હાલત જોઈ અને તેને બચાવવી જોઈએ. ભારતના આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનો પ્રયાસ ન કરે. પાકિસ્તાન માનવાધિકાર અંગે ભાષણ આપે પાકિસ્તાને સોમવારે પોતાનો પક્ષ મૂક્યો હતો. એચઆરસીએ મંગળવારે ભારતને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી. ભારતના પ્રતિનિધિએ કહ્યું- દુનિયા જાણે છે, પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. તેને માનવાધિકારો બાબતે ભાષણ દેવાનો અધિકાર નથી. ત્યાં હિન્દુઓ, શીખ અને ખ્રિસ્તીઓને ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારતની છબીને ખરાબ કરવાના પ્રયાસો સફળ નહીં થાય. દુનિયા જાણે છે કે પાકિસ્તાન તે આતંકવાદીઓને પેન્શન આપે છે જેના પર યુએન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાંના વડા પ્રધાન પોતે માને છે કે તેમના દેશે હજારો આતંકીઓને તાલીમ આપી અને ફંડિંગ પૂરું પાડ્યું છે. નિષ્ફળ થઈ ચૂક્યું છે પાકિસ્તાન ભારતે કહ્યું - પાકિસ્તાન આતંકવાદીઓના ફંડિંગને રોકી શક્યું નથી. આતંકીઓને આશરો આપી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરે છે. તેઓ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હુમલો કરે છે. લઘુમતીઓની સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન, હત્યા અને ભેદભાવ જેવી અમાનવીય ઘટના થાય છે. હિન્દુ, શીખ અને ઈસાઈ સમુદાયની મહિલાઓ અને યુવતીઓનું અપહરણ કર્યા બાદ તેમનું ધર્મ પરિવર્તન પાકિસ્તાનમાં સામાન્ય બની ચૂક્યું છે. બલુચિસ્તાન, ખૈબર અને સિંધનો કોઈ ભાગ એવો નથી, જ્યાં દરરોજ કોઈ વ્યક્તિનું અપહરણ કરવામાં આવતું ન હોય. પત્રકાર હોય કે માનવાધિકાર કાર્યકર્તા, તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે અને તેમનું અપહરણ પણ કરવામાં આવે છે. તુર્કીને પણ કડક સંદેશ ભારતે એચઆરસીમાં તુર્કીને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. ભારતે કહ્યું, તુર્કી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની મદદ લેવાનો પ્રયત્ન ન કરે. આ સંગઠનનો પાકિસ્તાન દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે તુર્કીને કડક શબ્દોમાં કહ્યું હતું કે તુર્કીએ ભારતના આંતરિક મામલાઓમાં દાખલ દેવાનો કોઈ હક નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today જીનિવામાં હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની બેઠકમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓને આશરો આપનારું કહ્યું. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/india-said-pakistan-is-a-stronghold-of-terrorism-minorities-are-killed-there-every-day-turkey-does-not-interfere-in-internal-affairs-127724272.html

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- ત્રણ વર્ષ પહેલાં જ સિરિયાના રાષ્ટ્રપતિને ખતમ કરી દેવા માગતો હતો, રક્ષામંત્રીએ અટકાવી દીધો હતો		 અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- ત્રણ વર્ષ પહેલાં જ સિરિયાના રાષ્ટ્રપતિને ખતમ કરી દેવા માગતો હતો, રક્ષામંત્રીએ અટકાવી દીધો હતો 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. આ ઘટસ્ફોટ સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિશે છે. મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલાં, એટલે કે 2017માં સિરિયાના લીડર બશર અલ-અસદને મારી નાખવા માગતો હતો. આ માટેનો પ્લાન પણ તૈયાર હતો, પરંતુ, જિમ મેટિસ (ત્યારના અમેરિકાના રક્ષામંત્રી)એ મને અસદને ન મારવા માટે અટકાવી દીધો હતો. મંગળવારે અમેરિકાની મધ્યસ્થી પછી ઇઝરાયેલે બહેરીન અને યુએઈ સાથે કૂટનીતિક સંબંધ સ્થાપવા માટેની સમજૂતી કરી હતી. ટ્રમ્પે જેને પોતાની મોટી સફળતા ગણાવી છે. ટ્રમ્પે ફોક્સ ટીવીના મોર્નિંગ શોમાં આ વાત જણાવી હતી, સાથે જ એમ પણ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે સપ્તાહમાં આ પ્રકારનો ઇન્ટરવ્યુ એક વખત તો થવો જ જોઈએ. જોકે પ્રોગ્રામના કો-હોસ્ટ ડુસીએ આ બાબતે કહ્યું હતું કે અમે દર સપ્તાહે પ્રોગ્રામ કરવાનું વચન તો નથી આપી શકતા. જો બાઈડન પણ અમને પોતાની 47 મિનિટ આ પ્રોગ્રામ માટે આપવા માટે તૈયાર હશે તો અમે તેમનું પણ સ્વાગત કરીએ છીએ. ટ્રમ્પના નિવેદનમાં વિરોધાભાસ અસદ મામલે ટ્રમ્પે મંગળવારે જે પણ કહ્યું એનો તેમની જૂની કહેલી વાતો સાથે મેળ ખાતો નથી. ખરેખર, ટ્રમ્પે આ પહેલાં કહ્યું હતું- હું ક્યારેય સિરિયન નેતા (ટ્રમ્પ અસદને રાષ્ટ્રપતિ કહેતા નથી)ની પાછળ પડ્યો ન હતો. અસદ પર સિરિયાના હજારો નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ છે. 2018માં ન્યૂયોર્ક ટાઈમ્સના સિનિયર જર્નલિસ્ટ બોબ વૂડવર્ડના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું નામ હતું, ફિયર એટલે ડર. પુસ્તક પ્રમાણે, ટ્રમ્પને મેટિસને અસદની હત્યા કરવા માટેનો આદેશ આપ્યો હતો. જોકે પછીથી તેઓ ફરી ગયા હતા અને કહ્યું મેં આવું ક્યારેય વિચાર્યું જ નથી અને આ પ્રકારની વાતોને પુસ્તકમાં લખવી ન જોઈએ. મેટિસે 2018ના અંતમાં રાજીનામું આપી દીધું હતું. અનેક વખત ટ્રમ્પની નિંદા થઈ, પણ મંગળવારે અસદ બાબતે ટ્રમ્પે જે ખુલાસો કર્યો એના પર મેટિસે પણ મૌન ધારણ કર્યું હતું. બોરિંગ છે પુસ્તક ટ્રમ્પ સોમવારે કેલિફોર્નિયામાં હતા. પરત ફરતા સમયે 480 પેજવાળા આ પુસ્તકને એરક્રાસ્ટમાં જ વાંચ્યું, પછી કહ્યું, સાચી વાત તો એ છે કે મેં પુસ્તકને સોમવારે રાત્રે જ બહુ જ જલદીમાં વાંચ્યું. આ ખૂબ જ બોરિંગ છે. આ પુસ્તક 18 ઇન્ટરવ્યુના કેટલાક ભાગ પર આધારિત છે. ટ્રમ્પે શું કહ્યું ટ્રમ્પે શોમાં કહ્યું, હું અસદને બહાર કાઢી નાખવા માગતો હતો. આ માટેની સમગ્ર તૈયારી કરી લીધી હતી. હું મારી નાખવા માગતો હતો. 2017માં આ માટેનો સમગ્ર ઓપરેશન પ્લાન ઘડવામાં આવ્યો હતો, પણ, મેટિસ આ માટે તૈયાર ન હતા. પછીથી મેં તેને પણ દૂર કરી દીધા હતા. મેટિસથી અંતર ટ્રમ્પની નારાજગી પ્રથમ વખત સામે આવી નથી. બે વર્ષ પહેલાં પણ તેમણે આ અમેરિકાના જનરલના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ વાત એ છે કે ટ્રમ્પ જ મેટિસને પેન્ટાગોનમાં લઈને આવ્યા હતા, પણ સિરિયા અને બીજા કેટલાક મુદ્દાઓ પર ટ્રમ્પ મેટિસમાં સહમતી ન હતી. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિએ એક વખત મેટિસને મહાન જનરલ પણ કહ્યા હતા. જોકે બંને ફક્ત લગભગ એક વર્ષ માટે સાથે કામ કરી શક્યા. મેટિસે 2018ના અંતમાં રાજીનામું આપી દીધું હતું. અમેરિકાના કમાન્ડો તૈયાર હતા સિરિયાના લીડર અસદ પર આરોપ હતો કે તેમણે એપ્રિલ 2017માં નાગરિકો પર કેમિકલ હુમલો કરાવ્યો હતો, જેના કેટલાક ફોટો પણ સામે આવ્યા હતા. કેમિકલ હુમલાની ક્યારેય પુષ્ટિ કરવામાં આવી ન હતી, પણ, ટ્રમ્પે કહ્યું હતું કે અસદે આની કિંમત ચૂકવવી પડશે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પે 2017ના અંતમાં અમેરિકન સેના અને કમાન્ડોને આદેશ આપ્યો હતો કે અસદને મારી નાખો, પણ મેટિસના કારણે આ શક્ય બન્યું નહીં. ટ્રમ્પે કહ્યું, અસદ બિલકુલ સારી વ્યક્તિ નથી. અસદને લઈને ટ્રમ્પ આટલા કડક કેમ છે ઘણા કારણ છે. પરંતુ, ટૂંકમાં, બે કે ત્રણ વસ્તુઓ જાણવી મહત્વપૂર્ણ છે. યુનાઇટેડ સ્ટેટ્સને ડર છે કે સીરિયા અને ઇરાન મળીને તેમના માટે મધ્ય પૂર્વ અને આરબ વિશ્વમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. દાયકાઓથી સાઉદી અરેબિયા પર અમેરિકાનું વર્ચસ્વ છે. અહીં સુન્ની મુસ્લિમોનો દેશ છે. જ્યારે, ઈરાન અને સીરિયામાં વધુ શિયા છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન-સીરિયા સાઉદી સામે ખતરો ઉભો કરી શકે છે. ઇઝરાઇલ સાથે પણ આવું જ છે. એક કારણ અહીં રશિયાએ અસદને ટેકો આપ્યો છે. ટ્રમ્પ પણ આથી નારાજ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફોટો સિરિયાની રાજધાની દમાકસનો છે, જેમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને સિરિયાનો ઝંડો દેખાય છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/us-president-says-he-wanted-to-overthrow-syrian-president-three-years-ago-but-was-stopped-short-by-the-defense-minister-127724173.html

ઈઝરાયેલ અને બે ખાડી દેશ વચ્ચે શાંતિ કરારને ટ્રમ્પે પોતાની જીત ગણાવી, પોતાને પીસમેકર તરીકે રજૂ કર્યા		 ઈઝરાયેલ અને બે ખાડી દેશ વચ્ચે શાંતિ કરારને ટ્રમ્પે પોતાની જીત ગણાવી, પોતાને પીસમેકર તરીકે રજૂ કર્યા 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જૂના મિત્ર છે. જ્યારે જ્યારે નેતન્યાહુ રાજકીય સંકટોના ઘેરાવામાં આવ્યા ત્યારે ટ્રમ્પે તેમની કૂટનીતિક રીતે મદદ કરી છે. ખાડી દેશોના નેતાઓ પણ ટ્રમ્પના આભારી છે, કારણ કે, તેમના કટ્ટર દુશ્મન ઈરાન પર તેમણે હંમેશાં કડક વલણ અપનાવ્યું છે. આ દેશોને અમેરિકામાં ટીકાનો સામનો કરતા બચાવાયા હતા. આ જ કારણ છે કે નેતન્યાહુની જેમ ખાડી દેશો પણ ઈચ્છે છે કે ટ્રમ્પ નવેમ્બરમાં ફરી જીતે. વ્હાઈટ હાઉસમાં મંગળવારે ઈઝરાયેલ અને બે ખાડી દેશના સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન વચ્ચે નવા કરાર પર હસ્તાક્ષર થયા હતા. ટ્રમ્પ આ કરારને ઐતિહાસિક ગણાવીને પ્રમોટ કરી રહ્યા છે, જેમાં નેતન્યાહુ અને ખાડી દેશોના પસંદ કરાયેલા અધિકારીઓ સામેલ થયા હતા. તમામે ટ્રમ્પ માટે પોતાનું સમર્થન દેખાડ્યું હતું. કરારથી પૂરી રીતે શાંતિ સ્થાપિત નહીં થાય વાસ્તવિકતા એ છે કે સમજૂતીથી પૂરી રીતે શાંતિ સ્થાપિત નહીં થાય, જેવો ટ્રમ્પ દાવો કરે છે. આનાથી માત્ર ઈઝરાયેલ અને એવા દેશો(બહેરીન અને UAE)વચ્ચે સંબંધ સામાન્ય થશે. આ દેશો વચ્ચે લોકો યાત્રા કરી શકશે અને ડિપ્લોમેટિક સંપર્ક વધશે. આ એવા દેશ છે જેમણે ઘણાં વર્ષોથી એકબીજા સાથે યુદ્ધ નથી કર્યું. વાસ્તવમાં આ દેશો પહેલેથી એકબીજાના સાથી રહ્યા છે, ખાસ કરીને ઈરાન વિરુદ્ધ એકજૂથ રહ્યા છે. સમજૂતી અંગે ટ્રમ્પના દાવા ટ્રમ્પના કેમ્પેનના નવા વિજ્ઞાપનોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદેશનીતિ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંદેશથી તે આ સમજૂતી માટે તૈયાર થયા છે. ટ્રમ્પ તેમની વચ્ચેની તમામ પરસ્પર કડવાશ અને અનિશ્ચિતતાઓને દૂર કરીને અવ્યવસ્થિત મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા)માં સંપ કરી રહ્યા છે. ટ્રમ્પના કેમ્પેનના ફેસબુક વિજ્ઞાપનમાં ગત સપ્તાહે જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં શાંતિ જાળવી રાખવામાં સિદ્ધિ મેળવી છે, જેના માટે તેમનું નામ નોબેલે પુરસ્કાર માટે નોમિનેટ કરાયું છે. એમાં પણ નોબેલનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. હજારો લોકો આના માટે એન્ટ્રી મોકલે છે અને એમાંથી કોઈક જ તેના માટે નોમિનેટ થાય છે. નોર્વેના બે રાઈટ વિંગના નેતાઓએ આના માટે ટ્રમ્પને નોમિનેટ કર્યા હતા. આ ટ્રમ્પનો રાજકીય એજન્ડાઃ નિષ્ણાત જેવિશ ડેમોક્રેટિક કાઉન્સિલ ઓફ અમેરિકાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેલી સોફીએ કહ્યું હતું કે આને નજરઅંદાજ ન કરી શકાય કે આ બધું ચૂંટણીના માત્ર 48 દિવસ પહેલાં થઈ રહ્યું છે. ઈઝરાયેલમાં યોજાયેલી છેલ્લી ત્રણ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંના પીએમ નેતન્યાહુને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે નેતન્યાહુ તેના દેશમાં રાજકીય સંકટ હોવા છતાં વોશિંગ્ટન આવી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ વાર્તા હાથની સફાઈ જેવી છે. એવું માનવું પડશે કે આ ટ્રમ્પનો રાજકીય એજન્ડા છે. ટ્રમ્પનો રસ ચૂંટણીમાં ફાયદા માટે તેનો ઉપયોગ કરવામાં છે. ખાડી દેશોને બાઈડનને રાષ્ટ્રપતિ બનાવવાથી બીક તેલ અવીવના ઈન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ સિક્યોરિટી સ્ડટીઝના સિનિયર ફેલો અને ઈઝરાયેલ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પૂર્વ પ્રમુખ યોલ ગુજાંસ્કી પણ આવું માને છે. તેમણે જણાવ્યું હતું કે તે દેશ ઈચ્છે છે કે ટ્રમ્પ સત્તામાં રહે. તે બાઈડેનના રાષ્ટ્રપતિ બનવા અંગે ચિંતિત છે. તેમને બીક છે કે બાઈડેન માનવાધિકાર જેવા મુદ્દા અંગે તેમની પર કડક અને ઈરાન પર નરમ થઈ શકે છે. જો બાઈડન આવશે તો એવાં હથિયારોના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દેશે, જેની પર ટ્રમ્પને અભિમાન છે. ટ્રમ્પના અધિકારીઓનું શું માનવું છે આ બધાની વચ્ચે ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ સમજૂતીનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરવાની વાતને ખોટી ગણાવે છે. તેમણે કહ્યું હતું કે ટીકાકાર ઈઝરાયેલ અને ખાડી દેશોને એકબીજા સાથે જોડવા માટે ટ્રમ્પને તેમની ડિપ્લોમેટિક મહેનતનું શ્રેય આપવા માગતા નથી. આ અધિકારીઓ અત્યારસુધી એ વાત અંગે ચોક્કસ નથી કે આરબ વર્લ્ડ લાંબા સમય સુધી દુશ્મન ગણાવતા ઈઝરાયેલને પાર્ટનર તરીકે અપનાવવા માટે તૈયાર છે કે નહીં. આવી તક ક્યારેક ક્યારેક જ મળે છેઃ કુશનર સમજૂતીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ટ્રમ્પના જમાઈ અને એડવાઈઝર જૈરેડ કુશનરે કહ્યું હતું કે ઈઝરાયેલ અને બહેરીન અથવા ઈઝરાયેલ અથવા UAE વચ્ચે ઘણી વખત વાત થઈ. આ વાતચીત ઘણા સ્તરે થઈ. અમે બન્ને પક્ષો વચ્ચે વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. ઈઝરાયેલ સાથે બે ખાડી દેશ વચ્ચે સમજૂતી અંગે તેમણે કહ્યું હતું કે કોઈ શાંતિ કરારને જોવાની તક ક્યારેક ક્યારેક જ મળે છે. આનાથી પણ મુશ્કેલ છે એક જ દિવસમાં બે શાંતિ સમજૂતીનો અનુભવ કરવાનું છે. આ છે ખાડી દેશોની સમજૂતી કરવાનું કારણ ટ્રમ્પના મિડલ ઈસ્ટના પાર્ટનર્સ માટે આ સમજૂતી કરવાનાં કારણો છે. તેમને વ્હાઈટ હાઉસના સાઉથ લોનમાં 200 અન્ય મહેમાનો સાથે એમાં સામેલ થવાની તક મળશે. સાઉદી આરબ અને UAE યમનના સિવિલ વોરમાં સૈન્ય દખલગીરી આપવાને કારણે અમેરિકાની છાપ બગડી છે, એને સુધારવામાં મદદ મળશે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન 2018માં જર્માલિસ્ટ જમાલ ખગોશીની હત્યા પછી અલગ થઈ ગયા છે. આ તેમના માટે પણ મદદરૂપ સાબિત થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ બિન સલમાનને ખાનગી રીતે સમર્થન આપી રહ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Israel UAE Wants Trump To Stay In Power, He Fears That If Biden Comes, He May Tighten Issues Like Human Rights [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/israel-uae-wants-trump-to-stay-in-power-he-fears-that-if-biden-comes-he-may-tighten-issues-like-human-rights-127724093.html

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું- દુષ્કર્મીઓને ચાર રસ્તા પર લટકાવી દો કે નપુંસક બનાવી દો		 પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું- દુષ્કર્મીઓને ચાર રસ્તા પર લટકાવી દો કે નપુંસક બનાવી દો 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાનના લાહોરમાં ગયા સપ્તાહે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટના પર પ્રજાનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે. આ ઘટનાના ત્રણ આરોપીમાંથી માત્ર એકની ધરપકડ થઈ શકી છે, જેનું નામ અશફાક અલી કહેવાય છે. વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હત્યાના આરોપીને સજા અપાય છે એવી જ સજા દુષ્કર્મીઓને મળવી જોઈએ. તેમને ચાર રસ્તા પર લટકાવી(ફાંસી) દેવા જોઈએ અથવા તેમને કેમિકલ કે સર્જરી દ્વારા નપુંસક બનાવી દેવા જોઈએ. આવા લોકોને એવી સજા આપવી જોઈએ જે બીજા લોકો માટે દૃષ્ટાંતરૂપ બને’. જોકે, ઈમરાને એ પણ સ્વીકાર્યું હતું કે આવાં પગલાં લેવા સરળ નથી, કેમ કે એક વર્ગ તેનો વિરોધ પણ કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીડિત મહિલા પાકિસ્તાની મૂળની ફ્રેન્ચ નાગરિક છે. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન અલીએ કહ્યું હતું કે આરોપીએ અપરાધ કબૂલી લીધો છે. તેના સાથીની શોધખોળ ચાલુ છે. પોલીસે આ કેસમાં 15 શંકાસ્પદને અટકમાં લીધા છે. હાઈવે પર દુષ્કર્મની ઘટના મહિલા કારમાં બે બાળકો સાથે લાહોર પાછી આવી રહી હતી. એક્સપ્રેસ વે પર પેટ્રોલ ખલાસ થઈ જતાં પતિને ફોન કરીને કારમાં બેઠી હતી. પતિ આવે એ પહેલાં જ આરોપીઓએ ત્યાં આવીને કારનો કાચ તોડી મહિલા અને બાળકોને બહાર કાઢ્યા. મહિલાને જંગલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. જુલાઈમાં બાળકી સાથે થયું હતું સામૂહિક દુષ્કર્મ આ પહેલાં જુલાઈમાં પાકિસ્તાનના પંજાબના એક ગામમાં સામૂહિક દુષ્કર્મમાં આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. તે સમયે પણ લાહોરથી 130 કિમી દૂર સિયાલકોટ જિલ્લાના ડોગરાં-ચાવિંડા ગામમાં રિકશા ચાલકની આઠ વર્ષની દીકરી ઘરની બહાર રમતી હતી. આ દરમિયાન અમુક શંકાસ્પદ લોકોએ તેને જ્યુસમાં કોઈ નશાવાળો પદાર્થ પીવડાવી દીધો હતો. ત્યારપછી બાળકીને કોઈ સુનસાન જગ્યા પર લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. બાળકીએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/pakistans-prime-minister-imran-khan-says-let-the-perpetrators-hang-on-the-crossroads-127723832.html

ઈન્ડોનેશિયામાં કબર ખોદનારા ઓછા, એટલે માસ્ક ન પહેરનારાને કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે કબર ખોદવાની સજા ફટકારાઈ		 ઈન્ડોનેશિયામાં કબર ખોદનારા ઓછા, એટલે માસ્ક ન પહેરનારાને કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે કબર ખોદવાની સજા ફટકારાઈ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોનાકાળમાં ભારતમાં માસ્ક ન પહેરવા બદલ 100થી 500 રૂપિયા દંડ વસૂલાઈ રહ્યો છે, પણ ઈન્ડોનેશિયામાં માસ્ક ન પહેરનારા લોકોને કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે કબર ખોદવાની સજા અપાઈ રહી છે. ઈન્ડોનેશિયાના ઈસ્ટ જાવા પ્રાંતમાં ગત એક અઠવાડિયામાં આશરે 300 લોકોને કબર ખોદવાની સજા અપાઈ ચૂકી છે. આ સજા આપવા પર ઈન્ડોનેશિયામાં નિયમ તોડનારા લોકોની સંખ્યા ઘટી છે. સોમવારે ગેરસિક રેજન્સીમાં સૌથી ઓછા 8 લોકોને માસ્ક વિના પકડાયા હતા, જેમણે સજા તરીકે નોબબેટન ગામમાં કબરો ખોદી હતી. ઈસ્ટ જાવામાં કોર્મ જિલ્લાના વડા સ્યૂનોએ કહ્યું હતું કે અમારી પાસે કબરો ખોદનારા લોકોની સંખ્યા ઓછી હતી. એટલા માટે માસ્ક ન પહેરનારા લોકોને આ કામમાં લગાડ્યા. સજા તરીકે બે લોકોને એક કબર ખોદવાનો આદેશ અપાઇ રહ્યો છે. આશા છે કે આ સજા મળતાં ભવિષ્યમાં લોકો માસ્ક ન પહેરવાની ભૂલ નહીં કરે. બીજી બાજુ, રાજધાની જાકાર્તામાં કોરોનાના ચેપને રોકવા માટે સોમવારે 14 દિવસ માટે લૉકડાઉન લગાવાયું હતું. આ દરમિયાન માર્ગો પર ઓછી ભીડ જોવા મળી હતી. પોલીસ માસ્ક વિના ફરતા બાઈકસવારો વિરુદ્ધ કડકાઈ વર્તી હતી. 27 સપ્ટેમ્બર સુધી સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને એકેડમિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. જોકે 11 જરૂરી સેવાઓ ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે ચાલુ રહેશે. આશરે 27 કરોડની વસતિવાળા ઈન્ડોનેશિયામાં અત્યારસુધીમાં કોવિડ-19ના 2.25 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. રાજધાની જાકાતાર્માં પણ 55 હજાર લોકો ચેપગ્રસ્ત છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઈસ્ટ જાવા પ્રાંતમાં ગત એક અઠવાડિયામાં 300 લોકોને અનોખી સજા અપાઈ ચૂકી છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/fewer-diggers-in-indonesia-have-been-convicted-of-digging-graves-for-those-who-died-from-corona-127723959.html

પાકિસ્તાને ટેરર ફન્ડિંગ રોકવા માટે સહકારી સમિતિઓને લગતું બિલ પસાર કરાયું		 પાકિસ્તાને ટેરર ફન્ડિંગ રોકવા માટે સહકારી સમિતિઓને લગતું બિલ પસાર કરાયું 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાનની સંસદે વૈશ્વિક મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા એફએટીએફના બ્લેક લિસ્ટની યાદીમાં સામેલગીરીથી બચવા સહકારી સમિતિઓની નોંધણી, તેના પર નિયંત્રણ તેમજ તેમાં વધુ પારદર્શકતા લાવવાના હેતુથી એક બિલ પસાર કર્યું છે. વડાપ્રધાન ઈમરાનના સંસદીય મામલાના સલાહકાર બાબર અવાને નેશનલ એસેમ્બ્લીમાં કો-ઓપ.સોસાયટીઝ (એમેન્ડમેન્ટ્સ) બિલ 2020 રજૂ કર્યું, જેને પસાર કરાયું હતું. એફએટીએફની કાર્યયોજનાના આધારે પાકિસ્તાન ત્રણ બિલ પસાર કરી ચૂક્યું છે. ઓગસ્ટમાં કાનૂની સહાયતા (ગુનાઈત મામલા) બિલ 2020 લાગુ કરાયું હતું. તે વિવિધ દેશો સાથે ગુનેગારો અને સૂચનાના આદાનપ્રદાન સાથે સંકળાયેલું છે. પાકિસ્તાને 30 જુલાઈએ યુએન સુરક્ષા પરિષદ સંશોધન બિલ-આતંકવાદ વિરોધી સંશોધક બિલ પણ સર્વસંમતિથી પસાર કર્યું હતું. જાધવની અરજી પર અધ્યાદેશની મુદત ચાર મહિના વધારાઈ પાકિસ્તાનની સંસદે એ અધ્યાદેશની મુદત ચાર મહિના વધારી દીધી છે, જે ભારતીય કેદી કુલભૂષણ યાદવને આતંકના આરોપો અને સજા વિરુદ્ધ કોઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની મંજૂરી આપે છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ વર્ષે મે મહિનામાં જારી સમીક્ષા અને પુનર્વિચાર અધ્યાદેશની મુદત 17 સપ્ટેમ્બરે પૂરી થવાની હતી, પરંતુ સંસદે ધ્વનિમતથી મંજૂરી આપીને તેની મુદત ચાર મહિના વધારી દીધી. આ અધ્યાદેશ એ ચુકાદાને લાગુ કરવા કવા માટે જારી કરાયો છે, જેમાં પાકિસ્તાને કહ્યું હતું કે, પાકિસ્તાન જાધવને એક સૈન્ય અદાલત તરફથી સંભળાવેલી સજાની એક અસરકારક સમીક્ષાનો લાભ આપશે. ભારતીય નૌસેનાના નિવૃત્ત અધિકારી જાધવ (50)ને અદાલતે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મૃત્યુદંડની સજા આપી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પાકિસ્તાનની સંસદની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/a-bill-relating-to-co-operative-societies-was-passed-to-stop-terror-funding-to-pakistan-127723971.html

એપલે રૂપિયા 14,500માં સૌથી સસ્તી સ્માર્ટવોચ લોંચ કરી, અત્યારસુધીનું સૌથી સસ્તું આઇપેડ પણ રજૂ કર્યું; આઇફોન 12 લોંચ ન કર્યો		 એપલે રૂપિયા 14,500માં સૌથી સસ્તી સ્માર્ટવોચ લોંચ કરી, અત્યારસુધીનું સૌથી સસ્તું આઇપેડ પણ રજૂ કર્યું; આઇફોન 12 લોંચ ન કર્યો 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
એપલે તેના 1 કલાકના વર્ચ્યુઅલ 'ટાઈમ ફાઈલ્સ' ઈવેન્ટમાં નવી એપલ વોચ તથા ટેબ્લેટ લોંચ કર્યું છે. જોકે, જે આઈફોન 12 રાહ જોતા હતા, તે અંગે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. એટલે કે આ માટે રાહ જોવી પડશે. ઈવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કુકે કેલિફોર્નિયાના ક્યુપર્ટીનો સ્થિત હેડક્વાર્ટરથી કરી. આ પ્રથમ વખત છે કે જ્યારે કંપનીએ વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કર્યું છે. એપલની આ ઈવેન્ટમાં હજારો ડેવલપર્સ સામેલ થાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે કંપની વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજશે. જોકે અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થયું કે કંપની આ ઈવેન્ટમાં આઈફોન 12 લોન્ચ કરશે કે કેમ. આ ઈવેન્ટને એપલની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર જોઈ શકાશે. આ સિવાય કંપનીની વેબસાઈટ www.apple.com/apple-events પર પણ જોઈ શકાશે. આ ઈવેન્ટ કેટલા સમય સુધી ચાલશે તેની પણ કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. Good morning! T-minus 6 hours! #AppleEvent — Tim Cook (@tim_cook) September 15, 2020 સૌથી પહેલા એપલ વોચની વાત કુકે સૌથી પહેલા એપલ વોચ અંગે વાત કરી. તેમણે કહ્યું કે આ યૂઝરની તમામ વાતોનું નોટિફાઈ કરે છે. વેધર અને કામ સાથે જોડાયેલ જરૂરી નોટિફિકેશન આપે છે. બીજી બાજુ એમાં ફેવરીટ મ્યુઝિક પણ સાંભળી શકો છો. એમાં હેલ્થ સંબંધિત ફીચર્સ જેવાં કે હાર્ટ મોનિટર, ECG આપવામાં આવે છે.તેમણે એક દૃષ્ટિહીન વ્યક્તિનુંં ઉદાહરણ પણ આપ્યું છે કે જેમનું જીવન એપલ વોચને લીધે સરળ થઈ ગયું છે, કારણ કે વોચ તેને બોલીને કહે છે. તેમણે કેટ, વોઈજે અને જેમ્સ નામના લોકોને લાઈફ કેવી રીતે આ વોચને બદલી દે, તેની નાની-નાની ક્લિપ પણ બતાવી છે. એપલ વોચ સિરીઝ 3, SE અને સિરીઝ 6 લોંચ કંપનીએ ઈવેન્ટમાં પોતાની અત્યાર સુધીની સૌથી સસ્તી એપલ વોચ સિરીઝ 3 રજૂ કરી છે. તેની શરૂઆતી કિંમત 199 ડોલર (આશરે 14,500 રૂપિયા) છે. આ ઉપરાંત એપલ વોચ SE પણ લોંચ કરી છે. તેની કિંમત 279 ડોલર (આશરે 20,500 રૂપિયા) છે. એપલ વોચ સિરીઝ 6 પણ લોંચ કરી છે, જેની શરૂઆતી કિંમત 399 (આશરે 29,300 રૂપિયા) છે. આઈપેડ 4 લોંચ કર્યું પહેલાં આઈપેડ 10 વર્ષ અગાઉ લોંચ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદથી અત્યાર સુધી કંપની વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) આઈપેડનું વેચાણ કરી ચૂકી છે. કંપનીએ દાવો કર્યો છે કે તેના 53 ટકા યુઝર્સ નવા આઈપેડ ખરીદે છે.8માં જનરેશન આઈપેડ 4માં 10.3 ઈંચ રેટિના ડિસ્પ્લે સ્ક્રીન આપી છે. એમાં ફુલ સાઈઝ સ્માર્ટની બોર્ડ મળશે. એપલે તેમા A12 બાયોનિક ચિપનો ઉપયોગ કરે છે. આ સાથે એવો પણ દાવો છે કે જૂના આઈપેડથી 40 ટકાથી વધારે ઝડપી છે. તે એન્ડ્રોઈડ ટેબલેટથી 3X ફાસ્ટર છે.તેમા હાઈ રિજોલ્યુશન ગ્રાફિક્સનો ઉપયોગ થાય છે. આ એપલ પેન્સિલને સપોર્ટ કરશે, જેનાથી યુઝર ક્રિએટિવ કામ કરી શકશે. તે કંપનીના લેટેસ્ટ ipadOS14માં યુઝરને પેન્સિલથી જોડાયેલ અનેક અપડેટ મળશે. એમાં યુઝર પોતાના હેન્ડરાઈટિંગને લખ્યા બાદ કોપી કરી અન્ય એપ પર ડાયરેક્ટ પેસ્ટ કરી શકશે.તેમા 8 મેગાપિક્સલ રિયર કેમેરા, ફેસટાઈમ HD કેમેરા, LTD સપોર્ટ, 10 કલાકની બેટરી બેકઅપ, USB C પાવર એડોપ્ટર, સ્માર્ટ કનેક્ટર જેવાં અનેક એડવાન્સ ફીચર્સ મળશે.તેની શરૂઆતી કિંમત 329 ડોલર (આશરે 24,200 રૂપિયા) અને વિદ્યાર્થીઓ માટે 299 ડોલર (આશરે 22000 રૂપિયા) છે. કંપનીએ તેનું બૂકિંગ આજથી શરૂ કર્યું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Apple Event 2020 A virtual event will be held at the Steve Jobs Theater at Apple Headquarters, find out which products may be launched Apple Event 2020 A virtual event will be held at the Steve Jobs Theater at Apple Headquarters, find out which products may be launched Apple Event 2020 A virtual event will be held at the Steve Jobs Theater at Apple Headquarters, find out which products may be launched [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/apple-event-2020-a-virtual-event-will-be-held-at-the-steve-jobs-theater-at-apple-headquarters-find-out-which-products-may-be-launched-127721399.html

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં પાકિસ્તાને જાણી જોઈને વિવાદાસ્પદ નકશો રાખ્યો, વિરોધમાં ભારતના NSA ડોભાલે બેઠક છોડી		 રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં પાકિસ્તાને જાણી જોઈને વિવાદાસ્પદ નકશો રાખ્યો, વિરોધમાં ભારતના NSA ડોભાલે બેઠક છોડી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના (SCO)ના સભ્ય દેશોના નેશનલ સિક્યોરિટી એડવાઈઝરોની બેઠક યોજાય હતી. બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધી હરકત કરી હતી. પાકિસ્તાનના NSAએ આ બેઠકમાં પાકિસ્તાને તાજેતરમાં બહાર પાડેલા વિવાદાસ્પદ નકશાને રજૂ કર્યો હતો. ભારતના NSA અજીત ડોભાલે આ હરકતનો વિરોધ કરી બેઠકનો બોયકોટ કરી દીધો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે મોસ્કોમાં રશિયાની આગેવાનીમાં યોજાઈ રહેલી બેઠકમાં પાકિસ્તાને જે કર્યું તે બેઠકના નિયમોનું ઉલ્લંઘન છે. ભારતે આયોજક સાથે આ અંગે ચર્ચા-વિચારણા કર્યા પછી બેઠક છોડી દીધી હતી. 5 ઓગસ્ટના રોજ પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો હતો પાકિસ્તાને ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સાથે જુનાગઢ અને સર ક્રીકને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. આ નકશાનો ઉપયોગ સમગ્ર દેશના પાઠ્ય પુસ્તકમાં કરાશે. ઈમરાન કેબિનેટે નવા નકશાને મંજૂરી આપી હતી પ્રધાનમંત્રી ઈમરાન ખાનની કેબિનેટે આ વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે નવા નકશાને તમામ રાજકીય પક્ષો અને પાકિસ્તાનના લોકોનું સમર્થન છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today India's NSA Doval leaves meeting in protest of National Security Advisors' deliberate mapping of Pakistan [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/indias-nsa-doval-leaves-meeting-in-protest-of-national-security-advisors-deliberate-mapping-of-pakistan-127721290.html

બિલ ગેટ્સે કોરોનાને વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી ઘટના ગણાવી; કહ્યું - વેક્સિનને લઈને સમગ્ર દુનિયાની નજર ભારત પર		 બિલ ગેટ્સે કોરોનાને વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી ઘટના ગણાવી; કહ્યું - વેક્સિનને લઈને સમગ્ર દુનિયાની નજર ભારત પર 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોનાને વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી ઘટના ગણાવી છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે કોરોના વેક્સીન બનાવવાને લઈને ભારતની ઇચ્છાશક્તિ અને વિકસિત દેશોમાં તેને પહોંચાડવાની ક્ષમતા વિશ્વમાં આ મહામારીને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. ન્યુઝ એજન્સીએ આપેલ એક ઇન્ટરવ્યૂમાં ગેટ્સે કહ્યું કે, વેક્સીન તૈયાર થયા બાદ મોટા પ્રમાણમાં તેના ઉત્પાદન માટે સમગ્ર દુનિયાની નજર ભારત પર રહેશે. આગામી વર્ષ સુધીમાં વેક્સીન મળવાની આશા તેમણે કહ્યું કે આપણે સૌ ઇચ્છીએ છીએ કે ભારતમાં જલ્દીમાં જલ્દી સુરક્ષિત અને અસરકારક વેક્સીન તૈયાર થઇ જાય. ત્યારબાદ જ અમારી યોજના કેન્દ્રમાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે રવેક્સીન આવતા વર્ષે એટલે કે 2021 આવી શકે છે. પછી આપણને તેને મોટા પાયે ઉત્પાદનની જરૂર પડશે. અન્ય વિકાસશીલ દેશોને પણ તેને ઉપલબ્ધ કરાવવા માટે સમગ્ર દુનિયા ભારત તરફ નજર કરી રહ્યું છે. જો કે, તેને પહોંચાડવાની કઈ રીત હશે તે નક્કી કરવું પડશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે મિલાવ્યો હાથ વિશ્વની સૌથી મોટી ચેરિટી સંસ્થાઓમાંની એક બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વમાં કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ફાઉન્ડેશને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે હાથ મિલાવ્યો છે. તેનું લક્ષ્ય કોરોના વેક્સીનનું ઉત્પાદન અને ડિલિવરીને વધારવાનું છે. જેને વધુ જરૂરીયાત, ભારતની મદદથી ત્યાં પહોંચશે વેક્સીન તેમણે કહ્યું કે ભારત તે નક્કી કરવામાં મદદ કરશે કે આપણે સૌ સમાન છીએ. અમારી પાસે એક મોડેલ છે, જો દેખાય કે જેને વેક્સીનની સૌથી વધુ જરૂરિયાત છે વેક્સીન તેમના માટે છે. જેનાથી અડધી જિંદગી બચી જશે. જો આપ તેને ફક્ત ધનવાન દેશોને મોકલો છો તો આપ અનેક જિંદગીઓને ગુમાવી દેશો. નીતિ આયોગ સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું કે અમે વેક્સીનનું ભારતમાં ઉત્પાદન કરવા પર વિચાર કરી રહ્યા છીએ. પછી ભલે તે એસ્ટ્રાજેનેકા , ઓક્સફોર્ડ કે નોવાવેક્સ કે જહોનસન એન્ડ જહોનસન હોય. અમે સાર્વજનિક રૂપે તે વ્યવસ્થા માટે વાત કરી છે, જ્યાં સીરમ એસ્ટ્રાજેનેકા અને નોવાવેકસ વેક્સીનને મોટા પ્રમાણમાં બનાવવા માટે સક્ષમ હોય. તેમણે કહ્યું કે આ અંગે બાયો-ઇ અને જહોનસન એન્ડ જહોનસન વેક્સીન સાથે ચર્ચા થઈ રહી છે. અમારું ફાઉન્ડેશન ભારતના નીતિ આયોગ સાથે પણ ચર્ચા કરી રહ્યું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today બિલ ગેટ્સે કહ્યું કે વેક્સીન તૈયાર થયા બાદ મોટા પ્રમાણમાં તેના ઉત્પાદન માટે સમગ્ર દુનિયાની નજર ભારત પર રહેશે. (ફાઈલ ફોટો) [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/bill-gates-called-the-corona-the-greatest-event-since-world-war-ii-said-the-eyes-of-the-whole-world-are-on-india-with-the-vaccine-127721246.html

પાકિસ્તાનમાં 6 મહિના પછી સ્કૂલ ખુલી, ચીનનો દાવો- નવેમ્બર સુધીમાં નાગરિકો માટે રસી ઉપલબ્ધ થશે; વિશ્વમાં 2.94 કરોડ કેસ		 પાકિસ્તાનમાં 6 મહિના પછી સ્કૂલ ખુલી, ચીનનો દાવો- નવેમ્બર સુધીમાં નાગરિકો માટે રસી ઉપલબ્ધ થશે; વિશ્વમાં 2.94 કરોડ કેસ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 2 કરોડ 94 લાખ 34 હજાર 21 કેસ નોંધાયા છે. જેમા 2 કરોડ 12 લાખથી વધારે લોકોનો સારવાર પછી રજા અપાઈ છે. આ મહામારીમાં 9 લાખ 32 હજારથી વધારે લોકોને જીવ ગુમાવ્યો છે. આ આંકડ www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. પાકિસ્તાનમાં 6 મહિના પછી સ્કૂલ ખુલી. પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે બાળકોનું સભાળ એ સામૂહિક જવાબદારી છે. સ્કૂલ ખોલવાના નિયમો કડક કરાયા છે. તેનું પાલન ન કરનાર સ્કૂલો સામે કડક પગલા ભરાશે. પ્રથમ તબક્કામાં ધો. 9થી 12 સુધીની સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ખોલાશે. દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ 15 માર્ચથી બંધ છે. ચીન: નવેમ્બર સુધીમાં તમામને વેક્સીન મળશે ચીનમાં સેન્ટર પોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એક અધિકારીએ દાવો કર્યો છે કે નવેમ્બર સુધીમાં કોરોના વાઈરસની રસી સામાન્ય લોકો માટે ઉપબ્ધ કરાશે. ચીનમાં કોવિડ-19ની ચાર વેક્સીન પર રિસર્ચ ચાલી રહ્યું છે. તેનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. તેમાથી ત્રણ વેક્સીન જરૂરીયાતવાળા અને કર્મચારીઓને આપવાની રજૂઆત કરાઈ છે. તેના માટે ઈમરજન્સી પ્રોગ્રામ જુલાઈમાં શરૂ કરાયો હતો. CDCના ચીફ બાયોસેફ્ટી એક્સપર્ટ ગુઈઝેન વૂએ સરકારી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મે એપ્રિલમાં થયેલા ટ્રાયલમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી તેની કોઈ સાઈડ ઈફેક્ટ સામે આવી નથી. તસવીર પન્સિલવેનિયામાં થયેલા વિરોધ પ્રદર્શનની છે. લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકા: પેન્સિલવેનિયામાં કોર્ટનો આદેશ અહીની એક ફેડરલ કોર્ટે ગવર્નરના આદેશને અસંવૈધાનિક ગણાવ્યો છે. જેમા તેમણે લોકોને ન થવાનો, લોકડાઉન લાગુ કરવાનો અને વેપાર બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. અમેરિકામાં 67.49 લાખ કેસ નોંધાયા છે અને 1.99 લાખ લોકોના મોત થયા છે. તુર્કીમાં કેસ વધતા સરકાર ચિંતિત છે. સરકારે કહ્યું કે અમુક સંગઠનો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. તુર્કી: સરકારે માન્યું કે સંક્રમણની ગતિ વધુ તુર્કી સરકારે માન્યું છે કે સંક્રમણની ગતિ દેશમાં ઝડપી બની ગઈ છે. હેલ્થ મિનિસ્ટર ફેહરિટેન કોકાએ સોમવારે રાત્રે પ્રેસ કોંફ્રેન્સમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના ફેલાવાની ઝડપ વધી છે અને અમે તેને સફળતાપૂર્વક અટકાવી શકતા નથી. સોમવારે દેશમાં 1716 કેસ નોંધાયા હતા. કુલ કેસ ત્રણ લાખની નજીક પહોંચી ગયા છે. ચીનના બેઈજિંગની તસવીર છે. ચીનમાં 8 નવા કેસ ચીનમાં નવા કેસ નોંધાવાનું ચાલુ છે. સોમવારે દેશમાં 8 નવા કેસ નોંધાયા છે. આ પહેલા રવિવારે 10 કેસ નોંધાયા હતા. જે પણ નવા કેસ છે તે વિદેશથી આવેલા છે. ચીનમાં કુલ 85 હજાર 202 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today તસવીર કરાચીની એક સ્કૂલની છે. દેશમાં મંગળવારથી ધો. 9થી 12 સુધીની સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીને ફરી ખોલવામાં આવી છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/school-opens-in-pakistan-after-6-months-china-claims-vaccine-will-be-available-for-citizens-by-november-294-crore-cases-in-the-world-127721168.html

નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રમ્પે નેવાડામાં પ્રથમ ઇન્ડોર રેલી યોજી, 50થી વધુ લોકો એક સાથે એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં હજારો લોકો રેલીમાં ઉમટ્યા		 નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રમ્પે નેવાડામાં પ્રથમ ઇન્ડોર રેલી યોજી, 50થી વધુ લોકો એક સાથે એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં હજારો લોકો રેલીમાં ઉમટ્યા 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેવાડામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે પહેલી ઇન્ડોર રેલી યોજી હતી. અહીં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ ઇન્ડોર પેલેસ પર 50થી વધુ લોકોને એકઠા કરવા પર પ્રતિબંધિ છે. ટ્રમ્પે રાજ્યના આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. રવિવારે રાત્રે યોજાયેલી આ રેલીમાં હજારો સમર્થકો પહોંચ્યા હતા. જેમાંના મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર જ પહોંચ્યા હતા. રેલી સ્થળે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાના પ્રયાસ પણ ક્યાંય જોવા મળ્યા ન હતા. ટ્રમ્પ કેમ્પેઈનના નારા લખેલી ટોપીઓ પહેરેલા સમર્થકો ખુરશીઓની આજુબાજુ બેઠા હતા. જે એક્સ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે રેલી યોજાઈ હતી તેની વેબસાઇટ અનુસાર, પ્લાન્ટમાં ન તો મીટિંગ કરવાની મંજૂરી છે અને ન તો 10થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી છે. જ્યારે રેલીમાં ભાગ લેવા પ્લાન્ટની અંદર જગ્યા ન હતી ત્યારે ઘણા લોકો બહાર ઉભા જોવા મળ્યા હતા. તેમાંના કેટલાક એવા પણ હતા જેઓ નાના બાળકોને તેમની સાથે લાવ્યા હતા. ટ્રમ્પે બાઈડનનો ઘેરાવ કરવાના પ્રયાસ કર્યા ટ્રમ્પે હંમેશા મુજબ પોતાના ભાષણમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઈડન પર પ્રહાર કર્યા હતા. તેમના પર પોલીસ સામે જોખમી યુદ્ધ ચલાવવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે બાઈડન પર નિશાન સાધતાં કહ્યું હતું કે, તેમને ગોળી મારવામાં આવી છે અને બધા જ આ વાત જાણે છે. આ સાંભળીને ત્યાં હાજર ટ્રમ્પ સમર્થકોની ભીડ ઉત્સાહથી બૂમ પાડી રહી હતી. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ ટ્રમ્પના ભાષણને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ પર ત્યાં ઉપસ્થિત લોકોએ 'ઓલ લાઇવ્સ મેટર' એટલે કે દરેકની જિંદગીનું મહત્વ હોય છે તેવા નારા લગાવાયા હતા. પરંતુ મતદારોને લોભાવવાના પ્રયાસ આ રેલીથી ટ્રમ્પે નેવાડામાં રહેતા લેટિન અમેરિકી દેશોના લોકો (મેટીં મતદારો)ને લોભાવવાના પ્રયાસ કર્યા. ગત ચૂંટણીમાં ટ્રમ્પને નેવાડામાં ફક્ત 17% લેટિનોના મત મળ્યા હતા. જ્યારે સિનેટર બર્ની સેંડર્સને 50% માટે મળ્યા હતા. ટ્રમ્પર દાવો કર્યો હતો કે જો વિપક્ષી પાર્ટી ડેમોક્રેટિકના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવે છે તો આ અમેરિકામાં રહેતા સ્પેન મૂળના લોકો (હિસ્પેનિક - અમેરિકન) માટે ભયજનક હશે. ટ્રમ્પે મેક્સિકોના લોકોને "રેપિસ્ટસ; અને દેશમાં ડ્રગ અને ગુનાને પ્રોત્સાહન આપટી રાજનીતિ શરુ કરાઈ હતી. પરંતુ, રેલી પહેલા તેમણે મેક્સિકો સહીત બીજા લેટિન અમેરિકન દેશના નાના વેપારીઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરી હતી. રેલીમાં તેમણે કહ્યું કે- કેટલાક કહે છે કે અમને લેટિન બોલાવો, કેટલાક કહે છે અમને હિસ્પેનિક બોલાવો , જ્યારે કેટલાક લોકો કહે છે કે જે મરજી હોય તે કહો બોલાવો. અમે તમને પ્રેમ કરીએ છીએ. બે આઉટડોર રેલીઓ સ્થગિત થયા બાદ યોજાઈ આ રેલી અહીંયા આ ઇન્ડોર રેલી બે આઉટડોર રેલીઓ સ્થગિત થયા બાદ કરવામાં આવી. જેમાંની એક રેનો- ટાહો એરપોર્ટના હેંગર પર થવાની હતી. એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે ત્યાં પર 50થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધના કારણે આ રેલી ટાળવામાં આવી હતી. ત્યાર બાદ પાંચ અન્ય જગ્યાએ રેલી કરવાના પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા હતા. આઉટડોર રેલીની તમામ જગ્યાને ગવર્નરે બ્લોક કરી દીધી છે. અંતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રેલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન એક્સ્ટ્રા વેન્ટિલેશનની વ્યવસ્થા પણ કરાઈ હતી અને દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ટ્રમ્પ કેમ્પેઈને રેલીનો કર્યો બચાવ રેલીનો બચાવ કરતા ટ્રમ્પ કેમ્પેઈનના પ્રવક્તા ટિમ મુટાર્ગે કહ્યું- જો હજારો લોકો રસ્તા પર ઉતારીને પ્રદર્શન કરી શકે છે. કેસિનોમાં જુગાર રમી શકે છે. રમખાણોમાં નાની દુકાનોને સળગાવી શકે છે તો આપ અમેરિકાના રાષ્ટ્રપતિને શાંતિથી સાંભળવા માટે એકત્ર થઇ શકો છો. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પની આ રેલીની નિંદા કરી હતી. નેવાડાના ગવર્નર અને ડેમોક્રેટ નેતા સ્ટીવ સિસોલેકે ટ્વિટ કર્યું કે, આ નેવાડાના દરેક વ્યક્તિનું અપમાન છે જેણે સરકારના દિશાનિર્દેશ નું પાલન નથી કર્યુ. ટ્રમ્પે પોતાના સ્વાર્થ માટે અનેક લોકોના જીવ ખતરામાં નાંખ્યા છે. જેને હાલના સમયમાં અમારી તરફથી મહામારીને પરાસ્ત કરવા માટે ઉઠાવવામાં આવેલ પગલાંને પાછળ ધકેલનાર છે. ટ્રમ્પની ગત રેલી બાદ અનેક લોકોને સંક્ર્મણ લાગ્યું હતું ટ્રમ્પે આ પહેલા 20 જૂનના રોજ ટુલસા અને ઓક્લાહોમામાં રેલી યોજી હતી ત્યારે સ્ટેડિયમ ખાલી રહ્યું હતું. જેના કારણે તેમણે રેલીને મનોરંજક બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે દેશમાં મહામારીથી થનાર મૃત્યુ બાબતે કંઈ જ કહ્યું નહીં. જ્યારે દેશમાં હજી પણ અનેક લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. 13 ઓગસ્ટ સુધી નેવાડામાં 73 હજાર 648 કેસ સામે આવ્યા હતા અને 1454 લોકોના મૃત્યુ થયા હતા. ટ્રમ્પની ટુલસા રેલી બાદ આરોગ્યના અધિકારીએ વિસ્તારમાં સંક્ર્મણના કેસમાં વધારો થયો હોવાની વાત સામે આવી હતી. આ લોકો રેલીમાંથી પરત આવ્યા પછી તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Trump holds first indoor rally in Nevada in violation of rules, thousands rally despite ban on more than 50 people [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/trump-holds-first-indoor-rally-in-nevada-in-violation-of-rules-thousands-rally-despite-ban-on-more-than-50-people-127721166.html

4 વર્ષની બાળકી રમતાં રમતાં ત્રીજા માળેથી પડી, પાડોશીઓએ ઝીલી લેતા ચમત્કારિક બચાવ		 4 વર્ષની બાળકી રમતાં રમતાં ત્રીજા માળેથી પડી, પાડોશીઓએ ઝીલી લેતા ચમત્કારિક બચાવ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વીડિયો ડેસ્કઃ પૂર્વ ચીનના જિયાન શહેરમાં એક બાળકી બિલ્ડિંગના ત્રીજા માળેથી પડી ગઈ છે. દાદા-દાદી ચાર વર્ષની આ બાળકીને ઘરમાં એકલી જ મૂકીને બહાર નીકળ્યા હતા. આ દરમિયાન બાળકી રમતાં રમતાં બારી પર આવી ગઈ હતી. આ બાળકી બારી પર બેસી જતાં પાડોશીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જો કે, પાડોશીઓએ સતર્કતા દાખવી તરત જ નજીકમાં પાર્ક કરેલી કારને ઢાંકેલું કવર લઈ લીધી હતું. પાડોશીઓ કવર રાખીને નીચે ઉભા રહી ગયા હતા. જોતજોતામાં જ બાળકી નીચે પડે છે, અને આ કવરમાં ઝીલાય જાય છે. આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 4-year-old girl falls from third floor while playing, miraculous rescue by neighbors [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/4-year-old-girl-falls-from-third-floor-while-playing-miraculous-rescue-by-neighbors-127721125.html

USમાં કોરોનાના સૌથી વધારે દર્દી, ટ્રમ્પે કહ્યું-PM મોદીએ મને કહ્યું હતું કે તમે ટેસ્ટિંગની બાબતમાં ખૂબ સારું કામ કર્યું		 USમાં કોરોનાના સૌથી વધારે દર્દી, ટ્રમ્પે કહ્યું-PM મોદીએ મને કહ્યું હતું કે તમે ટેસ્ટિંગની બાબતમાં ખૂબ સારું કામ કર્યું 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં કોરોનાની તપાસને લઈ તેમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે મોદીએ મને ફોન કરી કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું છે. વિશ્વમાં કોરોનાના સૌથી વધારે દર્દી અમેરિકામાં છે. નવાદામાં શનિવારે રાત્રે એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. આ અગાઉ ટ્રમ્પ અનેક વખત કાશ્મીરમુદ્દે મધ્યસ્થતાનો દાવો કરતા રહ્યા છે. વિશાળ દેશોની તુલનામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ અમેરિકામાં ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે અમે મોટા મોટા દેશોની તુલનામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કર્યા છે. અમે અમારા દેશમાં ભારતની તુલનામાં વધારે ટેસ્ટ કર્યા છે, જ્યારે ભારતની વસતિ આશરે દોઢ અબજ છે. અમેરિકામાં અત્યારસુધીમાં 44 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ટેસ્ટિંગને લઈ તમે ખૂબ જ સારું કામ કર્યું છે. આ અંગે મેં તેમને કહ્યું કે આ વાત તમે અહીંના બેઈમાન લોકોને સમજાવો. ટ્રમ્પે પોતાના ડેમોક્રેટિક હરીફ જો બાઈડેન પર નિશાન સાધતાં કહ્યું કે જ્યારે ચાઇનીઝ વાઈરસ આવ્યો ત્યારે જો બાઈડેન દેશના ઇન્ચાર્જ હોત તો લાખો અમેરિકી નાગરિકોનાં મૃત્યુ થયાં હોત. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નવાદા મહત્ત્વનું રાજકીય અહેવાલ પ્રમાણે નવાદા એક એવી જગ્યા પૈકીની એક છે, જેની પર ટ્રમ્પ તેમના ચૂંટણી કેમ્પેન સમયે વધારે ધ્યાન આપી રહ્યા છે. અમેરિકાના અર્થતંત્રનું સંચાલન કરવાની તેમની નીતિઓ પ્રત્યે લોકોમાં ઉત્સાહને ફરીથી વધારવા તથા હિસ્પૈનિક વોટર્સ સાથે તેના સપોર્ટને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે. કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં WHOના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં એક દિવસમાં વિક્રમજનક 3 લાખ 7 હજાર 930 કેસ આવ્યા છે. સૌથી વધારે કેસ ભારતમાંથી આવ્યા છે. બીજા નંબર પર અમેરિકા અને ત્રીજા નંબર પર બ્રાઝિલ છે. અમેરિકામાં અત્યારસુધીમાં કુલ 66 લાખ 98 હજાર 525 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ, અત્યારસુધીમાં 1 લાખ 98 હજાર 308 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Trump says most corona patients in US - PM Modi told me you did a great job with testing [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/trump-says-most-corona-patients-in-us-pm-modi-told-me-you-did-a-great-job-with-testing-127718166.html

અમેરિકી સરકારના રિપોર્ટ અંગે ચીને જવાબ આપ્યો, ચીની સૈન્યએ કહ્યું- અમે નહીં, અમેરિકા સૌથી મોટું જોખમ		 અમેરિકી સરકારના રિપોર્ટ અંગે ચીને જવાબ આપ્યો, ચીની સૈન્યએ કહ્યું- અમે નહીં, અમેરિકા સૌથી મોટું જોખમ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું છે કે વિશ્વશાંતિ માટે ચીન નહીં પણ અમેરિકા સૌથી મોટું જોખમ છે. ચીની સૈન્યએ અમેરિકી સંરક્ષણ મંત્રાલયના આ મહિનાની શરૂઆતમાં આવેલા રિપોર્ટના જવાબમાં આ વાત કહી છે. ચીની સૈન્ય ઘટનાક્રમ તથા લક્ષ્યો અંગે અમેરિકી સંરક્ષણ મંત્રાલયે સંસદને રિપોર્ટ સોંપ્યો હતો. તેમાં જણાવાયું છે કે ચીની સૈન્યનાં લક્ષ્યોથી અમેરિકાનાં રાષ્ટ્રીય હિતો તથા આંતર રાષ્ટ્રીય નિયમો પર આધારિત વ્યવસ્થાને જોખમ છે. તેના જવાબમાં ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ ક્યાને કહ્યું કે અમેરિકી રિપોર્ટ ચીનનાં લક્ષ્યો, તેના 140 કરોડ લોકો તથા પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેના પરસ્પરના સંબંધોને તોડે-મરોડે છે. વીતેલાં ઘણાં વર્ષોમાં એવા પુરાવા આવ્યા છે જે દર્શાવે છે કે પ્રાદેશિક અશાંતિ ભડકાવનાર, આંતર રાષ્ટ્રીય વ્યવસ્થાને તોડનાર અને વિશ્વશાંતિને બરબાદ કરનાર અમેરિકા છે. છેલ્લા 2 દાયકામાં ઇરાક, સીરિયા, લિબિયા તથા અન્ય દેશોમાં અમેરિકાની કાર્યવાહીના કારણે 8 લાખથી વધુ મોત થયાં છે. લાખો લોકો વિસ્થાપિત થયા છે. પોતાનું જોવાને બદલે અમેરિકાએ એક રિપોર્ટ જારી કર્યો, જે ચીનના સામાન્ય સંરક્ષણ અને સૈન્ય માળખા અંગે ખોટી ટિપ્પણી કરે છે. અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે ચીનના સંરક્ષણ અને સૈન્ય માળખાને નિષ્પક્ષ અને તર્કસંગત રીતે જુએ, ખોટા રિપોર્ટ જારી કરવાનું ટાળે. લેખ અંગે વિવાદ: ચીનથી અમેરિકી રાજદૂત હટશે ચીનમાં લેખ અંગે વિવાદ થયા બાદ અમેરિકી રાજદૂત ટેરી બ્રાન્સ્ટેડ પદ પરથી હટશે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓએ સોશિયલ મીડિયા પર કહ્યું કે ટેરી પદ છોડવા જઇ રહ્યા છે. ચીન સાથે સંબંધો સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મૂળે ચીનના ‘પીપલ્સ ડેઇલી’એ તેમનો એક લેખ ફગાવી દીધો હતો. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યું કે ટેરીના લેખમાં તથ્યોની ગરબડ હતી. તે ચીન પર હુમલો કરતો હોવાનું જણાતું હતું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ચીની સેનાની પરેડની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/china-responds-to-us-government-report-chinese-military-says-us-not-us-biggest-threat-127720885.html

ઇટાલીમાં 7 મહિના પછી શાળા ખૂલી, પહેલા દિવસે મોટાભાગની સ્કૂલમાં ખુલ્લામાં વર્ગ લેવાયા		 ઇટાલીમાં 7 મહિના પછી શાળા ખૂલી, પહેલા દિવસે મોટાભાગની સ્કૂલમાં ખુલ્લામાં વર્ગ લેવાયા 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇટાલીમાં 7 મહિના પછી સોમવારે ફરીવાર શાળા શરૂ થઈ. પ્રથમ દિવસે રાજધાની રોમ અને કોડોગ્રોની શાળામાં રોનક જોવા મળી. તમામ બાળકો માસ્ક પહેરીને શાળાએ આવ્યા હતા. તમામે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. પ્રથમ દિવસે શિક્ષકોએ બાળકોનું સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું. મોટાભાગની શાળાઓએ ખુલ્લામાં વર્ગ લીધા હતા. ઇટાલીમાં કોરોનાને કારણે ફેબ્રુઆરીથી શાળા બંધ કરી દેવાઈ હતી. આથી લગભગ 80 લાખ બાળકોએ તેમનો સમય લૉકડાઉનમાં ગાળવો પડ્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today The school reopened 7 months later in Italy, with open classes being held in most schools on the first day [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/the-school-reopened-7-months-later-in-italy-with-open-classes-being-held-in-most-schools-on-the-first-day-127720483.html

ચૂંટણી નજીક દેખાતાં વેક્સિનની ઝડપી મંજૂરી માટે ટ્રમ્પનું દબાણ, વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞો ચિંતામાં		 ચૂંટણી નજીક દેખાતાં વેક્સિનની ઝડપી મંજૂરી માટે ટ્રમ્પનું દબાણ, વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞો ચિંતામાં 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકામાં ચૂંટણી નજીક આવતાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોગ્ય અધિકારીઓ પર બિમારીનો ઝડપથી ઈલાજ શોધવા દબાણ વધારી દીધું છે. વિજ્ઞાનિઓને ચિંતા છે કે, ટ્રમ્પ ચૂંટણીથી પહેલા વેક્સિનને મંજૂરી આપવા દબાણ કરી શકે છે. તેઓ આ અગાઉ વિશેષજ્ઞોની અસહમતિ છતાં પ્લાઝ્મા થેરપીથી વાઈરસ પીડિતોના ઈલાજનો આદેશ આપી ચુક્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સરાકરના દબાણના કારણે લોકોનો વેક્સિન પર વિશ્વાસ ઓછો થઈ શકે છે. ઓગસ્ટમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનના થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ અત્યંત આતુર હતા. તેઓ અને તેમના સહયોગી બતાવવા માગતા હતા કે, વ્હાઈટ હાઉસ વાઈરસ સામે લડાઈમાં ઝડપથી પગલાં લઈ રહ્યું છે. સાજા થઈ ગયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ બીમાર લોકોના ઈલાજમાં કરવા કહ્યું હતું. લગભગ બે સપ્તાહ સુધી રાષ્ટ્રીય આરોગ્ય ઈન્સ્ટીટ્યુટ (એનઆઈએચ)એ ઈલાજ રોકી રાખ્યો હતો. તેણે થેરપી અસરકારક ન હોવા અંગે ચિતા વ્યક્ત કરી હતી. બુધવારે, 19 ઓગસ્ટના રોજ ટ્રમ્પે એનઆઈએચના ડિરેક્ટર ડૉ. ફ્રાન્સિસને બોલાવીને કહ્યું કે, શુક્રવાર સુધી થઈ જવું જોઈએ. શુક્રવાર સુધી આવું થયું નહીં. ફુડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શંકાઓ દૂર કરવા નિર્ણાયક ડેટાની સમીક્ષા કરી ન હતી. જોકે, સંમેલન પહેલા રવિવારે રાત્રે રાષ્ટ્રપતિએ એફડીએની મંજૂરીની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે, પ્લાઝ્મા થેરપીનો મોટાપાયે ઉપયોગ થશે. તેનાથી મૃત્યુમાં 35% જેટલો ઘટાડો આવશે. પ્લાઝ્મા થેરપીની જાહેરાની રાત્રે ડૉ. કોલિન્સને વ્હાઈટ હાઉસ બોલાવાયા હતા. તેમને રુઝવેલ્ટ રૂમમાં મોકલી દેવાયા. બીજી તરફ ટ્રમ્પ અને તેમના અધિકારીઓ બ્રીફિંગ રૂમમાં પત્રકારો સાથે વાત કરતા રહ્યા હતા. ડૉ. કોલિન્સ અને એફડીએના ઉચ્ચ અધિકારી ડૉ. પીટર માર્ક્સ રાષ્ટ્રપતિ અને સરકારના અધિકારીઓને પ્લાઝ્મા થેરપીના અસરકારક હોવાનો દાવો કરતા જોઈ રહ્યા હતા. જાહેરાત પછી ડૉ. કોલિન્સ વ્હાઈટ હાઉસમાંથી જતા રહ્યા હતા. ડૉ. માર્ક્સને થોડો સમય રોકી રખાયા. ડૉ. માર્ક્સે શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા પ્લાઝ્મા થેરપી પર કામ કરવા માટે તેમને આભાર આપવા અંગે હું સ્તબ્ધ હતો. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, વેક્સિન અને ઈલાજની સુરક્ષા અંગે રાજકીય દબાણને કારણે પહેલાથી જ ચિંતિત જનતાનો વિશ્વાસ વધુ ઓછો થશે. આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે, પ્લાઝ્મા થેરપીની જેમ ટ્રમ્પ વેક્સિનને ઉતાવળે મંજૂર કરવાનો દરેક શક્ય પ્રયાસ કરશે. રાષ્ટ્રપતિ ટીકાને ધ્યાનમાં રાખીને અસરકારક દવા અને વેક્સિન ઝડપથી બનાવવા દબાણ નાખી રહ્યા છે. તેઓ ચૂંટણીના કારણે આમ કરી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય અને માનવ સેવા વિભાગમાં ટ્રમ્પે નિમેલા અધિકારીઓ પણ વાઈરસના પ્રકોપ પર એવો રિપોર્ટ બદલવા કે મોડેથી જાહેર કરવાનો પ્રયાસ કરે છે, જે ટ્રમ્પને અનુકૂળ ન હોય. વિજ્ઞાનીઓ અને રાષ્ટ્રપતિ વચ્ચે સંઘર્ષ વધ્યો ટ્રમ્પને કોરોનાવાઈરસ પર નિયંત્રણમાં નિષ્ફળતા માટે રાજકીય નુકસાન થવાની આશંકા છે. આથ, હવે તેઓ અમેરિકનોને ઝડપથી વેક્સિન અને ઈલાજ ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી રહ્યા છે. સરકારી વિજ્ઞાનીઓ-દવા કંપનીઓએ રાજકીય કારણોથી જનતાના આરોગ્યની સુરક્ષાને દાવ પર લગાવવાની માન્યતા દૂર કરવા અસામાન્ય પગલાં લીધા છે. એફડીએના કમિશનર ડૉ. હાન કહી ચુક્યા છે કે, બહારના વિશેષજ્ઞોની સલાહકાર સમિતિની મંજૂરી પછી જ કોઈ પણ વેક્સિનને લીલી ઝંડી મળશે. આથી, સંઘર્ષ વધશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/trumps-push-for-quick-approval-of-vaccine-in-the-run-up-to-elections-scientists-and-experts-worried-127716755.html

વિશ્વમાં એક જ દિવસમાં રેકોર્ડ 3 લાખથી વધુ કેસ, ઇઝરાયેલે દેશમાં બીજી વખત 3 સપ્તાહ માટે લોકડાઉન લાગુ કર્યું; અત્યારસુધીમાં 2.91 કરોડ કેસ		 વિશ્વમાં એક જ દિવસમાં રેકોર્ડ 3 લાખથી વધુ કેસ, ઇઝરાયેલે દેશમાં બીજી વખત 3 સપ્તાહ માટે લોકડાઉન લાગુ કર્યું; અત્યારસુધીમાં 2.91 કરોડ કેસ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોના વાઇરસથી વિશ્વમાં અત્યારસુધીમાં 2 કરોડ 91 લાખ 80 હજાર 905 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 9 લાખ 28 હજાર 265 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે સારી વાત એ છે કે 2 કરોડ 10 લાખ 26 હજાર 766 લોકો સાજા થઈ ચૂક્યા છે. આ આંકડો worldometers.info/coronavirus/માંથી લેવામાં આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં એક દિવસમાં રેકોર્ડ 3 લાખ 7 હજાર 930 કોરોના મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. સૌથી વધુ મામલાઓ ભારતમાં પ્રકાશમાં આવ્યા છે. બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે બ્રાઝિલ રહ્યાં. અગાઉ 6 સપ્ટેમ્બરે સૌથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. એ દિવસે સંક્રમિતોનો આંકડો 3 લાખ 6 હજાર 857 રહ્યો હતો. ઈઝરાયેલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુએ રવિવારે બીજી વખત ત્રણ સપ્તાહ માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન શુક્રવારથી લાગુ થશે. એની સાથે જ ઈઝરાયેલ દેશમાં બીજી વખત લોકડાઉન લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. દેશમાં વધતા મામલાને જોતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન લોકોએ ઘરથી 500 મીટરના અંતરે જ રહેવું પડશે. જોકે તેઓ સીમિત સમય માટે કામે જઈ શકશે. આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ દેશ સંક્રમિત મોત સાજા થયા અમેરિકા 66,98,525 1,98,308 39,74,949 ભારત 48,45,003 79,754 37,77,044 બ્રાઝિલ 43,30,455 1,31,663 35,73,958 રશિયા 10,62,811 18,578 8,76,225 પેરુ 7,29,619 30,710 5,66,796 કોલંબિયા 7,16,319 22,924 5,99,385 મેક્સિકો 6,68,381 70,821 4,71,623 સાઉથ આફ્રિકા 6,49,793 15,447 5,77,906 સ્પેન 5,76,697 29,747 ઉપલબ્ધ નથી અર્જેન્ટીના 5,46,481 11,263 4,09,771 ઓસ્ટ્રેલિયાઃ હોટસ્પોટવાળા વિસ્તારમાં દેખાવ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રવિવારે લોકોએ હોટસ્પોટવાળા વિસ્તારમાં સરકારની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. લોકો સંક્રમણ રોકવા માટે સરકાર તરફથી કરવામાં આવી રહેલાં કામોથી નારાજ હતા. દેખાવકારોએ પોલીસ પર ફળ અને શાકભાજી ફેંક્યાં હતાં. પોલીસે મહામારી સાથે જોડાયેલા નિયમોને તોડવા માટે 74 લોકોની ધરપકડ કરી છે અને 176 લોકોને દંડ ફટકાર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે દેખાવમાં લગભગ 250 લોકો સામેલ હતા. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નસ્થિત ક્વીન વિક્ટોરિયા માર્કેટમાં ફળ અને શાકભાજી ફેંકતા દેખાવકારોને રોકવા પહોંચી પોલીસ. સાઉદી અરબઃ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સને મંજૂરી સાઉદી અરબે મંગળવારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે. લગભગ 6 મહિના પછી દેશમાં કેટલાક દેશોની ફ્લાઇટ્સને આવવાની મંજૂરી આપવામાં આવશે. 1 જાન્યુઆરી પછી સાઉદી અરબ રસ્તાઓ અને સમુદ્રના રસ્તે દેશમાં લોકોની અવરજવર પર લાગેલા પ્રતિબંધનો હટાવી દેશે. સરકારે કહ્યું હતું કે એની તારીખની જાહેરાત ડિસેમ્બરમાં કરવામાં આવશે. એની સાથે જ વેલિડ વિઝા ધરાવનાર બીજા દેશોના લોકો પણ સાઉદી આવી શકે છે, જોકે આ માટે તેમણે સંક્રમિત નથી એ અંગેનું સર્ટિફિકેટ બતાડવું પડશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઇઝરાયેલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુએ રવિવારે દેશમાં બીજી વખત લોકડાઉનની જાહેરાત કરી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/coronavirus-world-september-14-live-update-127717824.html

ખેડૂતના પુત્ર યોશિહેડે સુગા બનશે જાપાનના આગામી વડા પ્રધાન, PM પદ માટે રૂલિંગ પાર્ટીના ઈલેક્શનમાં બે સાંસદને પાછળ પાડીને જગ્યા પાક્કી કરી		 ખેડૂતના પુત્ર યોશિહેડે સુગા બનશે જાપાનના આગામી વડા પ્રધાન, PM પદ માટે રૂલિંગ પાર્ટીના ઈલેક્શનમાં બે સાંસદને પાછળ પાડીને જગ્યા પાક્કી કરી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
જાપાનના વડા પ્રધાન શિંજો આબેના રાજીનામા પછી ખેડૂતના પુત્ર યોશિહિડે સુગા દેશના નવા વડા પ્રધાન બનશે. તેમણે સોમવારે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(LDP)ની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે. વોટિંગમાં પાર્ટીના કુલ 534 સાંસદ સામેલ થયા હતા. એમાં સુગાએ 377 એટલે કે લગભગ 70 ટકા વોટ પ્રાપ્ત કર્યા છે. હવે તેમનો વડા પ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સુગા 8 વર્ષ સુધી દેશના ચીફ કેબિનેટ સેક્રેટરી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેમને શિંજો આબેની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. વડા પ્રધાનપદના ત્રણ ઉમેદવાર માટે ડાઈટ મેમ્બર્સ અને દેશનાં તમામ 47 રાજ્યના ત્રણ સાંસદે વોટિંગ કર્યું હતું. એનું કારણ એ રહ્યું કે તેમાં 788 સાંસદને બદલે માત્ર 534 સભ્ય સામેલ થયા. ઈમર્જન્સીની સ્થિતિને જોતાં આ રીત અપનાવામાં આવી છે. LDPના સેક્રેટરી જનરલ અને તોશિહિરો નિકાઈએ વોટિંગ કરાવ્યું. સુગાના પિતા સ્ટ્રોબેરી ઉગાડનાર ખેડૂત હતા સુગા તેમના પરિવારમાંથી રાજકારણમાં આવનાર પ્રથમ શખસ છે. તેમના પિતા અકિતા રાજ્યના ગામ યુજાવામાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હતા. હાઈ સ્કૂલનું એજ્યુકેશન પૂરું કર્યા પછી સુગા ટોક્યો આવી ગયા હતા, જ્યાં તેમણે કાર્ડબોર્ડ ફેક્ટરીથી લઈને ફિશ માર્કેટમાં પાર્ટ ટાઈમ કામ કર્યું. આ કામ કરીને તેઓ તેમની યુનિવર્સિટીની ફીસ ચૂકવ્યા કરતા હતા. તેમનું પોલિટિકલ કેરિયર 1987માં શરૂ થયું હતું. એ સમયે તેમણે યોકોહામા એસેમ્બ્લી સીટ માટે એક ડઝન ચંપલ એક વખત પહેરીને પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં તેમને જીત મળી અને રાજકારણમાં આવી ગયા. રેસમાં બીજા બે નેતા હતા વડા પ્રધાન બનવાની રેસમાં LDPના પોલિસી ચીફ ફુમિયો કિશિદા અને પૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઈશિબા પણ સામેલ હતાં. બંને નેતાએ શિંજોએ પદ છોડ્યા પછી તરત જ પદ સંભાળવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સૌથી અંતમાં યોશિહિડે સુગાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. જોકે તેઓ સૌથી આગળ નીકળી ગયા. પૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઈશિબા પૂર્વ પીએમ શિંજો આબેના આલોચક રહ્યાં છે. તેમની પાસે માત્ર 19 સાંસદનું સમર્થન હોવાની વાત પણ પ્રકાશમાં આવી હતી. LDPમાં બે રીતે વડા પ્રધાનને ચૂંટવામાં આવે છે LDPમાં વડા પ્રધાનને ઈલેક્શન દ્વારા ચૂંટવામાં આવે છે. એમાં એક રીત એ છે કે પાર્ટીના ઓછામાં ઓછા 20 ઉમેદવારનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. એ પછી ઓછામાં ઓછા 12 દિવસના પ્રચાર પછી પાર્ટીના ડાઈટ મેમ્બર્સ(સંસદનાં બંને સદનોના સભ્યો) વોટ કરે છે. જે મેમ્બરને 788 વોટમાંથી સૌથી વધુ વોટ મળે છે, તે જીતે છે અને તેને વડા પ્રધાન બનાવવામાં આવે છે. હાલ મહામારી ફેલાઈ છે, એવામાં તમામ મેમ્બર્સને મેલથી બેલેટ મોકલવામાં અને વોટિંગ સાથે જોડાયેલાં કામોને પૂરાં કરવામાં વધુ સમય લાગી શકે છે.બીજી રીત એવી છે, જે ઈમર્જન્સી દરમિયાન અપનાવવામાં આવે છે. એમાં ડાઈટ મેમ્બર્સ અને દેશનાં તમામ 47 રાજ્યના ત્રણ સાંસદની મદદથી વોટિંગ કરાવવામાં આવે છે. તેમાં 788 સાંસદને બદલે માત્ર 535 સભ્ય જ વોટિંગ કરે છે. આ રીતે વોટિંગ કરવામાં ઓછો સમય લાગશે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, LDPના સેક્રેટરી જનરલ અને તોશિહિરો નિકાઈ 15 સપ્ટેમ્બરે વોટિંગ કરાવી શકે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Farmer's son Yoshihide Suga could become the country's next prime minister, serving as the country's chief cabinet secretary for eight years [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/farmers-son-yoshihida-suga-can-become-the-next-prime-minister-of-the-japan-127717868.html

ચૂંટણી પહેલા પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપવા માટે અમેરિકન રાષ્ટ્રપતિએ દબાણ કર્યુ, હવે વેક્સીન અંગે અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી		 ચૂંટણી પહેલા પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપવા માટે અમેરિકન રાષ્ટ્રપતિએ દબાણ કર્યુ, હવે વેક્સીન અંગે અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
આ ઓગસ્ટનો ત્રીજો સપ્તાહ હતો. રિપબ્લિકન કન્વેન્શનમાં થોડાક જ દિવસ બાકી હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે ઉતાવળા હતા. સાથે જ વ્હાઈટ હાઉસના અધિકારી એ અંગે ચિંતિત હતા કે કેવી રીતે કોરોના મહામારી સામે લડવા માટે દેશે બીજુ પગલું ભરી લીધું છે તે બતાવવામાં આવે. તેના માટે બ્લડ પ્લાઝ્મા એટલે કે સાજા થયેલા દર્દીઓના લોહીથી બિમાર દર્દીઓની સારવાર કરવાની મંજૂરી આપવાની હતી. લગભગ બે સપ્તાહથી ઈમરજન્સીમાં તેના ઉપયોગની મંજૂરી અટકી ગઈ હતી. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થે તેના બિનસરકારી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેના માટે 19 ઓગસ્ટે ટ્રમ્પે NIHના ડાયરેક્ટર ડો. ફ્રાન્સિસ કોલિન્સને ફોન કર્યો. તેમને એક નાનકડો મેસેજ આપ્યો કે આ કામને શુક્રવાર સુધી પુરુ કરાવવામાં આવે. જે શુક્રવાર સુધી ન થઈ શક્યું. રવિવાર સુધી ફુડ એન્ડ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના રેગ્યુલેટર NIHની શંકાઓને દુર કરવા માટે છેલ્લી ઘડીએ કરવામાં આવતો ડેટા રિવ્યૂ પુરો કરી શક્યા ન હતા. શું હતું વ્હાઈટ હાઉસનું પ્રેશર કેમ્પેઈન? પરંતુ કન્વેન્શનના અવસરે રાષ્ટ્રપતિએ FDA તરફથી પ્લાઝ્મા થેરેપીને મંજૂરી મળવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું કે, આનો હવે મોટા પાયે ઉપયોગ કરી શકાશે. આનાથી મોત 35% ઘટી જશે. ટ્રમ્પે કોલિન્સને કરેલો ફોન વ્હાઈટ હાઉસનું એક પ્રેશર કેમ્પેઈન હતું. જે દેશની સરકારી હેલ્થ એજન્સીઓ પર પોતાની મરજી ચલાવવા માટે કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોને વેક્સિન તૈયાર કરવા માટે દબાણ થવાનો ભય પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપીને વ્હાઈટ હાઉસ બતાવવા માંગતુ હતું કે, જે મહામારીએ દેશમાં 1 લાખ 92 હજાર લોકોના જીવ લીધા છે, તેની સામે લડવામાં પ્રગતિ થઈ છે. આ એક એવી ક્ષણ હતી, જેના પછી અમેરિકન વૈજ્ઞાનિક અને સરકારી સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા રેગ્યુલેટરોને લાગવા લાગ્યું કે, ટ્રમ્પ ચૂંટણી પહેલા વેક્સિન લાવવા માટે પણ આવું જ દબાણ કરી શકે છે.તે વેક્સિનના બિનસરકારી હોવા અને તેના સુરિક્ષત હોવાની કસોટીઓ પર સાચા સાબિત થયા વગર જ મંજૂરી આપવા માટે કહી શકે છે. પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપવા વાળી રાતે શું થયું હતું પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપવાની જાહેરાત કરવાની રાતે કોલિન્સને વ્હાઈટ હાઉસ આવવા માટે કહેવાયું હતું. તેમને એક કોરોના વાઈરસ ટેસ્ટ આપવામાં આવ્યો અને રૂજવેલ્ટ રૂમમાં આવવા માટે કહી દીધું. આ રૂમમાં ટ્રમ્પ અને અન્ય વ્હાઈટ હાઉસ ઓફિશિયલ્સ પહેલાથી હાજર હતા. આ લોકોએ બ્રીફિંગ રૂમમાં પત્રકારો સાથે વાત કરી. આ બધાની વચ્ચે ડો. કોલિન્સ અને ડો. પીટર માર્ક્સ લાચાર બનીને બધુ જોતા રહ્યા. ડો. પીટર FDAના એ ટોપ રેગ્યુલેટરમાંથી એક છે, જેમની પર વેક્સિનને મંજૂરી આપવાની પ્રોસેસ અને તેમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ન થવા દેવાની જવાબદારી છે. વ્હાઈટ હાઉસે પ્લાઝ્માથી સારવારને અતિશયોક્તિથી રજુ કરી વ્હાઈટ હાઉસના અધિકારીઓએ પ્લાઝ્માથી બિનસરકારી સારવાર થવાની વાતને અતિશયોક્તિથી રજુ કરી. ત્યારપછીથી જ આ થેરેપી અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ, જે બીજા દિવસ સુધી ચાલી હતી. જાહેરાત પછી કોલિન્સ વ્હાઈટ હાઉસમાંથી નીકળી ગયા. પરંતુ પ્લાઝ્માને મંજૂરી આપનારા માર્કને ઓવલ ઓફિસ સુધી લઈ જવાયા. તેમને ટ્રમ્પ અને અન્ય ઘણા વરિષ્ઠ સહયોગીઓ સાથે મુલાકાત કરાવવા માટે લઈ જવાયા હતા. ટ્રમ્પ ત્યાં અન્ય બીજા લોકો સાથે કપ કેક અને વ્હાઈટ આઈસિંગ સાથે ઉજવણી કરી રહ્યા હતા. NIHના ડાયરેક્ટરની ઉજવણી કરતા ટ્રમ્પ સાથે મુલાકાત કરાવાઈ માર્કે મંજૂરી મળ્યાના એક દિવસ પછી એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે રાષ્ટ્રપતિ તરફથી તેમને પ્લાઝ્માને મંજૂરી આપવા માટે ધન્યવાદ મળવાથી થોડા હેરાન છે. જો કે, તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ સાથે તેમની મુલાકાત ઘણા ઓછા સમય સુધી થઈ હતી. આટલા ઓછા સમયની મુલાકાતનો કોઈ અર્થ ન હતો. ઘણા સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વાત સાંભળી તો તેમણે કહ્યું કે, હવે તેમને એ વાતની બીક લાગે છે કે રાજકારણ અને વિજ્ઞાનને જોડતી કડી નબળી પડી ગઈ છે. હવે બધુ એવા સમયે થયું છે, જ્યારે જનતા પહેલાથી જ આ વાત અંગે ચિંતિત છે કે વેક્સિન અને સારવારની આકારણીમાં રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે.​​​​​​​ વેક્સિન અંગે બે બાજુ અથડામણ જોવા મળી રહી છે ચૂંટણીમાં માત્ર સાત સપ્તાહનો સમય બાકી છે. એવામાં અમેરિકામાં વેક્સિન અને સારવાર અંગે બે બાજુ ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જેમાંથી એક એવા વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ છે જે રિસર્ચ, ડેટા અને બિમારીના રિવ્યૂના આધાર પર કામ કર છે. તો બીજા એવા રાષ્ટ્રપતિ છે જેમના મનમાં વિજ્ઞાન માટે સન્માન જ નથી. તે કોરોના વાઈરસને અટકાવવા માટે તેમની રાજકીય નિષ્ફળતાથી ઘાયલ થયા છે. તે એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે અમેરિકાના લોકોને કોરોના વેક્સિન અને દવા ઝડપથી આપવા માટે મક્કમ છે.​​​​​​​ વેક્સિનને મંજૂરી અપાવવી કઠિન હોઈ શકે છે સરકારી વૈજ્ઞાનિક અને ફાર્માસ્યૂટિકલ કંપનીઓએ રાજકીય લાભ માટે લોકોની સુરક્ષા સાથે સમજૂતી થતી અટકાવવા માટે પગલા ભરવાના શરૂ કરી દીધા છે. તે સાર્વજનિક રીતે કહી રહ્યા છે કે કોરોના મહામારી સામે લડવા માટે વિજ્ઞાન સાથે જોડાયેલા નિર્ણય લેવામાં ઈમાનદાર રહેશે. FDA કમિશનર ડો. સ્ટીફન હેને કહ્યું કે, બહારના એક્સપર્ટની એડવાઈઝરી કમિટિ દ્વારા વેક્સિનને મંજૂરી આપવામાં આવશે. આનાથી આ પ્રક્રિયા પહેલા કરતા વધુ મજબૂત બનશે. વેક્સિનનો ઈમરજન્સીમાં ઉપયોગ કરવાના સ્ટાન્ડર્ડ્સ માટે નવી ગાઈડલાઈન્સ પણ લાવવામાં આવી શકે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today US President pushes for approval of plasma therapy before election, now officials worry about vaccine [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/us-president-pushes-for-approval-of-plasma-therapy-before-election-now-officials-worry-about-vaccine-127717866.html

કેન્સરને માત આપી ચૂકેલી બ્રિટનની એન્ડ્રિયા ટ્રાયથ્લોન પૂરી કરનારી પહેલી મહિલા બની, 5 દિવસમાં 538 કિ.મી. અંતર કાપ્યું		 કેન્સરને માત આપી ચૂકેલી બ્રિટનની એન્ડ્રિયા ટ્રાયથ્લોન પૂરી કરનારી પહેલી મહિલા બની, 5 દિવસમાં 538 કિ.મી. અંતર કાપ્યું 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કેન્સરને માત આપી ચૂકેલી બ્રિટનની 39 વર્ષીય એન્ડ્રિયા મેસન સી ટુ સમિટ ટ્રાયથ્લોન ચેલેન્જ પૂરી કરનારી વિશ્વની પહેલી મહિલા બની ગઈ છે. તેણે કુલ 538 કિ.મી.નું અંતર કાપીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રાંસના લેક એનેસીમાં 38 કિ.મી. સ્વિમિંગ પછી એન્ડ્રિયાએ મોં બ્લા પર્વતમાળામાં 330 કિ.મી. સાઈકલિંગ કર્યું અને સ્વિમિંગમાં પણ તેમણે દસ કલાકથી ઓછો સમય લીધો. છેલ્લે તેમણે મોં બ્લા પર જ 170 કિ.મી રનિંગ અને હાઈકિંગ કર્યું. મોં બ્લા યુરોપનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત છે. આ ચેલેન્જ પૂરી કરવા મેસને 4 કલાક, 23 કલાક અને 41 મિનિટનો સમય લાગ્યો હતો. આ સિદ્ધિ હાંસલ કરવા એન્ડ્રિયાએ ખૂબ જ ઓછી ઉંઘ લીધી અને ભોજન પણ શક્તિ મેળવવા પૂરતું જ લીધું હતું. ટ્રાયથ્લોન પૂરી કર્યા પછી તેણે કહ્યું કે, બધું જ મારા પ્લાન પ્રમાણે થયું, એટલે હું બહુ જ ખુશ છું. આ ચેલેન્જ હું પાંચ દિવસમાં પૂરી કરવા ઈચ્છતી હતી અને મેં તે કરી પણ બતાવ્યું. આ ખૂબ જ મુશ્કેલ ચેલેન્જ હતી કારણ કે, તેમાં સૂવાનો સમય પણ નથી મળતો. આ સિવાય રનિંગ કરવાનું હોવાથી આપણે સાથે વધારે ભોજન પણ નથી રાખી શકતા. ટ્રાયથ્લોન એક મલ્ટી સ્પોર્ટ્સ રેસ છે, જેમાં સ્વિમિંગ, સાઈકલિંગ અને રનિંગ એમ ત્રણ પ્રકારની ચેલેન્જ પૂરી કરવી પડે છે. એન્ડ્રિયા કહે છે કે, ‘આ ચેલેન્જમાં અનેકવાર અધવચ્ચે રેસ છોડવાનો વિચાર આવે છે. મારી સાથે પણ આવું થયું, પરંતુ હું મારી જાતને યાદ કરાવતી કે આખરે મેં આ શરૂઆત કેમ કરી હતી.’ 2017માં એન્ડ્રિયાને એન્ડોમેટ્રિયોસિસ અને સર્વાઈકલ કેન્સરનું નિદાન થયું હતું. કોરોનાના કારણે સરહદ બંધ થઈ જતા પ્લાન બદલવો પડ્યો 39 વર્ષીય એન્ડ્રિયા ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ટ્રાયથ્લોન પૂરી કરવા ઈચ્છતી હતી. તેણે ફ્રાંસના ચેમોનિક્સમાં પોતાનો બેઝ બનાવ્યો હતો, પરંતુ પાછા ફરતા પહેલા જ કોરોનાના કારણે સરહદો બંધ થઈ ગઈ. તેથી તેણે પ્લાન બદલવો પડ્યો. એન્ડ્રિયા કહે છે કે, મારા નવો પ્લાન અનેક પડકારોથી ભરેલો હતો. નવા સ્થળોમાં રનિંગ-હાઈકિંગ વિશે પણ મને ખાસ જાણકારી ન હતી. આમ છતાં, ચોથી સપ્ટેમ્બરે મેં રેસ શરૂ કરી અને પાંચ દિવસમાં પૂરી પણ કરી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today બ્રિટનની 39 વર્ષીય એન્ડ્રિયા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/britains-andrea-who-beat-cancer-became-the-first-woman-to-complete-a-triathlon-covering-538-km-in-5-days-distance-cut-127716867.html

અમેરિકાની કંપનીઓ ફાઈઝર અને બાયોએનટેક વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરશે; 44 હજાર લોકોને વેક્સીન અપાશે		 અમેરિકાની કંપનીઓ ફાઈઝર અને બાયોએનટેક વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરશે; 44 હજાર લોકોને વેક્સીન અપાશે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાની બે કંપનીઓએ કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. ફાઈઝર અને બાયોએનટેક ફાર્મા કંપનીએ રવિવારે કહ્યું હતું કે ટૂંક સમયમાં ટ્રાયલના આગામી તબક્કા માટે વોલન્ટિયર્સની પસંદગી કરાશે. ત્રીજા તબક્કામાં 44 હજાર લોકોને વેક્સીન અપાશે. કંપનીએ પ્રથમ તબક્કામાં 30 હજાર લોકોને વેક્સીન આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો. કોરોનાવાયરસના લીધે વિશ્વમાં અત્યાર સુધી 2 કરોડ 89 લાખ 38 હજાર 95 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 9 લાખ 24 હજાર 558 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 2 કરોડ 8 લાખ 5 હજાર 760 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. આંકડા www.worldometers.info/coronavirus/ અનુસાર છે. ઈરાન કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ શરૂ કરશે. દેશમાં પ્રાણીઓ પર વેક્સિનની ટ્રાયલ પહેલા જ પૂર્ણ કરી દેવાઇ છે. ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના ડીલ જલીલ કૂપાયેજાદેહે તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું- અમને આશા છે કે હ્યુમન ટ્રાયલના સારા પરિણામ સામે આવશે. બ્રિટન સરકારે વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અમુક વિસ્તારોમાં પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. લગભઘ 80 લાખ લોકોને તેનું પાલન કરવું પડશે. સરકારે માન્યું છે કે અત્યારે કોરોના અંગે બહુ ખરાબ સમય છે તેથી નિયમોનું કડકાઇથી પાલન કરાવવામા આવશે. દેશમાં અત્યાર સુધી 3 લાખ 67 હજાર 592 કેસ સામે આવી ચૂક્યા છે અને 41 હજાર 712 મોત થયા છે. આ 10 દેશમાં સંક્રમણ સૌથી વધુ દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા અમેરિકા 66,76,601 1,98,128 39,50,354 ભારત 47,51,788 78,614 36,99,306 બ્રાઝીલ 43,15,858 1,31,274 35,53,421 રશિયા 10,57,362 18,484 8,73,535 પેરૂ 7,22,832 30,593 5,59,321 કોલંબિયા 7,08,964 22,734 5,92,820 મેક્સિકો 6,63,973 70,604 4,67,525 દ.આફ્રિકા 6,48,214 15,427 5,76,423 સ્પેન 5,76,697 29,747 પ્રાપ્ત નથી આર્જેન્ટિના 5,46,481 11,263 4,09,771 ઇરાક- ફુટબોલર નદીમ શાકરનું મૃત્યુ ઇરાકમાં 1970 અને 1980ના દાયકામાં સૌથી પ્રસિદ્ધ ફુટબોલ સ્ટારમાંથી એક નદીમ શાકરનું કોરોનાના લીધે મૃત્યુ થયું હતું. 63 વર્ષીય શાકર ઇરાકની ફુટબોલ ટીમમાં બહુ સારા ડિફેન્ડર રહ્યા હતા. તેઓ ઇરાકની નેશનલ ટીમના કોચ પણ રહ્યા હતા. શુક્રવારે ઇરબિલ શહેરની એક લોકલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધન પર રાષ્ટ્રપતિ બરહમ સાલિહે પણ દુખ વ્યક્ત કર્યું છે. ઇરાકમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 86 હજાર 778 કેસ સામે આવી ચૂક્યા છે અને 7941 લોકોના મોત થયા છે. નદીમ શાકર બ્રાઝીલ: 24 કલાકમાં 814ના મોત બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 814 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન 33 હજાર 523 નવા કેસ નોંધાયા હતા. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 43 લાખ 15 હજાર 687 થઇ ગઇ છે. અત્યાર સુધી 1 લાખ 31 હજાર 210 લોકોના મોત થયા છે. ફ્રાન્સ- એક દિવસમાં 10 હજારથી વધુ કેસ ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 10561 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. અહીં અત્યાર સુધી 3 લાખ 73 હજાર 911 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને 30 હજાર 910 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં જુલાઇ બાદ સંક્રમણ ઝડપથી વધ્યું છે. વડાપ્રધાન જીન કાસ્ટેક્સે કહ્યું- હજુ વાયરસ ઘણા મહિનાઓ સુધી રહેશે અને આપણે તેની સાથે જ જીવવું પડશે. કાસ્ટેક્સ સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા બાદ એક અઠવાડિયા સુધી સેલ્ફ ક્વેોરેન્ટીન રહ્યા હતા. હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ન્યૂયોર્ક સ્થિત ફાઈઝર ફાર્માની લેબની તસવીર. ઇરાનની રાજધાની તેહરાનમાં એક હોસ્પિટલમાં દર્દીની સારવારમાં લાગેલા ડોક્ટર [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/iran-to-launch-human-trial-of-corona-vaccine-tightening-sanctions-for-more-than-8-million-people-in-britain-289-crore-cases-in-the-world-127714968.html

ગલવાન અથડામણમાં ચીનની સેનાના 60થી વધુ જવાન માર્યા ગયા, PLA શી જિનપિંગની આક્રમક ચાલ નિષ્ફળ ગઈ		 ગલવાન અથડામણમાં ચીનની સેનાના 60થી વધુ જવાન માર્યા ગયા, PLA શી જિનપિંગની આક્રમક ચાલ નિષ્ફળ ગઈ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકન છાપા ન્યૂઝ વીકે તેના આર્ટિકલમાં ગલવાન અંગે ચોંકાવનારી વાતો લખી છે. આ આર્ટિકલ પ્રમાણે, 15 જૂને ગલવાનમાં થયેલી અથડામણમાં ચીનના 60થી વધુ સૈનિક માર્યા ગયા હતા. દુર્ભાગ્યથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ ભારતીય વિસ્તારમાં આક્રમક મુવના આર્કિટેક્ટ હતા, પરંતુ તેમની પીપલ્સ લિબરેશન આર્મી આમાં નિષ્ફળ નીવડી હતી. પીએલએ પાસે આવી અપેક્ષા નહોતી કરવામાં આવી. આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સરહદ પર ચીનની સેનાની નિષ્ફળતાનાં પરિણામ સામે આવશે. ચીની આર્મીએ શરૂઆતમાં શી જિનપિંગને આ નિષ્ફળતા પછી સેનામાં વિરોધીઓને બહાર કરવા અને વફાદારોની ભરતી કરવાની વાત કહી હતી. સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ પર સંકટનાં વાદળો ઘેરાશે. સૌથી મોટી વાત તો એ છે કે નિષ્ફળતાને કારણે ચીનના આક્રમક શાસક જિનપિંગ જે પાર્ટીના સેન્ટ્રલ મિલેટ્રી કમિશનના અધ્યક્ષ પણ છે અને PLAના લીડર પણ, તે ભારતના જવાનો વિરુદ્ધ વધુ એક આક્રમક પગલું ઉઠાવવા માટે ઉત્તેજિત થશે. જિનપિંગના જનરલ સેક્રેટરી બન્યા પછી PLAની ઘૂસણખોરી વધી મે મહિનાની શરૂઆતમાં જ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલના દક્ષિણમાં ચીનની સેના આગળ વધી હતી. અહીં લદાખમાં ત્રણ અલગ અલગ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે ટેમ્પરરી બોર્ડર છે. સરહદ નક્કી છે અને PLA ભારતની સરહદમાં ઘૂસતી રહે છે. ખાસ કરીને 2012માં શી જિનપિંગના પાર્ટી જનરલ સેક્રેટરી બન્યા પછી. જૂનમાં ચીનના સૈનિકોએ ભારતને ચોંકાવ્યું મે મહિનામાં થયેલી ઘૂસણખોરીએ ભારતને ચોંકાવી દીધું હતું. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીના ક્લિઓ પાસ્કલે જણાવ્યું હતું કે મે મહિનામાં રશિયાએ ભારતને એવું જણાવ્યું હતું કે તિબેટના સ્વાયત્ત વિસ્તારમાં ચીનનો સતત યુદ્ધાઅભ્યાસ કોઈ વિસ્તારમાં સંતાઈને આગળ વધવાની તૈયારી નથી, પરંતુ 15 જૂને ચીને ગલવાનમાં ભારતને ચોંકાવી દીધું હતું. આ એક જાણીજોઈને કરવામાં આવેલું કાવતરું હતું અને ચીનના સૈનિકો સાથે અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ગલવાનમાં બહાદુરીથી લડ્યા ભારતીય જવાનો ગલવાનમાં ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં બન્ને દેશમાં 40 વર્ષ પછી પહેલી ખતરનાક અથડામણ થઈ હતી. વિવાદિત વિસ્તારમાં ઘૂસવું એ ચીનની જૂની આદત છે. બીજી બાજુ, 1962ની હારથી લકવાગ્રસ્ત થઈ ચૂકેલી ભારતીય લીડરશિપ અને જવાન સુરક્ષાત્મક રહે છે, પરંતુ ગલવાનમાં આવું નહોતું થયું. અહીં ચીનના ઓછામાં ઓછા 43 સૈનિકોનાં મોત થયાં હતાં. પાસ્કલે જણાવ્યું હતું કે આ આંકડો 60ની પાર થઈ શકે છે. ભારતીય જવાન બહાદુરીથી લડ્યા અને ચીન પોતાને થયેલા નુકસાનને નહીં દેખાડે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 15 જૂને ગલવાનમાં થયેલી અથડામણમાં ચીનના 60થી વધુ સૈનિક માર્યા ગયા હતાઃ અમેરિકન ન્યૂઝ વીક [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/american-news-paper-newsweek-reoprt-says-60-chinese-troops-killed-in-galwan-clash-127714810.html

વિદેશમાં મોટાં પદો પર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનારા મોટે ભાગે શ્વેત, 189 ડિપ્લોમેટ્સમાં માત્ર 3 અશ્વેત		 વિદેશમાં મોટાં પદો પર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનારા મોટે ભાગે શ્વેત, 189 ડિપ્લોમેટ્સમાં માત્ર 3 અશ્વેત 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
બે દાયકા સુધી વિશ્વ સમક્ષ અમેરિકાની છવિ એવી રહી છે કે ત્યાં અપ્રવાસીઓ અને અશ્વેતોને એક જેવી શક્તિ મળે છે. પછી તે અમેરિકાના પહેલા વિદેશમંત્રી બનનાર ચેકમાં જન્મેલા મેડલીન અલબ્રાઇટ હોય કે પછી દેશના મુખ્ય ડિપ્લોમેટ બનનાર પ્રથમ અશ્વેત કોલિન પોવેલ હોય, જેમના પિતા જમૈકાના પ્રવાસી હતા. પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશનાં વિદેશમંત્રી રહેલાં કોંડોલીઝા રાઇસ અલાબામામાં મોટાં થયાં હતાં. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના કાર્યકાળમાં 2005થી 2009 સુધી વિદેશમંત્રી રહેલાં કોંડોલીઝાને હિલેરી ક્લિંટનના સ્થાને લાવવામાં આવ્યાં હતાં. ત્યારે અધિકારીઓએ મજાકમાં ક્હયું હતું કે આ પદ એ શ્વેત પુરુષો માટે હતું, જેમનો 200થી વધુ વર્ષો સુધી તેના પર એકાધિકાર રહ્યો હતો. 2013થી 17 સુધી વિદેશમંત્રી રહેલા જોન કેરી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના બીજા વિદેશમંત્રી હતા, જેમણે સમગ્ર વિશ્વમાં અમેરિકાનાં સપનોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચાર વર્ષથી પણ ઓછા સમયમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સમગ્ર વહીવટીતંત્રને બદલી નાખ્યું. વિશ્વ સામે અમેરિકાની છવિ બદલાઈ ગઈ. વિદેશમાં મોટાં પદો પર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનાર હવે મોટે ભાગે શ્વેત અને પુરુષ હોય છે. એમાં વિદેશમંત્રી માઇક પોમ્પિયો, રક્ષામંત્રી માર્ક એસ્પર, એટર્ની જનરલ વિલિયમ પી બેર અને ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન સામેલ છે. ગત મહિને રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં વક્તાઓએ ટ્રમ્પને રાષ્ટ્રપતિપદ માટે એક મજબૂત કેન્ડિડેટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનું કહેવું હતું કે ટ્રમ્પના વહીવટમાં ટોપ રેન્ક પર દરેક સમુદાય અને અશ્વેતોને સામેલ કરવામાં આવ્યા છે. જોકે હકીકત એનાથી ઊલટી છે. નિક્કી હેલીના સ્થાને કેલી ક્રાફ્ટને રાજદૂત બનાવાયાં એક મહિલા અધિકારી કેલી ક્રાફ્ટ અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ટ્રમ્પનાં રાજદૂત છે. તેમણે નિક્કી હેલીનું સ્થાન લીધું હતું, જે એક ભારતીય-અમેરિકન છે. હેલી ટ્રમ્પ પ્રશાસનમાં અલગ સમુદાયની એકમાત્ર અધિકારી હતાં. કમલા હેરિસને બાઇડને રનિંગ મેટ તરીકે પસંદ કરી ડેમોક્રેટિક ઉમેદવાર જોસેફ. આર. બાઇડન જુનિયરે કેલિફોર્નિયાના સિનેટર કમલા હેરિસને તેમના રનિંગ મેટ તરીકે પસંદ કર્યા છે. તેઓ અત્યારે ઉપરાષ્ટ્રપતિ ડેમોક્રેટિક કેન્ડિડેટ છે. તેમની પસંદગી કરીને તેમણે અમેરિકાની છવિને આગળ વધારવાની પોતાની તત્પરતા તરફ સંકેત આપ્યો. જાન્યુઆરીમાં ગવર્નમેન્ટ અકાઉન્ટેબિલિટી ઓફિસના અભ્યાસમાં ગત દાયકાની સરખામણીએ 2018માં વિદેશ વિભાગમાં મહિલાઓ અને અશ્વેતોમાં સૌથી મોટી કમી સામે આવી હતી. અભ્યાસમાં સામે આવ્યું છે કે વિદેશ વિભાગમાં કામ કરનારા અશ્વેતો અથવા અલ્પસંખ્યકો શ્વેત લોકો સમાન શિક્ષણ, વ્યવસાય અથવા ઘણાં વર્ષોથી ફેડરલ સર્વિસમાં હોવા છતાં તેમનાં પ્રમોશનની શક્યતા ખૂબ ઓછી હતી. શ્વેત લોકોને વધુ પ્રમોશન ધ ન્યૂયોર્ક ટાઇમ્સે વિદેશ વિભાગના આંકડાના હવાલાથી જણાવ્યું હતું કે 2019ના નાણાકીય વર્ષમાં 80 અશ્વેત ફોરેન સર્વિસ અધિકારી અને નિષ્ણાતોને પ્રમોટ કરવામાં આવ્યા હતા. આ આંકડો 8023 ડિપ્લોમેટ્સમાંથી 1 ટકા છે, બાકીના 1496 ડિપ્લોમેટ્સને પ્રમોશન આપવામાં આવ્યાં હતાં. એમાં 108 હિસ્પેનિક (મધ્ય અને સેન્ટ્રલ અમેરિકાના દેશવાળા), 106 એશિયન અને 90 અન્ય અલ્પસંખ્યક સમૂહોના હતા. શ્વેત લોકોને સૌથી વધુ પ્રમોશન મળ્યું. અમેરિકામાં અન્ય સમુદાયના 25થી ઓછા ડિપ્લોમેટ્સ હોવાના લીધે સરકારની ઘણી ટીકા કરવામાં આવી હતી. ત્યાર બાદ વિદેશ વિભાગે 1 સપ્ટેમ્બરે જાહેરાત કરી કે અલ્પસંખ્યક અરજદારો માટે ફેલોશિપની સંખ્યા 50 ટકા વધારવામાં આવી છે. એક નિવેદનમાં પોમ્પિયોએ કહ્યું હતું કે ફેલોશિપ ટેલન્ટેડ અને ક્વોલિફાઇડ કેન્ડિડેટ માટે લાવવામાં આવી હતી, જે વિદેશસેવા માટે જાતીય, વંશીય, લૈંગિક, સામાજિક અને ભૌગોલિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્રમ્પના વહીવટીતંત્રમાં ઉચ્ચ પદો પર શ્વેત વધુ વર્તમાન અમેરિકાના વહીવટીતંત્રમાં વિવિધતાની અછત સ્પષ્ટ દેખાય છે. અમેરિકન એકેડમી ઓફ ડિપ્લોમેસી અનુસાર, અત્યારે 189 અમેરિકન રાજદૂત વિદેશોના દૂતાવાસમાં કામ કરે છે. એમાંથી ત્રણ ડિપ્લોમેટ જ અશ્વેત છે અને ચાર હિસ્પેનિક છે. બુશના પહેલા કાર્યકાળ દરમિયાન 19 અશ્વેત એમ્બેસેડર હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today આ ફોટો 2003ના જર્મનીનો છે. અહીં ઇલેક્ટ્રોનિક્સની દુકાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સેક્રેટરી ઓફ સ્ટેટ કોલિન. એલ. પોવેલના ભાષણને પ્રસારિત કરાયું છે. તેઓ અમેરિકાના પહેલા અશ્વેત ડિપ્લોમેટ હતા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/us-elections/news/most-white-mostly-3-blacks-out-of-189-diplomats-representing-america-in-senior-positions-abroad-127714832.html

ઓક્સફોર્ડે કોરોના રસીની ટ્રાયલ ફરી શરૂ કરી, એક વ્યક્તિ બીમાર પડી જતા ટ્રાયલ બંધ કરી દેવામાં આવી હતી		 ઓક્સફોર્ડે કોરોના રસીની ટ્રાયલ ફરી શરૂ કરી, એક વ્યક્તિ બીમાર પડી જતા ટ્રાયલ બંધ કરી દેવામાં આવી હતી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
બ્રિટનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે કોરોનાની રસી બનાવી રહેલી એસ્ટ્રાજેનેકાએ રસીના અંતિમ તબક્કાની ટ્રાયલ ફરી શરૂ કરી દીધી છે. એસ્ટ્રાજેનેકાનું કહેવું છે કે મેડિસિન્સ હેલ્થ રેગ્યુલેટરી એજન્સીએ સમગ્ર કેસની તપાસ કરી તે સુરક્ષિત હોવાનું જણાતા ક્લિનિકલ ટ્રાયલની ફરી મંજૂરી આપી દીધી છે. પ્રથમ અને બીજા તબક્કામાં સફળતા મળ્યાં પછી તેની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી હતી પરંતુ એક સ્વયંસેવકની તબિયત બગડતાં તેને અટકાવવામાં આવી હતી. એવું મનાય છે કે જો આ ટ્રાયલ સફળ થશે તો આગામી વર્ષના પ્રારંભે આ રસી બજારમાં આવી શકે છે. ભારતમાં પણ ટ્રાયલ અટકાવાઈ હતી ઓક્સફોર્ડે ટ્રાયલ અટકાવતા ભારતમાં પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ તેની ટ્રાયલ શરૂ કરાઈ હતી તે અટકાવી દેવાઈ હતી. હવે બ્રિટનમાં જો ફરી ટ્રાયલ શરૂ થશે તો ભારતમાં પણ તેની શરૂઆત કરાશે. સોમવાર સુધીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસીની ટ્રાયલ શરૂ કરી દે તેમ માનવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનમાં ડેટા સેફ્ટિ મોનિટરીંગ બોર્ડની બેઠક સોમવારે મળશે. તેમાં સીરમના પ્રતિનિધિ પણ હાજર રહેશે. એક્સ્ટ્રાજેનેકા ટ્રાયલ સાથે 30 હજાર સ્વયંસેવક જોડાયેલા છે એક્સ્ટ્રાજેનેકાની વેક્સિન એઝેડડી 1222ની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના લગભગ 30 હજાર સ્વયંસેવક જોડાયા છે. ભારતમાં પણ હજારો લોકોએ પોતાના પર ટ્રાયલ કરવા તૈયારી બતાવી હતી. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ ટ્રાયલ કરી રહ્યું છે. કોરોના રોગના ભયને જોઈને રસીના પરીક્ષણ માટે ઘણા બધા લોકો આગળ આવ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાઇલ તસવીર [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/oxford-resumes-corona-vaccine-trial-trial-ends-after-one-falls-ill-127713943.html

તેણે 20 મિનિટમાં 10 કરોડ રૂ. જીત્યા, ફક્ત એક લાઈફ-લાઈન લીધી, તેના ભાઈએ પણ અહીં 5 કરોડ જીત્યા હતા		 તેણે 20 મિનિટમાં 10 કરોડ રૂ. જીત્યા, ફક્ત એક લાઈફ-લાઈન લીધી, તેના ભાઈએ પણ અહીં 5 કરોડ જીત્યા હતા 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
આ ઈંગ્લેન્ડના 57 વર્ષીય ડોનાલ્ડ ફિયર છે. તે ગત શુક્રવારની રાત્રિએ બ્રિટિશ શો ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ના વિજેતા બન્યા હતા. ભારતીય ટીવી શો ‘કોન બનેગા કરોડપતિ’ આ જ શૉ પર આધારિત છે. ફિયરને વિજેતા તરીકે 10 લાખ પાઉન્ડ(આશરે 10 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી હતી. તેમણે ફક્ત એક જ લાઈફ-લાઈન 50/50 નો ઉપયોગ કર્યો હતો. તેમણે ફક્ત 20 મિનિટમાં આ રકમ જીતી લીધી હતી. આશરે એક વર્ષ પહેલાં ફિયરના ભાઈએ આ શોમાં 5 લાખ પાઉન્ડ(આશરે 5 કરોડ રૂપિયા) જીત્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today બ્રિટિશ શો ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ના વિજેતા ડોનાલ્ડ ફિયર [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/he-made-rs-10-crore-in-20-minutes-won-took-only-one-life-line-his-brother-also-won-5-crores-here-127713861.html

ચીનના નિશાને બિડેન, ઈરાનના ટારગેટ પર ટ્રમ્પ, રશિયા બંનેને નિશાન બનાવી રહ્યું છે		 ચીનના નિશાને બિડેન, ઈરાનના ટારગેટ પર ટ્રમ્પ, રશિયા બંનેને નિશાન બનાવી રહ્યું છે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ વિદેશી દખલ વધતી જઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓ પછી હવે માઈક્રોસોફ્ટે પણ તેના પર ચેતવણી ઉચ્ચારી હતી. રશિયાની સાથે ચીન અને ઈરાનના હેકરો પણ ડેમોક્રેટિક તથા રિપબ્લિકન પાર્ટીના કેમ્પેન સ્ટાફ, કન્સલ્ટન્ટ તથા થિન્ક ટેન્કને નિશાન બનાવી રહ્યા છે. માઈક્રોસોફ્ટે જણાવ્યું કે હેકર ટ્રમ્પ કેમ્પેનથી વધુ બિડેનના કેમ્પેનને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે ઈરાન ટ્રમ્પના કેમ્પેનને હેક કરવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે રશિયા બંને પક્ષોને નિશાન બનાવી રહ્યું છે. ચીનના હેકરો જો બિડેનના કેમ્પેનની ટીમના લોકોના પ્રાઈવેટ મેલને હેક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે નેશનલ સિક્યોરિટી સાથે સંકળાયેલા લોકો પણ તેમના નિશાને છે. ચીનના હેકરોના ટારગેટમાં ટ્રમ્પ સંબંધિત ફક્ત એક જ અધિકારી છે. જોકે તેનું નામ જણાવાયું નથી. રશિયા અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરવા માગે છે ચીન અને ઈરાનના હેકરોની તુલનાએ રશિયાના જીઆરયુના હેકરોથી વધુ ખતરો છે. માઈક્રોસોફ્ટે ચેતવણીથી ઠીક પહેલાં જ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયાની સંસદના 3 અને યુક્રેનની સંસદના એક સભ્ય પર પ્રતિબંધ મૂક્યો હતો. વિભાગે કહ્યું કે રશિયા અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ટ્રમ્પે 9/11 હુમલાની વરસી પર એક જવાનને મેડલ પહેરાવ્યું [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/biden-targets-china-trump-targets-both-iran-russia-127714282.html

યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર, આશરાની માગ		 યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર, આશરાની માગ 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ગ્રીસના લેસ્બોસ ટાપુ સ્થિત યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર થવું પડ્યું છે. આગની ઘટનાને 5 દિવસ થઇ ચૂક્યા છે પણ હજુ સુધી શરણાર્થીઓને ક્યાંય આશરો નથી મળ્યો. તેઓ રસ્તા પર રાત વિતાવવા મજબૂર છે. શરણાર્થીઓએ શનિવારે ગ્રીસ વિરુદ્ધ દેખાવ શરૂ કરી દીધા, પોલીસ પર દેશી બોમ્બ ફેંક્યા. જર્મની સહિત યુરોપના અન્ય દેશો પાસેથી મદદ માગી. બીજી તરફ ગ્રીસ સરકારનું કહેવું છે કે શરણાર્થીઓ તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મંજૂરી વિના લેસ્બોસ ટાપુ છોડીને ગ્રીસના અન્ય ભાગોમાં વસવા ઇચ્છે છે. વડાપ્રધાન ક્યારીકોસ મિત્સોતકિસે યુરોપીય સંઘને આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today આગની ઘટનાને 5 દિવસ થઇ ચૂક્યા છે પણ હજુ સુધી શરણાર્થીઓને ક્યાંય આશરો નથી મળ્યો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/europes-largest-refugee-camp-moria-fires-13000-refugees-homeless-127714267.html

રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સર્બિયાના પ્રમુખ અને ટ્રમ્પની આપત્તિજનક તસવીર પોસ્ટ કરી, પુટિને માફી માંગવી પડી		 રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સર્બિયાના પ્રમુખ અને ટ્રમ્પની આપત્તિજનક તસવીર પોસ્ટ કરી, પુટિને માફી માંગવી પડી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પોતાની એક પ્રવક્તાની ભૂલના કારણે સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુચિચની માફી માંગવી પડી છે. પુતિને એક નિવેદન આપીને આ કબૂલાત કરી છે. મારી ટિપ્પણીને ખોટી રીતે લેવાઈઃ મારિયા વાત એમ છે કે, રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા જખારોવાએ વુચિત અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમાં વુચિચ અને ટ્રમ્પ કેટલાક અધિકારીઓ સાથે એક રૂમમાં મીટિંગ કરી રહ્યા છે. વુચિચ જે ખુરશી પર બેઠા છે, તે ટ્રમ્પની ખુરશી-ટેબલથી ઘણાં દૂર છે. આ તસવીર નીચે મારિયા લખ્યું હતું કે, ‘એવું લાગી રહ્યું છે કે, ટ્રમ્પ વુચિચની પૂછપરછ કરી રહ્યા છે. તમને વ્હાઈટ હાઉસમાં બોલાવ્યા છે, પરંતુ ખુરશી તો એવી રીતે મૂકાઈ છે, જાણે તપાસ માટે બોલાવ્યા હોય. એના કરતા તો તમે બીજી તસવીરમાં દેખાય છે, તેની જેમ (શેરોન સ્ટોન) બેસો.’ જોકે, આ પોસ્ટ વાઈરલ થઈ જતા મારિયાએ માફી માંગી હતી. તેમણે કહ્યું કે, મારી ટિપ્પણીને ખોટી રીતે લેવાઈ છે. મારું નિશાન સર્બિયાના પ્રમુખ પર નહીં, પરંતુ અમેરિકાના ઘમંડ પર હતું. પુતિને પણ મારી સાથે ફોન પર વાત કરી છે. તેમણે મને કહ્યું કે, સર્બિયા સાથે રશિયાના સંબંધ ખૂબ સારા છે. આ પોસ્ટ માટે આપણે માફી માંગવી જોઈએ. મેં પણ અનુભવ્યું કે, આ બિનજરૂરી મામલો છે. વુચિતે વ્હાઈટ હાઉસમાં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા મારિયાની આ પોસ્ટ ત્યારે સામે આવી છે, જ્યારે વુચિતે વ્હાઈટ હાઉસમાં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. આ પોસ્ટને સર્બિયા અને અમેરિકાના સંબંધને લઈને રશિયાની પરેશાની તરીકે જોવાઈ રહી છે. મારિયાની પોસ્ટ પર વુચિચે પણ ટિપ્પણી કરતા લખ્યું હતું કે, આ પોસ્ટ મારિયાના જૂનવાણી અને વિચિત્ર વિચારો જ નહીં, પરંતુ તેમને જે લોકોએ આ હોદ્દો આપ્યો છે, તે પણ દર્શાવે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today આ તસવીર સાથે આપત્તિજનક તસવીર પોસ્ટ કરતા વિવાદ થયો હતો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/russian-foreign-ministry-spokesman-posted-a-catastrophic-picture-of-serbian-president-and-trump-putin-had-to-apologize-127714259.html

આતંકી સંગઠનની ઉશ્કેરણીથી હજારો પાકિસ્તાનીઓએ શિયા સમુદાય વિરુદ્ધ રેલી કાઢી તેમને ઈસ્લામવિરોધી ગણાવ્યા અને મારી નાખવાની ધમકી આપી		 આતંકી સંગઠનની ઉશ્કેરણીથી હજારો પાકિસ્તાનીઓએ શિયા સમુદાય વિરુદ્ધ રેલી કાઢી તેમને ઈસ્લામવિરોધી ગણાવ્યા અને મારી નાખવાની ધમકી આપી 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાનમાં આતંકી સંગઠન સિપાહ-એ-સહાબા પાકિસ્તાને શિયા મુસલમાનો વિરુદ્ધ સુન્ની સમુદાયના લોકોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે એની અસર કરાચીના રસ્તાઓ પર જોવા મળી. અહીં હજારોની સંખ્યામાં લોકો SSPની ઉશ્કેરણી હેઠળ વિરોધ- દેખાવો કરવા માટે પહોંચ્યા હતા. ભીડે ‘શિયા નાસ્તિક છે’ જેવા નારા લગાવ્યા હતા. શિયા મુસલમાનોને જીવથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. સોશિયલ મીડિયા પર પણ શિયા-સુન્નીમાં યુદ્ધ છેડવામાં આવ્યું છે. જોતજોતાંમાં ટ્વિટર પર #ShiaGenocide ટ્રેન્ડ થવા લાગ્યું છે, જેમાંથી એક બાજુ સુન્ની સમુદાયના લોકો શિયાઓ વિરુદ્ધ કોમેન્ટ કરી રહ્યા હતા તો બીજી બાજુ શિયા સમુદાયના લોકોએ ઈસ્લામ અને માણસાઈનું ઉદાહરણ આપી આવા હુમલાઓ બંધ કરવાની માગ કરી હતી. શિયા સમુદાયના એક યુવકે ટ્વીટ કરીને સુન્ની સમુદાયને પૂછ્યું કે તમે ઈસ્લામને શાંતિનો ધર્મ ગણાવો છો અને બીજી બાજુ માણસાઈની હત્યા પણ કરો છો. They say they bring peace, while tearing us into pieces.#ShiaGenocide pic.twitter.com/8txve4M43L — Hur Raza (@Ali_BasedMalang) September 4, 2020 ઈસ્લામવિરોધી કોમેન્ટ કરવાનો આરોપ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ગત મહિને મોહરમ પર આશૂરા જુલૂસનું ટીવી ચેનલ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે આમાંથી ઘણા શિયા ધર્મ ગુરુઓએ ઈસ્લામ વિરુદ્ધ કોમેન્ટ કરી હતી. પાકિસ્તાનની સોશિયલ એક્ટિવિસ્ટ આફરીને ટ્વીટ કર્યું હતું કે આ પછી ઘણા શિયા મુસ્લિમો પર ધાર્મિક પુસ્તકો વાંચવા અને આશૂરા જુલૂસમાં ભાગ લેવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. 5 વર્ષમાં સેંકડો શિયા મુસલમાનોની હત્યા થઈ, ઘણા ગુમ મીડિયા રિપોર્ટસ પ્રમાણે, પાકિસ્તાનમાં છેલ્લાં 5 વર્ષમાં શિયા મુસલમાનો વિરુદ્ધ હિંસા વધી ગઈ છે. આ દરમિયાન સેંકડોની સંખ્યામાં શિયા મુસલમાનોની હત્યા કરી દેવાઈ હતી. હત્યા કર્યા પછી હત્યારાઓ લોહીથી જ શિયાઓનાં ઘરની બહાર ‘શિયા નાસ્તિક છે’ લખ્યું હતું. આ ઉપરાંત શિયા સમુદાયનાં યુવાન, મહિલાઓ હાલ ગુમ છે. થોડાંક વર્ષ પહેલાં શિયા સમુદાયના લોકોને મેસેજ દ્વારા પહેલા ધમકી આપવામાં આવતી હતી અને પછી ગ્રેનેડથી હુમલો કરીને તેમની હત્યા કરી દેવામાં આવતી હતી. શિયા મુસલમાનો પર હિંસા કરવાનો આરોપ આતંકી સંગઠન SSP પર જ છે. એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે શિયા વિરુદ્ધ થતી હિંસાને કવર કરનારા પત્રકાર બિલાલ ફારુકીને પોલીસે ઝડપી લીધો છે. યુઝરે લખ્યું હતું કે આ શિયાઓનો નરસંહાર જ છે. અમારી પર અત્યાચાર થઈ રહ્યો છે. સોશિયલ એક્ટિવિસ્ટ આફરીને તેના માટે પાકિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે લખ્યું હતું કે પાકિસ્તાન સરકાર જાણીજોઈને આવા આતંકી સંગઠનને શિયાઓ વિરુદ્ધ પ્રદર્શન અને હિંસા કરવાની મંજૂરી આપી રહી છે, જેના માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સીધી રીતે જવાબદાર છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Thousands of Pakistanis rallied against the Shia community at the instigation of a terrorist organization, calling them anti-Islamic and threatening to kill them. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/thousands-of-pakistanis-rallied-against-the-shia-community-at-the-instigation-of-a-terrorist-organization-calling-them-anti-islamic-and-threatening-to-kill-them-127711600.html

જંગલોમાંથી રહેણાક વિસ્તાર તરફ આગ આગળ વધી રહી છે, લોસ એન્જલસથી માત્ર 70 કિમી દૂર; લોકો સ્થળાંતર કરી રહ્યા છે		 જંગલોમાંથી રહેણાક વિસ્તાર તરફ આગ આગળ વધી રહી છે, લોસ એન્જલસથી માત્ર 70 કિમી દૂર; લોકો સ્થળાંતર કરી રહ્યા છે 
	 - divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
સ્પેસએક્સના CEO એલન મસ્ક જણાવી રહ્યા છે કે વ્યક્તિ મંગળ પર જશે અને અહીં કેલિફોર્નિયાના આકાશનો રંગ મંગળની જેમ બદલાઈ રહ્યો છે. કેલિફોર્નિયાનાં જંગલોમાં દર વર્ષે આ ઋતુમાં આગ લાગે છે, પરંતુ આ વખતે એ ભયાનક લાગી રહી છે. જંગલોમાંથી હવે આ આગ રહેણાક વિસ્તાર તરફ આગળ વધી રહી છે. દર વખતે આ આગ લોસ એન્જલસથી 500થી 700 કિમી દૂર રહે છે, પરંતુ આ વખતે એ માત્ર 70 કિમી દૂર છે. આગને કારણે અહીંની હવા ખૂબ ખરાબ થઈ ગઈ છે. 12 રાજ્યની લગભગ 100 જગ્યાએ આગ અમેરિકાના પશ્ચિમ ભાગનાં 12 રાજ્યમાં લગભગ 100 જગ્યાએ આગ લાગી છે. કેલિફોર્નિયા, ઓરેગન પછી વોશિંગ્ટનમાં પણ એની અસર વધી રહી છે. અત્યારસુધીમાં 23 લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ગુમ થયા છે. ઓરેગનમાં હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. કેલિફોર્નિયામાં બે દિવસમાં 10 મૃતદેહો મળ્યા કેલિફોર્નિયામાં આગથી મરનારા લોકોની સંખ્યા વધી રહી છે. અહીં બે દિવસમાં 10 મૃતદેહો મળ્યા છે. કેલિફોર્નિયામાં 16 લોકો લાપતા છે. આગની સૌપ્રથમ શરૂઆત કેલિફોર્નિયાથી થઈ હતી. 18 ઓગસ્ટના રોજ આગની ઘટના સામે આવી હતી. The US West Coast leading the World in unhealthy air today. Pretty clear to see why. #CAwx #ORwx #WAwx pic.twitter.com/gcgJlNJIB7 — Rob Mayeda (@RobMayeda) September 11, 2020 Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગની તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/the-fire-is-moving-from-the-woods-to-the-residential-area-just-70km-from-los-angeles-people-are-migrating-127711623.html
divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK https://www.divyabhaskar.co.in/rss-feed/1038/
divyabhaskar.co.in International News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
Contents shared By educratsweb.com


RELATED POST

  Table of Contents

We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=240 http://educratsweb.com educratsweb.com educratsweb