educratsweb logo

divyabhaskar.co.in Sports News

Posted By educratsweb.comNews 👁 432 (24 Sep 2020)

કેપ્ટન મિતાલી 10 મહિનાથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર, કહ્યું - બધા ખેલાડી ચિંતિત, અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, પરંતુ તેનાથી શું થશે?		 કેપ્ટન મિતાલી 10 મહિનાથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર, કહ્યું - બધા ખેલાડી ચિંતિત, અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, પરંતુ તેનાથી શું થશે? 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ભારતીય વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજ 10 મહિનાથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. કોરોનાને લીધે માર્ચમાં ટી20 વર્લ્ડ કપ ફાઈનલ પછી ટીમે એક પણ મેચ રમી નથી. યુએઈમાં ભલે 1થી 10 નવેમ્બર સુધી મહિલા આઈપીએલ પ્રસ્તાવિત છે, પરંતુ કોઈ પણ ઈન્ટરનેશનલ સીરિઝ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપના ટાલી દેવાયા બાદ ચિંતા વધી ગઈ છે. મિતાલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. મિતાલીએ કહ્યું કે, ‘ખેલાડી ભવિષ્ય અંગે ચિંતિત છે. તેમની પાસે પ્રેક્ટિસનો કોઈ ઉદ્દેશ્ય નથી. અમને ટૂર્નામેન્ટ અંગે ખબર નથી. અમને એ પણ ખબર નથી કે શેના માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ’. તેણે કહ્યું કે, અમને એક ઉદ્દેશ્યની જરૂર છે. આ અગાઉ અમે જ્યારે પણ દેશની બહાર ઈન્ટરનેશનલ સીરિઝ રમવા જતા હતા તો તેના હિસાબે તૈયારી કરતા હતા. જો ઘરેલુ સીરિઝ હોય, તો તેના અનુસાર તૈયારી થતી હતી. જોકે, આજે અમને ખભર જ નથી કે અમે શેના માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એટલે, ક્યારેક લાગે છે કે, જો અમારી પાસે કોમ્પિટીટિવ ક્રિકેટ કે કોઈ ઈન્ટરનેશનલ સીરિઝ નથી તો અમારી તૈયારીનો કોઈ ઉદ્દેશ્ય નથી રહેતો. મિતાલીએ માર્ચના અંતમાં ઈન્ટરસ્ટેટ વનડે ટૂર્નામેન્ટ રમવાની હતી, પરંતુ કોવિડ-19ના કારણે આવું થઈ શક્યું નથી. જોકે, મિતાલીએ કહ્યું કે, અમારી સુવિધાઓમાં વધારો થયો છે. હવે પ્રેક્ટિસ દરમિયાન પરિવર્તન જોવા મળશે. અગાઉ અમે નેટ પર કલાકો સુધી બેટિંગ કરતા હતા અને ઓચામાં ઓછા 15 બોલરોનો સામનો કરતા હતા. જોકે, કોરોનાને લીધે તેમાં પરિવર્તન આવ્યું છે. અમારે અલગ-અલગ સ્લોટ ટાઈમમાં પ્રેક્ટિસ કરવાની છે અને માત્ર બેથી ત્રણ બોલર જ સામે હશે. આ બાબતો માટે ખેલાડીઓએ તૈયાર રહેવું પડશે. તેનાથી ખેલાડીઓ કોરોનાથી પહેલાનું પોતાનું ફોર્મ પાછું મેળવી શકશે. યુવાન ખેલાડીઓને સાચવવા પડકાર મિતાલીએ કહ્યું કે, કરારબદ્ધ ખેલાડી હોવાને લીધે બાયોબબલમાં રહેવાની અમારી જવાબદારી છે. મેચ માટે આ પગલાં સારા છે. તેનાથી ખેલાડી ખુદને તૈયાર કરી શકશે. મેન્ટલ સેટઅપ અંગે તેણે કહ્યું કે, અમારા માટે સ્પોર્ટ્સ સાઈકોલોજિસ્ટના કેટલાક સેશન હશે. અમે સાથી ખેલાડી સાથે પણ તેના અંગે ચર્ચા કરીએ છીએ. જોકે, સૌથી મોટી ચિંતા વર્તમાન ટીમમાં સામેલ યુવાન ખેલાડી છે, જે ડેબ્યુ કરવાના છે. ભવિષ્ય અંગે તેમની ચિંતાઓ અમારે દૂર કરવી પડશે, જેથી તેઓ રમત માટે ખુદને તૈયાર કરી શકે. પ્રાપ્ત માહિતી મુજબ ટી20 વર્લ્ડ કપ પછી મહિલા ટીમ અનેક મુશ્કેલીઓમાં પસાર થઈ રહી હતી. હજુ કોઈ પસંદગી સમિતિ નથી. આ ઉપરાંત મુખ્ય કોચ ડબલ્યુવી રમનનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. મહિલા આઈપીએલમાં પણ દુનિયાભરના મોટા ખેલાડીઓના સામેલ થવાની સંભાવના ઓછી છે, કેમ કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ લીગની મેચો રમાશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ભારતીય મહિલા વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજ. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/captain-mithali-has-been-away-from-international-cricket-for-10-months-said-all-players-worried-we-are-practicing-but-what-will-happen-with-it-127746167.html

ડેબ્યુ મેચમાં નટરાજને સીઝનના સૌથી મોંઘા ખેલાડી કોહલીને આઉટ કર્યો; આ મેચના સૌથી સસ્તા ખેલાડી પડિક્કલે 56 રન બનાવ્યા		 ડેબ્યુ મેચમાં નટરાજને સીઝનના સૌથી મોંઘા ખેલાડી કોહલીને આઉટ કર્યો; આ મેચના સૌથી સસ્તા ખેલાડી પડિક્કલે 56 રન બનાવ્યા 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
આઈપીએલનો ત્રીજો મુકાબલો યુવા ખેલાડીઓનાં નામ પર રાખવામાં આવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી દેવદત્ત પડિક્કલ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી.નટરાજને આઈપીએલની શરૂઆત કરી હતી. નટરાજન માટે એ ડ્રીમ ડેબ્યુ રહ્યું. તેણે સીઝનના સૌથી મોંઘા ખેલાડી વિરાટ કોહલીને આઉટ કર્યો. એ જ સમયે આ મેચનો સૌથી સસ્તો ખેલાડી પડિક્કલ (20 લાખ)એ મેચમાં શાનદાર ફિફ્ટી લગાવી હતી. ચાલો તસવીરોમાં મેચનો રોમાંચ જોઈએ... આરસીબીના દેવદત્ત પડિક્કલે તેની પ્રથમ આઈપીએલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 42 બોલમાં 56 રન બનાવ્યા. પડિક્કલે એરોન ફિંચ સાથે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. પોતાની પહેલી મેચમાં પચાસ રન સાથે પડિક્કલને એસ.આર.એચ.ના વિજય શંકરે બોલ્ડ કર્યો. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી 6 મહિના પછી ક્રીસ પર ઊતર્યો. હતો. જોકે તે નિરાશ થયો હતો અને તે માત્ર 14 રને આઉટ થયો હતો. પોતાની પહેલી મેચ રમી રહેલા ટી. નટરાજન માટે આ ડ્રીમ ડેબ્યુ સાબિત થયું. તેણે IPLમાં કોહલીને પોતાનો પ્રથમ શિકાર બનાવ્યો. એસઆરએચનો મિશેલ માર્શ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. માર્શ માત્ર 4 બોલ ફેંકી શક્યો. 11મી ઓવરના પહેલા જ બોલ પર પડિક્કલને 53 રનના સ્કોર પર જીવનદાન મળ્યું, બાઉન્ડ્રી પર ફેબીએન એલિન અને અભિષેક શર્માએ તેનો કેચ છોડ્યો. એબી ડીવિલિયર્સે બેંગલોરને ધમાકેદાર બેટિંગથી 160 રનને પર પહોચાડ્યું, એબીએ 51 રનની ઇનિંગ્સ રમી. આ વખતે મેચ દરમિયાન ચાહકો કંઈક અલગ સ્ટાઇલમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર કમનસીબ રહ્યો અને ઉમેશ યાદવની બોલિંગમાં નોન-સ્ટ્રાઈકર અંતમાં રન આઉટ થયો. જોની બેરસ્ટોએ હૈદરાબાદ તરફથી 61 રન બનાવ્યા. જોકે તે પોતાની ટીમને મેચ જિતાડી શક્યા નહીં. અંડર -19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર પ્રિયમ ગર્ગે પણ બેંગલોર સામે આઈપીએલની શરૂઆત કરી હતી. જોકે તે માત્ર 12 રન જ બનાવી શક્યો. ડેવિડ વોર્નરને આઉટ કર્યા બાદ ફાસ્ટર ઉમેશ યાદવને અભિનંદન પાઠવતા વિરાટ કોહલી. સ્ટેડિયમમાં દર્શકોની હાજરી પ્રતિબંધિત છે, તેથી ટીમ સાથે મુસાફરી કરનારા કર્મચારીઓ જ સ્ટેડિયમમાં ટીમને પ્રોત્સાહિત કરે છે. યુઝવેન્દ્ર ચહલ અને ઉમેશ યાદવે પ્રથમ ઇનિંગ દરમિયાન મનોરંજનની ક્ષણોનો આનંદ માણ્યો. કોરોનાના કારણે આઇપીએલની તમામ મેચ પ્રેક્ષકો વિના રમાઈ રહી છે. આવી સ્થિતિમાં મેચ દરમિયાન ખાલી પડેલાં સ્ટેન્ડ્સ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને પરાજિત કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી સેલિબ્રેટરી મુડમાં દેખાયો. તેમની સાથે યુઝવેન્દ્ર ચહલ અને એબી ડીવિલિયર્સ પણ હતા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/in-his-debut-match-natarajan-dismissed-kohli-the-most-expensive-player-of-the-season-padikkal-the-cheapest-player-of-the-match-scored-56-runs-127742979.html

રસેલ મનપસંદ ઓલરાઉન્ડર, હાર્ડ હિટિંગ તેની પાસે શીખ્યો : માવી		 રસેલ મનપસંદ ઓલરાઉન્ડર, હાર્ડ હિટિંગ તેની પાસે શીખ્યો : માવી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
શિવમ માવીને જ્યારે જુનિયર ક્રિકેટમાં દિલ્હી તરફથી તક ના મળી તો તેણે ઉત્તર પ્રદેશ તરફ નજર દોડાવી. ત્યાર પછી તે 2018માં અંડર-19 વર્લ્ડ કપનો હીરો બની ગયો. તેણે સળંગ ત્રણ મેચમાં વિકેટ લીધી. 21 વર્ષના આ યુવાન ફાસ્ટ બોલરના પ્રદર્શનથી પ્રભાવિત થઈને કો લકાતા નાઈટ રાઈડર્સે 2018માં તેને રૂ.3 કરોડમાં ખરીદ્યો. માવીએ 2018માં આઠ મેચ રમી હતી. જોકે, ઈજાના કારણે 2019માં તે એક પણ મેચ રમી શક્યો ન હતો. આ વખતે કેકેઆરને આ યુવાન બોલર પાસે મોટી અપેક્ષાઓ છે. માવી સાથેની વાતચીતના મુખ્ય અંશ... સવાલ: ઓલરાઉન્ટર ટી20માં અત્યંત મહત્ત્વના હોય છે, આથી તમે શું વિચારો છો? શિવમ માવી: હું જ્યારે બોલિંગ કરું છું તો મારા વિચારો એકદમ સ્પષ્ટ રહે છે કે, સ્વિંગ બોલર હોવાને ધોરણે હું નવા બોલ સાથે મારી ટીમને પ્રારંભિક વિકેટો અપાવી શકું. બેટિંગ દરમિયાન મારો દૃષ્ટિકોણ થોડો અલગ હોય છે. મને સામાન્ય રીતે 6થી 7 નંબર પર બેટિંગની તક મળે છે. આ દરમિયાન મારી પાસે 6-7 બોલ જ હોય છે રમવા માટે. ટીમ આટલા ટૂંકા ગાળામાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની અપેક્ષા રાખે છે. હું તેને ધ્યાનમાં રાખીને જ બેટિંગની પ્રેક્ટિસ કરું છું. હું એ પણ વિચારું છું કે, મુશ્કેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને બેટિંગ કરી ટીમને વિજય અપાવી શકું. સવાલ: શું તમને તમારા ધુરંધર સાથી આન્દ્રે રસેલ પાસેથી કોઈ પ્રકારની મદદ મળે છે? શિવમ માવી: બિલકુલ મળી છે. પ્રથમ વખતમાં જ્યારે રસેલને મળ્યો ત્યારે ઘણો પ્રભાવિત થયો. જે તાબડતોડ રીતે તે બેટ ચલાવે છે. હાર્ડ હિટિંગ બાબતે મારી તેની સાથે ઘણી વાત થઈ અને મારી રમતમાં ત્યાર પછી સુધારો આવ્યો છે. સવાલ: તમને અંડર-19ના વર્લ્ડ કપ સાથી કમલેશ નાગરકોટી પણ કેકેઆરમાં છે. તમે તમે બંને શું એવી જ કમાલ કોલકાતા માટે આ સીઝનમાં બતાવી શકો છો? શિવમ માવી: ચોક્કસ પણે. મને ઘણો આનંદ આવશે, જો એક છેડાથી કમલેશ બોલિંગ કરી રહ્યો હોય અને બીજી તરફથી આ જવાબદારી મારા ખભા પર હોય. બોલિંગ જોડીદાર તરીકે અમે અંડર-19 દિવસ જેવી રમત આઈપીએલમાં પણ બતાવી શકીએ છીએ. સવાલ: તમે ઘણો સમય ઉ.પ્ર.ના ધુરંધર બોલર ભુવનેશ્વર કુમાર સાથે પણ પસાર કર્યો છે. તેની પાસેથી શું શીખવા મળ્યું? શિવમ માવી: ભુવી ભૈયા પાસેથી મને જ નહીં દરેક યુવાન બોલરને શીખવા મળ્યું છે. તેમણે મને એ જણાવ્યું કે, ટી20 ફોર્મેટમાં દરેક વખતે અલગ-અલગ પ્રકારનો પડકાર હોય છે અને તેમાં ખુદને સેટ કરવા પડે છે. મારું માનવું છે કે, જેમ-જેમ તમે ક્રિકેટના સારા સ્તરે રમો છો, તેમ-તેમ તમારી કુશળતા અને કળા કરતાં તમારો વિચાર કેવો છે તે વધુ મહત્ત્વ ધરાવે છે. તમે તમારા વિચારને કેવી રીતે બદલો છો. સવાલ: તમે છેલ્લા 2 વર્ષથી ફિટનેસ બાબતે સંઘર્ષ કરતા રહ્યા છો. તમને કેવા પ્રકારના પડકારનો સામનો કરવો પડ્યો? શિવમ માવી: ફિટનેસ બાબતે કેકેઆરના કોચ અભિષેક નાયર અને ઓમકાર સાલ્વીએ ઘણી મદદ કરી છે. મારા અંગત કોચ ફુલચંદનો પણ હું આભારી છું. આ લોકોએ મને એ જણાવ્યું કે, કેવી રીતે ફિટનેસનું ધ્યાન રાખવાનું છે અને પુનરાગમન કરવાનું છે. આમ કરવા દરમિયાન મારી બોલિંગ પર કોઈ અસર પણ ન થવી જોઈએ. સવાલ: ઓલરાઉન્ડર તરીકે તમારા હીરો કોણ છે? શિવમ માવી: ટેસ્ટ ક્રિકેટમાં તો દ.આફ્રિકાના જેક કેલિસથી ઘણો પ્રભાવિત રહ્યો છું. વન ડે ક્રિકેટમાં કપિલ દેવજીનો મોટો ફોન છું. વાત ટી20ની આવે તો આન્દ્રે રસેલ મારા મનપસંદ ઓલરાઉન્ડર છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today KKRએ શિવમ માવીને 2018માં 3 કરોડમાં ખરીદ્યો હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/russell-favorite-all-rounder-hard-hitting-learned-from-him-mavi-127739480.html

ગ્વાલિયરમાં બનશે દિવ્યાંગો માટે દેશનું પ્રથમ સ્ટેડિયમ, મધ્યપ્રદેશ સરકારે 22 હેક્ટર જમીન ફાળવી		 ગ્વાલિયરમાં બનશે દિવ્યાંગો માટે દેશનું પ્રથમ સ્ટેડિયમ, મધ્યપ્રદેશ સરકારે 22 હેક્ટર જમીન ફાળવી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દેશના દિવ્યાંગ ખેલાડીઓ માટે એક નવો માર્ગ ખુલવા જઈ રહ્યો છે. મધ્યપ્રદેશ સરકારે દેશના પ્રથમ ‘દિવ્યાંગ ખેલ કેન્દ્ર’ (સ્ટેડિયમ) માટે ગ્વાલિયરના ટ્રિપલ આઈટીએમ સામે 22 હેક્ટર જમીન ફાળવી દીધી છે. કેબિનેટ બેઠકમાં જમીન આપવા માટે મંજુરી આપી દેવાઈ છે. આ દેશનું પ્રથમ રમતગમતનું સ્ટેડિયમ હશે, જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માત્ર રમતોનું હુનર જ નહીં શીખે, પરંતુ અભ્યાસ પણ કરી શકશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેના નિર્માણ પાછળ રૂ.170 કરોડનો ખર્ચ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્ટેડિયમમાં રમતના મેદાનની સાથે ખેલાડીઓના રોકાવા માટે હોસ્ટેલની વ્યવસ્થા રહેશે. તેમને શિક્ષણની સાથે સ્પેશિયલ ટ્રેનિંગ પણ વિભાગની દેખરેખમાં અપાશે. સ્ટેડિયમમાં પ્રતિભાશાળી દિવ્યાંગ ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરાશે. આ ઉપરાંત, હવે શહેરમાં પણ પેરાલમ્પિક જેવા મોટા આયોજનના રસ્તા ખુલશે. અહીં દેશભરના દિવ્યાંગ બાળકોને તેમની લાયકાત અને મેરિટના આધારે પ્રવેશ અપાશે. વિધાનસભા પેટાચૂંટણી માટે લાગુ થનારી આચારસંહિતા પહેલા આ સ્ટેડિયમના નિર્માણકાર્યનું ભૂમિપૂજન થઈ શકે છે. તેનું ડ્રોઈંગ અને ડિઝાઈન તૈયાર થઈ ચુકી છે. વિવિધ કોચની ભરતી થશે, રોજગારની તકો વધશે આ સ્ટેડિયમ બની ગયા પછી અલગ-અલગ રમતોના વિવિધ કોચની ભરતી કરાશે. જેના કારણે રમતના ક્ષેત્રમાં રોજગારની તકો વધશે. જે લોકો સ્પેશિયલ ડિગ્રી સાથે કોઈ સ્પોર્ટ્સમાં નિષ્ણાત છે, તેમને અહીં નોકરી કરવાની તક મળશે. સ્થાનિક સ્તરની પ્રતિભાઓને પ્રેક્ટિકલ તરીકે પણ રમતની નવી વિદ્યાઓ અને ટેક્નીકને શીખવાની તક મળશે. સ્ટેડિયમની આ વિશેષતાઓ આઉટડોર એથલેટિક્સ સ્ટેડિયમઈનડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેકેસબેઝમેન્ટ પાર્કિંગ સુવિધાબે સ્વિમિંગ પુલએક કવર અને એક આઉટડોરક્લાસરૂમ સાથે હાઈ પરફોર્મન્સ સેન્ટરએથલીટ્સ માટે હોસ્ટેલસ્પોર્ટ્સ એકેડેમિક અને રિસર્ચચિકિત્સા સુવિધાવહિવટી બ્લોક ગ્વાલિયર માટે મોટી સોગાત, 2 વર્ષમાં બનીને તૈયાર થશે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુક્ત સંચાલક રાજીવ સિંહે જણાવ્યું કે, દિવ્યાંગ સ્ટેડિયમ માટે સીપીડબલ્યુડીએ ટેન્ડર પ્રક્રિયા પુરી કરી લીધી છે. હવે રાજ્ય સરકારે જમીન પણ ફાળવી દીધી છે. ટૂંક સમયમાં જ ભૂમિપૂજન થઈ શકે છે. ત્યાર પછી બે વર્ષમાં આ સ્ટેડિયમ તૈયાર થઈ જશે. ગ્વાલિયર અને રાજ્ય માટે આ મોટી સોગાત છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Gwalior to have first stadium for the disabled, Madhya Pradesh government allocates 22 hectares of land [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/gwalior-to-have-first-stadium-for-the-disabled-madhya-pradesh-government-allocates-22-hectares-of-land-127736632.html

હોલકર સ્ટેડિયમમાં ક્રિકેટ મ્યુઝિયમ બનશે, જેમાં દિગ્ગજોની યાદગાર, દુર્લભ વસ્તુઓ મૂકાશે		 હોલકર સ્ટેડિયમમાં ક્રિકેટ મ્યુઝિયમ બનશે, જેમાં દિગ્ગજોની યાદગાર, દુર્લભ વસ્તુઓ મૂકાશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
મધ્યપ્રદેશમાં ક્યાંક પણ ક્રિકેટનું એવું સંગ્રહ નહીં હોય જે શહેરના હોલકર સ્ટેડિયમમાં બની રહેલા ક્રિકેટ મ્યુઝિયમમાં જોઈ શકાશે. એ બેટ જેનાથી સચિન તેંડુલકરે ઈતિહાસ રચ્યો. તે હેલમેટ જેને રાહુલ દ્રવિડે શાનદાર સદી ફટકારી ચુંબન કર્યુ. વીરેન્દ્ર સહેવાગની એ જર્સી જેને જોઈ આજે પણ ક્રિકેટના લાખો ફેન્સ આકર્ષિત થઈ જાય છે, આ બધું જ આ મ્યુઝિયમમાં જોવા મળશે. તેને બનાવવાની યોજના 2011થી બની રહી હતી પણ હવે તેના પર ઝડપી રીતે કામ કરાઈ રહ્યું છે. આ મ્યુઝિયમ હોલકર સ્ટેડિયમમાં એડમિનિસ્ટ્રેશન હોલની બહાર બની રહ્યું છે. તસવીરો, ખેલાડીઓની વસ્તુઓ અને મધ્યપ્રદેશ ક્રિકેટ સાથે સંકળાયેલી યાદો પૈકી અમુક એકઠી કરી લેવાઈ છે. તેનું કામ ફેબ્રુઆરીમાં શરૂ થઈ ગયુ હતુ પણ લૉકડાઉનને લીધે બધુ ટળી ગયું. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન(એમપીસીએ)થી મળેલી માહિતી અનુસાર ગત અઠવાડિયે યોજાયેલી બેઠકમાં કામને ઝડપી કરવા સહિત અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જલદી જ આ કામની શરૂઆત કરાશે. હાલ જેટલી વસ્તુઓ સંકલિત થઇ છે તેની સાથે જ શરૂઆત કરાશે. પછી ધીમે ધીમે એ યાદો એકઠી કરાશે જે ક્રિકેટના ઈતિહાસમાં સનસનાટી મચાવનાર છે. લાલા અમરનાથ, કર્નલ સી.કે.નાયડુ, બિશન સિંહ બેદી સહિત દેશ-વિદેશના પ્રસિદ્ધ ક્રિકેટર્સની કિટ તથા અન્ય વસ્તુઓ અહીં જોવા મળશે. એમપીસીએએ ભારતીય ક્રિકેટ સાથે સંકળાયેલી દરેક સોનેરી યાદોને સંગ્રહ કરવાનું કામ શરૂ કર્યુ છે. એમપીસીએ સચિવ સચિન રાવ તથા સીઓઓ રોહિત દિવાકર પંડિતે હોલની બહાર એક બોર્ડ માર્યો છે જેના પર લખ્યું છે કે આ જગ્યા ક્રિકેટ મ્યુઝિયમ માટે છે. જોકે મુંબઈમાં શરૂ કરાઈ રહેલા મ્યુઝિયમ માટે મોટાભાગની વસ્તુઓ એકઠી કરી લેવાઈ હતી એટલા માટે તે બધુ તૈયાર છે પણ વર્તમાન સ્થિતિને જોતાં અધિકારીઓએ એ નથી જણાવી શકી રહ્યાં કે તે સંપૂર્ણપણે ક્યારે બનીને તૈયાર થઈ જશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Museum will built in Holkar cricket Stadium at Indore [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/museum-will-built-in-holkar-cricket-stadium-at-indore-127736626.html

20 વારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરરે કર્મશિયલ માટે રોક બેન્ડ બીટલ્સનું ગીત ગાયું, કરિયરનું બીજું વર્ષ જયારે તે કોઈ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતશે નહીં		 20 વારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરરે કર્મશિયલ માટે રોક બેન્ડ બીટલ્સનું ગીત ગાયું, કરિયરનું બીજું વર્ષ જયારે તે કોઈ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતશે નહીં 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે એક કમર્શિયલ માટે રોક બેન્ડ બીટલ્સનું ક્લાસિક ગીત 'વિથ ધ લીટલ હેલ્પ ફ્રોમ માય ફ્રેન્ડ્સ' ગાયું છે. તેણે આ ગીતને ઝ્યૂરિખ સ્થિત સ્વિસ ટેલિકોમ કંપની માટે રેકોર્ડ કર્યું. આ તેની કારકિર્દીનું બીજું વર્ષ છે, જ્યારે કોઈ ગ્રાન્ડસ્લેમ જીત્યો નથી. ગયા વર્ષે પણ ફેડરર કોઈ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નહોતો. તેણે મિયામી માસ્ટર્સ ઉપરાંત દુબઇ ઓપનમાં જીત મેળવી હતી. ફેડરરે ત્રણ વર્ષ પહેલા પણ ગીત રેકોર્ડ કર્યું હતું આ પ્રથમ વખત નથી જ્યારે આ સ્વિસ ટેનિસ ખેલાડીએ કોઈ ગીત રેકોર્ડ કર્યું છે. અગાઉ, 39 વર્ષીય ફેડરરે ગ્રિગોર દિમિત્રોવ અને ટોમી હાસ સાથે 2017માં ઇન્ડિયન વેલ્સ ટૂર્નામેન્ટ દરમિયાન બેકહેન્ડ બોયઝ ગ્રુપનું એક ગીત ગાયું હતું. ત્રણેય ખેલાડીઓએ 1982ના હિટ આલ્બમ શિકાગોનું 'હાર્ડ ટુ સે આઈ એમ સોરી' ગીત ગાયું હતું. હાસના સસરા અને સંગીતકાર ડેવિડ ફોસ્ટર પિયાનો પર હતો. Meanwhile, Roger Federer sings the Beatles for an ad 🎤 (🎥 @Sunrise_fr) pic.twitter.com/gQu5WxMYs2 — We Are Tennis (@WeAreTennis) September 17, 2020 ફેડરર આ વર્ષે US ઓપન નથી રમ્યો આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન પછી ફેડરર ટેનિસ કોર્ટથી દૂર છે. તે ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થઇ રહ્યો છે. ફેડરરે કહ્યું કે, હું 2021માં ટેનિસ કોર્ટમાં વાપસી કરીશ. આ તેના કરિયરનું બીજું વર્ષ હશે જયારે તે એકપણ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નથી. ફેડરર 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે ફેડરર સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. તે 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 US ઓપન અને 1 ફ્રેન્ચ ઓપન જીત્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 1998માં પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કર્યું બાદ રોજર ફેડરર અત્યાર સુધીમાં સિંગલ્સમાં 103 ટાઇટલ જીત્યો છે. -ફાઈલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/20-time-grand-slam-champion-federer-sings-rock-band-beatles-song-for-commercials-second-year-of-his-career-when-he-wont-win-a-grand-slam-title-127730128.html

ભારત માટે રમવાનું સ્વપ્ન છે, જેને કોઈ પણ સ્થિતિમાં પૂરુું કરવા માગું છું: કમલેશ નાગરકોટી		 ભારત માટે રમવાનું સ્વપ્ન છે, જેને કોઈ પણ સ્થિતિમાં પૂરુું કરવા માગું છું: કમલેશ નાગરકોટી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
રાજસ્થાનના ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટીની સ્ટોરી કોઈ પરી કથાથી ઓછી નથી. બાડમેર જેવા નાનકડા શહેરના નાગરકોટીએ 2018ના અંડર-19 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી. 20 વર્ષના નાગરકોટીએ વર્લ્ડ કપમાં 145 કિમી/કલાકથી પણ વધુ ઝડપે બોલિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડીઝનો મહાન બોલર ઈયાન બિશપ પણ તેનો ફેન થઈ ગયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે 2018માં તેને 3.2 કરોડની રકમ ખર્ચીને ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, ઈજાને લીધે તે 2018 આઈપીએલ રમી શક્યો નહીં. તેમ છતાં કેકેઆરે તેને જાળવી રાખ્યો. 2019ની સિઝનથી પહેલા તે બેક ઈન્જરીના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, આ વખતે તે પોતાની ટીમની મોટી અપેક્ષા છે. તેની સાથે ઈન્ટરવ્યુના મુખ્ય અંશ... સવાલ: તમારા પેસની ચર્ચા છે. શું તેનાથી દબાણ પેદા થાય છે? કમલેશ: થાય છે અને નહીં પણ. આવી બાબતો પર ચિંતા કરીને ધ્યાન ભટકવા દેવું જોઈએ નહીં. મેં સ્પીડ અંગે કોઈ ખાસ મહેનત કરી નથી. જોકે, બોલિંગ કરતા સમયે તમારે માનસિક રીતે હંમેશા સજાગ રહેવું પડે છે કે તમે બોલ કેવી રીતે ફેંકો છો. સવાલ: તમારા કેપ્ટન દિનેશ કાર્તિકનું માનવું છે કે, તમારી ફિલ્ડિંગ એકદમ જાડેજાના સ્તરની છે? કમલેશ: કાર્તિકનો આવું કહેવા માટે ખુબ-ખુબ આભાર. ભારતના સર્વોત્તમ ફીલ્ડર સાથે સરખામણી કોને સારી ન લાગે. મેં ફિલ્ડિંગ પાછળ ઘણી મહેનત કરી છે. સવાલ: તમારો હીરો કોણ-કોણ છે? કમલેશ: જુઓ, બોલિંગમાં તો ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનો ફેન છું. બંને બોલર પોતાની પ્રતિભાથી તમને પ્રભાવિત કરે છે. ભુવીભાઈ જ્યાં બોલને બંને તરફ સ્વિંગ કરવામાં નિપુણ છે, તો શમીભાઈનું સીમ પર શાનદાર નિયંત્રણ છે. ફિલ્ડિંગમાં તો જોન્ટી રોડ્સથી મોટો હીરો કોણ હશે. દરેક ખેલાડી તેમના જેવો શ્રેષ્ઠ ફિલ્ડર બનવા માગે છે, પરંતુ તે શક્ય નથી. સવાલ: તમારી ટીમમાં કમિન્સ અને ન્યૂઝીલેન્ડના ફર્ગ્યુસન પણ છે. બંને પાસેથી શું શીખવા મળે છે? કમલેશ: હું મોટો નસીબદાર છું કે, દુનિયાના નંબર-1 બોલર કમિન્સ અમારી ટીમનો ભાગ છે. તેમની પાસેથી અમારા જેવા યુવા બોલરોને ઘણું શીખવા મળશે. દુનિયાના બે સૌથી ઉમદા બોલરો સાથે તેમનો અનુભવ શેર કરવો શાનદાર વાત છે. સવાલ: IPL રમવાનું સ્વપ્ન પૂરું થવાનું છે. આગળ કોઈ સ્વપ્ન? કમલેશ: અસલી સ્વપ્ન તો ભારત માટે રમવાનું છે. આ એક સ્વપ્ન છે, જેને હું કોઈ પણ સ્થિતિમાં પૂરું કરવા માગું છું. સવાલ: કેકેઆરમાં ન્યૂઝીલેન્ડના કાઈલ મિલ્સ અને ભારતના ઓમકાર સાલ્વી બે બોલિંગ કોચ છે. શું સાંમજસ્ય બેસાડવામાં મુશ્કેલી પડે છે? કમલેશ: એવું નથી. મોટાભાગના કોચની રીત લગભગ એક સરખી જ હોય છે. અનેક વખત બંનેની કોચિંક રીત અલગ હોઈ શકે છે. જોકે, પરિસ્થિતિ મુજબ બોલિંગમાં પરિવર્તન કેવી રીતે કરવું, એ બંને પાસેથી શીખવાની વાત હોય છે. હું તો કોઈ પણ મુદ્દે તેમની સાથે ખચકાયા વગર વાત કરી લઉં છું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/it-is-a-dream-to-play-for-india-which-i-want-to-fulfill-in-any-situation-kamlesh-nagarkoti-127729785.html

રોશનીથી ઝળહળી ઊઠ્યું દુબઈનું સ્ટેડિયમ, IPLમાં કરપ્શન રોકવા માટે BCCIએ UKની કંપની સ્પોર્ટ રડાર સાથે હાથ મિલાવ્યો		 રોશનીથી ઝળહળી ઊઠ્યું દુબઈનું સ્ટેડિયમ, IPLમાં કરપ્શન રોકવા માટે BCCIએ UKની કંપની સ્પોર્ટ રડાર સાથે હાથ મિલાવ્યો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
યુએઈ આઈપીએલની યજમાની માટે તૈયાર છે. અહીં ત્રણ મેદાનો પર ક્રિકેટ રમાશે. દુબઈમાં 24, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે. મંગળવારે દુબઈ અને અબુ ધાબી સ્ટેડિયમને રોશનીથી સજાવાયું હતું. મુંબઈ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ અબુ ધાબીના શેખ જાએદ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન 2004માં લગભગ રૂ.100 કરોડના ખર્ચે બનીને તૈયાર થયું હતું. શેખ જાએદ સ્ટેડિયમમાં અત્યાર સુધી 13 ટેસ્ટ, 46 વનડે અને 45 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જોકે, ભારતે અહીં કોઈ ટી20 રમી નથી. IPLમાં કરપ્શન રોકવા યુકેની કંપની સ્પોર્ટ રડાર સાથે હાથ મિલાવ્યો બીસીસીઆઈ આઈપીએલ 2020માં સટ્ટેબાજી અને ફિક્સિંગ રોકવા માટે ફ્રોડ ડિટેક્શન સર્વિસ (એફડીએસ)નો ઉપયોગ કરશે. તેના માટે બોર્ડે યુકેની કંપની સ્પોર્ટ રડાર સાથે કરાર કર્યો છે. એન્ટી કરપ્શન યુનિટ પહેલાંથી જ યુએઈમાંછે. સ્પોર્ટ રડાર ફિફા અને યુએફા જેવી મોટી ફૂટબોલ સંસ્થાઓ સાથે પણ કામ કરે છે. કંપની એફડીએસની મદદથી મેચમાં ફિક્સિંગ ઉઘાડું પાડે છે. તેમાં સોફેસ્ટિકેટેડ અલ્ગોરિધમની મદદ લેવાય છે. ચેન્નઈનો રિતુરાજ પ્રથમ મેચમાં બહાર કોરોના પોઝિટિવ ચેન્નઈ સુપરકિંગ્સનો બેટ્સમેન રિતુરાજ ગાયકવાડ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં બહાર થઈ ગયો છે. પોઝિટિવ આવ્યા પછી તે ક્વોરેન્ટીનમાં બે સપ્તાહ પસાર કરી ચૂક્યો છે. જોકે, તેના હજુ બે નેગેટિવ રિપોર્ટ આવવાના બાકી છે. ટીમના સીઈઓ કાસી વિશ્વનાથે કહ્યું, ‘અમે રિતુરાજ અંગે બોર્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.’ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મંગળવારે દુબઈ અને અબુ ધાબી સ્ટેડિયમને રોશનીથી સજાવાયું હતું. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/bcci-joins-hands-with-uk-company-sport-radar-to-curb-corruption-in-ipl-127727110.html

2007 વિમ્બલડન ફાઈનલના દિવસે લંડનમાં IPL પર પ્રારંભિક ચર્ચા થઈ હતી		 2007 વિમ્બલડન ફાઈનલના દિવસે લંડનમાં IPL પર પ્રારંભિક ચર્ચા થઈ હતી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઈન્ડિયન પ્રીમયર લીગ કે એમ કહો ઈન્ડિયન પૈસા લીગે અનેક ખેલાડીઓને તૈયાર થવા અને છાપ છોડવાની તક આપી છે. શું તમે જાણો છો કે આઈપીએલની શરૂઆત કેવી રીતે થઈ? પ્રથમ કમિશનર લલિત મોદીને આ આઈડિયા ક્યાંથી આવ્યો? લલિત મોદી અમેરિકાની પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગની જેમ ભારતમાં ક્રિકેટ શરૂ કરવા માગતા હતા. પોતાના કોલેજના દિવસોમાં તેમણે તેને નજીકથી જોયું હતું. લલિત મોદી પોતાની કંપની મોદી એન્ટરટેઈનમેન્ટ ઈએસપીએન સાથે મળીને એક વેન્ચરની શરૂઆત કરી ચૂક્યા હતા. સમયની સાથે લલિત મોદીએ ભારતીય ક્રિકેટમાં પોતાની પકડ મજબૂત કરી હતી. પહેલા હિમાચલ ક્રિકેટ એસોસિયેશન અને પછી પંજાબ ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયા. 2005માં રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ બન્યા પછી બીસીસીઆઈમાં ઉપાધ્યક્ષ તરીકે તેમની એન્ટ્રી થઈ. તેમણે શરદ પવારને બીસીસીઆઈના અધ્યક્ષ બનવામાં પણ મદદ કરી હતી. 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ પછી લલિત મોદીએ પ્રોફેશનલ ક્રિકેટ લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેના માટે તેઓ જુલાઈ, 2007માં આઈએમજી વર્લ્ડના ઉપાધ્યક્ષ એન્ડ્ર્યુ વાઈડબ્લડને મળવા ઈંગ્લેન્ડ ગયા. વિમ્બલડન ફાઈનલના દિવસે બંનેની મુલાકાત થઈ. આ આઈપીએલ અંગે પ્રારંભિક ચર્ચા હતી. લલિત મોદીએ BCCIને આઈપીએલથી દૂર રહેવા કહ્યું 10 સપ્ટેમ્બર, 2007ના રોજ બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે લલિત મોદીને રૂ.100 કરોડનો ચેક આપ્યો, જેથી આઈપીએલમાં ભાગ લેવા માટે ખેલાડીઓને લાવી શકાય. પૈસા મોદીને એ શરત પર અપાયા કે, તે મુંબઈમાં પોતાની ખાનગી ઓફિસમાંથી લીગનું કામ કરશે. તેના માટે તેમને કોઈ સેલરી પણ નહીં મળે. તેના બદલામાં તેમણે બોર્ડને આઈપીએલના કામથી દૂર રહેવા કહ્યું હતું. 12 સપ્ટેમ્બરે તેમણે દિલ્હીમાં આઈપીએલ લોન્ચ કરી દીધી. પછી તેમણે દુનિયાના ટોચના 100 ખેલાડીઓને 4 શ્રેણમાં વહેંચ્યા. વર્લ્ડ કપ દરમિયાન તેઓ ખેલાડીઓને મળ્યા અને આઈપીએલની માહિતી આપી. જાન્યુઆરી 2008માં ફ્રેન્ચાઈઝી માટે હરાજી યોજાઈ ટૂર્નામેન્ટ માટે 8 શહેર દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર અને મોહાલીને પસંદ કરાયા. ફ્રેન્ચાઈઝી માટે હરાજી 24 જાન્યુઆરી, 2008ના રોજ શરૂ થઈ. 20 ફેબ્રુઆરી, 2008ના રોજ પ્રથમ વખત ખેલાડીઓની હરાજી થઈ. ધોની સીઝનનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને ચેન્નઈએ રૂ.6 કરોડમાં ખરીદ્યો. સચિન તેંડુલકરને મુંબઈ, વીરેન્દ્ર સેહવાગને દિલ્હી, સૌરવ ગાંગુલીને કોલકાતા, વીવીએસ લક્ષ્મણને હૈદરાબાદ, રાહુલ દ્રવિડને બેંગલુરુ અને યુવરાજ સિંહને મોહાલીના આઈકન ખેલાડી બનાવાયા. હરાજીમાં તેમના પર બોલી લગાવાઈ નહીં. તેમને ટીમના સૌથી મોંઘા ખેલાડીથી 15% વધુ રકમ આપવામાં આવી. પ્રથમ સીઝન 44 દિવસ ચાલી, જેમાં 59 મેચ રમાઈ. શેન વોર્નની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સે ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈને હરાવીને પ્રથમ સીઝન પોતાને નામ કરી. બે વર્ષ કમિશનર રહ્યા પછી મોદીને હટાવી દેવાયા 2008થી 2010 સુધી લલિત મોદી IPLના કમિશનર રહ્યા. આ દરમિયાન ભ્રષ્ટાચારની અનેક ઘટનાઓમાં તેમનું નામ આવ્યું. 2010માં તેમના પર બે ટીમને ખોટી રીતે લાવવાનો આરોપ લાગ્યો. તેમણે મોરિશિયસની કંપની વર્લ્ડ સ્પોર્ટ્સને રૂ.425 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આરોપ છે કે, તેના માટે તેમને કમીશન તરીકે રૂ.125 કરોડ મળ્યા હતા. તેની સાથે જ પૈસાની હેરાફેરી સહિતના અનેક મોટા આરોપ હતા. ત્યાર પછી બોર્ડેએ તેમને પદ પરથી હટાવી દીધા. જોકે બધી તપાસમાંથી બચી તેઓ દેશ છોડી લંડનમાં વસી ગયા. ઈતિહાસનો સૌથી મોટો વિવાદ : બે ટીમ સસ્પેન્ડ થઈ 2009માં દેશમાં સામાન્ય ચૂંટણીને લીધી લીગ દક્ષિણ આફ્રિકામાં રમાડાઈ. ત્યાર પછી સતત અનેક સીઝનમાં લીગમાં વિવાદ આવતા રહ્યા. 2015માં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો વિવાદ બહાર આવ્યો. રાજસ્થાનના સહમાલિક રાજ કુન્દ્રા અને ચેન્નઈ ટીમના પ્રિન્સિપલ અને બીસીસીઆઈના અધ્યક્ષ એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, બંને સતત સટ્ટાબાજોના સંપર્કમાં હતા. તેનાથી આઈપીએલની છબીને મોટો ઝટકો લાગ્યો. ત્યાર પછી પૂર્વ જસ્ટિસ આર.એમ. લોઢાની અધ્યક્ષતાવાળી સમિતિએ બંનેના ક્રિકેટની કોઈ પણ ગતિવિધિમાં ભાગ લેવા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો. તેની સાથે જ બંને ટીમોને પણ તેની સજા મળી. ચેન્નઈ અને રાજસ્થાનને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાઈ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today લલિત મોદીની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/preliminary-discussions-on-the-ipl-took-place-in-london-on-the-day-of-the-2007-wimbledon-final-127727052.html

20% કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે; કોરોનાને કારણે 950 કરોડ રૂપિયાનું નુકસાન, 2021 સુધીમાં 1900 કરોડનો લોસ થઈ શકે છે		 20% કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે; કોરોનાને કારણે 950 કરોડ રૂપિયાનું નુકસાન, 2021 સુધીમાં 1900 કરોડનો લોસ થઈ શકે છે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોનાવાયરસ મહામારીને કારણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પછી હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ કથળી છે. બોર્ડે તેના 20% એટલે કે 62 જેટલા કર્મચારીઓને કાઢવાની તૈયારી કરી છે. ECBના CEO ટોમ હેરિસને મંગળવારે જાહેર કરેલા પોતાના નિવેદનમાં આ વાત કહી હતી. હેરિસને ECB વેબસાઇટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, "કોરોનાને કારણે ક્રિકેટને અત્યાર સુધીમાં લગભગ 100 મિલિયન (લગભગ 950 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. જો આ મહામારી 2021 સમર સુધી ચાલે તો તેને 200 મિલિયન પાઉન્ડ (લગભગ 1900 કરોડ રૂપિયા) નું નુકસાન થઈ શકે છે." PCB બિનજરૂરી કર્મચારીઓને દૂર કરશે આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ તેના પાંચ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.તે જ સમયે, તે એવા કામદારોને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે જેઓ બિનજરૂરી છે અને સારું કામ નથી કરી રહ્યા. ઓસ્ટ્રેલિયા બોર્ડ સુપરમાર્કેટમાં કર્મચારીઓ માટે નોકરી માગે છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ મે મહિનામાં કેટલાક કર્મચારીઓને બરતરફ કર્યા હતા. ઉપરાંત, 80% કર્મચારીઓને ઓગસ્ટ સુધીમાં માત્ર 20% પગાર આપવાની વાત કરી હતી.CA સુપરમાર્કેટમાં તેના કેટલાક કર્મચારીઓ માટે ત્રણ મહિના અસ્થાયી નોકરી પણ શોધી હતી. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન રોબર્ટે પોતે એક રેડિયો શોમાં આ વાત કહી હતી. ઇંગ્લેન્ડ બોર્ડે ખર્ચો ઘટાડવાની જરૂર છે હેરિસને કહ્યું, “તાજેતરમાં અમે ECBના સ્ટ્રક્ચર અને બજેટની સમીક્ષા કરી. આ સમય દરમિયાન અમને ખર્ચા ઘટાડવાની જરૂરિયાતનો અહેસાસ થયો. અમારી સાથે કામ કરતા લોકો દ્વારા પણ તેની મંજૂરી આપવામાં આવી છે. બચાવવા માટે કરવામાં આવતા આ ફેરફારોથી ECBના દરેક ભાગને અસર થશે. " અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં આવશે ECBના CEOએ કહ્યું, આ દરખાસ્તમાં મંજૂરી મેળવેલ 20% કર્મચારીઓને હટાવવાની પણ માગ છે.મતલબ કે હવે લગભગ 62 લોકોને બહાર કાઢી શકાશે.ઉપરાંત, બચત માટે કેટલીક સ્થિતિઓ બદલવામાં આવશે. આ સમય દરમિયાન થોડી ઓછી સંખ્યામાં ભરતીઓ પણ કરી શકાય છે. ઉપરાંત, આ પ્રસ્તાવથી અમારા જે પણ સાથીદારો પ્રભાવિત થશે, અમે તેમને મદદ કરીશું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કોરોના વચ્ચે ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ રમી રહ્યું છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/ecb-will-fire-20-of-employees-corona-caused-a-loss-of-rs-950-crore-a-loss-of-rs-1900-crore-by-2021-possible-127724137.html

રૈનાએ 1 સપ્ટેમ્બરે પંજાબના CM પાસેથી સંબંધીઓ પર થયેલા હુમલા અંગે ન્યાય માંગેલો, 16 સપ્ટેમ્બરે CMએ કહ્યું- કેસ સોલ્વ થયો, આંતર-રાજ્ય ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ		 રૈનાએ 1 સપ્ટેમ્બરે પંજાબના CM પાસેથી સંબંધીઓ પર થયેલા હુમલા અંગે ન્યાય માંગેલો, 16 સપ્ટેમ્બરે CMએ કહ્યું- કેસ સોલ્વ થયો, આંતર-રાજ્ય ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓ પર થયેલા હુમલા અને હત્યાના મામલે ગુનેગારોની આંતર-રાજ્ય ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસ સોલ્વ થઈ ગયો છે. ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અન્ય 11 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે, જેઓ 19 ઓગસ્ટની રાત્રે પઠાણકોટ જિલ્લાના ગામ થરિયલમાં રૈનાના પરિવાર પર થયેલા હુમલામાં સામેલ હતા. રૈનાના અંકલ અશોક કુમાએનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. જ્યારે તેમનો પુત્ર કુશલ કુમારની હાલત નાજુક હતી. કુશલે 31 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધો હતો. અશોકના પત્ની આશા રાની હજી પણ હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થનાર લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઘટના પછી CM અમરિન્દર સિંહે સ્પેશિયલ ઇવેસ્ટીગેશન ટીમ (SIT)ને આ મામલે સંપૂર્ણ તપાસ કરીને કેસ સોલ્વ કરવા કહ્યું હતું. રૈનાએ ન્યાય માગ્યો હતો Till date we don’t know what exactly had happened that night & who did this. I request @PunjabPoliceInd to look into this matter. We at least deserve to know who did this heinous act to them. Those criminals should not be spared to commit more crimes. @capt_amarinder @CMOPb — Suresh Raina🇮🇳 (@ImRaina) September 1, 2020 રૈનાએ 1 સપ્ટેમ્બરના રોજ ટ્વીટમાં લખ્યું હતું કે, "પંજાબમાં મારા પરિવાર સાથે જે બન્યું તે ખૂબ જ ભયાનક છે. મારા અંકલની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આ હુમલામાં મારા ફૈબા (પિતાની બહેન) અને તેમના બે દીકરાઓ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. સોમવારે રાત્રે એક ભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે મારા ફૈબા હાલત ખૂબ ગંભીર છે અને તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે." તેણે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ટ્વીટ કરીને ન્યાયની માગ કરી હતી. વ્યક્તિગત કારણોસર IPLમાંથી નામ પાછું ખેંચ્યું Suresh Raina has returned to India for personal reasons and will be unavailable for the remainder of the IPL season. Chennai Super Kings offers complete support to Suresh and his family during this time. KS Viswanathan CEO — Chennai Super Kings (@ChennaiIPL) August 29, 2020 ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)એ અચાનક ટ્વીટ કરીને રૈના IPLમાં નહિ રમે તે અંગે જાણકારી આપી હતી. CSKના CEO કાશી વિશ્વનાથે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, "રૈના વ્યક્તિગત કારણોસર ભારત પાછો ફર્યો છે અને આ સીઝનમાં ઉપલબ્ધ નહિ હોય. CSK રૈના અને તેની ફેમિલીને પૂરેપૂરો સપોર્ટ કરે છે." Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Raina seeks justice from Punjab CM for attack on relatives on September 1, CM says September 16: Case solved, three members of inter-state gang arrested [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/raina-seeks-justice-from-punjab-cm-for-attack-on-relatives-on-september-1-cm-says-september-16-case-solved-three-members-of-inter-state-gang-arrested-127724226.html

બંને ટીમો માટે નિર્ણાયક મેચ; ઓસ્ટ્રેલિયા 5 વર્ષથી સીરિઝ હરાવી શક્યું નથી, ઇંગ્લેન્ડ પાસે સતત ત્રીજી શ્રેણી જીતવાની તક		 બંને ટીમો માટે નિર્ણાયક મેચ; ઓસ્ટ્રેલિયા 5 વર્ષથી સીરિઝ હરાવી શક્યું નથી, ઇંગ્લેન્ડ પાસે સતત ત્રીજી શ્રેણી જીતવાની તક 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર રમાશે. અત્યારે, શ્રેણી 1-1થી બરાબર છે. જો ઓસ્ટ્રેલિયા મેચ જીતી લે છે, તો તે 5 વર્ષ પછી ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે હરાવશે. છેલ્લે 2015માં કાંગારૂએ ઇંગ્લિશ ટીમને 3-2થી વનડે સીરિઝમાં માત આપી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડ પાસે મેચ જીતીને ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી સીરિઝ જીતવાની તક છે. આ પહેલા ઇંગ્લિશ ટીમે 2018માં ઓસ્ટ્રેલિયાને સતત બીજી વનડે સીરિઝમાં હરાવ્યું હતું. સીરિઝ 1-1ની બરાબરી પર સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 19 રને જીત મેળવી હતી. બીજી મેચ જીતીને તેની પાસે સીરિઝ પોતાના નામે કરવાની તક હતી.જોકે, ઇંગ્લિશ ટીમે શાનદાર વાપસી કરી હતી. બીજી મેચના ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સીરિઝ 1-1થી બરાબર કરી. સ્ટીવ સ્મિથ આ મેચથી વાપસી કરશે પ્રથમ વનડે પહેલાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથના માથામાં બોલ વાગ્યો હતો. તે કારણે તે પ્રથમ મેચ રમી શક્યો નહોતો.સ્મિથે તે પછી બે કન્કશન ટેસ્ટ પાસ કર્યા, પરંતુ ટીમ મેનેજમેન્ટે સાવચેતીના રૂપે તેને બીજા વનડેમાં પણ રમવાની પરવાનગી આપી નહોતી.હવે આશા છે કે કરો યા મરોના મુકાબલામાં તેને રમાડવામાં આવશે. પિચ અને વેધર રિપોર્ટ માન્ચેસ્ટરમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 9થી 19 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ બેટ્સમેનને મદદ કરી શકે છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરશે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર કુલ વનડે: 54 પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 26પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 27પહેલી ઇનિંગ્સમાં એવરેજ સ્કોર: 226બીજી ઇનિંગ્સમાં એવરેજ સ્કોર: 199 ઇંગ્લેન્ડ: ઓઈન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરન, ટોમ કરન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.રિઝર્વ પ્લેયર્સ: સાકીબ મહેમૂદ, ડેવિડ મલાન અને ફિલ સોલ્ટ. ઓસ્ટ્રેલિયા: આરોન ફિંચ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ (ઉપ-કપ્તાન), જોશ હેઝલવુડ, માર્નસ લબુશેન, નેથન લાયન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, રિલે મેરેડિથ, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, કેન રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યુ ટાઇ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર.​​​​​ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Decisive match for both teams; Australia have not won a series in 5 years, England have a chance to win a third consecutive series [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/decisive-match-for-both-teams-australia-have-not-won-a-series-in-5-years-england-have-a-chance-to-win-a-third-consecutive-series-127724145.html

કમાણી ઘટવા છતાં મેસી ટોપ પર, કમાણી વધ્યા પછી પણ રોનાલ્ડો બીજા નંબરે; કોરોના છતાં ટોપ-10 ફૂટબોલરોની કમાણી 11% વધી		 કમાણી ઘટવા છતાં મેસી ટોપ પર, કમાણી વધ્યા પછી પણ રોનાલ્ડો બીજા નંબરે; કોરોના છતાં ટોપ-10 ફૂટબોલરોની કમાણી 11% વધી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ફોર્બ્સે 2020ના સૌથી વધુ કમાણી કરનારા ફૂટબોલરોનું લીસ્ટ બહાર પાડ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બાર્સિલોનાનો લિયોનેલ મેસી પ્રથમ, યુવેન્ટસનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બીજા અને પીએસજીનો નેમાર ત્રીજા નંબરે છે. આર્જેન્ટીનાના ફૂટબોલર મેસીની કમાણી ગયા વર્ષ કરતાં 7.3 કરોડ ઘટી છે, તેમ છતાં તે ટોપ પર છે, જ્યારે પોર્ટુગલના રોનાલ્ડોએ ગયા વર્ષની સરખામણીએ 59 કરોડની વધુ કમાણી કરકી છે. તેમ છતાં તે મેસીને પાછળ રાખી શક્યો નથી. મેસીએ આ વર્ષે 126 મિલિયન ડોલર (લગભગ રૂ.928 કરોડ)ની કમાણી કરી છે. જેમાં સેલરીથી રૂ.677 કરોડ અને એન્ડોર્સમેન્ટના 250 કરોડ છે. રોનાલ્ડોએ રૂ.117 મિલિયન ડોલર (રૂ.861 કરોડ)ની કમાણી કરી છે. 2020માં સૌથી વધુ કમાણી કરનારા ટોપ-10 ફૂટબોલર. નેમારને 66 કરોડનું નુકસાન પીએસજીના નેમારને પણ કમાણીમાં નુકસાન થયું છે. તેણે આ વખતે રૂ. 707 કરોડની કમાણી કરી છે. જે ગયા વખતથી રૂ. 66 કરોડ ઓછા છે. ગયા વર્ષે 7મા નંબરે રહેલો એમબાપે રૂ.309 કરોડની કમાણી સાથે ચોથા નંબરે છે. પાંચમા ક્રમે લિવરપુલનો મોહમ્મદ સાલેહ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફૂટબોલર લિયોનેલ મેસીની ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/forbes-list-messi-at-the-top-despite-declining-earnings-ronaldo-second-even-after-rising-earnings-the-earnings-of-the-top-10-footballers-increased-by-11-despite-corona-127724000.html

PCBએ 240 ખેલાડીઓ સહિત ઘણા અધિકારીઓ પાસેથી કોરોના ટેસ્ટ માટે પૈસા માગ્યા, બોર્ડ પાસે લેબ અને હોસ્પિટલની સુવિધા પણ નથી		 PCBએ 240 ખેલાડીઓ સહિત ઘણા અધિકારીઓ પાસેથી કોરોના ટેસ્ટ માટે પૈસા માગ્યા, બોર્ડ પાસે લેબ અને હોસ્પિટલની સુવિધા પણ નથી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની કોરોનાને કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. બોર્ડે હવે ઘરેલૂ ટૂર્નામેન્ટમાં રમનાર 240 ખેલાડીઓ અને અધિકારીઓ પાસેથી કોરોના ટેસ્ટ કરાવવા માટે પૈસા માગ્યા છે. સૂત્રોનું માનીએ તો બોર્ડ પાસે કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી અને હોસ્પિટલની સુવિધા પણ નથી. પાકિસ્તાનમાં 30 સપ્ટેમ્બરથી રાવલપિંડી અને મુલ્તાનમાં નેશનલ T-20 ચેમ્પિયનશિપ શરૂ થવાની છે. તે માટે ખેલાડીઓ અને અધિકારીઓએ શરૂઆતી બે કોરોના ટેસ્ટ કરાવવા અનિવાર્ય છે. PCBએ કહ્યું કે, પહેલા ટેસ્ટના રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા ટેસ્ટનો ખર્ચો બોર્ડ ઉઠાવશે. PCBને સ્પોન્સર પણ નહોતો મળતો કોરોનાને કારણે પાકિસ્તાનની તમામ ક્રિકેટ શ્રેણી મોકૂફ રાખવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની યજમાની થનાર એશિયા કપ પણ મુલતવી થતા બોર્ડને નોંધપાત્ર નુકસાન થયું હતું.પરિસ્થિતિ એ હતી કે પાકિસ્તાનને જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્પોન્સર પણ નહોતો મળતો.પેપ્સી અને મોબાઈલ કંપની 'ઈઝી પૈસા' એ અંતિમ ઘડીએ સ્થિતિ સંભાળી અને કોન્ટ્રાક્ટ વધાર્યો. PCBએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા આર્થિક સમસ્યાને કારણે PCBએ તાજેતરમાં જ તેના પાંચ કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા.બોર્ડ હાલમાં 800 જેટલા લોકોને રોજગારી આપે છે. બધાના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે.PCBએ બિનજરૂરી અને નબળું પ્રદર્શન કરનાર કર્મચારીને કાઢવાની તૈયારી કરી લીધી છે.PCBના એક અધિકારીએ કહ્યું હતું કે બોર્ડની આર્થિક સ્થિતિ સારી નથી. જો આ જ સ્થિતિ યથાવત રહે તો PCB વધુમાં વધુ 2થી 3 વર્ષ સુધી જ ટકી શકે છે. ભારત સામેની શ્રેણી રદ થતા 663 કરોડનું નુકસાન થયું મીડિયા અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણી ન થવાને કારણે PCBને લગભગ 90 મિલિયન ડોલર (આશરે 663 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે ક્રિકેટ રમવામાં આવી રહ્યું નથી. ભારત-પાકિસ્તાન વચ્ચે 7 વર્ષથી શ્રેણી રમાઈ નથી 3 વનડે મેચની છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 2012માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને ભારતને તેના જ ઘરઆંગણે 1-2થી હરાવ્યું હતું.મેચની વાત કરીએ તો ગત વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં બંને ટીમોની મેચ થઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દર વખતેની જેમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી. ભારત-પાક. શ્રેણીથી 2 હજાર કરોડ રૂપિયાની આવક શક્ય તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા ભારત સાથે શ્રેણીની વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે, "હું ઈચ્છું છું કે સંકટના આ સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ખાલી સ્ટેડિયમમાં મેચ થાય."જો બંને દેશો વચ્ચે 3 વનડે અથવા T-20 શ્રેણી થાય તો કરોડો લોકો તેને ઘરે બેઠા જોશે. ઘણી કંપનીઓ આના પર નાણાંનું રોકાણ કરશે.તેનાથી 200થી 300 મિલિયન ડોલર (લગભગ 1500 થી 2 હજાર કરોડ રૂપિયા)ની કમાણી થશે, જે બંને દેશો 50-50% રાખી શકે છે. " પાકિસ્તાનમાં 2009ના આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંધ 2009માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓની બસ પર આતંકવાદી હુમલો થયો હતો.ત્યારબાદ આતંકવાદી ડરને કારણે પાકિસ્તાનમાં ક્રિકેટ બંધ છે. ઘરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ગેરહાજરીને કારણે PCBને 11 વર્ષથી મોટું આર્થિક નુકસાન થયું છે.જોકે, 10 વર્ષ પછી 2019માં શ્રીલંકાની ટીમે પાકિસ્તાન પ્રવાસ પર 2 ટેસ્ટની શ્રેણી રમી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનના પ્રવાસ પર T-20 અને વનડે સીરિઝ રમવાની છે. આ માટે ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચશે. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/the-pcb-demanded-money-for-corona-tests-from-several-officials-including-240-players-the-board-did-not-even-have-a-lab-and-hospital-facilities-127721137.html

ઇંગ્લેન્ડે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, ત્રણ મેચની સીરિઝ 1-1ની બરાબરી પર		 ઇંગ્લેન્ડે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, ત્રણ મેચની સીરિઝ 1-1ની બરાબરી પર 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇંગ્લેન્ડે ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. મેચમાં 3 વિકેટ ઝડપનાર જોફરા આર્ચર મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા 19 રને જીત્યું હતું. હવે સીરિઝની નિર્ણાયક વનડે 16 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં જ રમાશે. 2019ના વર્લ્ડ કપ પછીથી ઓસ્ટ્રેલિયાનો વનડેમાં રેકોર્ડ સારો રહ્યો નથી. ટૂર્નામેન્ટ બાદ તે 9માંથી માત્ર 3 મેચ જીત્યું છે અને 6માં હારનો સામનો કર્યો છે. આ સમયગાળા દરમિયાન, 5 કે તેથી વધુ મેચ રમનાર ટીમોમાં તેની જીતની ટકાવારી સૌથી ખરાબ છે. England win by 24 runs! 🎉 Another amazing comeback by Eoin Morgan's side 👏 #ENGvAUS pic.twitter.com/UkQulmEmAb — ICC (@ICC) September 13, 2020 લબુશેને અને ફિંચે ઇનિંગ્સ સંભાળી, પરંતુ જીતાડી શક્યા નહિ બીજી વનડેમાં ઇંગ્લેન્ડે 232 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી.ડેવિડ વોર્નર સતત બીજી વનડે મેચમાં ફ્લોપ રહ્યો હતો. જોફરા આર્ચરની બોલિંગમાં 6 રને જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો.તે પછી માર્કસ સ્ટોઈનીસ પણ 9 રને પેવેલિયન ભેગો થયો હતો. તે પણ આર્ચરની બોલિંગમાં બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ અંતિમ 8 વિકેટ 64 રનમાં ગુમાવી કેપ્ટન આરોન ફિંચ (73) અને માર્નસ લબુશેન(48) એ ઇનિંગ્સને સંભાળી હતી.બંનેએ ત્રીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તે ટીમને જીતાડી શક્યા નહોતા.આખી ટીમ 48.4 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ હતી. એક સમયે ટીમનો સ્કોર 2 વિકેટ પર 143 હતો, પરંતુ પછીના 64 રનમાં ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી.ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર અને સેમ કરને 3-3 વિકેટ લીધી હતી. આદિલ રશીદે છેલ્લી વિકેટ લીધી હતી. પાંચ ઇંગ્લિશ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી.ટીમે 29 રનમાં 2 વિકેટ અને 117 રનમાં 5 વિકેટ ગુમાવી હતી.ઓઈન મોર્ગને 42 અને જો રૂટે 39 રન કરીને ટીમને સન્માનજનક સ્થિતિ સુધી પહોંચાડી. ટોમ કરને 37 અને આદિલ રાશિદે 35 રનનું ઉપયોગી યોગદાન આપ્યું.ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝામ્પાએ 3, મિશેલ સ્ટાર્કે 2, જ્યારે જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને મિશેલ માર્શે 1-1 વિકેટ લીધી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર અને સેમ કરને 3-3 વિકેટ લીધી. આદિલ રશીદે છેલ્લી વિકેટ ઝડપી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/england-beat-australia-by-24-runs-in-the-second-odi-drawing-the-three-match-series-1-1-127717879.html

ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિએમ પહેલીવાર US ઓપન જીત્યો, 71 વર્ષ પછી પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ કોઈ ખેલાડીએ ટાઇટલ પોતાના નામે કર્યું		 ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિએમ પહેલીવાર US ઓપન જીત્યો, 71 વર્ષ પછી પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ કોઈ ખેલાડીએ ટાઇટલ પોતાના નામે કર્યું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વર્લ્ડ નંબર -3 ડોમિનિક થિએમ US ઓપનનો નવા ચેમ્પિયન બન્યો છે. US ઓપન સિંગલ્સનો ખિતાબ જીતનાર તે ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી છે. આ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે રોમાંચક ફાઇનલમાં જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવને 2-6, 4-6, 6–4, 6–3, 7–6 (6) થી હરાવ્યો. 71 વર્ષ પછી US ઓપનની ફાઇનલમાં પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ એક ખેલાડીએ ટાઇટલ પોતાના નામે કર્યું છે. અગાઉ, પાંચો ગોંઝાલેઝે 1949માં આ સિદ્ધિ મેળવી હતી. પહેલીવાર વિજેતાનો નિર્ણય ટાઇબ્રેકર દ્વારા થયો હતો. That winning feeling 😀@ThiemDomi I #USOpen pic.twitter.com/7Gy9SFaTJY — US Open Tennis (@usopen) September 14, 2020 27 વર્ષનો થિએમ 6 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ નવો ખેલાડી છે. તે પહેલાં 2014માં મારિન સિલિચે આવું કર્યું હતું. ત્યારે તેણે ફાઇનલમાં જાપાનના કેઇ નિશીકોરીને હરાવ્યો હતો. અગાઉ, થિએમ ત્રણ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હાર્યો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચે તેને હરાવ્યો હતો. તે જ સમયે, 2018 અને 2019માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલ પણ હાર્યો હતો. History made 🇦🇹 pic.twitter.com/UTuDjW0Z0H — US Open Tennis (@usopen) September 14, 2020 થિએમે સેમિફાઇનલમાં મેદવેદવને હરાવ્યો હતો ઝ્વેરેવે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો કેરેનિયો બુસ્ટાને 3-6, 2-6, 6-3, 6-4, 6-3થી હરાવ્યો હતો.જ્યારે ઓસ્ટ્રિયાના થિએમે બીજી સેમિફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદવને 6-2, 7-6, 7-6થી હરાવ્યો હતો.થિએમ બે વર્ષ પહેલા ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં રોજર ફેડરર સામે હાર્યો હતો.જ્યારે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-1 જોકોવિચે તેને માત આપી હતી. "I wish we could have two winners today." All the feels right now 😭@ThiemDomi I #USOpen pic.twitter.com/gCAbMGwzH8 — US Open Tennis (@usopen) September 14, 2020 ઝ્વેરેવ ફાઇનલમાં સારી ફાઈટ આપી 23 વર્ષીય ઝ્વેરેવ છેલ્લા 10 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમનાર સૌથી યુવા ખેલાડી છે. જોકે, તેને હારનો સામનો કરવો પડ્યો.આ પહેલા સેમિફાઇનલમાં તેણે સ્પેનના પાબ્લો સામે 2 સેટમાં પાછળ રહ્યા બાદ ત્રણ સેટ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.તે પાબ્લો સામે 3-6, 2-6, 6-3, 6-4, 6-3થી જીત્યો હતો. તે પોતાના કરિયરમાં પહેલીવાર આ રીતે 2 સેટમાં પાછળ રહ્યા પછી મેચ જીત્યો હતો. 17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળ્યો આ વખતે US ઓપનને 17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળ્યો છે.2004 અને 2019ની વચ્ચેના 16 વર્ષોમાં, બિગ થ્રી જોકોવિચ, ફેડરર અને નડાલે 12 ખિતાબ જીત્યા.જુઆન માર્ટિન ડેલ પોટ્રો (2009), એન્ડી મરે (2012), મારિન સિલિચ (2014) અને સ્ટેન વાવરિન્કા (2016)માં ચેમ્પિયન બન્યા હતા.2004થી 2008 સુધી, ફેડરરે સતત પાંચ વર્ષ સુધી આ ટાઇટલ પોતાના નામે કર્યું.તે જ સમયે, નડાલે 2010, 2013, 2017, 2019માં 4 વખત ટૂર્નામેન્ટ જીતી હતી.જોકોવિચ 2011, 2015 અને 2018માં ચેમ્પિયન બન્યો હતો. બિગ થ્રી ક્વાર્ટર ફાઇનલમાં પણ ન પહોંચ્યા તે 16 વર્ષમાં પહેલીવાર બન્યું હતું જ્યારે ટેનિસના બિગ થ્રી નોવાક જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ કોઈ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં નથી.અગાઉ, ત્રણેય 2004 ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં નહોતા. ત્યારે ફેડરરને ત્રીજા રાઉન્ડમાં ગુસ્તાવો ક્યુર્ટને હરાવ્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિએમ 6 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ નવો ખેલાડી છે. તેની પહેલા 2014માં ક્રોએશિયાનો મારિન સિલિચ US ઓપન જીત્યો હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/austrias-dominic-thiem-wins-us-open-for-first-time-a-player-wins-title-after-losing-first-two-sets-in-71-years-127717794.html

દુબઈમાં યોગ કરીને મોટિવેટ થઈ રહ્યા છે દિલ્હીના ખેલાડી, અંગત કારણોસર ખસી ગયેલો હરભજનસિંહ હિન્દીમાં કોમેન્ટ્રી કરશે		 દુબઈમાં યોગ કરીને મોટિવેટ થઈ રહ્યા છે દિલ્હીના ખેલાડી, અંગત કારણોસર ખસી ગયેલો હરભજનસિંહ હિન્દીમાં કોમેન્ટ્રી કરશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
IPL-13 માટે તમામ ટીમો યુએઈમાં બાયો-બબલમાં છે. ટીમોએ પોતાનાં ખેલાડીઓને કંટાળાથી બચાવવા અને તેમને મોટિવેટ કરવાની વ્યવસ્થા કરી છે. મુંબઈ ટીમે પ્લેઝોન બનાવ્યું છે, જ્યાં ખેલાડી અને તેમનો પરિવાર એન્જોય કરી શકે છે. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ રવિવારે સવારે યોગ કરીને મોટિવેશન લીધું. અંગત કારણોસર ખસી ગયેલો હરભજનસિંહ હિન્દીમાં કોમેન્ટ્રી કરશે ઓફ સ્પિનર હરભજન સિંહ ભલે અંગત કારણોસર IPLમાં રમતો ન હોય, તેમ છતાં તે દેખાશે. પ્રાપ્ત માહિતી અનુસાર હરભજને સ્ટાર ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. તે લીગ દરમિયાન હિન્દીમાં કોમેન્ટ્રી કરતો દેખાશે. સ્ટાર ઈન્ડિયાએ યુએઈ ઉપરાંત મુંબઈમાં બાયો-બબલની વ્યવસ્થા કરી છે. આથી હરભજન કોમેન્ટ્રી દરમિયાન ક્યાંય આવ-જા કરી શકશે નહીં. તેના ઉપરાંત અન્ય કોમેન્ટ્રેટર મુંબઈમાં રહેશે. આ દરમિયાન, ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ કન્સલ્ટન્ટ એરિક સિમન્સે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના યુએઈ પહોંચ્યા પછી 6 દિવસ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. IPL ભારત-ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે ટેસ્ટ સીરીઝની તૈયારીની તક ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે, કોરોનાના સમયમાં ક્રિકેટ રમવું અગાઉના અનુભવોથી અલગ છે. તેમના અનુસાર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વર્ષના અંતમાં શરૂ થનારી સીરીઝથી પહેલા આઈપીએલ ખેલાડીઓ માટે પ્રક્ટિસની તક હશે. 3 ડિસેમ્બરથી બંને દેશો વચ્ચે 4 ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે. આઈપીએલ સમાપ્ત થયા પછી ભારતીય ટીમ સીધી ઓસ્ટ્રેલિયા રવાના થશે. તેમણે કહ્યું કે, ‘એક વાત નિશ્ચિત છે કે, જ્યાં ઈચ્છા હોય ત્યાં માર્ગ છે અને શ્રેષ્ઠ ખેલાડીઓ સમાધાન શોધવા સમર્પિત રહે છે.’ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ રવિવારે સવારે યોગ કરીને મોટિવેશન લીધું. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/delhi-players-motivated-by-yoga-in-dubai-harbhajan-singh-who-has-moved-for-personal-reasons-will-comment-in-hindi-127716845.html

ફાસ્ટ બોલર શ્રીસંત પર લાગેલો 7 વર્ષનો પ્રતિબંધ આજે સમાપ્ત, કહ્યું- હું બધા આરોપોથી મુક્ત, રમવાની તક મળે તો દરેક બોલ પર શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ		 ફાસ્ટ બોલર શ્રીસંત પર લાગેલો 7 વર્ષનો પ્રતિબંધ આજે સમાપ્ત, કહ્યું- હું બધા આરોપોથી મુક્ત, રમવાની તક મળે તો દરેક બોલ પર શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં ફાસ્ટ બોલર એસ. શ્રીસંત પર લાગેલો 7 વર્ષનો પ્રતિબંધ આજે સમાપ્ત થયો છે. તે સોમવારથી ક્રિકેટ રમવા માટે આઝાદ છે. તેણે કહ્યું કે, હવે હું તમામ પ્રકારના આરોપોથી મુક્ત છું અને ફરીથી રમી શકું છું. હવે જ્યારે પણ મને મેદાન પર તક મળશે, પછી ભલેને ખાલી પ્રેક્ટિસ સેશન હોય, તો પણ દરેક બોલ પર શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ. 37 વર્ષીય બોલરે કહ્યું કે, મારી પાસે ક્રિકેટ રમવા માટે 5થી 7 વર્ષનો સમય બાકી છે. હું જે પણ ટીમ માટે રમીશ, 100% આપવાનો પ્રયાસ કરતો રહીશ. જો શ્રીસંત તેની ફિટનેસ સાબિત કરે છે, તો આગામી ડોમેસ્ટિક સીઝનમાં કેરળ માટે રમતો જોવા મળી શકે છે. ઘરેલૂ સીઝન સ્થગિત થતા વાપસીમાં વિલંબ થઈ શકે છે તેને કેરળ ક્રિકેટ એસોસિએશન દ્વારા તક મળવાની ખાતરી પણ આપવામાં આવી છે. જો કે, કોરોનાને કારણે, આ વર્ષે ઘરેલૂ ક્રિકેટ સીઝન મોકૂફ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં તેની વાપસીમાં વિલંબ થઈ શકે છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ તમામ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને એક પત્ર લખીને કહ્યું છે કે ઘરેલૂ ક્રિકેટ ત્યારે જ શરૂ થશે જ્યારે સ્થિતિ બરાબર હશે. 2015માં સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો 7 વર્ષ પહેલા દિલ્હી પોલીસે મેચ ફિક્સિંગ માટે શ્રીસંત અને બે સાથી રાજસ્થાન રોયલ્સ ખેલાડીઓ અજિત ચંડિલા અને અંકિત ચવ્હાણની ધરપકડ કરી હતી. આ પછી, બોર્ડ દ્વારા ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, શ્રીસંતે આનો વિરોધ કર્યો હતો અને એક વિશેષ અદાલતે 2015માં તેને આરોપોમાંથી મુક્ત કર્યો હતો. 2 વર્ષ પહેલાં હાઇકોર્ટે આજીવન પ્રતિબંધ હટાવ્યો હતો આ પછી 2018માં કેરળ હાઇકોર્ટે તેના પરનો આજીવન પ્રતિબંધ હટાવ્યો હતો. પરંતુ 2019માં સુપ્રીમ કોર્ટે તેનો ગુનો માન્ય રાખ્યો હતો. પરંતુ બોર્ડને શ્રીસંતની સજા ઓછી કરવા જણાવ્યું હતું. બાદમાં બોર્ડે તેમના પર લાદવામાં આવેલ આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો, જે રવિવારે સમાપ્ત થયો. શ્રીસંતે 27 ટેસ્ટમાં 87 વિકેટ લીધી હતી પ્રતિબંધ પહેલા શ્રીસંતે 27 ટેસ્ટમાં 87 અને વનડેમાં 75 વિકેટ લીધી હતી. 2007માં તે T-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીતનાર ઇન્ડિયન ટીમનો સભ્ય હતો. પ્રતિબંધ દરમિયાન તેણે અભિનય અને રાજકારણ બંનેમાં પ્રયાસ કર્યો. ગત વિધાનસભાની ચૂંટણીમાં તે તિરુવનંતપુરમથી ભાજપના ઉમેદવાર હતો અને કોંગ્રેસના ઉમેદવાર વી.એસ.શિવકુમારે તેને હરાવ્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રતિબંધ પહેલા શ્રીસંતે 27 ટેસ્ટમાં 87 અને વનડેમાં 75 વિકેટ લીધી હતી. 2007માં તે T-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીતનાર ઇન્ડિયન ટીમનો સભ્ય હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/fast-bowler-sreesanths-7-year-ban-expires-today-127714940.html

જાપાનની ઓસાકાએ અઝારેન્કાને હરાવી ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, પહેલો સેટ હાર્યા પછી 26 વર્ષમાં ફાઇનલ જીતનાર પ્રથમ ખેલાડી બની		 જાપાનની ઓસાકાએ અઝારેન્કાને હરાવી ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, પહેલો સેટ હાર્યા પછી 26 વર્ષમાં ફાઇનલ જીતનાર પ્રથમ ખેલાડી બની 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
જાપાનની વર્લ્ડ નંબર 9 નાઓમી ઓસાકાએ US ઓપનનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવી. ઓસાકા ત્રણ વર્ષમાં બીજી વખત US ઓપન જીતી છે. તે 26 વર્ષમાં પહેલો સેટ ગુમાવ્યા બાદ ફાઇનલ જીતનાર પ્રથમ ખેલાડી છે. આ પહેલા 1994માં સ્પેનના અરાંતજા સંચેઝ વિકારિઓએ સ્ટેફિ ગ્રાફ સામે પહેલો સેટ ગુમાવ્યા બાદ ફાઇનલમાં જીત મેળવી હતી. ઓસાકાને પ્રાઇઝ મની રૂપે 3 મિલિયન ડોલર (આશરે 22 કરોડ 54 લાખ રૂપિયા) મળ્યા. જો કે, પાછલા વર્ષ કરતા તેમાં 8.50 લાખ ડોલર (લગભગ 6 કરોડ 36 લાખ) નો ઘટાડો થયો છે 😚🏆 @naomiosaka pic.twitter.com/hrB8rKnvF0 — US Open Tennis (@usopen) September 12, 2020 ઓસાકા પહેલો સેટ 1-6થી હારી ગઈ હતી. પરંતુ પછી શાનદાર વાપસી કરતા બીજા બે સેટ જીતીને મેચ પોતાના નામે કરી હતી. 22 વર્ષીય ઓસાકાનો આ ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. Naomi and an old friend 🏆🥰@naomiosaka | #USOpen pic.twitter.com/tpUwSW8v7b — US Open Tennis (@usopen) September 12, 2020 ઓસાકા 2018માં પ્રથમ વખત US ઓપન જીતી હતી આ પહેલા ઓસાકાએ 2018માં US ઓપનમાં જીત મેળવી હતી. ત્યારે તેણે 6 વખતની વિજેતા સેરેના વિલિયમ્સને હરાવી હતી.એક વર્ષ પછી તેણે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો. ઓસાકાએ સેમિફાઇનલમાં જેનિફર બ્રાડીને 7-6 (1), 3-6, 6-3થી હરાવી.અઝારેન્કા 7 વર્ષ પછી ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. તેની પાસે ત્રીજો ખિતાબ જીતવાની તક હતી.તે 2012 અને 2013માં સતત બે વર્ષ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન રહી ચૂકી છે.બેલારુસની ખેલાડીએ ગયા મહિને જ વેસ્ટર્ન અને સધર્ન ઓપન (સિનસિનાટી માસ્ટર્સ) ટાઇટલ જીત્યું હતું.તેની ફાઇનલ ઓસાકા સામે થવાની હતી, પરંતુ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે જાપાની સ્ટાર ફાઇનલથી ખસી ગઈ અને અઝારેન્કાને ચેમ્પિયન જાહેર કરાઈ હતી. વિવાદ વિના મેચ સમાપ્ત કરવા માગતી હતી ઓસાકાએ કહ્યું કે મે હંમેશાં દરેકને મેચ પોઇન્ટ પછી અધિકારીઓ સાથે ઝઘડતા જોયા છે.આવી સ્થિતિમાં, મને લાગે છે કે તમે આમાં પોતાને નુકસાન કરી શકો છો. તેથી હું ઇચ્છતી હતી કે હું મેચ સુરક્ષિત રીતે સમાપ્ત કરી શકું. નિરાશ નહીં પણ હારવાનું દુઃખ છે અઝારેન્કાએ કહ્યું કે હું નિરાશ નથી. જો કે, હારવાનું દુઃખ છે. હું નજીક હોવા છતાં જીતી શકી નહીં. હું તેના વિશે વધુ વિચારતી તો નથી?હું પરિણામના લીધે પોતાને બદલીશ નહિ. આ માત્ર એક અનુભવ હતો. મેં આ બે અઠવાડિયા દરમિયાન ખૂબ આનંદ માણ્યો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today US ઓપનની ટ્રોફી સાથે જાપાનની નાઓમી ઓસાકા (જમણે) અને વિક્ટોરિયા અઝારેન્કા. ઓસાકા 2018માં પહેલીવાર US ઓપન જીતી હતી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/japans-osaka-beats-azarenka-to-win-third-grand-slam-title-becoming-first-player-to-reach-final-in-26-years-after-losing-first-set-127714897.html

વર્લ્ડ નંબર-7 જર્મનીનો ઝ્વેરેવ પહેલીવાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો; થિએમ ફાઇનલ રમનાર ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી		 વર્લ્ડ નંબર-7 જર્મનીનો ઝ્વેરેવ પહેલીવાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો; થિએમ ફાઇનલ રમનાર ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વર્લ્ડ નંબર-7 જર્મનીનો એલેક્ઝેન્ડર ઝ્વેરેવ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. આ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હશે. તેણે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો કેરેનિયો બુસ્ટાને 3-6, 2-6, 6-3, 6-4, 6-3થી હરાવ્યો. 2017માં તેણે પોતાના કરિયરનો શ્રેષ્ઠ ત્રીજો રેન્ક મેળવ્યો હતો. ટાઇટલ મેચમાં ઝ્વેરેવનો સામનો ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ સામે થશે. થિએમે સેમિફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદવને 6-2, 7-6,7-6થી હરાવ્યો હતો. થિએમ US ઓપનની ફાઇનલમાં પહોંચનાર ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી છે. થિએમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને 6-1, 6-2, 6-4થી માત આપી હતી. 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 Dominic Thiem making history for Austrian tennis. #USOpen pic.twitter.com/XaMILXTsfH — US Open Tennis (@usopen) September 12, 2020 પહેલી સેમિફાઇનલમાં ઝ્વેરેવની શરૂઆત સારી નહોતી. તે બુસ્ટા સામેના પહેલા 2 સેટ હારી ગયો હતો. જોકે, તેણે ત્રીજો સેટ 6-3થી જીતીને મેચ જીવંત રાખી હતી. તે પછી તેણે સ્પેનિશ ખેલાડી પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું અને અંતિમ બંને સેટ પણ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ઝ્વેરેવના કરિયરમાં પહેલીવાર એવું થયું કે તેણે પ્રથમ બે સેટ ગુમાવ્યા પછી મેચ જીતી. Alexander Zverev. Dominic Thiem. 2020 #USOpen final. Get excited. pic.twitter.com/eGYShF17Xj — US Open Tennis (@usopen) September 12, 2020 પ્રથમ બે સેટમાં બહુ ખરાબ રમ્યો હતો મેચ જીત્યા પછી ઝ્વેરેવે કહ્યું કે, બે સેટ હાર્યા પછી મેં સ્કોરબોર્ડ સામે જોયું. મને વિશ્વાસ નહોતો થતો કે હું સેમિફાઇનલમાં રમી રહ્યો છું. મને પણ ચેમ્પિયન બનવા માટે દાવેદાર માનવામાં આવતો હતો અને હું આટલું નબળું પ્રદર્શન કરી રહ્યો છું. મને ખબર હતી કે કમબેક કરવા માટે સ્થિર રહીને સારી રમત રમવી પડશે. 17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળશે આ વખતે US ઓપનને 17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળશે 2004 અને 2019ની વચ્ચેના 16 વર્ષોમાં, બિગ થ્રી જોકોવિચ, ફેડરર અને નડાલે 12 ખિતાબ જીત્યા.જુઆન માર્ટિન ડેલ પોટ્રો (2009), એન્ડી મરે (2012), મારિન સિલિચ (2014) અને સ્ટેન વાવરિન્કા (2016)માં ચેમ્પિયન બન્યા હતા.2004થી 2008 સુધી, ફેડરરે સતત પાંચ વર્ષ સુધી આ ટાઇટલ પોતાના નામે કર્યું.તે જ સમયે, નડાલે 2010, 2013, 2017, 2019માં 4 વખત ટૂર્નામેન્ટ જીતી હતી.જોકોવિચે 2011, 2015 અને 2018માં ચેમ્પિયન બન્યો હતો. બિગ થ્રી ક્વાર્ટર ફાઇનલમાં પણ ન પહોંચ્યા તે 16 વર્ષમાં પહેલીવાર બન્યું હતું જ્યારે ટેનિસના બિગ થ્રી નોવાક જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ કોઈ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં નથી.અગાઉ, ત્રણેય 2004 ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં નહોતા. ત્યારે ફેડરરને ત્રીજા રાઉન્ડમાં ગુસ્તાવો ક્યુર્ટને હરાવ્યો હતો. બિગ થ્રીએ કુલ 56 ગ્રાન્ડ સ્લેમ જીતી છે બિગ થ્રી છેલ્લા 17 વર્ષમાં કુલ 56 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.આ છેલ્લી વખત 2016માં થયું હતું, જ્યારે આ ત્રણ મોટા ખેલાડીઓ સિવાય બીજા કોઈ ખેલાડીએ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.ત્યારે સ્ટેન વાવરિન્કા US ઓપન ચેમ્પિયન બન્યો. છેલ્લા 13 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ આ ત્રણ ખેલાડીઓના નામે રહ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો બુસ્ટા સામે બે સેટ હાર્યા પછી સતત ત્રણ સેટ જીતીને મેચ પોતાના નામે કરી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/world-no-7-zverev-of-germany-reached-the-grand-slam-final-for-the-first-time-the-first-austrian-player-to-play-in-the-thiam-final-127711450.html

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અખ્તરે કહ્યું- કોહલી 10 વર્ષ પહેલા મારા જેટલો મસ્તીખોર હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટના સપોર્ટથી મોટો ખેલાડી બન્યો		 પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અખ્તરે કહ્યું- કોહલી 10 વર્ષ પહેલા મારા જેટલો મસ્તીખોર હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટના સપોર્ટથી મોટો ખેલાડી બન્યો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે 10 વર્ષ પહેલાં વિરાટ મારા જેટલો જ મસ્તીખોર હતો. પરંતુ ટીમ મેનેજમેન્ટના સમર્થનને કારણે તે મોટો ખેલાડી બન્યો. અખ્તરે યૂટ્યૂબ શો ક્રિકેટબાઝ પર આ વાત કરી હતી. અખ્તરે કહ્યું કે આજે વિરાટ સંપૂર્ણ રીતે અલગ સ્તરે પહોંચી ગયો છે. પરંતુ વિરાટ બ્રાન્ડની પાછળ કોણ છે ? તે 2010માં ક્યાંય ન હતો. પરંતુ ટીમ મેનેજમેન્ટે તેની પ્રતિભાને માન્યતા આપી અને સપોર્ટ કર્યો. ખુદ કોહલીને ખાતરી હતી કે તેમનું સન્માન દાવ પર છે. આવી સ્થિતિમાં, તેણે તેનું ધ્યાન રમત પર કેન્દ્રિત કર્યું. અખ્તરે સચિન તેંડુલકર સાથેની સરખામણી અંગે કહ્યું કે, વર્તમાન ભારતીય કેપ્ટન પોતાનું ક્રિકેટ એવા સમયમાં રમ્યો છે, જેમાં બેટ્સમેનને પડકાર મળતો નથી. પરંતુ તેમ છતાં, કોહલીએ જે પ્રાપ્ત કર્યું છે, તેને ઓછું આંકી શકાય તેમ નથી. તે તેંડુલકર (18426) પછી વનડેમાં સૌથી વધુ 11867 રન કરનાર બેટ્સમેન છે. તેમજ T-20માં સૌથી વધુ 2794 રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટે 334 મેચમાં 70 સદી મારી તેંડુલકરે 100 ઇન્ટરનેશનલ સદી માટે 663 મેચ (463 વનડે અને 200 ટેસ્ટ) રમ્યો છે, જ્યારે વિરાટે 334 મેચ (248 વનડે, 86 ટેસ્ટ)માં 70 સદી મારી છે.કોહલીએ વનડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદી મારી છે. જ્યારે સચિનની ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી છે.રનની વાત કરીએ તો સચિને ટેસ્ટમાં 15921 અને વનડેમાં 18426 રન કર્યા છે. જ્યારે કોહલીએ ટેસ્ટમાં 7240 અને વનડેમાં 11867 રન બનાવ્યા છે.અખ્તર તાજેતરમાં પોતાના દેશના લોકો પર જ ગુસ્સે થયો હતો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે કેમ ટીમ ઈન્ડિયા અથવા વિરાટ કોહલીની પ્રશંસા કરી શકતો નથી.પાકિસ્તાન કે વિશ્વનો કોઈપણ ખેલાડી કોહલીની નજીક પણ નથી. કોહલી ભારતીય છે, શું એટલે હું વખાણ ન કરી શકું? શોએબે કહ્યું, "મને ખબર નથી કે લોકો શા માટે નારાજ છે, તેઓએ મારી ટીકા કરતા પહેલા આંકડા તરફ જોવું જોઈએ."શું તેઓ નફરતને ધ્યાનમાં રાખે છે અથવા ફક્ત એટલા માટે કે તેઓ (કોહલી) ભારતીય છે. તે ભારતીય હોવાથી હું તેમના વખાણ ન કરી શકું?જો કોઈને કોહલીની ક્ષમતાઓ વિશે કોઈ શંકા હોય તો તેણે ડેટા ચેક કરવો જોઈએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વિરાટે 334 મેચ (248 વનડે, 86 ટેસ્ટ)માં 70 સદી મારી છે. તેના નામે વનડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદી છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/former-pakistan-fast-bowler-akhtar-says-kohli-was-as-mischeavous-as-i-was-10-years-ago-but-with-the-support-of-team-management-he-became-a-big-player-127711694.html

ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 19 રને હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ; બીલિંગ્સે કરિયરની પહેલી સદી મારી		 ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 19 રને હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ; બીલિંગ્સે કરિયરની પહેલી સદી મારી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડને ત્રણ વનડે સીરિઝની પહેલી મેચમાં 19 રને હરાવ્યું. ઓઈન મોર્ગને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 294 રન બનાવ્યા, જવાબમાં ઇંગ્લિશ ટીમ 275 રન જ કરી શકી હતી. રનચેઝમાં ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 57 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોની બેરસ્ટો (84) અને સેમ બીલિંગ્સ (118*)એ પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. જોકે જોનીની ફિફટી અને સેમની મેડન સદી ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવવા પૂરતી નહોતી. બીલિંગ્સે 110 બોલની ઇનિંગ્સ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ મારી હતી. ઓસ્ટ્રેલિયા માટે 10 ઓવરમાં 26 રન આપીને જેસન રોય, જો રૂટ અને મોઇન અલીની વિકેટ ઝડપનાર જોશ હેઝલવુડ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે એડમ ઝામ્પાએ પણ 55 રન આપીને 4 શિકાર કર્યા હતા. ઇંગ્લેન્ડના 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. Australia go 1-0 up in the 3-match series with a 19-run victory at Old Trafford. #ENGvAUS 👉 https://t.co/Vv2oT6fKV6 pic.twitter.com/5lb8Bn4NCA — Cricbuzz (@cricbuzz) September 11, 2020 અગાઉ મહેમાન ટીમની પણ શરૂઆત ખરાબ રહી હતી અને 43 રનમાં બંને ઓપનર્સ ગુમાવી દીધા હતા. તેમણે ગ્લેન મેક્સવેલ (77), મિચેલ માર્શ (73) અને માર્કસ સ્ટોઈનીસ (43)ના યોગદાન થકી ફર્સ્ટ ઇનિંગ્સમાં સારો સ્કોર કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે માર્ક વુડ અને જોફરા આર્ચરે 3-3, જ્યારે આદિલ રાશિદે 2 વિકેટ ઝડપી હતી. આરોન ફિન્ચની ટીમ 3 વનડેની સીરિઝમાં 1-0થી આગળ છે. બીજી વનડે 13 સપ્ટેમ્બરે માન્ચેસ્ટર ખાતે જ રમાશે. Australia finish with 294/9 thanks to fifties from Maxwell and Marsh 🇦🇺 3️⃣ wickets apiece for Wood and Archer 👏 #ENGvAUS SCORECARD ▶️ https://t.co/LJBX9MJES3 pic.twitter.com/qtlqlW3swa — ICC (@ICC) September 11, 2020 સ્મિથ ઇજાના કારણે પહેલી મેચમાં ન રમ્યો ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં સ્ટીવ સ્મિથ વિના ઉતરી હતી. સ્મિથને પ્રેક્ટિસ દરમિયાન બોલ માથામાં વાગ્યો હતો.આ કારણે ઓસ્ટ્રેલિયાએ સાવચેતી દાખવતા તેને રમાડયો નહોતો.હજી નક્કી કરવામાં આવ્યું નથી કે તે આગામી બંને મેચોમાં રમશે કે નહિ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today લેગ સ્પિનર એડમ ઝામ્પા (ડાબેથી પાંચમો)એ 4 વિકેટ લીધી. તેણે જોની બેરસ્ટો, ઓઈન મોર્ગન, જોસ બટલર અને ક્રિસ વોક્સને પેવેલિયન ભેગા કર્યા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/australia-beat-england-by-19-runs-1-0-in-the-series-billings-hit-the-first-century-of-his-career-127711467.html

સેરેના સતત 11મી વાર US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી; 2019ના રનરઅપ મેદવેદવે એકપણ સેટ ગુમાવ્યા વિના અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું		 સેરેના સતત 11મી વાર US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી; 2019ના રનરઅપ મેદવેદવે એકપણ સેટ ગુમાવ્યા વિના અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વર્લ્ડ નંબર-8 અમેરિકાની સેરેના વિલિયમ્સ સતત 11મી વાર US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે બલ્ગેરિયાની સ્વેતલાના પિરોનકોવાને ક્વાર્ટર ફાઇનલમાં 4-6, 6-3, 6-2થી હરાવી. પિરોનકોવાની ત્રણ વર્ષમાં આ પહેલી ટૂર્નામેન્ટ હતી. બીજી તરફ, રશિયાનો ડેનિલ મેદવેદેવ પણ અંતિમ ચારમાં પહોંચી ગયો છે. તેણે રશિયાના જ આન્દ્રે રુબલેવને ક્વાર્ટર ફાઇનલમાં 7-6 (6), 6-3, 7-6(5) થી હરાવ્યો. મેદવેદવ એકપણ સેટ ગુમાવ્યા વિના સેમિફાઇનલમાં પહોંચ્યો છે. નીલ ફ્રેઝરે 1960માં US ઓપન જીત્યા, ત્યારે તેમણે પણ એકેય સેટ હાર્યો નહોતો. સેરેના સેમિફાઇનલમાં અઝારેન્કા સામે ટકરાશે સેરેનાનો મુકાબલો સેમિફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 વિક્ટોરિયા અઝારેન્કા સામે થશે.અઝારેન્કા 7 વર્ષ પછી US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી છે.તેણે ક્વાર્ટર ફાઇનલમાં એલિસ મેર્ટન્સને 6-1, 6-0થી હરાવી હતી.સેરેના અને અઝારેન્કા વચ્ચે અત્યાર સુધીમાં 22 મુકાબલા થયા છે.સેરેનાએ 18 મેચ અને અઝારેન્કા 4 મેચ જીતી છે.સેરેનાએ અગાઉ 2012 અને 2013 US ઓપનની ફાઇનલમાં અઝારેન્કાને પરાજિત કરી હતી. પિરોનકોવાની વાપસી કહે છે કે મોમ્સ મજબૂત હોય છે પિરોનકોવા સામે જીત મેળવ્યા બાદ સેરેનાએ કહ્યું હતું કે, "શરૂઆતમાં હું થોડો ખેંચાણ અનુભવી રહી હતી. પરંતુ ધીરે ધીરે લય પ્રાપ્ત થઈ અને પછી મેચ પોતાના નામે કરી.તેણે પિરોનકોવાની પ્રશંસા કરી, જે માતા બન્યાના ત્રણ વર્ષ પછી કોર્ટમાં પાછી ફરી.સેરેનાએ કહ્યું કે પિરોનકોવા ડબ્લ્યુટીએ રેન્કિંગમાં પણ નહોતી.પરંતુ જે રીતે તેણે કોર્ટમાં વાપસી કરી તે ખરેખર આશ્ચર્યજનક છે. આ બતાવે છે કે મોમ્સ કેટલી મજબૂત છે.તેણે પોતાની સેમિફાઇનલ મેચ વિશે કહ્યું કે, મને બેક ટુ બેક મેચ રમવાની આદત છે.આ પહેલા પણ ઘણી ટૂર્નામેન્ટોમાં આ બન્યું છે. પરંતુ મારે આગળની મેચમાં ઝડપી શરૂઆત કરવી પડશે.હું લડતી રહીશ અને ક્યારેય હાર નહિ માનું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સેરેનાએ પિરોનકોવાને ક્વાર્ટર ફાઇનલમાં 4-6, 6-3, 6-2થી હરાવી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/serena-reached-the-semifinals-of-the-us-open-for-the-11th-time-in-a-row-2019-runner-up-medvedev-finished-in-the-final-four-without-losing-a-single-set-127704698.html

એન્ટિ કરપ્શન યુનિટ દુબઈ પહોંચ્યું, ખેલાડીઓનું કાન્સેલિંગ ફિઝિકલ નહીં વીડિયો માધ્યમથી કરાશે		 એન્ટિ કરપ્શન યુનિટ દુબઈ પહોંચ્યું, ખેલાડીઓનું કાન્સેલિંગ ફિઝિકલ નહીં વીડિયો માધ્યમથી કરાશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
આઈપીએલની 13મી સિઝનની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટૂર્નામેન્ટમાં કોઈ ગરબડ ન થાય, ખેલાડીઓની મદદ માટે બીસીસીઆઈની 8 સભ્યોની એન્ટિ કરપ્શન યુનિટ (એસીયુ) મંગળવારે દુબઈ પહોંચ્યું હતું. અજીત સિંહની આગેવાનીવાળી ટીમ 6 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેશે. ત્યાર પછી કામ શરૂ થશે. આ વખતે ફિઝિકલના સ્થાને વીડિયોના માધ્યમથી ખેલાડીઓનું કાઉન્સેલિંગ કરાશે. અજીત સિંહે કહ્યું કે, ‘આ વખતે વીડિયો માધ્યમથી કાઉન્સેલિંગ કરાશે. વન-ટૂ-વન નહીં. ગ્રૂપમાં કે ઈન્ડિવિજ્યુઅલ બેઝીસ પર કાઉન્સેલિંગ કરાશે. વારાફરતી ટીમોને બોલાવાશે.’ તેમણે કહ્યું કે, ‘અમે સ્પોર્ટ્સ ઈન્ટિગ્રિટી યુનિટ પણ હાયર કર્યું છે. સટ્ટેબાજી પર નજર રાખવા અને શંકાસ્પદ બાબતોમાં તેની મદદ લઈશું. ખેલાડીઓને સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર સટ્ટાખોરોથી કેવી રીતે બચવાનું છે, તે શીખવાડાશે’. રાજસ્થાન પોલીસના પૂર્વ ડીજીપી અજીત સિંહે કહ્યું કે, અત્યાર સુધી અમને કોઈ પણ શંકાસ્પદ માહિતી મળી નથી. જો કંઈ મળે છે તો તેના સંબંધમાં આઈસીસીને પણ જાણ કરાશે. દરેક ટીમ સાથે બે સિક્યોરિટી લાઈઝનિંગ અધિકારી મુકવામાં આવશે. અનેક ફ્રેન્ચાઈઝી ગવર્નિંગ કાઉન્સિલથી નારાજ, ગાંગુલીને મળવા માગે છે લીગની ફ્રેન્ચાઈઝી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલથી નારાજ છે. સાત ટીમે મળીને ખેલાડીઓને લાવવા માટે ઈંગ્લેન્ડથી ચાર્ટર્ડ ફ્લાઈટ કરી છે. જોકે, તેમને અત્યાર સુધી આ અંગે માહિતી અપાઈ નથી કે, ખેલાડીઓએ ક્વોરેન્ટાઈનમાં રહેવાનું છે કે નહીં. અમારી પાસે અનુભવી અને ક્વોલિટી ખેલાડી, ટાઈટલ જીતી શકે છે : વોટ્સન ગયા વર્ષની રનરઅપ ચેન્નઈ સુપરકિંગ્સના બેટ્સમેન શેન વોટ્સને દાવો કર્યો કે, ટીમ આ વખતે ચેમ્પિયન બની શકે છે. ટીમ પાસે અનુભવ અને ક્વોલિટી બંને છે. ગયા વર્ષે સૌથી વયોવૃદ્ધ ટીમ હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ ફાઈનલ સુધી પહોંચી હતી. વોટ્સને કહ્યું કે, ‘એક અનુભવી ટીમ હોવાનો અર્થ છે કે, તમારા ખેલાડી દબાણમાં પણ પોતાની કુશળતાનો ઉપયોગ કરશે. આ જ કારણે અમારું માનવું છે કે, ખેલાડીઓની ક્વોલિટી અને અમારા અનુભવને લીધે અમારી પાસે શાનદાર તક છે.’ તેણે કહ્યું કે, 2018ની સિઝન મારી શ્રેષ્ઠ સિઝનમાંની એક હતી. ફાઈનલ મેચમાં મેં સદી ફટકારી હતી. જોકે, ગયા વર્ષે ચેન્નઈ દરેક રીતે મારી સાથે રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રન બનાવતા પહેલા હું જે કોઈ ટીમમાં રહ્યો છું, ત્યાં મને એક-બે ગેમમાં ડ્રોપ કરી દેવાયો છે. જોકે, ચેન્નઈએ મારા પર ભરોસો મુક્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ફાઇલ તસવીર. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/ipl-2020-anti-corruption-unit-arrives-in-dubai-counseling-of-players-will-be-done-through-video-not-physical-127707978.html

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્મિથે કહ્યું, વિરાટ અત્યારે વનડેનો શ્રેષ્ઠ બેટ્સમેન, રાહુલ ભવિષ્યમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે		 ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્મિથે કહ્યું, વિરાટ અત્યારે વનડેનો શ્રેષ્ઠ બેટ્સમેન, રાહુલ ભવિષ્યમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ મેદાન પર હરીફ છે. તેમ છતાં, તે બંને એકબીજાને ખૂબ મહત્વ આપે છે અને ઓફ ધ ફિલ્ડ અવારનવાર એકબીજાના વખાણ કરતા જોવા મળે છે. સ્મિથના મતે કોહલી હાલમાં વિશ્વનો શ્રેષ્ઠ વનડે બેટ્સમેન છે. તેણે કે.એલ. રાહુલને પ્રતિભાશાળી ખેલાડી ગણાવ્યો અને કહ્યું કે ભવિષ્યમાં તે ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે. સ્મિથે આ વાત ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે સવાલ-જવાબ સત્રમાં કહી હતી. એક પ્રશંસકે આ 31 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને પૂછ્યું કે આ સમયે વિશ્વનો શ્રેષ્ઠ વનડે બેટ્સમેન કોણ છે? આના જવાબમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીને વર્તમાન સમયમાં શ્રેષ્ઠ વનડે બેટ્સમેન ગણાવ્યો હતો. વિરાટના આંકડા પણ આ જ તરફ ધ્યાન દોરે છે. વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ -10 બેટ્સમેનોની યાદીમાં વિરાટ છઠ્ઠા સ્થાને છે. તેણે 248 મેચમાં 11867 રન બનાવ્યા છે. આ મામલે સચિન તેંડુલકર મોખરે છે. તેણે 463 મેચમાં 18426 રન બનાવ્યા છે. વિરાટની વનડેમાં 43 સદી આ સૂચિમાં કુમાર સંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704), સનથ જયસૂર્યા (13430) બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે.જોકે, સક્રિય ક્રિકેટરોમાં કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.કોહલીએ અત્યાર સુધી વનડેમાં 43 સદી ફટકારી છે અને તે સચિનની સૌથી વધુ 50 સદીથી માત્ર 7 સદી પાછળ છે. વિરાટની 43 સદી સામે સ્મિથની 9 સદી સ્ટીવ સ્મિથ વનડેમાં કોહલીથી ઘણો પાછળ છે. સ્મિથે 125 મેચમાં 42.46ની સરેરાશથી 4162 રન બનાવ્યા છે.તે સદી ફટકારવાના મામલે વિરાટની આસપાસ પણ નથી. વિરાટની 43 સદી સામે સ્મિથે આ ફોર્મેટમાં 9 સદી ફટકારી છે. વિરાટે એક વર્ષમાં સ્મિથ કરતા વધુ એવરેજથી રન બનાવ્યા વિરાટે છેલ્લા એક વર્ષમાં ટેસ્ટ, વનડે અને T-20 સહિત કુલ 28 મેચ રમી છે.આમાં તેણે 52.62ની સરેરાશથી 1263 રન બનાવ્યા. આ સમય દરમિયાન વિરાટે 2 સદી ફટકારી છે.તે જ સમયે, સ્મિથે ત્રણેય ફોર્મેટમાં 25 મેચમાં 47.14 ની સરેરાશથી 990 રન બનાવ્યા. આ દરમિયાન તેણે માત્ર એક સદી ફટકારી હતી. રાહુલ ભવિષ્યમાં ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે ચાહકોના સવાલ-જવાબના આ સત્ર દરમિયાન સ્મિથે વધુ બે ભારતીય બેટ્સમેનની પ્રશંસા કરી હતી.તેણે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રાહુલ અને સંજુ સેમસનને પ્રતિભાશાળી ખેલાડી ગણાવ્યા હતા.સ્મિથે કહ્યું કે રાહુલની રમવાની શૈલી ખૂબ જ ખાસ છે. તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે.રાહુલે અત્યાર સુધીમાં 32 વનડે અને 36 ટેસ્ટ રમી છે. આમાં તેણે 1239 અને 2006 રન બનાવ્યા છે. તેણે બંને ફોર્મેટમાં કુલ 9 સદી ફટકારી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વિરાટ કોહલીએ વનડેમાં 43, જ્યારે સ્ટીવ સ્મિથે 9 સદી ફટકારી છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/former-australia-captain-smith-says-virat-is-be-the-best-odi-batsman-right-now-rahul-will-be-a-key-player-for-india-in-the-future-127704746.html

પૂર્વ ચીફ સિલેક્ટર પ્રસાદે કહ્યું- પંત પોતાની સરખામણી ધોની સાથે કરવા લાગ્યો હતો, તેથી તેની રમતનો ગ્રાફ નીચે આવ્યો		 પૂર્વ ચીફ સિલેક્ટર પ્રસાદે કહ્યું- પંત પોતાની સરખામણી ધોની સાથે કરવા લાગ્યો હતો, તેથી તેની રમતનો ગ્રાફ નીચે આવ્યો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદનું માનવું છે કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પોતાની સરખામણી મહેન્દ્રસિંહ ધોની સાથે શરૂ કરી હતી. આ કારણોસર, એક શાનદાર શરૂઆત છતાં, તેની રમતનો ગ્રાફ નીચે આવવા લાગ્યો છે. પ્રસાદે આ વાત સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી હતી. તેમણે કહ્યું કે, જ્યારે પણ પંત મેદાન પર ઉતરે છે ત્યારે તેની તુલના ધોની સાથે કરવામાં આવે છે અને કદાચ તે પણ તે ઉત્સાહમાં ફસાઈ રહ્યો છે. ઘણી વખત, અમે તેની સાથે વાત કરી કે તેણે આ વસ્તુ પર કંટ્રોલ કરવો પડશે. મારા કાર્યકાળ દરમિયાન, મેં તેને કહ્યું હતું કે તેણે પોતાની સરખામણી ધોની સાથે ન કરવી જોઈએ. ધોનીની નિવૃત્તિ પછી પંતને રમત સુધારવાની તક મળશે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. છેલ્લા કેટલાક વર્ષોથી પંતને તેના પછીના વિકેટકીપર તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, સતત સારું ન રમી શકવાનાને કારણે તેણે ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યું છે. T-20માં રાહુલે વિકેટ પાછળ પણ સારું પ્રદર્શન કર્યું છે. પ્રસાદનું માનવું છે કે, ધોનીની નિવૃત્તિ પછી પંતને રમત સુધારવાની તક મળશે. પંતે 13 ટેસ્ટમાં 38.76ની સરેરાશથી 814 રન બનાવ્યા પંતે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે 13 ટેસ્ટમાં 38.76 ની સરેરાશથી 814 રન બનાવ્યા છે.આ દરમિયાન તેણે બે સદી ફટકારી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.તે જ સમયે, તેણે ઓક્ટોબર 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. પંતે અત્યાર સુધીમાં 16 વનડેમાં 26.71ની સરેરાશથી 371 રન બનાવ્યા છે.તેણે છેલ્લી વનડે મેચ આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.પંતે ત્રણ વર્ષ પહેલા ઇંગ્લેન્ડ સામે પ્રથમ T-20 રમ્યો હતો. તે ભારત માટે અત્યાર સુધી 27 મેચ રમ્યો છે. તેણે 20.5ની સરેરાશથી 410 રન બનાવ્યા છે Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મહેન્દ્રસિંહ ધોની અને ઋષભ પંતનો ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/former-chief-selector-prasad-said-pant-started-comparing-himself-to-dhoni-so-his-game-graph-came-down-127704759.html

યુવરાજ સિંહે ક્રિકેટમાંથી નિવૃતિ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો,BCCI અધ્યક્ષ સૌરવ ગાંગલીને પત્ર લખ્યો		 યુવરાજ સિંહે ક્રિકેટમાંથી નિવૃતિ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો,BCCI અધ્યક્ષ સૌરવ ગાંગલીને પત્ર લખ્યો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચુકેલા આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહે પંજાબ ક્રિકેટ સંઘ (PCA)ની વિનંતીને ધ્યાનમાં લઈ ક્રિકેટમાંથી જે નિવૃતિ લીધી હતી તે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011ના વિશ્વ કપના 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' બનેલા યુવરાજે ગયા વર્ષના જૂન મહિનામાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. PCAના સચિવ પુનીતબાલી પ્રથમ એવી વ્યક્તિ હતા કે જેમણે 38 વર્ષિય યુવરાજને પંજાબ ક્રિકેટના હિત માટે નિવૃતિ પાછી ખેંચવા માટે વિનંતી કરી હતી. "Cricbuzz" ને યુવરાજે કહ્યું કે શરૂઆતમાં હું આ બાબતને સ્વીકારવા માટે તૈયાર ન હતો. તેમણે કહ્યું કે હું ઘરેલુ ક્રિકેટ રમવાનું બંધ કર્યું હતું, પણ હું વિશ્વભરમાં અન્ય ઘરેલુ ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાનું જાળવી રાખવા ઈચ્છતો હતો. દરમિયાન યુવરાજે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આ અંગે પત્ર લખ્યો છે. પુનીલ બાલીએ કહ્યું કે હું જાણુ છું કે તેમણે નિવૃતિ પાછી લેવા માટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને એક પત્ર લખ્યો છે. ગઈકાલે એવા સમાચાર આવ્યા હતા કે તે બિગ બેશળ લીગમાં રમવા ઈચ્છે છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમના માટે એક ટીમ પણ શોધી રહી છે. BCCIના નિયમો પ્રમાણે ફક્ત સંન્યાસ લેનારા ક્રિકેટર જ વિદેશી લીગમાં રમી શકે છે. યુવરાજના પિતા પણ ઈચ્છતા ન હતા કે દિકરો આટલો વહેલો ક્રિકેટમાંથી નિવૃતિ લે યુવરાજના પિતા યોગરાજે સિંહે કહ્યું કે તે 20 વર્ષની સ્પર્ધાત્મક ક્રિકેટ બાદ ગયા વર્ષે નિવૃત થયો હતો અને આ તેનો વ્યક્તિગત નિર્ણય હતો. હું તેમા દરમિયાનગીરી કરી શકું નહીં. પણ તે સમયે પણ મને લાગતુ હતું કે યુવરાજે હજુ ક્રિકેટમાંથી નિવૃતિ લેવી જોઈએ નહીં. માતાએ કહ્યું યુવરાજમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન યથાવત જ છે યુવરાજની માતા શબનમ સિંહે પણ કહ્યું કે છે કે યુવરાજમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન યથાવત છે. તે બે દિવસમાં દુબઈથી પરત આવી રહ્યો છે અને ત્યારબાદ આ અંગે લાંબી વાતચીત કરશું. તમે જે સમાચાર સાંભળ્યા છે તે સાચા છે. . Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Yuvraj Singh decides to withdraw from cricket, writes letter to BCCI president Sourav Ganguly [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/yuvraj-singh-decides-to-withdraw-from-cricket-writes-letter-to-bcci-president-sourav-ganguly-127701683.html

2 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નાઓમી ઓસાકા બીજી વાર સેમિફાઇનલમાં, અમેરિકાની જેનિફરે પહેલીવાર સ્થાન મેળવ્યું		 2 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નાઓમી ઓસાકા બીજી વાર સેમિફાઇનલમાં, અમેરિકાની જેનિફરે પહેલીવાર સ્થાન મેળવ્યું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
2 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જાપાનની નાઓમી ઓસાકાએ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ US ઓપનમાં વુમન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં બીજીવાર સ્થાન મેળવી લીધું છે. તેના સિવાય અમેરિકાની જેનિફર બ્રેડી પહેલીવાર સુપર-4માં પહોંચી છે. આ ગ્રાન્ડ સ્લેમ કોરોનાવાયરસ વચ્ચે બાયો-સિક્યુર વાતાવરણમાં 13 સપ્ટેમ્બર સુધી રમાશે. વર્લ્ડ નંબર-9 ઓસાકાએ અમેરિકન શેલ્બી રોજર્સને 6-3, 6-4થી હરાવી. જ્યારે, જેનિફરે કઝાખસ્તાનની યૂલિયા પુતિત્સેવાને 6-3, 6-2થી હરાવી. Another night, another win.@naomiosaka powers her way into the semifinals! #USOpen pic.twitter.com/W4M2Yfv8hp — US Open Tennis (@usopen) September 9, 2020 ઝ્વેરેવ પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર-7 એલેક્ઝેન્ડર ઝ્વેરેવ પ્રથમ વાર કોઈપણ ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ક્રોએશિયાના બોર્ના કોરિચને 1-6, 7-6, 7-6, 6-3થી હરાવ્યો. તે પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવા માગે છે. ઓસાકા 2018માં US ઓપન જીતી હતી વર્લ્ડ નંબર 9 ઓસાકાએ બે ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેણે 2018માં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ US ઓપન જીત્યું હતું. પછીના વર્ષે, તેણે ઓસ્ટ્રેલિયા ઓપન કબજે કર્યું. કોઈપણ ગ્રાન્ડસ્લેમની આ તેની ત્રીજી સેમિફાઇનલ હશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઓસાકા 2018માં US ઓપન અને 2019માં ઓસ્ટ્રેલિયા ઓપન જીતી હતી. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/2-grand-slam-winner-naomi-osaka-reaches-semifinals-for-second-time-jennifer-of-usa-takes-first-place-127701554.html

રોનાલ્ડો 100 ઇન્ટરનેશનલ ગોલ કરનાર દુનિયાનો બીજો ફૂટબોલર બન્યો, નેશન્સ કપમાં સ્વીડન સામે 2 ગોલ કરીને પોર્ટુગલને જીત અપાવી		 રોનાલ્ડો 100 ઇન્ટરનેશનલ ગોલ કરનાર દુનિયાનો બીજો ફૂટબોલર બન્યો, નેશન્સ કપમાં સ્વીડન સામે 2 ગોલ કરીને પોર્ટુગલને જીત અપાવી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 10 મહિના રાહ જોયા પછી મંગળવારે પોતાનો 100મો આંતરરાષ્ટ્રીય ગોલ પૂર્ણ કર્યો. તેણે નેશન્સ કપમાં સ્વીડન સામે આ સિદ્ધિ હાંસલ કરી. પોર્ટુગલે મેચ 2-0થી જીતી હતી. રોનાલ્ડોએ 45મી અને 72મી મિનિટમાં ગોલ કર્યા. પોર્ટુગલની આગામી મેચ 8 ઓક્ટોબરે સ્પેન સામે થશે. 165 મેચોમાં 101 આંતરરાષ્ટ્રીય ગોલ સાથે રોનાલ્ડો વિશ્વનો બીજો ખેલાડી અને યુરોપનો પ્રથમ ખેલાડી બન્યો. આ યાદીમાં, ઇરાનનો અલી દેઇ 149 મેચોમાં 109 આંતરરાષ્ટ્રીય ગોલ સાથે ટોપ પર છે. ઈજાના કારણે લીગની પહેલી મેચ રમી શક્યો ન હતો આ પહેલા રોનાલ્ડો પગની ઇજાને કારણે નેશન્સ લીગમાં ક્રોએશિયા સામે મેચ રમી શક્યો ન હતો. આ પહેલા તે 17 નવેમ્બરના રોજ યુરો કપ ક્વોલિફાઇંગ મેચમાં લક્ઝમબર્ગ સામે છેલ્લે રમ્યો હતો. રોનાલ્ડોએ ફ્રી કિક દ્વારા 100મો ગોલ પૂર્ણ કર્યો સ્વીડન સામેની મેચમાં વિ રોનાલ્ડોએ ફ્રી કિકને ગોલમાં ફેરવી પોતાની ટીમનું ખાતું ખોલ્યું. આ સાથે, તેણે પોતાનો 100મો ગોલ પૂરો કર્યો. તે પછી તેણે મેચની 73મી મિનિટમાં પેનલ્ટી ક્ષેત્રે સ્કોર કરીને બીજો ગોલ કર્યો. આગામી લક્ષ્ય 109 ગોલના રેકોર્ડને તોડવાનો છે રોનાલ્ડોએ કહ્યું કે, હું 100 ગોલ કરવામાં સફળ રહ્યો. હવે મારું લક્ષ્ય 109 ગોલનો વિશ્વ રેકોર્ડ તોડવાનો છે, જે ઇરાનના અલી દેઇના નામે છે. હું મારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છું. હું ઝનૂની નથી, કારણ કે મારું માનવું છે કે રેકોર્ડ કુદરતી રીતે બને છે. " નવેમ્બર પછી યુરોપમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી થઈ યુરોપમાં કોરોનાને કારણે ગયા નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય મેચ નથી થઈ. જો કે લા લિગા, ચેમ્પિયન્સ લીગ અને યુરોપા લીગ રમવામાં આવી છે. તે જ સમયે, 2020 યુરોપા ફૂટબોલ લીગ પણ આવતા વર્ષ માટે રદ્દ કરવામાં આવી છે. રોનાલ્ડોએ 2004માં ડેબ્યુ કર્યું હતું રોનાલ્ડોએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ગ્રીસ સામે 12 જૂન 2004ના રોજ રમી હતી. તેમાં તેણે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો. જ્યારે અલી દેઇએ 25 જૂન 1993ના રોજ તાઈપેઈ સામે પોતાના દેશ માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. અલીએ મેચમાં 3 ગોલ નોંધાવ્યા હતા. તેની ટીમ આ મેચ 6-0થી જીતી હતી. જ્યારે તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1 માર્ચ 2006ના રોજ કોસ્ટા રિકા સામે રમી હતી. 10મા ક્રમે ભારતનો સુનીલ છેત્રી છે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલની સૂચિમાં ભારતનો સુનિલ શેત્રી 10મા ક્રમે છે. તેણે ટીમ ઈન્ડિયા તરફથી 115 મેચોમાં 72 ગોલ કર્યા છે. તે આર્જેન્ટિનાના લિયોનલ મેસીથી ઘણો આગળ છે. મેસી 70 ગોલ સાથે આ યાદીમાં 17મા ક્રમે છે. આ માટે તેણે 138 મેચ રમી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today રોનાલ્ડો 100 ગોલ કરનાર યુરોપનો પ્રથમ ફૂટબોલર છે. તેણે પોર્ટુગલ માટે 9 હેટ્રિક અને 16 ડબલ્સ ગોલ કર્યા છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/ronaldo-becomes-the-second-footballer-in-the-world-to-score-100-international-goals-leading-portugal-to-victory-in-the-nations-cup-with-2-goals-against-sweden-127701358.html

બેટ્સમેન સૈફ હસન અને કન્ડિશનિંગ કોચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટીમે શ્રીલંકા પ્રવાસ માટે ટ્રેનિંગ શરૂ કરી		 બેટ્સમેન સૈફ હસન અને કન્ડિશનિંગ કોચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટીમે શ્રીલંકા પ્રવાસ માટે ટ્રેનિંગ શરૂ કરી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન સૈફ હસન તેમજ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ નિક લીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને અત્યારે આઇસોલેશનમાં છે. બાંગ્લાદેશ બોર્ડે મંગળવારે આ માહિતી આપી હતી. બાંગ્લાદેશનો શ્રીલંકા પ્રવાસ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર છે. આ માટે 27 સપ્ટેમ્બરે ટીમ રવાના થશે. તેની તૈયારી માટે રાજધાની ઢાકામાં બાયો-સુરક્ષિત વાતાવરણમાં એક ટ્રેનિંગ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ બોર્ડના ફિઝિશિયન ડો.દેબાશિષ ચૌધરીએ ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, "અમારી ટીમ નિક લીના કેસની તપાસ કરી રહી છે કે શું તેમને હમણાં જ ચેપ લાગ્યો છે, અથવા તે પહેલાથી બીમાર હતા." હસને આ વર્ષે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સામે રાવલપિંડી ટેસ્ટમાં રમ્યો હતો. તાજેતરમાં બાંગ્લાદેશ બોર્ડે મુસ્તફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે NOC નહોતું આપ્યું. શ્રીલંકા પ્રવાસને કારણે બોર્ડે આ નિર્ણય લીધો હતો. રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ઓફર મળી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today યુવા બાંગ્લાદેશી ક્રિકેટર સૈફ હસન (ડાબે) અંડર-19 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો. તેણે આ વર્ષે ટેસ્ટ ડેબ્યુ કર્યું. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/batsman-saif-hasan-and-conditioning-coach-corona-report-positive-team-starts-training-for-sri-lanka-tour-127701523.html

ઇંગ્લિશ બેટ્સમેન મલાને કહ્યું, કોહલી સાથે મારી સરખામણી અયોગ્ય છે, 50 મેચ રમ્યા પછી તેની આસપાસ પહોંચી શકું છું		 ઇંગ્લિશ બેટ્સમેન મલાને કહ્યું, કોહલી સાથે મારી સરખામણી અયોગ્ય છે, 50 મેચ રમ્યા પછી તેની આસપાસ પહોંચી શકું છું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલાન (33)એ કહ્યું કે, "મારી સરખામણી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે કરવી યોગ્ય નથી. હું કોહલીની આસપાસ પણ નથી. કદાચ 50 મેચ રમ્યા પછી હું તેની આસપાસ પહોંચી શકું છું." મલાને ઇંગ્લેન્ડ માટે 16 T-20માં 48.71ની સરેરાશથી 682 રન બનાવ્યા છે. તેમાં 101 રનની ઇનિંગ્સ શામેલ છે. મલાન 1 વનડે રમ્યો છે. જ્યારે 15 ટેસ્ટમાં તેણે 27.85ની સરેરાશથી 724 રન બનાવ્યા છે. મલાને T-20માં જૂન 2017માં દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યુ કર્યું હતું. જેસન રોય અને બેન સ્ટોક્સની ગેરહાજરીમાં તેને પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે નિયમિત રમવાની તક મળી. 50 મેચ પછી જ સરખામણી કરો ક્રિકઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં મલાને કહ્યું, "હું જાણવાનું પસંદ કરું છું કે હું ટીમ માટે ક્યાં છું. તેના થકી શ્રેણી શરૂ થવાની હોય ત્યારે તમે જાણો છો કે તમે શું કરવા જઇ રહ્યા છો."મલાને કહ્યું કે ટીમમાં કાયમી સ્થાન બનાવવું તેના હાથમાં નથી. તે શક્ય તેટલા રન બનાવવા માંગે છે.છેલ્લા 4-5 વર્ષમાં તેનો રેકોર્ડ શ્રેષ્ઠ રહ્યો છે. તેનું માનવું છે કે કોઈપણ રેકોર્ડ તોડવા માટે તેને ઇંગ્લેંડ માટે સતત રમવાનું અને જીતવાનું ચાલુ રાખવું પડશે.તેણે કહ્યું, 'હું સ્પષ્ટપણે જાણું છું કે જેસન અને સ્ટોક્સ જેવા લોકો કોઈપણ સમયે પાછા આવી શકે છે.હું અત્યારે મને જે તક મળી રહી છે, તેને ઝડપવા માગું છું. મારા સારા પ્રદર્શન થકી ઓઈન મોર્ગન અને સિલેક્ટર્સ પર મને પસંદ કરવાનું દબાણ બનાવવા માંગુ છું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મલાને કહ્યું, અત્યારે હું વિરાટ કોહલીની આસપાસ પણ નથી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/my-comparison-with-kohli-is-inappropriate-i-can-reach-around-him-after-playing-50-matches-said-english-batsman-malan-127701472.html

ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કરતા રોક્યું, અંતિમ મેચ 5 વિકેટે જીત્યું		 ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કરતા રોક્યું, અંતિમ મેચ 5 વિકેટે જીત્યું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઓસ્ટ્રેલિયાએ 3 મેચની T-20 સીરિઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું. આ સાથે તેણે ઇંગ્લિશ ટીમને વ્હાઇટવોશ કરતા રોકી. યજમાને આ સીરિઝ 2-1થી પોતાના નામે કરી. ટોસ જીતીને આરોન ફિન્ચે બોલિંગ લીધી હતી. જોસ બટલર અને ઓઈન મોર્ગનની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 145 રન જ કરી શક્યું હતું. કાંગારૂએ 3 બોલ રાખીને 5 વિકેટે મેચ પોતાના નામે કરી. કેપ્ટન આરોન ફિન્ચ અને મિચેલ માર્શે 39-39 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી. રાશિદે 3 વિકેટ ઝડપી. ઇંગ્લેન્ડ માટે જોની બેરસ્ટોએ 55 રન કર્યા. ઝામ્પાને 2 વિકેટ મળી. ઇંગ્લેન્ડ 7 શ્રેણીથી અપરાજિત શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજિત કર્યું હતું. પ્રથમ T-20 પણ 2 રને જીત્યું હતું. આ સાથે, ઇંગ્લેન્ડની 2 વર્ષની અંદર સતત સાતમી T-20 શ્રેણી છે, જેમાં તે હાર્યું નથી. આ સમય દરમિયાન તેણે 6 સિરીઝ જીતી હતી. ગયા મહિને પાકિસ્તાન સામેની T-20 શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ 19માંથી 10 મેચ જીતી બંને દેશો વચ્ચે અત્યાર સુધી 19 T-20 થઈ છે. ઓસ્ટ્રેલિયા 10 અને ઇંગ્લેન્ડ 8 જીત્યું છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું નથી. ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ નબળો છે. બંને દેશો વચ્ચે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં 9 મેચ થઈ છે. આમાં ઓસ્ટ્રેલિયા માત્ર 2 જ જીત્યું છે, જ્યારે 6 હારી ગયું છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઇંગ્લેન્ડ પ્રથમ T-20 2 રને અને બીજી T-20 6 વિકેટે જીત્યું હતું. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/australia-stop-england-whitewash-win-final-t-20-by-5-wickets-127701380.html

સાઉથ આફ્રિકન કેસ્ટર સેમેન્યા કેસ હારી, કોર્ટે કહ્યું- પુરુષ હોર્મોનની સારવાર કરાવ્યા પછી જ મહિલાઓ સાથે દોડી શકશે		 સાઉથ આફ્રિકન કેસ્ટર સેમેન્યા કેસ હારી, કોર્ટે કહ્યું- પુરુષ હોર્મોનની સારવાર કરાવ્યા પછી જ મહિલાઓ સાથે દોડી શકશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
દક્ષિણ આફ્રિકાની ઓલિમ્પિક 800 મીટર ચેમ્પિયન કેસ્ટર સેમેન્યા હવે મહિલાઓ સાથે દોડી શકશે નહીં. તે મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગઈ. કોર્ટે તેના શરીરમાં હાજર પુરુષ હોર્મોન્સને ઘટાડવા માટે સારવાર કરાવવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે સેમેન્યાને હોર્મોન્સ ઘટાડવાનો આદેશ આપ્યો હતો. સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલે કહ્યું હતું કે સેમેન્યાએ દવા લઈને પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ઘટાડવા પડશે. આ નિર્ણય સામે સેમેન્યાએ સ્વિસ કોર્ટમાં અપીલ કરી હતી, જે હવે ફગાવી દેવામાં આવી છે. હું મારી જાતને બદલીશ નહીં સેમેન્યાએ આ આદેશનો પાલન કરવાનો ઇનકાર કરી દીધો છે. તે જાણે છે કે જો તે હોર્મોન્સ ઘટાડશે નહીં, તો તે આગામી વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે નહીં. તેમ છતાં તેણે કહ્યું કે, હું આવા નિયમ સાથે સહમત નથી. હું દવાઓ (હોર્મોન ઘટાડતી દવાઓ) લેવાનો વર્લ્ડ એથ્લેટિક્સનો આદેશ સ્વીકારતી નથી. હું જે પણ છું, હું ઠીક છું. હું મારી જાતને બદલીશ નહીં. " સેમેનીયાના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારે સેમેન્યાએ ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સમાં 2-2 અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ જીત્યા છે. કેસ્ટરે પ્રથમ વખત વર્ષ 2009માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ પછી, IAAFએ કેસ્ટરનું લિંગ પરીક્ષણ કરાવ્યું. પરીક્ષણોમાંથી બહાર આવ્યું છે કે તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની માત્રા ખૂબ વધારે છે. પુરુષ વર્ગમાં ભાગ લેવાની મંજૂરી પરીક્ષણ અહેવાલ પછી, ફેડરેશન દ્વારા કેસ્ટરના વુમન કેટેગરીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ફેડરેશને કહ્યું હતું કે જો સેમેન્યા દોડવા માંગે છે, તો તેણે પુરૂષ વર્ગમાં ભાગ લેવો પડશે અથવા તબીબી કાર્યવાહી દ્વારા તેણે પોતાના શરીરનું ટી-લેવલ (ટેસ્ટોસ્ટેરોન લેવલ) ઓછું કરવું પડશે. ભગવાનનું આપેલું શરીર છે, હોર્મોન ઘટાડતી દવા નહીં લઉં સ્પોર્ટ્સ આર્બિટ્રેશનના આદેશ પછી સેમેન્યાએ કહ્યું, 'મને ભગવાન પર વિશ્વાસ છે. આ જીવન ભગવાન દ્વારા આપવામાં આવ્યું છે. જીવનમાં શું થશે, તે પણ તે જ નિર્ણય કરશે. જ્યારે તે ઇચ્છશે મારી કારકિર્દી સમાપ્ત થઈ જશે. પરંતુ જ્યાં સુધી તે ઇચ્છતા નથી ત્યાં સુધી કોઈ માનવી મને રોકી શકે નહીં. મારું શરીર પણ ભગવાન દ્વારા આપવામાં આવ્યું છે, હું કોઈના કહેવાથી મારા શરીરમાં કોઈપણ હોર્મોન્સ ઘટાડવા માટેની કોઈ દવા નહીં લઉં.' પુરુષના શરીરમાં હોય છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ટેસ્ટોસ્ટેરોન પુરુષ હોર્મોન છે. તે પુરુષોના શરીરમાં જ હોય છે. તે 300થી 1000 નેનોગ્રામ પ્રતિ ડેસીલીટર હોય છે. ટી-લેવલથી મૂડ, શારીરિક અને માનસિક સક્રિયતા નક્કી થાય છે. મહિલાઓમાં તેની સંખ્યા 20થી 30 હોય છે. સેમેન્યાના શરીરમાં આ ટી- લેવલ 400થી 500 વચ્ચે પહોંચી ગયો છે. તેથી તે અન્ય મહિલાઓની સરખામણીએ જેનેટિક રૂપથી ઘણી મજબૂત છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કેસ્ટર સેમેન્યાએ કહ્યું, મને આ શરીર ભગવાને આપ્યું છે. કોઈના કહેવા પર હોર્મોન્સ ઘટાડવા માટેની દવા નહિ લઉં. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/south-african-castor-loses-case-court-says-can-only-run-with-women-after-hormone-treatment-127701330.html

US ઓપનમાં પ્રથમ વખત 3 માતા ક્વાર્ટર ફાઈનલમાં, સેરેના 24મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી ત્રણ વિજય દૂર		 US ઓપનમાં પ્રથમ વખત 3 માતા ક્વાર્ટર ફાઈનલમાં, સેરેના 24મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી ત્રણ વિજય દૂર 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
અમેરિકાની સેરેના વિલિયમ્સ સહિત ત્રણ માતાઓ યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત આવું થયું છે. સેરેના ઉપરાંત વિક્ટોરિયા અઝારેન્કા અને ત્સ્વેતાના પિરોનકોવા પણ અંતિમ-8માં પહોંચી છે. ત્રીજી ક્રમાંકિત સેરેનાએ ગ્રીસની મારિયા સક્કારીને ત્રણ સેટની મેચમાં 6-3, 6-7, 6-3થી હરાવી. આ મેચ 2 કલાક 28 મિનિટ સુધી ચાલી હતી. 6 વખતની ચેમ્પિયન સેરેનાનો આ આર્થર એશ સ્ટેડિયમમાં 100મો વિજય છે. તે આમ કરનારી પ્રથમ ખેલાડી પણ બની ગઈ છે. 38 વર્ષની સેરેના 24મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી ત્રણ વિજય દૂર છે. જો તે આમ કરે છે તો, માર્ગેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરશે. બુલ્ગારિયાની પિરોનકોવાએ ફ્રાન્સની એલિઝ કોર્નેટને 6-4, 6-7, 6-3થી હરાવી. વિક્ટોરિયા અઝારેન્કા થિએમ અને મેદવેદેવ પણ ક્વાર્ટર ફાઈનલમાં જોકોવિચના અકલ્પનિય ઘટનાને કારણે બહાર થઈ ગયા પછી ટાઈટલના પ્રબળ દાવેદાર ડોમિનિક થિએમ અને ડેનિલ મેદવેદેવ સીધા સેટમાં વિજય મેળવીને પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. ઓસ્ટ્રિયાના બીજો ક્રમાંકિત થિએમે કેનેડાના 15મા ક્રમાંકિત ફેલિક્સ એગુરને 7-6, 6-2, 6-1થી હરાવ્યો. ત્રીજા ક્રમાંકિત મેદવેદેવે અમેરિકાના ફ્રાન્સિસ ટિફોઈને 6-4, 6-1, 6-0થી હરાવ્યો. આ મેચ એક કલાક 38 મિનિટ ચાલી. સ્વેતાના પિરોનકોવા મહિલા સિંગલ્સ : ક્વાર્ટર ફાઈનલ લાઈન-અપ જેનિફર બ્રેડી વિરૂ્દ્ધ યુલિયા પુતિન્તસેવાનાઓમી ઓસાકા વિરૂ્દ્ધ શેલ્બી રોજર્સ સેરેના વિલિયમ્સ વિરૂ્દ્ધ પિરોનકોવા વિક્ટોરિયા અઝારેન્કા વિરૂ્દ્ધ એલિસા મર્ટેન્સ પુરુષ સિંગલ્સ : ક્વાર્ટર ફાઈનલ લાઈન-અપ બોર્ના કોરિચ વિરૂ્દ્ધ ઝ્વેરેવપાબ્લો બુસ્તા વિરૂ્દ્ધ શાપોવાલોવ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સેરેના વિલિયમ્સ. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/for-the-first-time-at-the-us-open-3-mothers-in-the-quarterfinals-three-wins-away-from-serenas-24th-grand-slam-title-127701090.html

બિગ બેશ લીગમાં રમતો જોવા મળી શકે છે યુવરાજ, IPLમાં રમી રહ્યો નથી; યુવી વિદેશી લીગ રમનાર પ્રથમ ભારતીય છે		 બિગ બેશ લીગમાં રમતો જોવા મળી શકે છે યુવરાજ, IPLમાં રમી રહ્યો નથી; યુવી વિદેશી લીગ રમનાર પ્રથમ ભારતીય છે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ એક નવી ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ બિગ બેશ લીગ (BBL)માં રમતો જોવા મળી શકે છે. યુવી ગયા વર્ષે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો, તે આ વખતે IPL પણ રમી રહ્યો નથી. યુવરાજ વિદેશી T-20 લીગ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. તેણે NOC લીધા બાદ ગયા વર્ષે ગ્લોબલ T-20 કેનેડા અને અબુધાબી T-10 લીગમાં ભાગ લીધો હતો. યુવી કેનેડિયન લીગની ટોરોન્ટો ટીમનો કેપ્ટન હતો. BBL 3 ડિસેમ્બરથી શરૂ થશે યુવરાજના મેનેજર જેસન વોર્ને ધ એજને કહ્યું, "અમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે કામ કરી રહ્યા છીએ." કોઈપણ વિદેશી લીગ રમવા માટે, ખેલાડીએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી જ જોઇએ.તેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો પણ સમાવેશ છે. BBL 3 ડિસેમ્બરથી 6 ફેબ્રુઆરી સુધી રમાશે. સચિન પાસે ​​BBLમાં રમવાનો મોકો હતો તે જ સમયે, BBLમાં હજી સુધી કોઈ ભારતીય ખેલાડી રમ્યો નથી. સચિન તેંડુલકરને 2013-14માં BBLમાં રમવાની તક મળી હતી.સિડની થંડરની ટીમે તેનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ વાત આગળ વધી શકી નહોતી. સચિન નવેમ્બર 2013માં નિવૃત્ત થયો હતો. યુવી છેલ્લે મુંબઇ માટે રમ્યો યુવરાજે ભારતીય ટીમ માટે છેલ્લી મેચ 30 જૂન 2017ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી.આ પછી, તે 2018માં કિંગ્સ ઇલેવન પંજાબ અને 2019માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. ત્યારબાદ તે ક્રિકેટમાંથી નિવૃત્ત થયો.યુવરાજ સિંહે 40 ટેસ્ટમાં 1900 અને 304 વનડેમાં 8701 રન બનાવ્યા છે. તેણે 58 T-20 માં 1177 અને IPLની 132 મેચમાં 2750 રન બનાવ્યા છે.ભારત તરફથી 48 વર્ષીય પ્રવીણ તાંબે આ વર્ષે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. તે ત્રિનબાગો નાઇટ રાઇડર્સનો સદસ્ય છે.તેના સિવાય વિરેન્દ્ર સહેવાગ, ઝહીર ખાન અને મનપ્રીત ગોની પણ વિદેશી લીગ્સમાં રમ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today યુવી બોર્ડ પાસેથી NOC લીધા બાદ ગયા વર્ષે ગ્લોબલ T-20 કેનેડા લીગમાં રમ્યો હતો. તે ટોરોન્ટો ટીમનો કેપ્ટન હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/yuvi-can-be-seen-in-the-big-bash-league-not-playing-in-the-ipl-he-is-the-first-indian-to-play-in-a-foreign-league-127698066.html

27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન શરૂ થશે, દર પાંચમા દિવસે ખેલાડીઓનો ટેસ્ટ થશે; પહેલા રાઉન્ડમાં હારનાર ખેલાડીને પણ 52 લાખ રૂપિયા મળશે		 27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન શરૂ થશે, દર પાંચમા દિવસે ખેલાડીઓનો ટેસ્ટ થશે; પહેલા રાઉન્ડમાં હારનાર ખેલાડીને પણ 52 લાખ રૂપિયા મળશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ફ્રાન્સમાં કોરોનાવાયરસના વધતા કેસો છતાં આ મહિનાના અંતમાં શરૂ થનાર ફ્રેન્ચ ઓપનમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળશે. ટૂર્નામેન્ટના ઓર્ગેનાઇઝર્સે સોમવારે આ જાણકારી આપી. ઓર્ગેનાઇઝર્સે ગ્રાન્ડ સ્લેમ માટે હેલ્થ પ્રોટોકોલ પણ જારી કર્યું છે. તેના અનુસાર, ખેલાડીઓનો દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ થશે. આ વખતે પ્રથમ રાઉન્ડમાં હારનાર ખેલાડીઓની ઇનામની રકમ ગત વર્ષ કરતા 30% વધારે છે. હવે દરેક ખેલાડીને 71 હજાર ડોલર (52 લાખ રૂપિયા) મળશે. ટૂર્નામેન્ટ આ વર્ષે મેમાં રમાવવાની હતી, પરંતુ કોરોનાને કારણે 4 મહિના માટે સ્થગિત થઈ. હવે 27 સપ્ટેમ્બરે શરૂ થશે. સ્ટેડિયમમાં રોજ 20 હજાર દર્શકો આવી શકશે ફ્રેન્ચ ટેનિસ ફેડરેશનના અધ્યક્ષ બર્નાર્ડ ઝીયુડિસેલ્લીએ કહ્યું, આ ટેનિસની મહામારી પછી પહેલી ટૂર્નામેન્ટ છે, જેમાં દર્શકોને પ્રવેશ મળશે. સરકારની ગાઈડલાઈન અનુસાર, પેરિસ જેવા શહેરોમાં કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સ, કલ્ચરલ ઇવેન્ટમાં 5 હજાર દર્શકો હાજર રહી શકશે. ફેડરેશને આ પ્રમાણે જ ફ્રેન્ચ ઓપન માટે પ્લાન તૈયાર કર્યો છે. ફેડરેશન સ્ટેડિયમની કેપેસિટીની 50-60% એટલે કે 20 હજાર દર્શકોને હોસ્ટ કરવા માંગે છે. સ્ટેડિયમને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દર્શકોની બેઠક વ્યવસ્થા પણ એ રીતે જ કરવામાં આવશે. ફર્સ્ટ રાઉન્ડની પ્રાઇઝ મનીમાં વધારો ઓર્ગેનાઇઝર્સે આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા ખેલાડીઓને મદદ કરવા ફર્સ્ટ રાઉન્ડની પ્રાઇઝ મનીમાં 30% વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ટૂર્નામેન્ટના ફર્સ્ટ રાઉન્ડમાં હારનાર ખેલાડીઓને પણ 71 હજાર અમેરિકન ડોલર (લગભગ 52 લાખ રૂપિયા) મળશે. જ્યારે ક્વોલિફાય કરનાર ખેલાડીને ગયા વર્ષની સરખામણીએ 27% વધુ પ્રાઇઝ મની મળશે. ક્વોલિફિકેશનના પહેલા રાઉન્ડમાં હારનાર પ્લેયર્સને 11 હજાર 800 અમેરિકન ડોલર (8.67 લાખ રૂપિયા) મળશે. રાફેલ નડાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે ગયા વર્ષે સ્પેનના રાફેલ નડાલે મેન્સ કેટેગરીમાં ફ્રેન્ચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તેણે ફાઇનલમાં ડોમિનિલ થિએમને હરાવ્યો હતો. જ્યારે વુમન્સ કેટેગરીમાં વર્તમાન વર્લ્ડ નંબર-1 ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. તેણે ફાઇનલમાં ચેક રિપબ્લિકની 19 વર્ષીય ખેલાડી માર્કેટાને માત આપી હતી. જોકે, આ વર્ષે બાર્ટી કોરોનાને કારણે ફ્રેન્ચ ઓપનમાં નહિ રમે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સ્પેનનો રાફેલ નડાલ ગયા વર્ષે ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને હરાવી ચેમ્પિયન બન્યો હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/the-french-open-will-start-on-september-27-with-players-being-tested-every-fifth-day-the-loser-in-the-first-round-will-also-get-rs-52-lakh-127697987.html

રોહન અને ડેવિસની જોડી ક્વાર્ટરફાઇનલમાં બહાર, આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સોફિયા કેનિન પણ હારી		 રોહન અને ડેવિસની જોડી ક્વાર્ટરફાઇનલમાં બહાર, આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સોફિયા કેનિન પણ હારી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ન્યૂયોર્કમાં કોરોનાવાયરસ વચ્ચે રમવામાં આવી રહેલી ટેનિસ ગ્રાન્ડ સ્લેમ US ઓપનમાં ભારતનો પડકાર સમાપ્ત થયો છે. સ્ટાર ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને તેનો કેનેડિયન પાર્ટનર ડેનિસ શાપોવાલોવ પુરુષોના ડબલ્સ ક્વાર્ટરફાઈનલમાં બહાર થઈ ગયા છે. તેમને નેધરલેન્ડ્સના જીન જુલિયન રોજર અને તેના રોમાનિયન સાથી હોરિયા ટેકુએ 7-5, 7-5થી હરાવ્યા હતા. આ સિવાય મહિલા સિંગલ્સમાં અમેરિકાની સોફિયા કેનિન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તેને બેલ્જિયમની એલિસી મર્ટેન્સે 6-3, 6-3થી હરાવી હતી. વર્લ્ડ નંબર 4 સોફિયાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. તે તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. તે અત્યાર સુધીમાં 6માંથી એકપણ વખત US ઓપનના ત્રીજા રાઉન્ડથી આગળ વધી શકી નથી. દિવિજ શરણ અને સુમિત નાગલ પછી આ ટૂર્નામેન્ટમાં બોપન્ના એકમાત્ર ભારતીય હતા. ટૂર્નામેન્ટના સિંગલ્સના બીજા રાઉન્ડમાં નાગલે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિમથી પરાજિત થયો હતો. તે જ સમયે, શરણ અને તેના સર્બિયાના નિકોલા કેસિકને ડબલ્સના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today રોહન અને ડેવિસને નેધરલેન્ડ્સના જીન જુલિયન રોજર અને તેના રોમાનિયન સાથી હોરિયા ટેકુએ 7-5, 7-5થી હરાવ્યા હતા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/rohan-and-davis-out-in-quarterfinals-australian-open-winner-sofia-canin-also-loses-127698119.html

એમ્બાપ્પે કોરોના સંક્રમિત થનાર ફ્રાન્સ ક્લબ PSGના સાતમા ખેલાડી, નેશન્સ લીગમાં ક્રોએશિયા સામેની મેચ નહિ રમે		 એમ્બાપ્પે કોરોના સંક્રમિત થનાર ફ્રાન્સ ક્લબ PSGના સાતમા ખેલાડી, નેશન્સ લીગમાં ક્રોએશિયા સામેની મેચ નહિ રમે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ફ્રાન્સના સ્ટ્રાઈકર કિલિયન એમ્બાપ્પે કોરોના સંક્રમિત થયા છે. તે UEFA નેશન્સ લીગમાં મંગળવારે ક્રોએશિયા સામેની મેચમાં નહિ રમે. ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશને આ જાણકારી આપી. તે કોરોનાવાયરસથી સંક્રમિત થનાર ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન (PSG)નો સાતમો ખેલાડી છે. તેમની પહેલા નેમાર, માઉરો ઇકાર્ડી, એન્જલ ડી મારિયા, લિએન્ડ્રો પેરડેસ, કેલર નવાસ અને માર્કિનોસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગયા મહિને 23 ઓગસ્ટે બાર્યન મ્યૂનિખ સામેની ચેમ્પિયન્સ લીગની ફાઇનલ બાદ તમામ 6 ખેલાડીઓ સ્પેનના આયલેન્ડ ઇબિઝામાં વેકેશન માટે ગયા હતા. એમ્બાપ્પે ઘરમાં આઇસોલેશનમાં છે કોરોના સંક્રમિત હોવાની જાણકારી મળતા એમ્બાપ્પે ફ્રાન્સની ટીમનો કેમ્પ છોડીને સોમવારે ઘરે પરત ફર્યા છે. તે અત્યારે ઘરે જ આઇસોલેશનમાં છે. તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ દેખાયા નથી. PSG મેનેજમેન્ટ ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશનથી નારાજ PSGના સ્પોર્ટિંગ ડાયરેક્ટર લિયોનાર્ડો એમ્બાપ્પેના કોરોના સંક્રમિત હોવાના મામલે ફ્રેન્ચ ફૂટબોલ એસોસિએશનથી નારાજ છે. તેમણે કહ્યું, કોઈએ અમને તેમના સંક્રમિત હોવાની જાણકારી આપી નહોતી. અમને મીડિયાથી ખબર પડી કે અમારો એક ખેલાડી પોઝિટિવ છે. તેમણે માત્ર નિવેદન જારી કરતા કહ્યું કે, પ્લેયરને ઘરે મોકલી દીધો છે. ફેડરેશનમાંથી કોઈએ અમારો સંપર્ક કર્યો નહોતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી કિલિયન એમ્બાપ્પે ટીમનો કેમ્પ છોડીને ઘરે પરત ફર્યા છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/kylian-mbappe-tests-positive-for-coronavirus-coronas-seventh-french-club-to-be-infected-with-psg-will-not-play-in-the-league-of-nations-against-croatia-127697933.html

વર્લ્ડ નંબર-1 જોકોવિચ મહિલા ઓફિશિયલને બોલ હિટ કરવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર, ગ્રાન્ડ સ્લેમના ઇતિહાસમાં ડિસક્વોલિફાય થનાર ત્રીજો ખેલાડી		 વર્લ્ડ નંબર-1 જોકોવિચ મહિલા ઓફિશિયલને બોલ હિટ કરવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર, ગ્રાન્ડ સ્લેમના ઇતિહાસમાં ડિસક્વોલિફાય થનાર ત્રીજો ખેલાડી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને રવિવારે US ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ડિસક્વોલિફાય કરાયો હતો. સર્બિયાનો જોકોવિચ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના પબેલે કેરેનો બસ્ટો સામે રમી રહ્યો હતો અને પ્રથમ સેટમાં 5-6થી પાછળ હતો. આ અકળામણમાં તેણે એક શોટ માર્યો જે સીધો મહિલા અધિકારીના ગળામાં વાગ્યો હતો. આ પછી, મહિલાને થોડો સમય શ્વાસ લેવામાં તકલીફ થઈ. જોકોવિચ મહિલા પાસે તેની સ્થિતિ પૂછવા ગયો હતો. થોડા સમય પછી તે મહિલા ઉભી થઈ અને કોર્ટની બહાર નીકળી ગઈ. મેચ રેફરીએ ચર્ચા કરીને જોકોવિચ જોડે વાત કરી અને તેને ડિસક્વોલિફાય કર્યો હતો. "there's no way Novak Djokovic can possibly look any worse this year" Djokovic:pic.twitter.com/lNakdpAxDD — Eoin Sheahan (@EoinSheahan) September 6, 2020 એક યૂઝરે આ મેચનો એક વીડિયો ટ્વીટ કર્યો. તેમાં જોકોવિચ દ્વારા હિટ કરવામાં આવેલો બોલ ત્યાં હાજર મહિલા ઓફિશિયલને વાગે છે. મહિલા પોતાના સ્થાન પર જ નીચે પડતી દેખાય છે. જોકોવિચ પાસે 18મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક હતી. તેને નિરાશ થઈને કોર્ટથી જવું પડ્યું હતું. જોકોવિચ ડિસક્વોલિફાય થનાર ત્રીજો ખેલાડી જોકોવિચ ત્રીજો ખેલાડી છે જેને ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસમાં ડિસક્વોલિફાય કરવામાં આવ્યો છે.જોકોવિચ પહેલાં, જોન મેકેનરોને 1990માં ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી અને 2000માં સ્ટીફન કુબેકને ફ્રેન્ચ ઓપનમાંથી ડિસક્વોલિફાય કરાયા હતા. જોકોવિચ પાસે 18મી વખત ગ્રાન્ડસ્લેમ જીતવાની તક હતી આ વખતે સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રોજર ફેડરર અને 19 ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્પેનના રાફેલ નડાલ રમી રહ્યા નથી.21 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે બંને દિગ્ગજો ટૂર્નામેન્ટ રમી રહ્યા નથી.તેથી જોકોવિચ પાસે 18મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક હતી.ઉલ્લેખનીય છે કે, ફેડરર ઘૂંટણની ઇજા અને નડાલ કોરોનાના ડરને કારણે US ઓપન રમી રહ્યા નથી. USTAએ નિવેદન જારી કર્યું US ઓપનના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી અધિકારી અથવા દર્શકને ઇજા પહોંચાડે છે, તો પરિણામે તેને દંડ સાથે ડિસક્વોલિફાય કરવામાં આવે છે.મેચ રેફરીએ નોવાક જોકોવિચને દોષી ઠેરવ્યો હતો. તદનુસાર, ટૂર્નામેન્ટમાં પ્રી-ક્વાર્ટર મેચ પર પહોંચ્યા પછી,જોકોવિચને મળેલી ઇનામની રકમ કાપવામાં આવશે. તેમજ, ખેલાડીને જે પણ રેન્કિંગ પોઇન્ટ મળ્યા છે, તે પણ ઘટાડવામાં આવશે. USTA statement on default of Novak Djokovic: pic.twitter.com/dqlt0mokg9 — US Open Tennis (@usopen) September 6, 2020 Download Dainik Bhaskar App to read Latest Hindi News Today જોકોવિચ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન બનેલી આ ઘટના બાદ મેચ રેફરીને વિનંતી કરતો જોવા મળ્યો હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/world-no-1-djokovic-disqualified-after-hiting-line-judge-with-ball-127694528.html

'શેનો નશો કર્યો છે?', ફિન્ચ બોલને મિડલ ઓફ ધ બેટથી રમ્યો હતો તેમ છતાં LBW માટે રિવ્યૂ લેતા ઇંગ્લેન્ડની ટીમ ટ્રોલ થઈઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 T-20 સીરિઝની બીજી મેચમાં 6 વિકેટે હરાવી 2-0ની અજય લીડ મેળવી લીધી છે. 158 રન ચેઝ કરતા ઇંગ્લેન્ડે જોસ બટલરના અણનમ 77 રન થકી કાંગારુને સરળતાથી માત આપી હતી. જોકે, ઇંગ્લિશ ટીમ સીરિઝ જીતની જગ્યાએ મેચમાં ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)ના કરેલા ઉપયોગના કારણે ચર્ચામાં છે. ફેન્સ ઓઈન મોર્ગનની ટીમને ટ્રોલ કરી રહ્યા છે. સમગ્ર ઘટના શું છે? લેગ સ્પિનર આદિલ રશીદ ઇનિંગ્સની સાતમી ઓવર નાખી રહ્યો હતો. આ દરમિયાન તેનો એક બોલ ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચના મિડલ ઓફ ધ બેટને અડયો હતો. બધાના આશ્ચર્ય વચ્ચે ઇંગ્લિશ ટીમે LBW માટે અપીલ કરી હતી. અમ્પાયરે નોટઆઉટ આપતા ઇંગ્લેન્ડે DRS લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ ફિન્ચના મિડલ ઓફ ધ બેટને અડયો હતો અને જ્યાં અપીલ કરવાની જગ્યા નહોતી, ત્યાં ઇંગ્લેન્ડે રિવ્યૂ લીધો. આથી ફેન્સે ટીમને ટ્રોલ કરી. આ રીતે ટ્રોલ કરી કોઈએ રિપ્લેનો સ્ક્રીનશોટ શેર કરતાં કહ્યું, હું આ રીતે મારા જીવનના નિર્ણય લઉં છું, જે રીતે ઇંગ્લેન્ડે આ DRS લીધો. તો કોઈએ કહ્યું, ફિન્ચે બોલને પ્રોપર મિડલ ઓફ ધ બેટથી પ્લેડ કર્યો અને ઇંગ્લિશ ટીમે રિવ્યૂ લીધો. જ્યારે એક યુઝરે તો પૂછી જ લીધું કે શેનો નશો કર્યો છે? એક ફેને કમેન્ટ કરી કે હું જે રીત એક્ઝામમાં કેલ્ક્યુલેટરમાં 2+2=4 ચેક કરું છું, ઇંગ્લેન્ડે પણ એજ રીતે આ રિવ્યૂ લીધો. this is how I take my life decisions pic.twitter.com/x5xY5xXWrh — Daku By Dream (@march06piyush) September 6, 2020 Finch Middled The Ball England Took Review For #LBW_Shout😆 #ENGvsAUS #EnglandCricket @Eoin16 🙈 pic.twitter.com/LUgRBh2bCw — Arbaz Hussain (@ArbazHus77) September 6, 2020 What were you guys high on? close one😂😂#ENGvAUS #drs #England #aussies pic.twitter.com/ppvYBx6fn4 — Aasim Saad (@saad_aasim) September 6, 2020 England reviews this like I check '2+2=4' during the exams through the calculator pic.twitter.com/686KTvHYFl — Sudhanshu Ranjan Singh (@memegineers_) September 6, 2020 Download Dainik Bhaskar App to read Latest Hindi News Today રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ છે કે, બોલ ફિન્ચના મિડલ ઓફ ધ બેટને અડયો હતો. મોર્ગનની ટીમે આ બોલ પર LBW માટે રિવ્યૂ લીધો હતો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/england-trolled-after-opting-for-review-as-ball-clearly-hits-middle-of-aaron-finchs-bat-in-2nd-t20i-127694634.html

IOCના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું- આવતા વર્ષે ગેમ્સ સમયસર થશે, પછી ભલે કોરોના સાથે થાય કે કોરોના વગર		 IOCના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું- આવતા વર્ષે ગેમ્સ સમયસર થશે, પછી ભલે કોરોના સાથે થાય કે કોરોના વગર 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC)ના વાઇસ પ્રેસિડેન્ટ જોન કોટ્સે આગામી વર્ષે ટોક્યો ગેમ્સ અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક સમયસર થશે. પછી ભલે કોરોના સાથે થાય કે કોરોના વગર. કોરોનાને કારણે આ વર્ષે થનાર ટોક્યો ગેમ્સ એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. હવે તે 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી 2021માં થશે. આવતા વર્ષે 23 જુલાઈથી ટોક્યો ગેમ્સ શરૂ થશે જોન કોટ્સ, ટોક્યો ઓલિમ્પિક્સ માટે બનાવવામાં આવેલી IOC કમિટીના ચીફ પણ છે.તેમણે ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "તે (ટોક્યો ઓલિમ્પિક) નિર્ધારિત સ્થળ અને સમય પર હશે. કોરોના સાથે કે કોરોના વગર. ગેમ્સ આવતા વર્ષે 23 જુલાઈથી શરૂ થશે." ગેમ્સ માટે કોરોના વેક્સીનની શરત જરૂરી નથી: મુતો તાજેતરમાં, ટોક્યો ગેમ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તોશીરો મુતોએ કહ્યું હતું કે, "આવતા વર્ષે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક માટે કોરોના વેક્સીન જરૂરી નથી.IOC અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ચર્ચા થઈ ગઈ છે. જો આ સમય દરમિયાન વેક્સીન આવે છે, તો તે ગેમ્સ માટે સારું રહેશે. જો કે, જો તમે મને પૂછો કે વેક્સીન એક શરત છે, તો હું તેનો ઇનકાર કરું છું. " સ્થગિત કરવી પડે એવું હોય તો ગેમ્સ રદ્દ કરીશું મુતોએ કહ્યું હતું કે, અમારી પ્રેક્ષકો માટે કોઈ શરત નથી. અમે ઈચ્છીશું કે દર્શકો સ્ટેડિયમમાં ન આવે, પરંતુ આખરી નિર્ણય હજી લેવામાં આવ્યો નથી."તે જ સમયે, સ્થાનિકો ઈચ્છે છે કે જો શક્ય હોય તો ટોક્યો ગેમ્સ રદ્દ કરવામાં અથવા મોકૂફ રાખવામાં આવે.જો કે, 2022માં ફૂટબોલ વર્લ્ડ કપ (કતાર) અને વિન્ટર ઓલિમ્પિક્સ (બેઇજિંગ)ને કારણે, ટોક્યો ગેમ્સ ટાળવી મુશ્કેલ છે.IOCએ સ્પષ્ટ કરી દીધું છે કે જો મુલતવી રાખવા વાળી પરિસ્થિતિ આવે તો ગેમ્સને રદ્દ જ કરવામાં આવશે. ઓલિમ્પિક મોકૂફ થવાને કારણે જાપાનને 56 હજાર કરોડનું નુકસાન થયું જાપાનના ડેઇલી નિક્કન સ્પોર્ટ્સના એક રિપોર્ટ અનુસાર, ઓલિમ્પિકને એક વર્ષ મોકૂફ રાખવાથી જાપાન અને વિશ્વની અર્થવ્યવસ્થા પર અસર પડી છે.એકલા જાપાનને 56 હજાર કરોડનું નુકસાન થયું છે. વળી, તેનો ખર્ચો પણ 20 કરોડ રૂપિયા વધ્યો છે 124 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મુલતવી રાખવામાં આવી હતી 24 માર્ચે IOCએ ઓલિમ્પિકને 1 વર્ષ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.અગાઉ 1940માં જાપાનને પ્રથમ વખત યજમાની મળી હતી. જો કે, ચીન સાથેના યુદ્ધને કારણે ગેમ્સને રદ્દ કરવામાં આવી હતી.124 વર્ષના ઇતિહાસમાં 3 વખત ઓલિમ્પિક્સ રદ્દ કરવામાં આવી છે અને એક વખત મોકૂફ રાખવામાં આવી છે.પ્રથમ વિશ્વ યુદ્ધને કારણે બર્લિન (1916), ટોક્યો (1940) અને લંડન (1944) ગેમ્સ કેન્સલ કરવી પડી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today એક સર્વે મુજબ સ્થાનિક લોકો ઈચ્છે છે કે જો શક્ય હોય તો ટોક્યો ગેમ્સ રદ્દ કરવામાં અથવા મુલતવી રાખવામાં આવે. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/ioc-vice-president-says-next-years-games-will-be-on-time-whether-with-or-without-corona-127694609.html

બોપન્ના મેન્સ ડબલ્સના ક્વાર્ટરફાઇનલમાં, 5 વર્ષથી કોઈ ભારતીય ટાઇટલ જીત્યું નથી, ટોપ સીડ ક્રિસ્ટિના અને બાબોસની જોડીને કવોરન્ટીન નોટિસ		 બોપન્ના મેન્સ ડબલ્સના ક્વાર્ટરફાઇનલમાં, 5 વર્ષથી કોઈ ભારતીય ટાઇટલ જીત્યું નથી, ટોપ સીડ ક્રિસ્ટિના અને બાબોસની જોડીને કવોરન્ટીન નોટિસ 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કોરોના વાઈરસ વચ્ચે ન્યૂયોર્કમાં ચાલતી ટેનિસ ગ્રાન્ડ સ્લેમ US ઓપનમાંથી રવિવારે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. સ્ટાર ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને તેનો કેનેડિયન પાર્ટનર ડેનિસ શાપોવાલોવ મેન્સ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. તેઓએ જર્મન જોડી કેવિન કે. અને એન્દ્રીસ મીસને 4-6, 6-4, 6-3થી માત આપી. 5 વર્ષથી કોઈ ભારતીય ટાઇટલ જીતી શક્યું નથી, આ વખતે રોહન પાસેથી આશા છે. બીજી તરફ, ફ્રાન્સની ક્રિસ્ટીના મ્લાદેનોવિચ અને તેની પાર્ટનર હંગેરીની ટીમિયા બાબોસને કવોરન્ટીન થવાની નોટિસ સ્થાનીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. તેમના અનુસાર આ બંને મહિલા ખેલાડીઓ ફ્રાન્સના કોરોના સંક્રમિત ખેલાડી બેનુઆ પેરને મળ્યા હતા. બેનુઆ ટૂર્નામેન્ટમાં સંક્રમિત હોવાથી ટૂર્નામેન્ટમાં રમી રહ્યા નથી. Singles? Doubles? Find you a man who can do both.@denis_shapo & @rohanbopanna upset the No. 6 seeds in three sets. pic.twitter.com/LM1LbHuxpj — US Open Tennis (@usopen) September 5, 2020 રોહનની આગામી મેચ જીન અને હોરિયાની જોડી સાથે છે રોહન અને ડેનિસનો આગામી મુકાબલો નેધરલેન્ડ્સના જીન-જુલિયન રોજર અને તેના રોમાનિયન સાથી હોરિયા ટેકુ સાથે છે.ભારતીય સ્ટારે પહેલા રાઉન્ડમાં અમેરિકન જોડી નોહ રુબિન અને અર્નેસ્ટો એસ્કોબેડોને 6-2, 6-4થી હરાવ્યા હતા.US ઓપન બાયો સિક્યુર બબલમાં 31 ઓગસ્ટે શરૂ થઈ અને 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. 5 વર્ષથી કોઈ ભારતીય ટાઇટલ જીતી શક્યું નથી US ઓપનમાં 5 વર્ષથી કોઈ ભારતીય ચેમ્પિયન બની શક્યો નથી. લિએન્ડર પેસે 2015માં ભારત માટે મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યો હતો.જ્યારે, 1999માં મહેશ ભૂપતિએ ભારત માટે પહેલી વાર જાપાનના સુગિમા સાથે મિક્સ ડબલ્સમાં US ઓપનનો ખિતાબ જીત્યો હતો.ત્યારબાદ લિએન્ડર પેસ 2006માં મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ચેક રિપબ્લિકના માર્ટિન ડેમ સાથે રમીને ચેમ્પિયન બન્યો હતો.સાનિયા મિર્ઝા ભારતની ત્રીજી ચેમ્પિયન હતી. તેણે બ્રાઝિલિયન બ્રુનો સોરેસ સાથે મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં 2014 માં ફાઇનલ જીતી હતી.140 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ત્રણ ભારતીય ખેલાડીઓ મહેશ ભૂપતિ (3), લિએન્ડર પેસ (5) અને સાનિયા મિર્ઝા (2) કુલ 10 ખિતાબ જીત્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today રોહન અને તેના પાર્ટનર ડેનિસે જર્મન જોડી કેવિન કે. અને એન્દ્રીસ મીસને 4-6, 6-4, 6-3થી માત આપી. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/bopanna-wins-mens-doubles-quarterfinals-no-indian-title-in-5-years-quarantine-notice-to-top-seed-christina-and-babos-127691400.html

PCB ચીફે કહ્યું, ICCમાં ભારતનો દબદબો; 6 વર્ષથી ટોપ-3 દેશના લોકો જ ચેરમેન, હવે નવા બોર્ડના અધ્યક્ષ મળે		 PCB ચીફે કહ્યું, ICCમાં ભારતનો દબદબો; 6 વર્ષથી ટોપ-3 દેશના લોકો જ ચેરમેન, હવે નવા બોર્ડના અધ્યક્ષ મળે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ફરી ભારતીય ક્રિકેટથી વાંધો પડ્યો છે. PCB અધ્યક્ષ અહેસાન મનીનું માનવું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ભારતનો દબદબો રહ્યો છે. તેમણે કહ્યું કે, 6 વર્ષથી ટોપ-3 દેશ ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના લોકો જ ICCની ખુરશી પર બેસી રહ્યા છે. આ વખતે અન્ય કોઈ બોર્ડનું સિલેક્શન થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતના શશાંક મનોહરે જુલાઈમાં જ ICCના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું. તે ICCના પહેલા ઇન્ડિપેંડેન્ટ ચેરમેન હતા. શશાંક નવેમ્બર 2015થી આ પદ પર હતા. ખુરશી માટે ત્રણ દેશોએ રાજકારણ કર્યું ફોર્બ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં મનીએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે નવા ICC ચેરમેનની પસંદગી કરવામાં ઘણો સમય લાગ્યો છે.2014માં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ભારતે ખુરશી બચાવવા રાજકારણ શરૂ કર્યું હતું. હવે તેઓ તેમાં સંઘર્ષ કરતા જોવા મળે છે.હવે નવા અધ્યક્ષ બિગ-3 (ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા) ના ન હોય તો સારું રહેશે. " ICCના અધ્યક્ષની રેસમાં કોલિન ગ્રેવ્સ અને સૌરવ ગાંગુલી આ વખતે નવા ચેરમેન માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ના અધ્યક્ષ કોલિન ગ્રેવ્સ મોખરે છે.BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે, ગાંગુલીએ પહેલા જ આ પદ માટે ઇલેક્શનમાં ભાગ લેવાની ના પાડી છે.તે જ સમયે, BCCIએ કહ્યું કે, જો ગાંગુલી ઉમેદવાર નહીં હોય, તો BCCI કોલિન ગ્રેવ્સને ટેકો આપશે. ICCના અધ્યક્ષની રેસમાંથી મની બહાર અધ્યક્ષ બનવા માટેની રેસમાં અહેસાન મની પણ સામેલ હતા, પરંતુ તે હવે બહાર થઈ ગયા છે, કારણ કે તે 2003થી 2006 સુધી ICCના અધ્યક્ષ હતા.આ તરફ મનીએ કહ્યું, હિતોનો સંઘર્ષ બોર્ડમાં મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યો છે. 17 વર્ષની કારકિર્દીમાં મેં પહેલાં ક્યારેય આવું જોયું નથી. હિતોના આવા સંઘર્ષ પારદર્શક નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today નવા ICC અધ્યક્ષ બનવાની રેસમાં સૌરવ ગાંગુલી અને ઇંગ્લેન્ડના કોલિન ગ્રેવ્સ સૌથી આગળ છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/pcb-chief-said-indias-dominance-in-icc-only-the-people-of-the-top-3-countries-for-6-years-get-the-chairman-now-the-chairman-of-the-new-board-127688078.html

36 બોલમાં 39 રનની જરૂર હતી, 9 વિકેટ હાથમાં હતી, તેમ છતાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે 2 રને હાર્યું		 36 બોલમાં 39 રનની જરૂર હતી, 9 વિકેટ હાથમાં હતી, તેમ છતાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે 2 રને હાર્યું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઓસ્ટ્રેલિયાએ કોરોના વાઇરસ વચ્ચે શુક્રવારે 174 દિવસ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી. ઇંગ્લેન્ડ સામે સાઉથહેમ્પટન ખાતે રમાયેલી ત્રણ T-20 મેચની સીરિઝના પ્રથમ મુકાબલામાં કાંગારૂ 2 રને હાર્યું હતું. 163 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 14 ઓવરમાં 1 વિકેટે 124 રન કર્યા હતા. ડેવિડ વોર્નર 54 અને સ્ટીવ સ્મિથ 18 રને રમી રહ્યા હતા. તેમને 36 બોલમાં 39 રનની જરૂર હતી અને તેમણે મેચ ઇંગ્લેન્ડને ભેટમાં આપી દીધી. An Aussie implosion, an England fightback! #ENGvAUS pic.twitter.com/Y10JGYnY4t — ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2020 ફિન્ચ અને વોર્નરની 98 રનની ભાગીદારી રનચેઝમાં ઓસ્ટ્રેલિયન ઓપનર્સે આક્રમક બેટિંગ કરતા ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.કેપ્ટન આરોન ફિન્ચ 32 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન કર્યા હતા. તેણે વોર્નર સાથે પ્રથમ વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી.વોર્નરે 47 બોલમાં 7 ફોરની મદદથી 58 રન કર્યા હતા. જોકે બંનેમાંથી કોઈપણ છેલ્લે સુધી ઉભું રહીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યું નહોતું.ઇંગ્લેન્ડ માટે આદિલ રશીદ અને જોફરા આર્ચરે 2-2 વિકેટ, જ્યારે માર્ક વુડે 1 વિકેટ લીધી હતી. મલાનની સાતમી ફિફટી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ઇંગ્લેન્ડને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 162 રન કર્યા. તેમના માટે ડેવિડ મલાને સૌથી વધુ 66 રન કર્યા હતા. તેણે 14 ઇનિંગ્સમાં 7મી વાર ફિફટી મારી છે.જોસ બટલરે પણ 29 બોલમાં 44 રન બનાવ્યા. અન્ય કોઈ બેટ્સમેન પ્રભાવશાળી દેખાવ કરી શક્યો નહિ.ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલ, એસ્ટન અગર અને કેન રિચાર્ડસને 2-2 વિકેટ લીધી હતી. 2️⃣0️⃣0️⃣0️⃣ T20I runs for @AaronFinch5! Reaching the milestone in his 62nd innings, he's the second-quickest to the mark after Virat Kohli! 🙌https://t.co/sp6uXj8fvY | #ENGvAUS pic.twitter.com/sBdr392r2i — ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2020 Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફરા આર્ચરે 2 વિકેટ લીધી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/39-off-36-balls-needed-9-wickets-in-hand-yet-australia-lost-by-2-runs-against-england-127688048.html

ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાં આ વખતે 9 માતા રમવા ઉતરી, ત્રણે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો		 ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાં આ વખતે 9 માતા રમવા ઉતરી, ત્રણે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ન્યૂયોર્કમાં રમાઈ રહેલી ટેનિસ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનમાં આ વખત 9 માતાઓ રમવા ઉતરી હતી. જેમાંથી ત્રણે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. ફ્લશિંગ મીડોઝ પર અમેરિકાની સેરેના વિલિયમ્સ, બેલારૂસની વિક્ટોરિયા અઝારેન્કા અને બલ્ગેરિયાની સ્વેતાના પિરોનકોવાએ પોત-પોતાની બીજા રાઉન્ડની મેચ જીતી લીધી છે. જ્યારે કિમ ક્લિસ્ટર્સ, વેરા જ્વોનારેવા, તાત્યાના મારિયા, કેટરીના બોન્ડારેન્કા, પેટ્રિસાયા મારિયા તિગ અને ઓલ્ગા ગોવોર્તસોવા બહાર ફેંકાઈ ગઈ છે. પૂર્વ વર્લ્ડ નંબર-1 સેરેનાએ રશિયાની માર્ગરિટા ગેસપરયાનને 6-2, 6-4થી હરાવી. સેરેનાએ પોતાની પુત્રી એલેક્સિસ ઓલિમ્પિયા ઓહેનિયનના ત્રીજા જન્મદિવસે એટલે કે, 1 સપ્ટેમ્બરના રોજ યુએસ ઓપનમાં સૌથી વધુ 102 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હવે સેરેનાની ટક્કર પોતાના જ દેશની સ્લોએન સ્ટીફન્સ સાથે થશે. સ્ટીફન્સે ગોવોર્તસોવાને 6-2, 6-2થી હરાવી. એક અન્ય પૂર્વ નંબર-1 અઝારેન્કાએ બેલારુસની પાંચમી ક્રમાંકિત આર્યના સબાલેન્કાને 6-1, 6-3થી હરાવી. અઝારેન્કાને ચાર વર્ષનો પુત્ર લિયો છે. બિનક્રમાંકિત પિરોનકોવાએ 10મી ક્રમાંકિત સ્પેનની ગરબાઈન મુગુરુઝાને 78-5, 6-3થી હરાવી. આ પિરોનકોવાની ત્રણ વર્ષ પછી પ્રથમ ટૂર્નામેન્ટ છે. તેણે પુત્ર એલેક્ઝેન્ડરના જન્મને કારણે બ્રેક લીધો હતો. પિરોનકોવા હવે ક્રોએશિયાની ડોના વેકિજ સાથે ટકરાશે. બીજો ક્રમાંકિત થીએમ, ત્રીજો ક્રમાંકિત મેદવેદેવ ત્રીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રમાંકિત ડોમેનિક થિએમ અને રશિયાનો ત્રીજો ક્રમાંકિત ડેનિયલ મેદવેદેવ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. થિએમે ભારતના સુમિત નાગલને 6-3, 6-3, 6-2થી હરાવ્યો. તેની ટક્કર 2014ના ચેમ્પિયન મારિન સિલિચ સાથે થશે. મેદવેદેવે ઓસ્ટ્રેલિયાના ઓકોનેલને 6-3, 6-2, 6-4થી હરાવ્યો. કેનેડાના ફેલિક્સ એગુરે બ્રિટનના એન્ડી મરેને 6-2, 6-3, 6-4થી હરાવીને બહાર કરી દીધો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સેરેના વિલિયમ્સન. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/this-time-in-the-tennis-grand-slam-9-mothers-came-down-to-play-three-entered-the-third-round-127687369.html

ધોનીની ટીમના હરભજન સિંહે પણ નામ પરત લીધું, રૈના પહેલાં જ દેશ પરત આવી ગયો છે		 ધોનીની ટીમના હરભજન સિંહે પણ નામ પરત લીધું, રૈના પહેલાં જ દેશ પરત આવી ગયો છે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થતાં જ પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમના ઓફ સ્પીનર હરભજન સિંહે અંગત કારણોસર IPLમાંથી નામ પરત લઈ લીધું છે. આ પહેલાં વાઈસ કેપ્ટન સુરેશ રૈના પણ ટૂર્નામેન્ટ છોડીને દેશ પરત આવી ચૂક્યા છે. હરભજને IPLની 160 મેચમાં 150 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 829 રન પણ બનાવ્યા છે. CSKના બે ખેલાડી અને 11 સ્ટાફ સભ્યો સંક્રમિત તાજેતરમાં જ CSK ટીમના 2 સભ્યો દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ સિવાય 11 સ્ટાફ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 દિવસના ક્વોરન્ટિન પીરિયડ પછી પણ દરેકના ફરી વખત ટેસ્ટ કરવામાં આવશે. બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને ટીમમાં સામેલ કરવામાં આવશે. 19 સપ્ટેમ્બરથી શરૂ થશે IPL આ વખતે કોરોનાના કારણે IPL યુએઈમાં રાખવામાં આવી છે. જે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 10 નવેમ્બર સુધી ચાલશે. દરેક ટીમ વચ્ચે 60 મેચ ત્રણ સ્ટેડિયમ દુબઈ, શારજાહ અને અબુધાબીમાં રાખવામાં આવશે. ટૂર્નામેન્ટ બાયો સિક્યોર માહોલમાં રાખવામાં આવશે. દરેક 5માં દિવસે દરેક ખેલાડીઓ અને સ્ટાફના સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Harbhajan Singh of Dhoni's team also withdraws his name from IPL 20202 , has returned to the country before Raina [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/harbhajan-singh-of-dhonis-team-also-withdraws-his-name-from-ipl-20202-has-returned-to-the-country-before-raina-127684793.html

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું- શિડ્યુલ ફાઇનલ થવાની તૈયારીમાં, આજે જાહેરાત કરવામાં આવશે		 BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું- શિડ્યુલ ફાઇનલ થવાની તૈયારીમાં, આજે જાહેરાત કરવામાં આવશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું શિડ્યુલ શુક્રવારે જાહેર કરવામાં આવશે. ગુરુવારે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વાત કહી હતી.તેમણે કહ્યું હતું કે- અમે સમજીએ છીએ કે શિડ્યુલ જાહેર કરવામાં વિલંબ થયો છે.તે તૈયાર થવાની આરે છે. તે શુક્રવાર સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. ગાંગુલીએ આ વાત એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવી હતી. એવી આશા છે કે આઈપીએલની પહેલી મેચ છેલ્લી વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રનર-અપ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. દરમિયાન, યુએઈમાં હાજર બીસીસીઆઈના સિનિયર મેડિકલ ઓફિસર કોરોનાગ્રસ્ત થયા છે. આ કોઈ મોટો મુદ્દો નથી કારણ કે તેમનમાં કોઈ પ્રકારનાં લક્ષણો નથી: અધિકારી બોર્ડના અધિકારીએ કહ્યું કે એ સાચું છે કે અમારી મેડિકલ ટીમના એક સભ્યને કોરોનાથી સંક્ર્મણ થયું છે. આ કોઈ મોટો મુદ્દો નથી કારણ કે તેમનામાં કોઈ લક્ષણો નથી અને હાલમાં તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. તે કોઈની સાથે સંપર્કમાં ન હતો અને તેના યુએઈના આગમન દરમિયાન સંક્રમિત થયાની આશંકા છે. આઇપીએલની મેચ શિડ્યૂલ મુજબ રહેશે: અરૂણ ધૂમલ બુધવારે બીસીસીઆઈના ટ્રેનર અરુણ ધૂમલે કહ્યું હતું કે આઈપીએલની મેચ શિડ્યૂલ પ્રમાણે થશે. આ લીગ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમવામાં આવશે. તેની તમામ મેચ યુએઈના ત્રણ શહેરો દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. પ્રથમ વખત લીગની ફાઇનલ વીકએન્ડને બદલે વીક-ડે ​​(મંગળવાર) પર થશે. બપોર અને સાંજની મેચ અડધા કલાક પહેલા શરૂ થશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુરુવારે કહ્યું કે તે સાચું છે કે આ વખતે આઈપીએલનું શિડ્યુલ જાહેર કરવામાં વિલંબ થયો છે. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/bcci-president-sourav-ganguly-said-that-the-schedule-is-being-finalized-and-will-be-announced-today-127684749.html

ઓલિમ્પિક ક્વોલિફાઈડ દિપક પૂનિયા સહીત 3 પહેલવાનને થયો કોરોના, તમામ સોનીપત સાઈ સેન્ટરના ટ્રેનિંગ કેમ્પમાં સામેલ હતા		 ઓલિમ્પિક ક્વોલિફાઈડ દિપક પૂનિયા સહીત 3 પહેલવાનને થયો કોરોના, તમામ સોનીપત સાઈ સેન્ટરના ટ્રેનિંગ કેમ્પમાં સામેલ હતા 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દિપક પૂનિયા સહિત ત્રણ ભારતીય રેસલરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ)એ ગુરુવારે આ બાબતે પુષ્ટિ કરી હતી. તમામ રેસલર હરિયાણાના સોનીપત સાઈ સેન્ટરમાં 1 સપ્ટેમ્બરથી શરુ થયેલ રેસલિંગના નેશનલ કેમ્પમાં સામેલ હતા. દિપક વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. આ ઉપરાંત નવીન અને કૃષ્ણા પણ કોરોના પોઝિટિવ છે. રિપોર્ટ બાદ તમામને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. વિનેશ ફોગાટ અને રેસલિંગ કોચને પણ કોરોના હાલમાં જ ઇન્ટરનેશનલ રેસલર વિનેશ ફોગાટ અને કોચ ઓમપ્રકાશ દહિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. બંને ક્વોરેન્ટાઇન થયા છે. વિનેશને આ વર્ષે ખેલ રત્ન અને ઓમપ્રકાશને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે. બંનેને રાષ્ટ્રપતિ દ્વારા 29 ઓગસ્ટે ખેલ દિવસ પર વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સમ્માનિત કરવામાં આવનાર હતા, પરંતુ તેઓ કોરોનથી સંક્રમિત થતા સામેલ થઇ શક્યા ન હતા. હોકીના 6 ખેલાડીઓ પણ સંક્રમિત થઈને સાજા થઇ ચુક્યા છે ગત મહિને બેંગ્લોરમાં નેશનલ હોકી કેમ્પમાં ભારતિય ટીમના કેપ્ટન મનપ્રિતસિંહ સહીત 6 ખેલાડીઓને કોરોના થયો હતો. જોકે તમામ લોકો ઈલાજ બાદ સાજા થઇ ચુક્યા છે. આ ખેલાડીઓમાં કેપ્ટન ઉપરાંત મનદીપ સિંહ, ડિફેન્ડર સુરેન્દ્રકુમાર, જસકરણસિંહ, ડ્રેગ-ફિલ્ટર વરુણકુમાર સ્ને કૃષ્ણ બી પાઠક સામેલ છે. આવતા વર્ષે યોજાશે ટોક્યો ઓલિમ્પિક ટોક્યો ઓલિમ્પિક આ વર્ષે જુલાઈમાં યોજાનાર હતો, જેને કોરોણાની મહામારીના કારણે એક વર્ષ માટે ટાળવામાં આવ્યો છે. હવે તે વર્ષ 2021માં 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ચાલશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ભારતીય કુસ્તીબાજ દિપક પૂનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/3-wrestlers-including-olympic-qualified-deepak-poonia-were-born-in-corona-all-were-involved-in-training-camp-at-sonipat-sai-center-127681497.html

લંકા પ્રીમિયર લીગ 14 નવેમ્બરે શરૂ થશે, કોરોનાને કારણે સ્થગિત કરાયેલી પાકિસ્તાન સુપર લીગ પણ આ મહિને જ સમાપ્ત થશે		 લંકા પ્રીમિયર લીગ 14 નવેમ્બરે શરૂ થશે, કોરોનાને કારણે સ્થગિત કરાયેલી પાકિસ્તાન સુપર લીગ પણ આ મહિને જ સમાપ્ત થશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)પહેલા શરૂ થનાર લંકા પ્રીમિયર લીગ (LPL) કોરોનાને કારણે હવે 14 નવેમ્બરથી રમાશે. એટલે કે તે IPL સમાપ્ત થાય તેના 4 દિવસ પછી રમાશે. જ્યારે બીજી તરફ, પાકિસ્તાન સુપર લીગ (PSL)ની બાકીની 4 મેચો નવેમ્બરમાં જ રમાશે. આ ટૂર્નામેન્ટ વચ્ચેથી કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. આ વખતે IPL કોરોનાને કારણે UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફાઇનલ 10 નવેમ્બરે રમાશે. લંકા લીગની ફાઇનલ 6 ડિસેમ્બરે રમાશે. PSLની ચારેય મેચ લાહોરમાં રમવામાં આવશે, જ્યારે ફાઇનલ 17 નવેમ્બરે યોજાવાની છે. LPLની ટીમોના IPL જેવા નામ LPL અગાઉ 28 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, જે કોરોનાને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી.બધી ટીમોનું નામ IPLની ટીમો જેવું છે. આને લીધે લીગ સોશિયલ મીડિયા પર LPL ટ્રોલ થઈ છે.આ લીગમાં તમામ 5 ટીમો કોલંબો સુપરકિંગ્સ, ગોલ લાયન્સ, કેન્ડી રોયલ્સ, જાફના સનરાઇઝર્સ અને ડામ્બુલા કેપિટલ્સ વચ્ચે 23 મેચ રમાશે. PSLની ચારેય મેચ લાહોરમાં થશે તે જ સમયે, PSLની 14 નવેમ્બરના રોજ 2 મેચ થશે. પ્રથમ ક્વોલિફાયર મુલ્તાન સુલ્તાન અને કરાચી કિંગ્સ વચ્ચે થશે.આ પછી, પ્રથમ એલિમિનેટર મેચમાં લાહોર કલંદર અને પેશાવર ઝાલ્મીનો મુકાબલો થશે.આ પછી, લીગની બીજી ક્વોલિફાયર 15 નવેમ્બરના રોજ પ્રથમ ક્વોલિફાયરમાં હારી ગયેલી ટીમ અને એલિમિનેટર મેચની વિજેતા ટીમ વચ્ચે થશે.જ્યારે પ્રથમ ક્વોલિફાયર જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. 17 નવેમ્બરના રોજ ફાઇનલ રમાશે. LPLમાં 93 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ રમશે LPLની સૂચિમાં 93 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો સામેલ છે, જેમાં લિયમ પ્લંકેટ, મોહમ્મદ હાફિઝ, ટિમ સાઉથી અને ડ્વેન સ્મિથ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે.પ્લેઇંગ ઇલેવનમાં માત્ર 4 વિદેશી ખેલાડીઓને જગ્યા આપવામાં આવશે.દરેક ફ્રેન્ચાઇઝને પોતાની ટીમમાં માત્ર 6 વિદેશી ખેલાડીઓ રાખવાની પરવાનગી મળી છે.લીગમાં કુલ 93 ઇન્ટરનેશનલ પ્લેયર્સ ઉપરાંત 8 કોચ પણ રમવા સહમત થયા છે.તમામ મેચ કોલંબો, ડામ્બુલા, કેન્ડી અને હેમ્બન્ટોટા ખાતે રમાશે. 8થી 45 લાખ સુધીની કેપ પ્રાઇઝ શ્રીલંકાના લિજેન્ડ ક્રિકેટરો માટે 45 લાખની કેપ પ્રાઇઝ રાખવામાં આવી છે.ટોચના ખેલાડીઓ માટે આ રકમ 30 થી 38 લાખ રૂપિયા સુધીની હશે.જુનિયર ખેલાડીઓની કેપ પ્રાઇઝ 8થી 30 લાખ સુધીની છે. તે જ સમયે, વિદેશી ખેલાડીઓ તેમની સ્થિતિ અનુસાર 8થી 45 લાખ રૂપિયા મેળવી શકે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કોરોનાને કારણે શ્રીલંકા પ્રીમિયર લીગ દર્શકો વગર રમાશે. ટૂર્નામેન્ટ દરમિયાન મેચો 4 સ્ટેડિયમમાં થશે. -ફાઇલ [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/the-lanka-premier-league-will-start-on-november-14-the-pakistan-super-league-which-was-postponed-due-to-corona-will-also-end-this-month-127681429.html

યુઝવેન્દ્ર ચહલ અને તેની મંગેતર ધનાશ્રીએ સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત ગીત પર પર્ફોર્મ કર્યું, વીડિયો વાઇરલ થયો		 યુઝવેન્દ્ર ચહલ અને તેની મંગેતર ધનાશ્રીએ સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત ગીત પર પર્ફોર્મ કર્યું, વીડિયો વાઇરલ થયો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ભારતીય ટીમનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની મસ્તી અને કોમિક ટાઇમિંગના લીધે ચર્ચામાં રહે છે. તેની મંગેતર અને યૂટ્યૂબર ધનાશ્રી વર્માએ ગુરુવારે બંનેનો "રસોડે મેં કૌન થા?" ગીત પર પર્ફોર્મ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને કલાકમાં 3 લાખ જેટલા વ્યૂઝ મળી ગયા છે. આ વીડિયોમાં ચહલનું ફૂટેજ ધનાશ્રી કરતા વધારે છે. તેણે પોતાના મૂવ અને એક્સપ્રેશનથી ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કપલની કેમેસ્ટ્રી સરસ રીતે જોવા મળે છે. ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે ચહલે તો બોલિવુડ એક્ટર્સ કરતા પણ સારા એક્સપ્રેશન આપ્યા છે. સ્ટાર પલ્સની સીરિયલના ડાયલોગ પર મીમ્સ બન્યા સાથ નિભાના સાથિયાની પહેલી સીઝન 2010માં શરૂ થઈને 2017માં પૂરી થઇ હતી. આ સીરિયલ હાલમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જ્યારે તેની એક લાઈન "રસોડે મેં કૌન થા" સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઇ. મીમ સોન્ગને એક અઠવાડિયામાં 31 મિલિયન વ્યૂઝ મળ્યા "રસોડે મેં કૌન થા?"લાઈન પર અઢળક મીમ્સ બન્યા અને યશરાજ મુખટે નામના મીમ ક્રિએટરે તો તેના પર ગીત બનાવી નાખ્યું છે. આ ગીતને એક અઠવાડિયામાં 31 મિલિયન વ્યૂઝ મળ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Yuzvendra Chahal and his fianc Dhanashree perform on popular song on social media, video goes viral [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/yuzvendra-chahal-and-his-fianc-dhanashree-perform-on-popular-song-on-social-media-video-goes-viral-127681329.html

કપિલ દેવ પછી વનડેમાં હેટ્રિક લેનાર પહેલા ભારતીય કુલદીપે કહ્યું, ધોનીએ ત્રીજો બોલ સ્ટમ્પ પર નાખવા કહ્યું હતું		 કપિલ દેવ પછી વનડેમાં હેટ્રિક લેનાર પહેલા ભારતીય કુલદીપે કહ્યું, ધોનીએ ત્રીજો બોલ સ્ટમ્પ પર નાખવા કહ્યું હતું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
કુલદીપ યાદવ સપ્ટેમ્બર 2017માં લીજેન્ડ કપિલ દેવ પછી વનડેમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. ભારતીય સ્પિનરે આ અંગે એક ખુલાસો કર્યો છે. કુલદીપે કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીની સલાહ બાદ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા બોલ પર તેને હેટ્રિક વિકેટ મળી હતી. વિકેટકીપર ધોનીએ ત્રીજો બોલ સ્ટમ્પ પર નાખવા કહ્યું હતું. કુલદીપે વર્ષ 2017માં ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વનડે મેચની 32મી ઓવરમાં હેટ્રિક લીધી હતી. તેણે પ્રથમ બોલ પર મેથ્યુ વેડ અને બીજા બોલ પર એશ્ટન એગરને આઉટ કર્યો હતો. તે પછી પેટ કમિન્સને હેટ્રિક બોલ પર પેવેલિયન ભેગો કર્યો હતો. આ મેચ ભારતે 51 રને જીતી હતી. હું તે મેચમાં ખૂબ જ શાનદાર લયમાં હતો કુલદીપે કોલકાતા નાઈટ રાઇડર્સ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મેં વિરાટ કોહલી સાથે વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે શું હું બીજા છેડેથી બોલિંગ કરી શકું છું."તેમણે કહ્યું કે ચહલનો સ્પેલ સમાપ્ત થાય પછી તું બીજા છેડેથી બોલિંગ કરી શકે છે. હું ખૂબ જ સારી લયમાં હતો અને મેં સ્પોટ પર બોલિંગ શરૂ કરી હતી." ધોનીની સલાહ બાદ હેટ્રિક વિકેટ મળી તેણે કહ્યું, મને મેથ્યુ વેડની પહેલી વિકેટ મળી અને પછીના બોલ પર મેં એશ્ટન એગરને એલબીડબ્લ્યુ કર્યો. ત્રીજા બોલ માટે મેં માહી ભાઈ (ધોની) ને પૂછ્યું કે કેવો બોલ નાખું?જ્યારે તમારી પાસે ઘણી વિવિધતા હોય છે, ત્યારે તમે મૂંઝવણમાં મૂકાઈ જાઓ છો. તેમણે મને મારી રીતે બોલિંગ કરવાનું કહ્યું, પરંતુ બોલને સ્ટમ્પ પર રાખવાની સલાહ આપી. ત્રીજી વિકેટ પહેલા સ્લીપ અને ગલીમાં ફિલ્ડર રાખ્યા કુલદીપે કહ્યું, મેં એક સ્લીપ અને ગલી રાખી હતી. સદભાગ્યે મેં સારો બોલ ફેંક્યો અને હેટ્રિક મળી.ઈડન ગાર્ડન્સ પર હેટ્રિક લેવી, તે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રથમ વર્ષમાં, એક મોટી બાબત છે અને તે મારા જીવનની સૌથી મોટી ક્ષણ હતી. " કુલદીપ બે વખત હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય બોલર છે કુલદીપ ભારતનો એકમાત્ર બોલર છે જેણે બે વખત હેટ્રિક લીધી છે.તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી હેટ્રિક લીધી હતી.તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે વિશાખાપટ્ટનમ વનડેની 33મી ઓવરમાં શાઈ હોપ, જેસન હોલ્ડર અને અલજારી જોસેફને સતત ત્રણ બોલમાં પોતાના શિકાર બનાવ્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કરિયરની પહેલી હેટ્રિક ઝડપયા પછી ઉજવણી કરતો કુલદીપ. તેની સાથે ધોની અને રોહિત પણ દેખાય છે. -ફાઇલ [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/after-kapil-dev-the-first-indian-to-take-a-hat-trick-in-odis-kuldeep-said-dhoni-asked-to-put-the-third-ball-on-the-stumps-127681396.html

UAEમાં BCCIના મેડિકલ ઓફિસર કોરોના સંક્રમિત, નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો		 UAEમાં BCCIના મેડિકલ ઓફિસર કોરોના સંક્રમિત, નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોરોના કેસ સતત સામે આવી રહ્યા છે. હવે UAEમાં હાજર BCCIના સિનિયર મેડિકલ ઓફિસર કોરોના સંક્રમિત થયા છે. આ સિવાય બેંગલોરની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં પણ 2 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોર્ડના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે તે સાચું છે કે અમારી મેડિકલ ટીમના એક સભ્ય કોરોના સંક્રમિત છે. જો કે, આ કોઈ મોટો મુદ્દો નથી. કારણ કે તેમનામાં (સિનિયર મેડિકલ ઓફિસર) કોઈ લક્ષણો નથી અને હાલમાં તેઓ આઇસોલેશનમાં છે. તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. તે કોઈની સાથે સંપર્કમાં નહોતા અને તેમના UAE આગમન દરમિયાન ચેપ લાગવાની આશંકા છે. 6 દિવસ પહેલાં 13 લોકો સંક્રમિત થયા હતા 29 ઓગસ્ટે, BCCIએ 2 ખેલાડીઓ સહિત 13 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. જો કે બોર્ડે ખેલાડીઓ અને ટીમના નામ જાહેર કર્યા નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ, જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે બધા ચેન્નઈ સુપરકિંગ્સના છે. જેમાં ટીમના ફાસ્ટ બોલર દિપક ચહર અને બેટ્સમેન રુતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે. ચેન્નઈની ટીમ શુક્રવારથી ટ્રેનિંગ શરૂ કરી શકે છે આ વાતની પુષ્ટિ બે દિવસ પહેલા CSKના CEO કેએસ વિશ્વનાથન દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી ટીમમાં કોરોનાના કોઈ નવા કેસ નોંધાયા નથી. જેમને અગાઉ ચેપ લાગ્યો છે તેમનો 14-દિવસનો કવોરન્ટીન પીરિયડ પૂર્ણ થયા પછી ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. ટીમના બાકીના ખેલાડીઓનો પહેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગુરુવારે તેમનો બીજી કોરોના ટેસ્ટ થશે અને જો તે રિપોર્ટ પણ નેગેટિવ આવે તો બાકીના ખેલાડીઓ શુક્રવારથી જ ટ્રેનિંગ શરૂ કરી શકે છે. બોર્ડ IPLમાં 20 હજાર કોરોના ટેસ્ટ કરાવશે BCCIએ IPL દરમિયાન 20,000 કોરોના ટેસ્ટ કરવાની યોજના બનાવી છે. બોર્ડ આ માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બોર્ડે આ માટે UAEની VPS હેલ્થ કેર કંપની સાથે કરાર કર્યો છે. કંપનીને તમામ ટેસ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. BCCIને એક ટેસ્ટ માટે 200 દિરહમ (આશરે 3,971 રૂપિયા) ખર્ચ કરવા પડશે. IPL દરમિયાન કંપની 75 આરોગ્ય કર્મચારીઓને કોરોના ટેસ્ટ માટે તહેનાત કરશે. ખેલાડીઓએ બ્લૂટૂથ બેજ પહેરવા પડશે IPLમાં કોરોના ચેપ પર નજર રાખવા માટે ખેલાડીઓ, અધિકારીઓને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બોર્ડ દ્વારા બ્લૂટૂથ બેજ આપવામાં આવ્યા છે. ખેલાડીઓની સાથે UAEમાં આવતા પરિવારના સભ્યોએ પણ આ બેજ પહેરવા જરૂરી છે. તે જ સમયે, એક આરોગ્ય એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેકને દરરોજ શરીરના તાપમાન વિશે માહિતી આપવાની છે. ત્રણ શહેરોમાં 60 IPL મેચ યોજાશે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEના ત્રણ શહેરો દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે. પ્રથમ વખત લીગ ફાઇનલ વીકએન્ડને બદલે વીક-ડે ​​(મંગળવાર) પર થશે. તે જ સમયે, મેચ બપોરે અને સાંજે અડધા કલાક પહેલા શરૂ થશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 6 દિવસ પહેલાં CSKના 2 ખેલાડીઓ સહિત 13 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. તે બધા અત્યારે 14 દિવસના કવોરન્ટીનમાં છે. -ફાઇલ [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/infected-with-bcci-medical-officer-corona-in-uae-2-people-also-tested-positive-at-national-cricket-academy-127681196.html

પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, કોહલી અને ટીમ ઇન્ડિયાના વખાણ કેમ ન કરું? જ્યારે કોઈ પાકિસ્તાની તેમની નજીક પણ નથી		 પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, કોહલી અને ટીમ ઇન્ડિયાના વખાણ કેમ ન કરું? જ્યારે કોઈ પાકિસ્તાની તેમની નજીક પણ નથી 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પોતાના દેશના લોકો પર જ ગુસ્સે થયો છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે કેમ ટીમ ઈન્ડિયા અથવા વિરાટ કોહલીની પ્રશંસા કરી શકતો નથી. પાકિસ્તાન કે વિશ્વનો કોઈપણ ખેલાડી કોહલીની નજીક પણ નથી. ખરેખર, અખ્તરે તાજેતરમાં કોહલી અને રોહિત શર્મા સહિત ભારતીય ટીમની પ્રશંસા કરી હતી. ત્યારબાદથી પાકિસ્તાનમાં તેની ભારે ટીકા થઈ રહી છે. આ તરફ, પૂર્વ ઝડપી બોલરે કહ્યું કે, જે લોકો ટીકા કરી રહ્યા છે, તેઓએ આંકડા જોવા જોઈએ. કોહલી વિશ્વના ટોપ બેટ્સમેનમાંથી એક તેણે કહ્યું કે ટીકા કરનારે સ્વીકારવું જોઇએ કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના ટોપ બેટ્સમેનમાંથી એક છે અને પ્રશંસાને પાત્ર છે. હું સારા ખેલાડી અને ટીમની પ્રશંસા કેમ ન કરી શકું? કોહલી ભારતીય છે, શું એટલે હું વખાણ ન કરી શકું? શોએબે કહ્યું, "મને ખબર નથી કે લોકો શા માટે નારાજ છે, તેઓએ મારી ટીકા કરતા પહેલા આંકડા તરફ જોવું જોઈએ." શું તેઓ નફરતને ધ્યાનમાં રાખે છે અથવા ફક્ત એટલા માટે કે તેઓ (કોહલી) ભારતીય છે. તે ભારતીય હોવાથી હું તેમના વખાણ ન કરી શકું? જો કોઈને કોહલીની ક્ષમતાઓ વિશે કોઈ શંકા હોય તો તેણે ડેટા ચેક કરવો જોઈએ." કોહલીએ 70 સદી ફટકારી, અત્યારે આવો કોઈ ખેલાડી છે? તેણે કહ્યું, "કોહલીએ હાલમાં 70 સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાલમાં બીજું કોણ છે? ભારત માટે તેણે કેટલી શ્રેણી જીતી છે? મારે તેની પ્રશંસા કેમ ન કરવી જોઈએ?" Download Dainik Bhaskar App to read Latest Hindi News Today શોએબ અખ્તરે કહ્યું, વિરાટે વર્તમાન સમયમાં 70 સદી મારી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યારે આવું કરનાર અન્ય કોણ છે? -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/the-former-fast-bowler-said-why-not-praise-kohli-and-team-india-while-no-pakistani-is-even-close-to-them-127681215.html

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર મલિંગા વ્યક્તિગત કારણોસર નહિ રમે, લીગમાં એકપણ મેચ ન રમનાર ઓસ્ટ્રેલિયાનો પેટિન્સન રિપ્લેસમેન્ટ જાહેર થયો		 IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર મલિંગા વ્યક્તિગત કારણોસર નહિ રમે, લીગમાં એકપણ મેચ ન રમનાર ઓસ્ટ્રેલિયાનો પેટિન્સન રિપ્લેસમેન્ટ જાહેર થયો 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
IPL શરૂ થાય તે પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર લસિથ મલિંગાએ વ્યક્તિગત કારણોસર લીગમાં ન રમવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનની પસંદગી કરવામાં આવી છે. તે હજી સુધી IPL રમ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટીમે આ વર્ષે IPL માટે લસિથ મલિંગાના સ્થાને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પેટિન્સનને સાઇન કર્યો છે. પેટિન્સન આ અઠવાડિયાના અંત સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાશે. અમે મલિંગાને મિસ કરીશું: આકાશ અંબાણી ટીમના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે, જેમ્સ અમારા માટે એકદમ બરાબર છે. તેની હાજરીથી ફાસ્ટ બોલર્સની પસંદગીમાં વિકલ્પ વધી ગયો છે.મલિંગા લીજેન્ડ છે અને અમારી ટીમનો મજબૂત પિલર રહ્યો છે. અમે તેને ટૂર્નામેન્ટમાં જરૂર મિસ કરીશું.અમે સમજીએ છીએ કે તેનું તેના પરિવાર સાથે રહેવું જરૂરી છે. અમે જેમ્સનું મુંબઇ ઇન્ડિયન્સમાં સ્વાગત કરીએ છીએ. મલિંગાનો IPL રેકોર્ડ મલિંગાએ IPLની 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે. તેણે એક સીઝનમાં સૌથી વધુ 28 વિકેટ 2011માં ઝડપી હતી.તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ડોટ બોલ નાખનાર બોલર્સની સૂચિમાં 1155 સાથે બીજા સ્થાને છે. હરભજન સિંહ 1249 ડોટ બોલ સાથે પ્રથમ સ્થાને છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today મલિંગાએ IPLની 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે. તેણે એક સીઝનમાં સૌથી વધુ 28 વિકેટ 2011માં ઝડપી હતી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/malinga-the-highest-wicket-taker-in-ipl-will-not-play-for-personal-reasons-australias-pattinson-replacement-announced-127681178.html

પંજાબના કેપ્ટન રાહુલે કહ્યું, ધોની-કોહલી અને રોહિતને જોઈને કપ્તાની શીખ્યો, આ ત્રણેય હંમેશા જીતવા અને ટીમને આગળ લઈ જવા માગે છે		 પંજાબના કેપ્ટન રાહુલે કહ્યું, ધોની-કોહલી અને રોહિતને જોઈને કપ્તાની શીખ્યો, આ ત્રણેય હંમેશા જીતવા અને ટીમને આગળ લઈ જવા માગે છે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
IPLની આ સીઝનમાં પ્રથમ વખત કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાની કરનાર કેએલ રાહુલ મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માથી ઘણો પ્રભાવિત છે. તે કહે છે કે આ ત્રણેયને જોઇને તેણે કેપ્ટનશીપની યુક્તિઓ શીખી લીધી છે. આ વર્ષે IPLમાં, તે પણ આ ત્રણની જેમ પોતાની ટીમને આગળ લઇ જવાનો પ્રયાસ કરશે. તેણે દુબઈથી આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. રાહુલને જ્યારે તેની કેપ્ટનશિપમાં કોહલી અથવા ધોની જેવી સમાનતા જોવા મળશે કે નહિ તે અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું કે કોહલી, ધોની અને રોહિત છેલ્લા 10 વર્ષમાં સૌથી પ્રેરણાદાયી ક્રિકેટરો અને લીડર્સ છે. તેમની હેઠળ રમવાની તક મળવી એ શીખવા જેવું છે. તેણે કહ્યું કે, કોહલી અને ધોનીનું વ્યક્તિત્વ અલગ-અલગ છે. અને કપ્તાની કરવાની રીત પણ જુદી છે. પરંતુ ટીમ માટે તેમનું ઝનૂન એક સરખું છે, તેઓ હંમેશા જીતવા અને ટીમને આગળ લઈ જવા માગે છે. માત્ર ભારતીયો જ નહીં, હું વિરોધી કેપ્ટનો પાસેથી પણ શીખું છું રાહુલે વધુમાં કહ્યું કે, તેણે માત્ર ભારતીય કેપ્ટન જ નહીં, પણ વિરોધી ટીમના કપ્તાન પાસેથી પણ નેતૃત્વની આવડત શીખી છે.તેણે કહ્યું કે મેં હંમેશા શીખવા પર ધ્યાન આપ્યું હતું. તમે રોહિત (મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન) કેન વિલિયમસન જેવા ખેલાડીઓને જોઈને ઘણું શીખો છો.હું આશા રાખું છું કે જે વસ્તુઓ મેં તેમને જોઈને શીખી છું તે મારા મગજમાં ક્યાંક છે જેથી હું તેનો ઉપયોગ ટૂર્નામેન્ટ દરમિયાન કરી શકું. કપ્તાની અને વિકેટકીપિંગ મારા માટે પડકાર નથી રાહુલ આ સીઝનમાં કેપ્ટનશિપની સાથે વિકેટકીપિંગ પણ કરશે.આવી સ્થિતિમાં, તે પોતાના માટે ડ્યુઅલ ચેલેન્જને કેટલું મુશ્કેલ માને છે તેના સંબંધિત સવાલ પર તેણે કહ્યું કે મને ખબર નથી કે તેની અસર મારી રમત પર પડશે કે નહીં.પરંતુ હું આ જવાબદારી લેવા તૈયાર છું. આ એવી વસ્તુ છે જે મને હંમેશાં ગમતી હોય છે. હું ખુલ્લા મનથી મેદાનમાં જઈશ અને શીખવાનો પ્રયત્ન કરીશ. રાહુલ પહેલીવાર પંજાબની કપ્તાની કરશે રાહુલ IPLની આ સીઝનમાં પહેલીવાર પંજાબ ટીમની કમાન સંભાળશે.તેણે ગઈ સીઝનમાં 14 મેચોમાં 593 રન બનાવ્યા હતા. તેણે લીગમાં અત્યાર સુધી 67 મેચમાં 1977 રન બનાવ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today લોકેશ રાહુલ (ડાબે) એમએસ ધોની (જમણે) સાથે. રાહુલ આ સીઝનમાં કપ્તાની સાથે વિકેટકીપિંગ પણ કરવાનો છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/punjab-captain-rahul-said-i-learned-the-captaincy-by-watching-dhoni-kohli-and-rohit-all-three-always-want-to-win-and-lead-the-team-127681160.html

લીગના 8માંથી 7 ટીમના કોચ વિદેશી, કારણ- ટીમો મોટા નામ અને પ્રતિષ્ઠિત કોચને વધુ મહત્ત્વ આપે છે, તમામ 12 વખત વિદેશી કોચિંગની ટીમો ચેમ્પિયન બની		 લીગના 8માંથી 7 ટીમના કોચ વિદેશી, કારણ- ટીમો મોટા નામ અને પ્રતિષ્ઠિત કોચને વધુ મહત્ત્વ આપે છે, તમામ 12 વખત વિદેશી કોચિંગની ટીમો ચેમ્પિયન બની 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
IPLની વર્તમાન સિઝનમાં 8માંથી 7 ટીમના કોચ વિદેશી છે, જ્યારે માત્ર 1 ટીમનો કોચ ભારતીય છે. દિલ્હી કેપિટલ્સનો કોચ રિકી પોન્ટિંગ, ચેન્નઈ સુપર કિંગ્સનો કોચ સ્ટીફન ફ્લેમિંગ, કોલકાતા નાઈટ રાઈડર્સનો કોચ બ્રેન્ડન મેક્કુલન, મુંબઈ ઈન્ડિયન્સનો કોચ મહેલા જયવર્ધને, રાજસ્થાન રોયલ્સનો કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ, સનરાઈઝર્સ હૈદરાબાદનો કોચ ટ્રેવર બેલિસ, રોયલ ચેલેન્જર્સનો કોચ સાઈમ કેટિચ છે. માત્ર કિંગ્સ ઈલેવન પંજાબનો કોચ અનિક કુંબલે છે. જેનું કારણ ફ્રેન્ચાઈઝી મોટા નામ, પ્રતિષ્ઠા ધરાવતા કોચને પ્રાથમિકતા આપે છે. IPLની અત્યાર સુધીની 12 સિઝનમાં દરેક વખતે વિદેશી કોચિંગમાં જ ટીમ ચેમ્પિયન બની છે. ન્યૂઝીલેન્ડના ફ્લેમિંગ પ્રથમ સિઝનમાં CSKના કોચ રહ્યા છે. તેમના કોચિંગમાં 3 વાર ટીમ ચેમ્પિયન બની છે. CSKની લીગમાં જીતની સરેરાશ 61.28% છે, જે કોઈ અન્ય ટીમથી વધુ છે. 1. ટીમોની જરૂરિયાત અલગ-અલગ: પૂર્વ CEO મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ સીઈઓ શિશિર હતંગડી અનુસાર - ક્રિકેટ કોચિંગનું એક સત્ય છે કે, હેડ કોચ તરીકે તમારું નામ અને પ્રતિષ્ઠા મોટી હોવી જોઈએ. ફ્રેન્ચાઈઝી સૌથી પહેલા આવા નામને જ પ્રાથમિકતા આપે છે. શિશિર અત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ છે. દિલ્હી કેપિટલ્સના પૂર્વ સીઈઓ હેમંત દુઆ અનુસાર : એવું નથી કે, ભારતીય કોચ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ થાય છે. ટીમની જરૂરિયાત અલગ-અલગ હોય છે. IPL એક ગ્લોબલ લીગ છે અને તેનું સ્તર મોટું છે. 2. કોચ માટે ક્વોટા સિસ્ટમ બને : રાજપૂત મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કોચ લાલચંદ રાજપૂત સવાલ કરે છે - ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ કે પછી દુનિયાની કોઈ અન્ય ટી20 લીગમાં ભારતીય કોચોને કેટલી તક મળે છે? જોકે, IPLમાં આપણે જ પોતાનાં કોચને પ્રોત્સાહિત કરવા માટે રાજપૂત કોચ માટે ‘ક્વોટા સિસ્ટમ’ની તરફેણ કરે છે. તેઓ કહે છે - પ્લેઈંગ-11માં 4થી વધુ વિદેશી હોતા નથી અને એ જ રીતે કોચિંગમાં કંઈક આવી જ વ્યવસ્થા અપનાવવાની જરૂર છે. 3. ઘરેલુ ખેલાડીઓની સલાહ લે છે : ચોપડા કેકેઆર તરફથી રમી ચૂકેલા આકાશ ચોપડાનું કહેવું છે - શાહરૂખ ખાને નક્કી કર્યું કે, જે બેસ્ટ કોચ અને સપોર્ટ સ્ટાફ છે, તેમને પસંદ કરો. આથી, જોન બુકાનન, એન્ડ્ર્યુ લીપસ ટીમમાં આવ્યા. કેપ્ટન સીધા ઘરેલુ ખેલાડીઓનો ફીડબેક લે છે, જે કોઈ કોચ સાથે રમી ચુક્યા છે. જો કોહલીએ કર્સ્ટનને પસંદ કર્યા તો તેણે દિલ્હીની ખેલાડીઓ સાથે વાત કરી હશે. લક્ષ્મણ સનરાઈઝર્સના મેન્ટર તો ઝહીર મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ઓપરેશન્સ ડિરેક્ટર એવું નથી કે, ભારતીય કોચ IPLમાંથી ગાયબ છે. વીવીએસ લક્ષ્મણ સનરાઈઝર્સ હૈદરાબાદમાં મેન્ટરની ભૂમિકામાં છે, તો મંબઈ ઈન્ડિયન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ ઝહીર ખાન છે. રાજસ્થાન રોયલ્સે સ્થાનિક ખેલાડી દિનેશ યાજ્ઞિકને ફિલ્ડિંગ કોચ પસંદ કર્યા છે. રાજસ્થાનમાં પૂર્વ ભારતીય ખેલાડી સાઈરાજ બહતુલે પણ છે. ધીમે-ધીમે ભારતીય ખેલાડીઓનું IPLમાં પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. દિલ્હી માટે વિજય દહિયા હેડ ટેલેન્ટ સ્કાઉટની ભૂમિકામાં છે, જે અગાઉ કેકેઆરમાં આસિસ્ટન્ટ હતા. મોહમ્મદ કૈફ બેટિંગ કોચ છે. આ ઉપરાંત અલગ-અલગ ટીમોમાં શ્રીધરન શ્રીરામ, વસીમ જાફર, એલ. બાલાજી, રાજીવ કુમાર, અભિષેક નાયર, ઓમકાર સાલ્વી આસિસ્ટન્ટ કોચ છે. જોકે હકીકત એ છે કે, કોચિંગ સેટઅપનો લગભગ 3 ચતુર્થાંશ ભાગ વિદેશીઓથી ભરેલો છે, ભારતીયોથી નહીં. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today દિલ્હી કેપિટલ્સનો કોચ રિકી પોન્ટિંગ ક્વોરેન્ટાઈન પછી ટીમના ટ્રેનિંગ કેમ્પમાં જોડાયો. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/ipl-2020-the-coaches-of-7-of-the-8-teams-in-the-league-are-foreign-because-the-teams-give-more-importance-to-big-names-and-reputable-coaches-all-the-12-times-foreign-coaching-teams-became-champions-127680961.html

હૈદરાબાદનો પૂર્વ કેપ્ટન વિલિયમ્સન કોરોનાથી ડર્યો, કહ્યું- પ્રોટોકોલ અંગે ખેલાડીઓએ સજાગ રહેવું પડશે		 હૈદરાબાદનો પૂર્વ કેપ્ટન વિલિયમ્સન કોરોનાથી ડર્યો, કહ્યું- પ્રોટોકોલ અંગે ખેલાડીઓએ સજાગ રહેવું પડશે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
હૈદરાબાદનો પૂર્વ કેપ્ટન કેન વિલિયમ્સન પણ કોરોનાથી ડરેલો છે. તેણે કહ્યું કે ખેલાડીઓએ વધુ સજાગ અને શિસ્તબદ્ધ રહેવું પડશે. ન્યૂઝીલેન્ડ રેડિયો સાથે વાત કરતા તેણે કહ્યું કે કોરોના સંક્રમણથી બચવા માટે પ્રોટોકોલનું કડક પાલન કરવું જરૂરી છે. વિલિયમ્સન ગુરુવારે IPL માટે UAE જવા રવાના થશે. ચેન્નાઇ સુપરકિંગ્સના 13 સભ્યો સંક્રમિત થવા અંગે વિલિયમ્સને કહ્યું કે તે સારા સમાચાર નથી. તમે તે સાંભળવા નથી માગતા કે કોઈ કોરોનાથી સંક્રમિત છે. આ કારણોસર, IPLની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ દરેક ટીમને જુદી જુદી હોટલોમાં સમાવવાનું નક્કી કર્યું. સારી વાત એ છે કે મોટાભાગના લોકોમાં કોરોના લક્ષણો જોવા નથી મળ્યા અને તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જશે. ન્યૂઝીલેન્ડના 6 ખેલાડીઓ IPL રમશે આ વર્ષે ન્યૂઝીલેન્ડના 6 ખેલાડીઓ IPLમાં રમશે. તેમાં જીમ્મી નીશમ (પંજાબ), લોકી ફર્ગ્યુસન (કોલકાતા), મિશેલ મેક્લેગન અને ટ્રેન્ટ બોલ્ટ (મુંબઇ), કેન વિલિયમ્સન (હૈદરાબાદ) અને મિશેલ સેંટનર (ચેન્નાઇ)નો સમાવેશ થાય છે. માર્ચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે ન્યૂઝીલેન્ડની ટીમ માર્ચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ઓસ્ટ્રેલિયા સાથેની વનડે શ્રેણી પણ કોરોનાને કારણે માર્ચના મધ્યમાં રોકી દેવામાં આવી હતી. તે જ સમયે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની આ સમર સીઝનમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશનું આયોજન કરવાની યોજના છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today વિલિયમ્સને IPLની 41 મેચમાં 1302 રન કર્યા છે. તેણે ગઈ સીઝનની 9 મેચમાં 120ની સ્ટ્રાઈક રેટથી 156 રન બનાવ્યા હતા. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/former-hyderabad-captain-williamson-scared-of-corona-says-players-need-to-be-aware-of-protocol-127677691.html

દીકરીના જન્મદિવસે 6 વારની ચેમ્પિયન સેરેનાની ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 102મી જીત, મોટી બહેન વિનસ પહેલીવાર ફર્સ્ટ રાઉન્ડમાં હારીને બહાર		 દીકરીના જન્મદિવસે 6 વારની ચેમ્પિયન સેરેનાની ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 102મી જીત, મોટી બહેન વિનસ પહેલીવાર ફર્સ્ટ રાઉન્ડમાં હારીને બહાર 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
6 વારની US ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેણે પોતાની દીકરી ઓલિમ્પિયાના ત્રીજા જન્મદિવસે ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 102મી જીત નોંધાવી હતી. તે હવે મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીમાં સર્વોચ્ચ મેચ જીતનાર ખેલાડી બની છે. તેણે અમેરિકાના ક્રિસ એવર્ટનો રેકોર્ડ તોડ્યો. બીજી બાજુ, તેની મોટી બહેન વિનસ પહેલીવાર વાર પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. આ તેની 22મી US ઓપન ટૂર્નામેન્ટ હતી. 37 વર્ષીય બેલ્જિયમની કિમ ક્લાઈસ્ટર્સ પહેલા રાઉન્ડમાં હારી ગઈ. તેને એકેટરિના એલેક્ઝાન્ડ્રોવાએ 3-6, 7-5 અને 6-1થી હરાવી હતી. 8 વર્ષ પછી આ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ મેચ હતી. છેલ્લે 2012માં તે US ઓપનમાં રમી હતી. ત્યારે તે બીજા રાઉન્ડમાં બહાર થઈ હતી. ક્લાઈસ્ટર્સ ત્રણ વખત 2005, 2009 અને 2010માં US ઓપન જીતી છે. A record sealed with a serve.@serenawilliams wins her 102nd US Open match to advance to Round 2! pic.twitter.com/JkZWuyMNhN — US Open Tennis (@usopen) September 1, 2020 વિનસ છેલ્લા 5 ગ્રાન્ડ સ્લેમમાંથી 4માં ઓપનિંગ મેચ હારીને બહાર થઈ 39 વર્ષીય સેરેનાએ અમેરિકાની ક્રિસ્ટી એનને સીધા સેટમાં 7-5, 6-3થી હરાવી.જ્યારે, વિનસને કેરોલિના મુચોવાએ 6-3, 7-5થી હરાવી હતી.છેલ્લા પાંચ ગ્રાન્ડ સ્લેમ્સમાં આ ચોથી વખત બન્યું, જ્યારે વિનસની શરૂઆતની મેચ હાર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. હું આ જીતથી ખૂબ ખુશ છું: સેરેના બીજા રાઉન્ડમાં પહોંચ્યા પછી, સેરેનાએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે ઉત્સાહ વધારવા માટે કોઈ દર્શકો ન હતા. પરંતુ મેં તેમ છતાં પોતાને મોટિવેટ કરી હતી. હું આ જીતથી ખૂબ ખુશ છું. સેરેના પાસે 24મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક છે તેણે કહ્યું કે ઘણા વર્ષો પછી હું સીધા સેટમાં જીતી. હું જાણતી હતી કે જો હું મારી જાત પર વિશ્વાસ કરું તો હું આમ કરવામાં સફળ થઈશ.મેજર ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં તેણે 74 મેચ જીતી છે, જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. સેરેના પાસે 24મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક છે.જો તે આમ કરવામાં સફળ થાય છે, તો માર્ગરેટ કોર્ટ પર ઓલ-ટાઇમ ગ્રાન્ડ સ્લેમ રેકોર્ડ જીતવાની બરાબર કરશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સેરેનાએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે ઉત્સાહ વધારવા માટે દર્શકો નહોતા. પરંતુ મેં તેમ છતાં પોતાને મોટિવેટ કરી હતી. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/record-102nd-win-in-6-time-champion-serenas-tournament-on-daughters-birthday-older-sister-venus-knocked-out-in-first-round-127677706.html

IPLમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ખેલાડીઓની સાથે ફેમિલી મેમ્બર્સે પણ પહેરવું પડશે બ્લૂટૂથ બેજ, હેલ્થ એપમાં રોજ બોડી ટેમ્પ્રેચરની જાણકારી આપવાની છે		 IPLમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ખેલાડીઓની સાથે ફેમિલી મેમ્બર્સે પણ પહેરવું પડશે બ્લૂટૂથ બેજ, હેલ્થ એપમાં રોજ બોડી ટેમ્પ્રેચરની જાણકારી આપવાની છે 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોરોનાથી કોઈ પ્રોબ્લમ ન થાય, તેથી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તમામ પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં, લીગમાં સામેલ ખેલાડીઓ અને અધિકારીઓને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બોર્ડે બ્લૂટૂથ બેજ આપ્યા છે. ખેલાડીઓની સાથે UAEમાં આવેલા ફેમિલી મેમ્બર્સને પણ આ બેજ પહેરવા પડશે. તે જ સમયે, એક હેલ્થ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેકને દરરોજ બોડી ટેમ્પ્રેચર વિશે માહિતી આપવાની છે. ફ્રેન્ચાઇઝના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે દરેક ટીમને એક વ્હિસલના આકારનું એક નાનું ઇલેક્ટ્રોનિક બેજ આપવામાં આવ્યું છે. ખેલાડીઓએ આ બ્લૂટૂથ બેજને દરેક સમયે પહેરવું પડે છે. તેનો ડેટા સીધો BCCIને જાય છે. આનાથી કોઈપણ સંક્રમણના કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ મળશે અને સંક્રમણને રોકાશે. આ બેજ ફક્ત સૂવાના સમયે જ ખોલી શકાય છે અધિકારીએ વધુમાં માહિતી આપી કે હોટલના રૂમની અંદર ગયા પછી આ બેજ ખોલી શકાશે. પરંતુ, રૂમની બહાર હોવાના કિસ્સામાં, દરેકને આ બેજ પહેરવું જરૂરી છે. જો કે, મેચ દરમિયાન ખેલાડીઓ તેને ઉતારી શકશે. હેલ્થ એપ્લિકેશન દ્વારા આરોગ્ય પર નજર રખાઈ રહી છે ફ્રેન્ચાઇઝના અન્ય એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, BCCIએ ખેલાડીઓ, અધિકારીઓ અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક હેલ્થ એપ તૈયાર કરી છે. દરેક વ્યક્તિએ આ હેલ્થ એપ્લિકેશનમાં દરરોજ તેના સ્વાસ્થ્યને લગતી માહિતી આપવી પડશે. ખાસ કરીને, તેમનું બોડી ટેમ્પ્રેચર જણાવવાનું છે. એપ્લિકેશન પહેલા જ કોરોના અંગે ચેતવણી આપે છે અધિકારીએ જણાવ્યું હતું કે હેલ્થ એપ્લિકેશન સારી છે. આ એપ્લિકેશન સંક્રમણના જોખમ અંગે અગાઉથી તમને ચેતવણી આપે છે. તેની સહાયથી, તમે તમારા પોતાના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી શકો છો. આ માટે, તમારે એપ્લિકેશનમાં લોગ ઇન કરીને તમારા શરીરનું તાપમાન દાખલ કરવું પડશે અને તે પોતે જ અન્ય વસ્તુઓ વિશે કહેશે. આ સિવાય બોર્ડે UAE પહોંચતી વખતે તમામ ફ્રેન્ચાઇઝ માટે વેબિનાર પણ રાખ્યું હતું. આમાં IPL માટે તૈયાર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી. BCCIના કોરોના પ્રોટોકોલની મહત્ત્વની વાતો ખેલાડીઓને હોટેલમાં એકબીજાના રૂમમાં પ્રવેશવાની મંજૂરી નથી.બાયો સિક્યુર બબલમાં પ્રવેશ્યા પછી ખેલાડીઓ બહાર નીકળી શકતા નથી.બાયો-સિક્યુર પ્રોટોકોલના ઉલ્લંઘન કરનારાઓએ 7 દિવસ માટે કવોરન્ટીન રહેવું પડશે.ફેમિલી મેમ્બર્સને પણ બાયો-સુરક્ષિત વાતાવરણની બહાર કોઈને મળવાની પરવાનગી નથી.ખેલાડીઓએ કોરોના પોઝિટિવ થયા પછી 14 દિવસ માટે કવોરન્ટીન રહેવું પડશે.કુટુંબના સભ્યો ખેલાડી સાથે બસમાં મુસાફરી કરી શકતા નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ચેન્નાઇ સુપરકિંગ્સ 4 સપ્ટેમ્બરથી ટ્રેનિંગ શરૂ કરશે. -ફાઇલ ફોટો [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/for-contact-tracing-in-ipl-family-members-have-to-wear-bluetooth-badge-along-with-the-players-the-health-app-has-to-provide-daily-body-temperature-information-127677837.html

એક પિતા પોતાના પુત્રને ખીજાય શકે છે, રૈનાએ શ્રીનિવાસનની ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું		 એક પિતા પોતાના પુત્રને ખીજાય શકે છે, રૈનાએ શ્રીનિવાસનની ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું 
	 - divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ટીમના માલિક એન. શ્રીનિવાસનની ટિપ્પણી પર તેમનો બચાવ કરતા તેમનો પક્ષ લીધો છે. રૈના અચાનક UAEમાંથી વ્યક્તિગત કારણોસર કહી ભારત પરત ફરતા શ્રીનિવાસને કહ્યું હતું કે, "સીઝન હજી શરૂ પણ નથી થઈ અને રૈનાને બહુ જલદી ખબર પડી જશે કે, તે શું ગુમાવી રહ્યો છે. ખાસ કરીને પૈસા. એક સીઝનના 11 કરોડ હતા જે તેને મળે છે. મારું માનવું છે કે, તમે કોઈ જીદ પર અડી ગયા છો અને ખુશ નથી તો તમે પરત જઈ શકો છો. હું કોઈને રોકાવા માટે મજબૂર ન કરી શકું. ઘણી વખત સફળતા વ્યક્તિના માથા પર ચડી જાય છે." રૈનાએ શ્રીનિવાસનનો પક્ષ લેતા કહ્યું, તેઓ મારા પિતા સમાન છે, તેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે અને મારી બહુ નજીક છે. તેઓ મને પુત્રની જેમ રાખે છે અને મને ખાતરી છે કે તેમની વાતોને વધારી ચડાવીને કહેવામાં આવી હતી. રૈનાએ વધુ ઉમેરતા કહ્યું કે, એક પિતા પોતાના પુત્રને ખીજાય શકે છે. તેમણે જ્યારે ટિપ્પણી કરી ત્યારે તેમને મારા પરત ફરવાના કારણ અંગે જાણ નહોતી. હવે તેમને ઈંફોર્મ કરવામાં આવ્યા છે અને તેમણે મને મેસેજ પણ કર્યો છે. રૈનાએ જણાવ્યું કે તે વિદેશથી પરત ફર્યા બાદ અત્યારે કવોરન્ટીનમાં છે અને આ દરમિયાન પણ ટ્રેનિંગ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, તમે મને બહુ જલ્દી CSK કેમ્પમાં જોઇ શકો છો. બીજી તરફ, UAEમાં 13 ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી ખેલાડીઓની ટ્રેનિંગ સ્થગિત કરવામાં આવી હતી. માહી સેના હવે 4 સપ્ટેમ્બરથી ટ્રેનિંગ સેશન શરૂ કરશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today IPLમાં રૈનાએ અત્યાર સુધી 193 મેચમાં 5368 રન બનાવ્યા છે. [...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/cricket/news/a-father-can-scold-his-son-raina-said-in-response-to-srinivasans-remarks-127677746.html
divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK https://www.divyabhaskar.co.in/rss-feed/970/
divyabhaskar.co.in Sports News IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
Contents shared By educratsweb.com


RELATED POST

  Table of Contents

We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=241 http://educratsweb.com educratsweb.com educratsweb